Book Title: Pandita Virvijayji Jain Educational Certificate Course
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Panditvaryashri Virvijayji Upashray Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/008042/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो नाण दिवायरस्स પંડિત શ્રી વીરવિજયજી જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ • શ્રેણી-૧ થી ૬ નો ધાર્મિક અભ્યાસ ક્રમઃ ξ અભ્યાસક્રમ- રચયિતા મુનિ શ્રી દીપરત્નસાગરજી પ્રકાશક :પંડિતવર્યશ્રી વીરવિજયજી જૈન ઉપાશ્રય Page #2 --------------------------------------------------------------------------  Page #3 --------------------------------------------------------------------------  Page #4 --------------------------------------------------------------------------  Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ नमो नमो नाण दिवायरस्स 'પંડિત શ્રી વીરવિજયજી જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ -: શ્રેણી-૧ થી ૬ નો ધાર્મિક અભ્યાસ ક્રમ : શ્રેણી - ૧ - પૃષ્ઠ ૭ થી ૧૪ શ્રેણી - ૨ - પૃષ્ઠ ૨૫ થી ૪૭ શ્રેણી - ૩ - પૃષ્ઠ ૪૮ થી ૭૩ શ્રેણી - ૪ - પૃષ્ઠ ૭૪ થી ૯૮ શ્રેણી - ૫ - પૃષ્ઠ ૯૯ થી ૧૩૨ શ્રેણી- ૬-પૃષ્ઠ ૧૩૩ થી ૧૭૨ • અભ્યાસક્રમ - રચયિતા ૦ મુનિ શ્રી દીપરત્નસાગરજી, મૂલ્ય : રૂ ૩૫/ -: આયોજક અને પ્રકાશક:પંડિતવર્યશ્રી વીરવિજયજી જૈન ઉપાશ્રય ભટ્ટીની બારી, પતાસાપોળ, ગાંધીરોડ અમદાવાદ, Page #7 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ જેન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ પંડિતવર્ય શ્રી વીરવિજયજી જૈન ઉપાશ્રય શ્રી જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ - બોર્ડ - અમદાવાદ - પત્ર સંપર્ક - શ્રી દીપકભાઈ મનુભાઈ શાહ ૨૧૨-“કૈવલ્ય” અદાસાની ખડકી, પતાસાપોળ, ગાંધીરોડ, અમદાવાદ-૧ -: પરીક્ષા સંચાલક:શ્રી નિર્મલાબેન એસ. સંધવી ૩૧/૮, શ્રી સદન ફલેટ, હીરાભાઈની પોળ, પતાસાપોળ, અમદાવાદ-૧ જેન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી - ૧ થી ૪ પ્રકાશન : તા. ૨૪-૯-૨૦૦૨, ૨૦૫૮ ભા.વ.૩ - મુદ્રક :શ્રી નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ પાર્શ્વનાથ કોમ્પલેક્ષ પાસે, ઘીકાંટા રોડ, અમદાવાદ. -: ટાઈપ સેટીંગ:જય બ્રહ્માણી ગ્રાફિક્સ ૨૨૬૩, માળીવાડાની પોળ, હલીમની ખડકી, શાહપુર, અમદાવાદ. -: પ્રાપ્તિસ્થાન :શ્રી વીર વિજયજી જૈન ઉપાશ્રય ભઢીની બારી, પતાસાપોળ, ગાંધીરોડ, અમદાવાદ. -: પ્રેરક અને પરામર્શક:પૂ. મુની શ્રી દીપરત્નસાગરજી ૧/૧૩, શીતલનાથ ફલેટ્સ હાય સેન્ટર, ખાનપુર, અમદાવાદ, Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૧ જેન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી -૧ ઉંમર : ૬ થી ૧૦ વર્ષની ઉંમરના વિદ્યાર્થી શ્રેણી-૧ની પરીક્ષા આપી શકશે. દશ વર્ષથી મોટી ઉંમરના વિદ્યાર્થીને પરીક્ષા આપવાની છુટ છે, પણ તેઓ પ્રથમ ત્રણ ઈનામને પાત્ર ગણાશે નહી. ૧. અભ્યાસ સૂત્ર : નવકારથી સામાઈય વયજુરો તથા અભુટ્ટીઓ સૂત્ર ૨. વિધિ-અભ્યાસ : (૧) વંદન-સામાન્ય તથા પંચાંગ પ્રણીપાત (૨) સામાયિક લેવી તથા સામાયિક પારવી ૩. પદ્ય-વિભાગ : (૧) પરમાત્મા સન્મુખ બોલવાની સ્તુતિ - ૫ - (૨) પરમાત્માને પ્રદક્ષિણાના દુહા - ૩ - ૪. કથા વિભાગ : સંક્ષેપમાં પાંચ કથાનક (૧) અર્જુનમાળી (૨) શીતલાચાર્ય (૩) ઢંઢણ કુમાર (૪) થાવસ્યાસુત (૫) ચંદનબાળા ૫. જૈન ભૂગોળ : ચૌદ રાજલોકનો સામાન્ય પરીચય ૬. સૂત્ર આધારીત પ્રશ્નો : અભ્યાસ સૂત્રને આધારે ૧૫ પશ્નો ૭. સામાન્ય પ્રશ્નો : ધાર્મિક બોધ કરાવતા ૧૫ પ્રશ્નો ૮. તીર્થંકર પરીચય : તીર્થકર - ૧, ૧૬, ૨૩, ૨૪ નો પરીચય ૯. વિશેષ અભ્યાસ : (૧) ચોવીસ ભગવાનના