________________
૧૦
આત્મબોધ
વિશદાર્થ:
મોક્ષમાં જવું જ હોય તો મોક્ષનગર જતા રસ્તામાં આવતાં વિનોને દૂર કરવાં જોઈએ. ૧. ક્રોધ-દાવાનલ માર્ગમાં આવશે.
ઓળંગવાની મૂંઝવણ થશે. તેને સમતાપૂર્વક ક્ષમાના વારિથી શાન્ત કરવો જોઈએ. ૨. માન-મહીધર આડો આવશે. તેના આરોહ-અવરોહ ભારે પડશે. ખૂબ સાવધ રહેવું પડશે. નમ્ર રહીને જ આગળ વધાશે. જો ! શાશ્વત શાન્તિ મેળવવી હોય, આધિ-વ્યાધિ અને ઉપાધિની ત્રિવિધતાથી મુક્ત થવું હોય તો ! ૩. માયા તો બહુ જ વિચિત્ર છે. ક્રોધ પ્રવેશ કરશે તે દેખાશે, માન દેખાશે. લોભ દેખાશે, પણ માયાનો વાસ જો થશે ! તો ખબર જ નહિ પડે. માયા કાદવ છે. લપસી ન પડતા હો ! ૪. લોભ તો પાતાલ-કૂવા કરતાં યે ઊંડો છે અને દેખાય કે હમણાં તેનું તળિયું આવશે, પણ આકાશનો અંત કોઈ દી જોયો, જાણ્યો કે સાંભળ્યો છે ? જો આભનો છેડો આવે તો લોભનો છેડો આવે હો ! તેનાથી જરાયે લલચાતા નહિ. ૫ થી ૯. જેના ભક્ષણથી મૃત્યુના મહેમાન બનાય તે વિષ તો સારું કે એક ભવથી જ પતે, પણ ભૂલેચૂકે જો વિષયનું આસેવન કર્યું તો મર્યા જ સમજો ! અનેક ભવે પાર નહિ આવે હો ! એ વિષયોનું આકર્ષણ કરનાર પાંચ ઇન્દ્રિયો છે. સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિદ્રિય ને શ્રોત્રેન્દ્રિય તેના ઉપર કાબૂ મેળવવો. ઇન્દ્રિયનિગ્રહ કરવો. ૧૦. આ બધું કરીને કરણીય તે જેને અત્યારના શબ્દોમાં કહીએ તો ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે પાછું આપનાર Safe Deposit Bank જેવું દાન. ૧૧. જેના પ્રભાવે દેવેન્દ્રો પણ ચરણે આવી સેવા કરે તે શિયળ. ૧૨. સર્વ સિદ્ધિ ને સમૃદ્ધિના કારણભૂત તપ અને ૧૩. સર્વમાં પ્રાણ સ્વરૂપ ભાવ, તેની ત્રિકરણ યોગે આરાધના, ૧૪. જે પ્રભુનો અનન્તો