________________
૨૮
આત્મબોધ વિશદાર્થ :
સ્પર્શનેન્દ્રિયસ્પર્શ, સુંવાળો, આપણી ત્વચાને ગમે એવો મેવળવાનો આપણે વિચાર રાખીએ છીએ, અને એવા વિષયના સ્મરણ માત્રથી ગલગલિયાં થઈ આવે છે. માનો કે કદાચ આપને મનપસંદ એવો સ્પર્શનેન્દ્રિયજન્ય સુખાનુભવ પ્રાપ્ત થયો પણ ખરો, પણ એ સ્પર્શનેન્દ્રિયજન્ય સુખ મેળવી આપનાર સાધનો તો પરકીય અને બાહ્ય જ ને તે જયારે ન હોય ત્યારે અરે ! તેથી વિપરીત અવસ્થામાં રહેવાનો પ્રસંગ આવે ત્યારે કેવી પરિસ્થિતિ થાય છે ! શું સ્પર્શ સુખાભિલાષી જીવને એ અનુભવ છે ને એ વાતનો ? તો ઠીક ! - માનો કે એક ગર્ભશ્રીમંત પોતાની કમળ-સુકોમળ શય્યામાં નિત્ય નિંદરમાં પોઢી ખૂબ જ સુખાનુભવ કરે છે. પ્રત્યેક ઋતુમાં ઋતુના ધર્મોને અનુકૂળ જેવી રીતે ગ્રીષ્મ-ઋતુમાંsઝીણા, પાતળા અને સુખસ્પર્શી વસ્ત્રોનું પરિધાન, હેમન્ત અને શિશિરમાં =કાળજાફાટ ટાઢ પડે ત્યારે પૂરેપૂરું શરીર સંરક્ષણ અને સંપૂર્ણ દેહ ઉષ્માભર્યો રહે તેવા પ્રકારનાં વસ્ત્રો, તથા વર્ષાઋતુમાં= ગગન મેઘમંડળથી છવાયેલું હોય તેવા સમયે શરીરમાં શૈત્યનો પ્રવેશ ન થાય તે માટે બરાબર કટિબદ્ધ રહે છે, તો શું ? તેવાઓને પણ કાયમને માટે એવો સ્પર્શજનિત સુખાનુભવ સાંપડશે ખરો ? અને જ્યારે તેમાંથી મનને જરાપણ પ્રતિકૂળ પ્રાપ્ત થશે ત્યારે તે જીવની શી વલે ! કેવો વલોપાત ! કેવી બળતરા ! અરે ! ઘણીવાર સ્પર્શનેન્દ્રિયના પૂરેપૂરા વિષયો અને તેના સુખાનુભવ કરાવનારાં સાધનો ઉપસ્થિત હોય તો એ,
સાડાત્રણ મણની મખમલની તળાઈમાં સૂવા છતાં તરફડિયાં . માર્યા જ કરે, એમ રાત્રિને પસાર કરતાં કાંઈક જીવો નજરે