________________
૨૦
આત્મબોધ
મનમાં દુષ્ટ ભાવોનું પૂર આવ્યું હતું તે વાત ન કરી. કારણ કે માયાએ તેને માનહાનિનો ભય દેખાડ્યો. ત્યારપછી સર્વ દોષોના પ્રાયશ્ચિત્તરૂપે ઘણુંએ તપ કર્યું. તેમાં કેટલાંયે માસક્ષમણ કર્યા, પણ જે તપ-આચરણથી ભવભ્રમણની ભાવઠ ભાંગવી જોઈએ એના બદલે ભવભ્રમણ વધ્યું. એણે હૃદયમાં માયા-શલ્ય રાખ્યું ન હોત તો તેના જીવનમાં કેટલો ફાયદો થાત? એ ભવને પાર પહોંચી જાત. | માયા તો કાદવ છે. તેમાં જો પગ દીધો તો એવા ઊંડા ઊંડા ખૂંચી જશો કે પૂછો મા વાત. સંસારમહેલના ચાર પાયામાં એક પાયો છે આ માયાનો. ખરેખર કહ્યું છે કે “માયાળુ થજો. માયાવી કદી ન થાશો.” માયાળુ અને માયાવીમાં મેઘ અને ધૂમ જેટલો તફાવત છે. માટે માયાની માયામાં કદી પણ ફસાતા નહિં. ૬.