નામ - ક્રમ અને લંછન સાથે (૨) નવપદજીના નામ અને વર્ણ Page #9 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૧ -: શ્રેણી - ૧ - (૧- અભ્યાસ સૂત્રો) ૧. નવકાર (પંચમગલ) સૂત્ર નમો અરિહંતાણં II૧૫ નમો સિદ્ધાણં //રા નમો આયરિયાણં III નમો ઉવઝાયાણં ૪ો નમો લોએ સવ્વસાહૂણં પી એસો પંચ નમુક્કારોદી સવ્વપાવપણાસણો IIી મંગલાણં ચ સવ્વસિં IIટા પઢમં હવઈ મંગલં લા. નવકાર-એ મહામંત્ર છે. આમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવ્યા છે. તેથી તેને નમસ્કાર સૂત્ર પણ કહે છે. તેનાથી આપણાં પાપનો ક્ષય થાય છે અને તે પરમ મંગલ રૂપ છે (૨. પંચિંદિય (ગુરુ-સ્થાપના) સૂત્ર પંચિંદિય સંવરણો, તહ નવવિહ બંભર્ચર ગુત્તિધરો; ચઉવિહ- કસાય-મુક્કો, ઈઅ અઢારસ ગુણહિં સંજુરો I/૧/ પંચ મહલ્વય જુત્તો, પંચવિહાયાર પાલણ સમત્વો; પંચ સમિઓ તિગુત્તો, છત્તીસ ગુણો ગુરુ મક્ઝ. / રા પંચિદિય-આ સૂત્રમાં આચાર્ય મહારાજના ૩૬ ગુણો બતાવેલા છે અને તે સ્થાપના સ્થાપતી વખતે બોલાય છે. ૩. શ્રી (ખમાસમણ) પંચાંગ પ્રણિપાત સૂત્ર ઈચ્છામિખમાસમણો!વંદિઉં જાવણિજ્જાએ, નિશીહિયાએ, મત્યએણ વંદામિ. ખમાસમણ-આ સૂત્રથી દેવ ગુરુને વંદન થાયછે.વંદન બે હાથ બે પગ અને માથુ એ પાચે અંગ નમાવીને થાય છે. તેને થોભવંદન સૂત્ર પણ કહે છે. (૪. ઈચ્છકાર ગુરુ સુખશાતાપૃચ્છા) સૂત્ર ઈચ્છકાર સુહ-રાઈ (સુહ-દેવસિ) સુખ-તપ-શરીર-નિરાબાધ સુખસંજમ જાત્રા નિર્વહો છો જી? સ્વામી! શાતા છે છે? ભાત-પાણીનો લાભ દેજોજી. ૧. ઈચ્છકાર - આ સૂત્ર વડે ગુરુ મહારાજને શાતા પૂછાય છે મધ્યાહ્ન (બપોર) પહેલાં સુહરાઈ અને મધ્યાહ્ન પછી સુહદેવસિ શબ્દ બોલાય છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૧ 'પ. અબ્યુટિઓ (ગુરુખામણા) સૂત્ર ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! અભુક્રિઓ મિ અભિતર રાઈએ (દેવસિએ) ખામેઉં? ઇચ્છે, ખામેમિ રાઈએ (દેવસિએ) જે કિંચિ અપત્તિયં, પરંપત્તિયં, ભત્ત, પાણે, વિણએ, વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતર-ભાસાએ, ઉવરિ-ભાસાએ, જં કિંચિ, મજ્જ વિણય-પરિહાણે, સુહમં વા બાયરં વા તુર્ભે જાણહ, અહં ન જાણામિ, તસ્સ મિચ્છામિ દુક્કડં. અભુક્રિઓ-આ સૂત્ર વડે, આપણાથી ગુરુ મહારાજ પાસે જે જે અપરાધો થયા હોય તેની માફી મંગાય છે. ૬. ઈરિયાવહિયં (લઘુ પ્રતિક્રમણ) સૂત્ર ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઇરિયાવહિયં પડિક્કમામિ? ઈચ્છ, ઈચ્છામિ પડિક્કમિઉં ના ઇરિયાવહિયાએ, વિરાહણાએ IJરા ગમણાગમણે પાણક્કમણે, બીયક્કમણે, હરિયક્કમણે, ઓસા-ઉનિંગ-૫ણગ-દગ-મટ્ટી મક્કડા-સંતાણા-સંકમણે ૪l જે મે જવા વિરાતિયા પા એચિંદિયા, બેઈદિયા, તેદિયા, ચઉરિદિયા, પંચિંદિયા ll અભિયા, વરિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદ્દવિયા, ઠાણાઓ ઠાણે સંકામિયા, જીવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છા મિ દુક્કડ II, ઇરિયાવહિયં : આ સૂત્રથી જતા આવતાં જે કાંઈ પાપ લાગ્યું હોય તે દૂર થાય છે. (૭. તસ્સ ઉત્તરી કરણેણં સૂત્ર) તસ્સ ઉત્તરી-કરણેણં, પાયચ્છિત્ત-કરણેણં, વિસોહા-કરણેણં, વિસલ્લી-કરણેણં, પાવાણું કમ્માણ નિશ્થાયણટ્ટાએ હામિ કાઉસ્સગ્ગ I/૧/ તસ્ય ઉત્તરી-ઇરિયાવહીથી પાપ નાશ થાય છે; પણ પાપને વિશેષ શુદ્ધ કરવા માટે તસ્ય ઉત્તરી સૂત્ર બોલાય છે. તેથી તેને ઉત્તરીકરણ સૂત્ર કહે છે. '૮. અન્નત્થ ઊસસિએણે (કાયોત્સર્ગ આગાર) સૂત્ર અન્નત્થ ઊસસિએણે, નીસસિએણું, ખાસિએણે, છીએણં, જંભાઈએણે, ઉડુએણં, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ ૧II Page #11 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૧ સુહુમહિ અંગ-સંચાલેહિ, સુહુમહિખેલ-સંચાલેહિં, સુહમેહિંદિફિ-સંચાલેહિરા એવભાઈએહિ આગારેહિ, અભગ્ગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો