________________
નરજન્મ દુર્લભતા વિશદાર્થ :
હવે બીજા સૂક્તમાં કર્તા સકલ આરાધનાનું બીજ સ્થાન, અનેક સુકૃતની ખાણ, અભૂતપૂર્વ અનુપમ સુખ મેળવવાનો રસ્તો અત્યારના આધુનિક શબ્દોમાં કહીએ તો Gate way of Mukti એવા માનવભવની દુર્લભતા અને તેને પ્રાપ્ત કરી કરવાયોગ્ય કરણિ કરવા સૂચન કરે છે. આ માનવભવ દશ દષ્ટાંતે દુર્લભ છે, તે વાત શાસ્ત્રમાં આવે છે અને પ્રસિદ્ધ છે. આ વાતને પદ્યમાં પૂજયપાદ આચાર્ય મ. શ્રી વિજયઅમૃતસૂરિજી મહારાજે વૈરાગ્યશતકમાં ખૂબ જ સુંદર રીતે ગૂંથી છે. તે પદ્યો ત્યાંથી ઉદ્ધત કર્યા છે.
| (સવૈયા) બહુકાલે બહુવિધ દુઃખ સહેતા ધર્મક્રિયા કરવાનો કાલ, નરભવરૂપે પ્રાપ્ત થયો છે પુણ્ય પ્રચયથી ચેતન ! હાલ; અલ્પકાલ સ્થાયી સુખદાયી સુર સમકિતી જેને હાય, દશ દષ્ટાંતે દુર્લભ એને હારી જઈને જન પસ્તાય. ૧
દષ્ટાન્ત પહેલું (ચૂલાનું) ભરતક્ષેત્રમાં ઘર ઘર ભોજન બ્રાહ્મણને આપે ચક્રીશ, ચોસઠ સહસ અન્નેઉરી જસ નરપતિ સેવે સહસ બત્રીશ; દૈવયોગથી એક ઘરે તે બીજી વખતે જમવા જાય, પણ સુકૃત વિણ ગત નરભવ તે પાછો ચેતન! નહિં જ પમાય. ૨
દિષ્ટાન્ત બીજું (ધાન્યનું) ભરતક્ષેત્રમાં સર્વ ધાન્યની દેવે ઢગલી કીધી એક, તેમાં પાલી સરસવ નાંખી લાવ્યો ડોશી વૃદ્ધ જ છેક; તે વૃદ્ધાથી કદાચ સરસવ સર્વ ધાન્યથી ભિન્ન કરાય, પણ સુકૃત વિણ ગત નરભવ તે પાછો ચેતન ! નહિં જ પમાય. ૩