________________
ક્રોધત્યાગ
૧
૩
વિશદાર્થ:
ક્રોધ–ગુણ-દોષના ટકા વિચારવા બેસીએ-માર્ક મૂકીએ તો જીવનમાં કોઈ દિવસ અન્તર્મુખ દૃષ્ટિ કરીને વિચારજો કે મેં ક્રોધ કેટલીવાર કર્યો ? અને તે વખતે ક્રોધ ન કર્યો હોત તો શું થાત? ક્રોધ કરવાથી શું ફાયદો થયો ? ક્રોધના આશ્રયથી કોને સુખશાંતિ સાંપડ્યાં છે ? અને તેના આશ્રયથી અનર્થોની વણનોતરી વણઝાર પોતાના આંગણે કોણે નથી ઉતારી ? તે પૂછ્યું? પેલા ચંડકૌશિકને. ક્રોધ કરવો કે ન કરવો તેનો અભિપ્રાય ઓલા અગ્નિશમ પાસેથી સવિસ્તર જાણો ! પછીથી જે કરવું હોય તે કરો ! અરે ! ચંડકૌશિક કે અગ્નિશમ સુધી જવાની ક્યાંય જરૂર નથી, આપણા જ જીવનમાં જુઓ ને ! તપાસો ને! ક્રોધ કેટલો ફળદાયી કે હિતકારી છે. અમસ્તો ક્રોધને સર્વભક્ષી અગ્નિનો જોડીદાર બનાવ્યો હશે, મહર્ષિઓએ.
વર્ષોના જીવનના ઘનિષ્ઠ સંબંધોને ક્ષણવારમાં તોડી નાંખનાર ક્રોધને આપણે કેવો કહીશું. આવા આવા ક્રોધના જેટલા ઓળખ-પત્ર લખીએ તેટલા ઓછા છે. માટે ક્રોધનો ત્યાગ કરો, ક્ષમા અને સમતાના સહવાસી બનો.
દુર્ગતિમાં જવું નથી ને ! દુર્ગતિ તો અગ્નિ છે, જેમ અગ્નિમાં ઘી પડે એટલે એ વધે જ. એ જ પ્રમાણે ક્રોધ આવે એટલે દુર્ગતિની પરંપરા-જવાળા વધે જ. સંસારમાં ભયંકર મોહનું સામ્રાજ્ય છે, તેના પાયા મજબૂત રાખનાર-કરનાર ક્રોધ છે. જો મોહના સામ્રાજ્યમાંથી નીકળી જવું હોય તો ક્રોધની દોસ્તી દૂર કરવી જ રહી. સારા સારા સંબંધો એમને એમ બંધાતા નથી. સારા સંબંધો બધાને ગમે છે. એનાં મીઠાં ફળો