ફll જાવ અરિહંતાણે ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ ૪ો તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણે વોસિરામિ પણ અન્નત્ય - આ સૂત્રમાં કાઉસ્સગ્નના ૧૬ આગારો (છૂટો) બતાવ્યા છે. ૯. લો ગમ્સ (નામસ્તવ) સૂત્ર) લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિન્શયરે જિણે અરિહંતે કિન્નઈમ્પ્સ, ચઉવીસ પિ કેવલીના ઉસભામજિઆંચ વંદે, સંભવમભિસંદણં ચ સુમઈ ચ; પઉમપહં સુપાસ, જિર્ણ ચ ચંદuહ વંદે ારા સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપુજં ચ; વિમલમહંતં ચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદામિilal કુંથું અરં ચ મલ્લિ, વંદે મુણિસુવયં નમિજિર્ણ ચ; વંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચીઢા એવં એ અભિથુઆ, વિહુય-રયમલા પહણ-જરમરણા; ચઉવીસ પિ જિણવરા, તિસ્થયરામે પસીયંતુ પાકિતિય-વંદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા; આગ બોરિલાભ, સમાવિવરમુત્તમ દિંતુ દી ચંદેસુ નિમ્મલયા, આઈસેસુઅહિયં પયાસયરા; સાગરવર-ગંભીરા,સિદ્ધાસિદ્ધિમમદિસંતુiા લોગસ્સ-ચોવીશ જિનેશ્વરોનાં નામ લઈને સ્તુતિ કરવામાં આવે છે. (૧૦. કરેમિ ભંતે (સામાયિક પ્રતિજ્ઞા) સૂત્ર કરેમિ ભંતે ! સામાઈય, સાવજ્જ જોગં પચ્ચક્ઝામિ, જાવ નિયમ પજુવાસામિ, દુવિહં, તિવિહેણં, મણેણં, વાયાએ, કાણું, ન કરેમિ, ન કારવેમિ, તસ્મ ભંતે! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણે વોસિરામિ. કરેમિ ભંતે-આ સૂત્રમાં સામાયિક ગ્રહણ કરવાની મહા-પ્રતિજ્ઞા છે. સામાયિક એટલે સમતાનો લાભ થાય તે ; અથવા બંધાયેલાં જૂનાં કર્મોનો નાશ થાય અને નવાં બંધાતાં કર્મો અટકી જાય એવી ૪૮ મિનિટની જ્ઞાનીઓએ બતાવેલી ક્રિયા. '૧૧. સામાઈય વયજુરો (સામાયિક પારણ) સુત્ર સામાઈય વય-જુત્તો, જાવ મણે હોઈ નિયમ-સંજુત્તો; છિન્નઈ અસુઈ કમ્મ, સામાડય જત્તિયા વારા ||૧|| Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૧ સામાઈયમ્મિ ઉકએ, સમણો ઈવ સાવઓ હવઈ જમ્યા; એએણ કારણેણં, બહુસો સામાઈયં કુક્કા //રા - સામાયિક વિધિએ લીધું, વિધિએ પાયું, વિધિ કરતાં જે કોઈ અવિધિ થઈ હોય તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. દશ મનના, દશ વચનના, બાર કાયાના, એ બત્રીસ દોષમાંહી જેકોઈ દોષ લાગ્યો હોય તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. સામાઈય વયજુરો - આ સૂત્રથી સામાયિક પરાય છે, અને જેટલી વાર સામાયિક કરે તેટલી વાર અશુભ કર્મોનો નાશ થાય છે, તેમજ શ્રાવક, સાધુના જેવો ગણાય છે, તેથી સામાયિક વારંવાર કરવાનું કહ્યું છે. ૨. વિધિ - અભ્યાસ) વંદનવિધિ (ધાર્મિક અધ્યાપકે આ ક્રિયા કરાવીને વિધિ શીખવવી) ૧. સામાન્ય (ફિટ્ટા) વંદન : ભગવંત કે ગુરુજી સામે બે હાથ જોડી ને મસ્તક નમાવવું તે ૨. પંચાંગ પ્રણિપાત વંદન: - પહેલા બે ખમાસમણ દેવા, પછી ઈચ્છકાર બોલવો. - જો પદવીધર ગુરુજીને વંદન કરતા હો તો ફરી ખમાસમણ દેવું. - પછી અભુટ્ટીઓ ખામવો. સામાયિક લેવાનો વિધિ ૧. પ્રથમ શુદ્ધ વસ્ત્ર પહેરવાં, પછી ચરવળાથી જગ્યા પૂંજી સ્થાપનાજી પધરાવવા અથવા પુસ્તક સાપડા પર મૂકવું, પછી૨. મુહપત્તિ ડાબા હાથમાં રાખી જમણો હાથ સ્થાપનાજી સામે રાખવો. પછી, ૩. નવકાર, પંચિંદિય. કહીને સ્થાપનાજી સ્થાપવા, ૪. પછી એક ખમાસમણ દઈને ઇરિયાવાહિય, તસ્ય ઉત્તરી, અન્નત્થ કહી એક લોગસ્સ ચંદેસુ નિમ્મલયરા સુધી નો અથવા ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ન કરવો, કાઉસ્સગ્ગ પારીને (નમો અરિહંતાણં કહીને) પ્રગટ લોગસ્સ બોલવો. પછી - (ક્રમ ૪ ની વિધિને ઇરિયાવહી વિધિ કહે છે.) ૫. ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક મુહપત્તિ પડિલેહું? ઇચ્છે' કહીને મુહપતિ પડિલેહવી. Page #13 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૧ ૬. પછી એક ખમાસણ દઈ, “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક સંદિસાહું? ઇચ્છ' કહી, એક ખમાસમણ દઈ, “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક ઠાઉં? ઇચ્છે,’ કહી, એક નવકાર ગણવો. પછી “ઈચ્છકારી ભગવન્! પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી' એમ કહી “કરેમિ ભંતે' સૂત્ર પોતે બોલવું, જો ગુરુ કે વડીલ હોય તો તેમની પાસે ઉચ્ચરવું. ૮. પછી એક ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! બેસણું સંદિસાહું? ઈચ્છે,” કહી એક ખમાસમણ દેવું. પછી “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે ઠાઉં? ઈચ્છે, કહી, ખમાસમણ દેવું. ૯. “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સજઝાય સંદિસાહું? ઇચ્છે' કહી ખમાસમણ દઈ, “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સજઝાય કરું? ઇચ્છે' કહી, સજઝાય ની મુદ્રામાં બેસી ત્રણ નવકાર ગણવા. ૧૦. પછી બે ઘડી અથવા અડતાળીસ મિનિટ સુધી ધર્મધ્યાન કરવું. સામાયિક પારવાનો વિધિ ૧. પ્રથમ એક ખમાસમણ દઈને ઇરિયાવહિય, તસ્ય ઉત્તરી, અન્નત્ય સૂત્ર કહી એક લોગસ્સ, ચંદેસુ નિમ્મલયરા-સુધી અથવા ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ન કરવો. ૨. પછી એક ખમાસમણ દઈ, “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! મુહપત્તિ પડિલેહું? ઇચ્છે' કહીને મુહપત્તિ પડિલેહવી. ૩. પછી એક ખમાસમણ દઈ, “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક પારું? યથાશક્તિ' પછી એક ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક પાર્યું? તહત્તિ' કહેવું. ૪. જમણો હાથ ચરવળા ઉપર સ્થાપીને એક નવકાર ગણી સામાઈય વયજુત્તો કહેવો. પછી ૫. સ્થાપના સ્થાપેલ હોય તો જમણો હાથ સવળો રાખી એક નવકાર ગણીને સ્થાપનાચાર્ય યોગ્ય સ્થાનકે મૂકવા. Page #14 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૧ (૩.પદ્ય-વિભાગ) પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ ૧. છે પ્રતિમા મનોહારિણી દુ:ખ હરી, શ્રી વીર નિણંદની; ભક્તોને છે સર્વદા સુખ કરી, જાણે ખીલી ચાંદની; આ પ્રતિમાના ગુણભાવ ધરીને, જે માણસો ગાય છે; પામી સઘળા સુખ તે જગતમાં, મુક્તિ ભણી જાય છે. ૨. જે પ્રભુના અવતારથી અવનીમાં, શાંતિ બધે વ્યાપતી; જે પ્રભુની સુપ્રસન્નને અમીભરી, દષ્ટિ દુઃખો કાપતી: જે પ્રભુએ ભર યૌવને વ્રત ગ્રહી, ત્યાગી બધી અંગના; તે તારક જિન દેવના ચરણમાં, હોજો સદા વંદના; ૩. બારે પર્ષદા મધ્યમાં પ્રભુ તમે, જયારે દીધી દેશના; ત્યારે હું હતભાગી દૂર વસીયો, તે મેં સુણી લેશ ના; પંચમ કાળ કરાલમાં પ્રભુ તમે, મૂર્તિ રૂપે છો મળ્યા; મારે તો મન આંગણે સૂરત, સાક્ષાત્ આજે ફળ્યા. ૪. ભક્તિ તારી ભૂલી જઈ અ૨૨ હું, હારી ગયો જીંદગી; વાણી આગમની સુણી નહીં કદા, જે છે સુધા વાનગી; યાત્રાઓ તીરથે જઈ પગ વડે, કીધી નહીં આ ભવે; તપથી દેહ દમ્યો નહીં પરભવે, મારું શું થાશે હવે ? ૫. હારાથી ન સમર્થ અન્ય દીનનો, ઉદ્ધારનારો પ્રભુ; મહારાથી નહીં અન્ય પાત્ર જગમાં, જોતા જડે તે વિભુ; મુક્તિ મંગલ સ્થાન તોય મુજને, ઈચ્છા ન લક્ષ્મી તણી; આપો સમ્યગુ રત્ન શ્યામ જીવને, તો તૃમિ થાયે ઘણી. પ્રભુને પ્રદક્ષિણા આપતી વખતે બોલવાના દુહા ૧. કાળ અનાદિ અનંતથી, ભવ ભ્રમણાનો નહીં પાર; તે ભ્રમણા નિવારવા, પ્રદક્ષિણા દઉં ત્રણ સાર; ભમતીમાં ભમતા થકા, ભવ ભાવઠ દૂર પલાય; સમ્યક્ દર્શન પામવા, પ્રથમ પ્રદક્ષિણા દેવાય. ૨. જન્મ મરણાદિ સવિ ભય ટળે, સીઝે જો દરિસણ કાજ; સમ્યગ જ્ઞાન ને પામવા, બીજી પ્રદક્ષિણા જિનરાજ ; Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જેને એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૧ જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેત; જ્ઞાન વિના મેં નવિ લાં, પરમ તત્ત્વ સંકેત. ૩. ચય તે સંચય કર્મનો, રિક્ત કરે વળી જે હ; ચારિત્ર નામ નિયુકતે કહ્યું, વંદો તે ગુણ ગેહ; શાશ્વત સુખને પામવા, તે ચારિત્રો નિરધાર; ત્રીજી પ્રદક્ષિણા તે કારણે, ભવ દુઃખ ભંજનહાર. (૪. કથા - વિભાગ) કથા-૧ઃ અર્જુનમાળી રાજગૃહી નગરીમાં અર્જુન નામનો એક માળી રહેતો હતો તે ખૂબ જ ધનવાન હતો. તેને બંધુમતી નામની એક અતિ સ્વરૂપવાન પત્ની હતી. બન્ને માણસ દરરોજ નગરની બહાર કુળદેવતા યક્ષની ફૂલ વડે પૂજા કરવા જતા હતા. તે ગામમાં લલિતા નામની મંડળી હતી. તે બધાને પરેશાન કરતી હતી. એક દિવસ તે નગરમાં ઉત્સવ હતો. આથી તે દિવસે અર્જુન અને તેની પત્ની યક્ષની પૂજા કરવા વહેલા ગયા. પેલી મંડળી ત્યાં આગળ સંતાઈને ઉભી હતી. અને અર્જુનમાલી અને બંધુમતી મંદિરની અંદર ગયા કે તુરંત જ પેલી મંડળીના પુરુષોએ અર્જુનમાલીને બાંધી દીધો. તેની નજર સમક્ષ છ એ પુરુષો બંધુમતી ને ઉપાડી ગયા અને પોતે કાંઈ જ ન કરી શક્યો. અર્જુન માળી ક્રોધથી ધમધમી ઉઠ્યો. અર્જુનમાળીને મનમાં થયું અરે ! હું દરરોજ યક્ષની પૂજા કરું છું. છતાં યક્ષે મને કંઈ જ મદદ ન કરી. મેં જેની પૂજા કરી તે તો પથરો જ છે, યક્ષ નહીં, યક્ષના મનમાં દયા જાગી, અને તેને અર્જુનમાળીના શરીરમાં પ્રવેશ કર્યો, અને તેને જેના વડે બાંધેલો હતો તે બધી જ દોરી તોડી નાખી અને બહાર આવીને પેલા બધાં જ પુરુષો અને પોતાની પત્ની એ સાતે લોકો ને મારી નાખ્યા. આમ, દરરોજ સાત લોકોને મારતો હતો. રાજગૃહી નગરીમાં હાહાકાર મચી ગયો. ગામના લાકો અર્જુનમાળી થી ડરવા લાગ્યા. જ્યાં સુધી અર્જુનમાળી સાત જણાને મારી ન નાંખે ત્યાં સુધી કોઈ ગામની બહાર નીકળતું ન હતું. છ મહિના સુધી આ ક્રમ ચાલ્યો. રોજ સાત-સાતની હત્યા કરવા લાગ્યો. એવામાં એક દિવસ ભગવાન મહાવીર ગામની બહાર ઉદ્યાનમાં (જંગલમાં) સમોસર્યા. પરંતુ જાય કોણ? બધા જ અર્જુનમાળીથી ડરતા હતા. એ ગામમાં સુદર્શન નામે એક શેઠ હતા. તે ખૂબ જ ધર્મિષ્ઠ હતા અને દરરોજે જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણ, નવકારશી, સાધર્મિક ભક્તિ કરતા હતા. તેને વિચાર્યું. ભગવાન આપણા નગરમાં પધાર્યા હોય અને એમની વાણી સાંભળ્યા વગર Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૧ પાણીનું એક ટીંપુ પણ કેમ પીવાય. એ તો નગર બહાર જાય છે, બધા તેમને રોકે છે. પરંતુ તે માનતા નથી. તેમને જોઈને અર્જુનમાળી તેને મારવા દોડે છે પરંતુ એ તો ત્યાં ધર્મ કરવા બેસી જાય છે. આ જોઈને અર્જુન માળીને પોતે શું કરી રહ્યો છે તેનું ભાન થાય છે અને તે શેઠને મારતો નથી, પુછે છે ક્યાં જાઓ છો? તેણે જવાબ આપ્યો, ભગવાનની વાણી સાંભળવા. અર્જુનમાળી પણ તેની સાથે ભગવાનની વાણી સાંભળવા જાય છે. પોતે કરેલા પાપના પ્રાયશ્ચિત રૂપે દીક્ષા ગ્રહણ કરે છે અને ખૂબ જ તપ વગેરે કરે છે, અને પોતે કરેલા પાપનું પ્રાયશ્ચિત કરે છે. અને અંતે અર્જુનમાળી મોક્ષે જાય છે. બાળકો, આટલું બધું છે ધર્મ સાંભળવાનું મહત્ત્વ આવો મહાપાપી અર્જુન માળી પણ ધર્મશ્રવણ થી મોક્ષે ગયો, તો આપણે કેમ ન જઈએ? કથા- ર : શીતલાચાર્ય શીતલાચાર્ય નામે એક જૈનાચાર્ય થઈ ગયા. તેમને એક બહેન હતી. તેનું નામ શૃંગારમંજરી હતું. તે બહેનને ચાર પુત્રો હતા. તે ચારે પુત્રોએ પોતાની માતાની શીક્ષાથી દીક્ષા ગ્રહણ કરી. એક વખત તે ચારેય સાધુ ભગવંતો પોતાના ગુરુ ની સંમતિ લઈ પોતાના મામા (શીતલાચાર્ય) ને વંદન કરવા નીકળ્યા. નગર પાસે પહોચ્યાં ત્યાંજ સાંજ થઈ ગઈ. તેઓએ કોઈ શ્રાવક સાથે આચાર્ય મહારાજ ને સમાચાર મોકલ્યા કે અમે સવારે વંદન કરવા આવીશું. તેઓ ચારેય સાધુ મહારાજ વિચારવા લાગ્યા કે સવારે મામા મહારાજશ્રીને વંદન કરવા મોડા પહોંચીશું તો! કેવી રીતે વંદન કરવા! આમ, તેઓ આખી રાત સુઈ શક્યા નહીં, વંદન કરવાના ભાવપૂર્વક વિચાર કરવાથી તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આ તરફ સવારે શીતલાચાર્ય વિચાર કરે કે હમણાં ચારે ભાણેજ મુનિ વંદન કરવા આવશે. કેવળજ્ઞાન જ્ઞાન પ્રાપ્ત કરેલા સાધુએ સામાન્ય સાધુને વંદન કરવાનું હોય નહીં શીતલાચાર્યજી તો જાણતા નથી કે ભાણેજ મુનિ કેવલી બન્યા છે. તેઓ જાતે જ સામે ચાલીને ગયા. પરંતુ ભાણેજ મુનિઓ કેવલી હોવાથી આચાર્ય મહારાજનો સત્કાર કરતા નથી. શીતલાચાર્યજી તો ગુસ્સે થઈ ગયા, ગુસ્સામાં જ બોલ્યા કે ચાલો તમે નથી વંદન કરતા તો હું વંદન કરું એમ કહીને આચાર્ય મહારાજે વંદન કર્યું કેવલીમુનિઓ એ આચાર્ય મહારાજને કહ્યું તમે તો ફક્ત શરીરથી વંદન કર્યું છે, ભાવથી નહીં. આચાર્ય મહારાજે આશ્ચર્ય થી પૂછ્યું તમને કેમ ખબર પડી ? કેવલીમુનિઓએ કહ્યું અમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે. આ સાંભળી આચાર્ય મહારાજે પોતાનો અપરાધ ખમાવી ફરી ચારેય મુનિઓને ભાવથી વંદન કર્યા અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે ગયા. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ જૈન એયુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૧ બાળકો આ છે વંદનનો મહિમા. ફક્ત ભાવથી વંદન કરવાથી જ મોક્ષ મળતો હોય તો આપણે શું કામ આવી તક ગુમાવીએ. બાળકો તમને કોઈ એવું નહીં કહે કે દરરોજ આટલા મહારાજ(સાધુ), આટલા દેરાસર વંદન કરવા જાઓ, પરંતુ તમે નિશાળે જતાં આવતાં રસ્તે મળતાં મહારાજ ને ભાવથી “મFએણવંદામિ' અને રસ્તામાં આવતાં દેરાસર જોઈને “બે હાથ જોડી” નમો જિણાણે તો કહી શકો ને. બાળકો આજથી આટલું અવશ્ય કરજો અને આજ થી આ સુત્ર યાદ રાખી લો વંદના પાપ નિકંદના” એટલેકે વંદન કરવાથી પાપ દુર થાય છે. કથા- ૩ઃ ઢંઢણકુમાર કૃષ્ણ વાસુદેવની ઢંઢણા નામની રાણીના એક પુત્રનું નામ ઢંઢણકુમાર હતું. તેઓ ખૂબજ ધર્મ કરતા હતા. ઢંઢણકુમારે નેમિનાથ ભગવાનની દેશના સાંભળી વૈરાગ્યથી પ્રભાવિત થઈ ને ભાવપૂર્વક પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી તેઓ દ્વારિકા નગરીમાં ભિક્ષાર્થે જાય છે. પણ શુધ્ધ ભિક્ષા મળતી નથી. શુદ્ધ ભિક્ષા એટલેકે ભાવથી વહોરાવેલી નિર્દોષ ભિક્ષા, પરંતુ તેમને શુદ્ધભિક્ષા મળતી નથી. કારણકે તેમણે પૂર્વભવમાં પાપ કર્યું હોય છે. તે અંતરાય કર્મ ઉદયમાં આવેલું હોય છે. પૂર્વભવમાં તે પાંચસો ખેડૂતનો અધિકારી હતો ત્યારે બધાં ખેડૂત અને બળદોને ભોજનના સમયે છુટ્ટી મળે ત્યારે પોતાના ખેતરમાં બપોરે હળ ખેડાવતો. આ રીતે ૫૦૦ ખેડૂતો અને ૧૦૦૦ બળદોને ભોજનમાં અંતરાય કર્યો હતો. આ અંતરાય કર્મનો ઉદય થયો હોવાથી આ ભવમાં શુદ્ધ આહાર મળતો ન હતો. ઢંઢણકુમાર ગમે તેમ કરીને કર્મનો નાશ કરવાનું વિચારે છે. અને તે પ્રભુપાસે અભિગ્રહ ધારણ કરે છે કે જયાં સુધી મને સ્વલમ્બિએ શુદ્ધ આહાર ન મળે ત્યાં સુધી આહાર ન કરવો. દરરોજે ઢંઢણમુનિ ભિક્ષા લેવા જાય છે. પરંતુ શુદ્ધ આહાર મળતો નથી અને પાછા આવી ને ભોજન અને પાણીનો ત્યાગ કરીને ભુખ અને તરસ સહન કરે છે. એક વખત કૃષ્ણમહારાજા એ નેમિનાથ પ્રભુને પૂછ્યું આપના અઢાર હજાર સાધુમાં સૌથી શ્રેષ્ઠ કોણ ? ભગવંતે જવાબ આપ્યો ઢઢણમુનિ. ઢંઢણમુનિના અભિગ્રહની વાત સાંભળી કૃષ્ણ મહારાજાને થયું કે હું જલ્દી ઢંઢણમુનિને વંદન કરું. ભિક્ષા માટે નીકળેલા મુનિ માર્ગમાં મળ્યા ત્યારે કૃષ્ણ મહારાજાએ હાથી ઉપરથી ઉતરી વંદન કર્યું. તે જોઈ બધા રાજાઓ પણ મુનિને ચરણે પડ્યા. એક વણિકે આ જોયું અને પ્રભાવિત થઈને લાડવા વહોરાવ્યા. ઢંઢણમુનિએ નેમિનાથ ભગવાનને પૂછ્યું શું મારું અંતરાય કર્મ નષ્ટ થઈ ગયું ? ભગવાને કહ્યું ના આ તો કૃષ્ણ મહારાજા ને લીધે તને ભિક્ષા મળી. Page #18 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૧ ઢંઢણકુમારે તે લાડવાનો ચૂરો કરી નાખ્યો અને અત્યંતર તપમાં આરૂઢ થયા એ રીતે ધ્યાન માં આરૂઢ થયેલા તેઓને ત્યાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને મોક્ષે ગયા. બાળકો આપણને કાંઈ દુઃખ હોયતો તે પૂર્વજન્મમાં કરેલા કર્મોને કારણે હોય પરંતુ જો આપણે ધ્યાન, તપ અને ધર્મ કરીએ તો તે નાશ પામે છે. અને આપણને સુખ મળે છે. માટે આજથી જ આ સુત્ર અપનાવી લો “કર્મ કરો ચક્યૂર’ કથા-૪ઃ થાવગ્સાપુત્ર થાવગ્ગાપુત્ર નામે એક સાર્થવાહી પુત્ર હતો. તે ખૂબજ ધનવાન હતો. તેને સ્વર્ગની અપ્સરા સમાન સૌંદર્યવતી, લાવણ્ય નીતરતી રૂપવાન બત્રીશ સ્ત્રીઓ હતી, દરેક પાસે એક કરોડ સોનામહોર અને એક એક મહેલ હતો. તથા ગોળાકારે રહેલા મહેલોની વચ્ચે થાવસ્ત્રાપુત્રનો એક મહેલ હતો, સ્વર્ગના દેવની માફક સુખ ભોગવતો રહેતો હતો. એક વખત નેમિનાથ ભગવંતની દેશના સાંભળવા ગયો. અસીમ કૃપાળુ નેમિનાથ પરમાત્માએ સંસારનું બિહામણું સ્વરૂપ તેને સમજાવ્યું. સંસાર માં રહેવાથી એક જન્મ પછી મરણ અને પછી પાછો જન્મ અને મરણ ની માયાજાળમાં થી છૂટવા માટે સંસારનો ત્યાગ કરવો જરૂરી છે એવું સમજાવ્યું. આ સાંભળીને થાવસ્યાસુત કંપી ઉઠ્યો. ધ્રુજી ઉઠ્યો આ સંસારના બિહામણા સ્વરૂપથી, પ્રભુએ મૃત્યુનું સ્વરૂપ સમજાવ્યું. થાવસ્ત્રાપુત્રે સોનામહોરો, રૂપવંતી પત્ની, મહેલ સર્વસ્વનો ત્યાગ કર્યો. નેમિનાથ ભગવાનનું શરણ સ્વીકારી લીધું. ૧૦૦૦ પુરુષો સાથે દીક્ષા લીધી. અને શત્રુજ્ય તીર્થ પર એક માસની આરાધના કરી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. જ્યારે થાવસ્યાસુતે દીક્ષા લીધી ત્યારે કૃષ્ણ મહારાજાએ પૂછયુ હતું કે તું આવો હર્યો ભર્યો સંસાર છોડી દે છે તેનું કારણ શું? તારી પાસે શું સુખ નથી ? પૈસા છે. આટલી સરસ પત્ની, બાળકો વગેરે ...છે. થાવગ્ગાપુત્રએ સમજાવ્યું કે રાજન! મૃત્યુ સંસાર ને મારે છે અને સંસારી મરે છે. અનંત દુઃખની પરંપરા લઈને જાય છે. અને મૃત્યુ પછી ચાર ગતિના દુ:ખ ભોગવે છે. જ્યારે સાધુ સમાધિ પૂર્વક મરે છે,મરીને મૃત્યુ ઉપર વિજય મેળવે છે. બાળકો થાવસ્યાસુતે તો આ સંસારનો, સંસારના પરિભ્રમણનો, ચારગતિની રખડપટ્ટીનો ત્યાગ કરી અને અનંતા દુઃખમાંથી મુક્તિ મેળવી લીધી તો આપણે શું કરીશું? જો આપણાથી સંસારનો ત્યાગ ન થાય તો કંઈ નહીં. પરંતુ “સંસાર અસાર છે” એવી ભાવના હંમેશા ભાવથી કરવી જોઈએ. તો આ જન્મે તો નહીં પરંતુ કદાચ આવતા જન્મે તો આપણે આ સંસારમાંથી અને જીવન મરણ ના ફેરામાંથી મુક્ત થઈને મોક્ષ પામીશું” “યાદરાખો બાળકો સંસાર અસાર છે.” Page #19 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૧ કથા-પચંદનબાળા એક નગરમાં દધિવાહન રાજા હતો તેને ધારિણી નામે પત્ની અને વસુમતી નામે પુત્રી હતી, રાજા યુદ્ધમાં હાર્યો, બધાં ને નગર છોડી નાસી જવું પડ્યું. સુંદર રાજકન્યા વસુમતીને પણ કોઈ સાર્થવાહલઈ ગયો. એક ધનાવહ નામના સજ્જન શેઠ તે રાજકન્યાને પોતાની પુત્રી સમાન સમજી લઈ આવ્યા. તેનું નામ ચંદના પાડ્યું. પિતા તુલ્ય પ્રેમથી તેણીનું પાલનપોષણ કરવા લાગ્યા. શેઠના પત્ની મૂલા શેઠાણીને ઈર્ષા થઈ, કદાચ ધનાવહ શેઠ આ સુંદર કન્યાને પત્ની બનાવશે તો? એક વખત ચંદના પિતભક્તિથી શેઠના પગ ધોઈ રહી હતી. તે વખતે તેના વાળની લટ છુટી પડી ગઈ, શેઠે પણ પિતાની લાગણીથી તેના વાળની લટ ઊંચી લઈ બાંધી દીધી. આ દશ્ય જોઈ શેઠાણીની શંકા દઢ બની. ઈર્ષ્યાથી ધમધમતી મૂલા શેઠાણીએ ચંદનના વાળ કપાવી માથે મુંડન કરાવી દીધું. હાથમાં હથકડી અને પગમાં લોઢાની સાંકળ બાંધી દીધી.દૂરના ઓરડામાં પુરી દઈ બારણું બંધ કરી દીધું. સતત ત્રણ દિવસ ચંદનાનો પત્તો ન લાગતા ધનાવહ શેઠ ગુસ્સાથી આકુળ વ્યાકુળ થઈ ગયા. વૃદ્ધ દાસી પાસેથી સાચી વાત જાણી શેઠ તુરંત દોડ્યા, ચંદના જયાં હતી ત્યાં પહોંચી બારણા ઉધાડી નાંખ્યા, ત્રણ દિવસની ભુખી ચંદના માટે કંઈ ન મળતા સુપડાના ખૂણામાં પડેલા બાફેલા અડદના દાણાં હતા તે ખાવા માટે આપ્યા. ચંદના વિચારે છે કે આ જીવન પણ કેવું નાટક છે. ક્યાં હુ એક વખતની રાજકુમારી અને ક્યાં મારી આજની સ્થિતિ ? તેની આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા. આ સમયે શ્રી વીરપ્રભુને આવતા જોઈને એક પગ ઉંબરા બહાર રાખી વહોરાવવા તૈયાર થઈ. શ્રી વીરપ્રભુને પણ પોતે ધારણ કરેલ અભિગ્રહ પુરો થયો જાણી ભિક્ષા ગ્રહણ કરી. ત્યાં જ તે સ્થળે પંચદિવ્યો પ્રગટ થયા. હાથકડી અને લોઢાની બેડીઓ તુટી ગઈ, માથે સુંદર વાળ આવી ગયા. કેટલાંક વર્ષ બાદ જયારે શ્રી વીરપ્રભુને કેવળજ્ઞાન થયું, ત્યારે ચંદનબાળાએ તેમની પાસે દીક્ષા લીધી, તે વીર પરમાત્માના પ્રથમ સાધ્વી બન્યા. એક વખત તેના જ શિષ્યા મૃગાવતી સાધ્વીજી ને ખમાવતા - ક્ષમા યાચના કરતા કરતા ચંદનબાળાને કેવળજ્ઞાન થયું. બાળકો આપણે પણ સમજવું જોઈએ કે માફી માંગવી અને માફી આપવી એ મોટો ધર્મ છે, આપણાથી કોઈ ભૂલ થઈ જાય તો બીજાની માફી માંગવી જોઈએ અને કોઈએ ભૂલ કરી હોય તો ઉદાર હૃદયે માફી આપવી જોઈએ.જેમ ચંદનબાળા સાધ્વીએ પોતાના જ શિષ્યા એવા મૃગાવતી સાધ્વી કેવળજ્ઞાની બન્યા છે તેવું જાણ્યું Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧e જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૧ કે તુરંત જ પોતે કરેલા અપરાધની માફી માંગી તો એ ક્ષમાપના કરવાથી કેવલજ્ઞાની બની મોક્ષે ગયા, તેમ આપણે પણ આપણી ભૂલોની રોજેરોજ માફી માંગવી જોઈએ. રોજરોજ કરાતું પ્રતિક્રમણ પણ પોતાની ભૂલો કબુલ કરવા અને માફી માંગવા માટેની ક્રિયા છે. ક્ષમાએ મોટો ધર્મ છે કાયમી સુખ થવાની ચાવી છે. પિ. જૈન ભૂગોળ ચૌદરાજલોકનો પરીચયઃ (અતિ સંક્ષેપમાં) બ્રહ્માંડ અથવા તો સમગ્ર વિશ્વનો આપણે પરીચય કરવો છે. સમગ્ર વિશ્વમાં અનંત ખાલી જગ્યા છે. તેને અવકાશ અથવા આકાશ કહે છે. આ આકાશ એક અનંત દ્રવ્ય છે. તેનો ક્યાંય છેડો નથી કે તેના ટુકડા પણ થઈ શકતા નથી. માત્ર તેના વિભાગોની સમજણ આપી શકાય. સમગ્ર વિશ્વના- આકાશના બે મુખ્ય વિભાગ ગણવામાં આવે છે. (૧) લોકાકાશ (૨) અલોકાકાશ. સૃષ્ટિની તમામ દશ્ય વસ્તુઓ પરમાણુઓ અને અદશ્ય એવી જીવસૃષ્ટિ એટલેકે આત્માઓ, સમય, ગતિ સહાયકદ્રવ્ય, સ્થિતિ સહાયક દ્રવ્ય જેમાં રહેલા છે તેને લોકાકાશ કહે છે. આ લોકાકાશ અતિ વિશાળ હોવા છતાં તેની મર્યાદા છે – સીમા છે. આપણા વિશ્વની બધી જ પ્રવૃત્તિઓ અને જીવોનું આવાગમન આ લોકાકાશમાં જ થાય છે. લોકાકાશની બહારના અનંત આકાશ પ્રદેશને અલોકાકાશ કહે છે. જેને વૈજ્ઞાનિકો યુનિવર્સ કહે છે તે આ લોકાકાશ. જે અનંત એવા અલોકાકાશમાં બિંદુ સમાન છે. આ લોકાકાશ તે આપણા ચૌદ રાજલોક. લોકના ચૌદ ભાગ કલ્પીને ચૌદ રાજલોક શબ્દ વપરાયો છે. તેનો આકાર બે પગ પહોળા કરી કેડ ઉપર બે હાથ મૂકી ઉભેલા મનુષ્ય જેવો છે. ચૌદ રાજલોકના મુખ્ય ત્રણ ભાગ છે. અધોલોક, મધ્યલોક (તિર્થાલોક) અને ઉર્ધ્વલોક. મધ્યલોક એક રજૂ પ્રમાણ પહોળો છે. અધોલોકમાં સૌથી નીચેનો ભાગ સાત રજજુ પ્રમાણ પહોળો છે. ઉર્ધ્વલોકનો સૌથી ઉપરનો ભાગ એક રજૂ પ્રમાણ અને ઉર્ધ્વલોકનો મધ્યભાગ પાંચ રજૂ પ્રમાણ પહોળો છે. અધોલોકમાં મુખ્યત્વે સાત નરકો આવેલી છે. સૌથી નીચે સાતમીનરક છે. તેના ઉપર-ઉપર અનુક્રમે છઠ્ઠી-પાંચમી-ચોથી-ત્રીજી-બીજી અને પહેલી નરક છે. પહેલી નરક ને રત્નપ્રભા કહે છે, બીજી નરક શર્કરા પ્રભા છે, ત્રીજી વાલુકાપ્રભા ચોથી પંકપ્રભા, પાંચમી ધૂમપ્રભા, છઠ્ઠી ત:પ્રભા અને સાતમી નરક ને તમસ્તમ: પ્રભા કહે છે. આ નરકો અપોલોકના એક થી સાત રાજલોકમાં આવેલી છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૧ | વ્યંતર અને ભવનપતિ દેવોને રહેવાની ભૂમિ પણ અધોલોક ના સાતમાં રાજલોકમાં રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ભાગમાં જ છે. ઉર્ધ્વલોક આઠમાંથી ચૌદમાં રાજલોક સુધીનો છે. તેમાં બાર દેવલોક, નવરૈવેયક અને અનુત્તર વિમાન આવેલા છે. તેમાં દેવો રહે છે. તદુપરાંત ચૌદમાં રાજલોકમાં સૌથી ઉપર મોક્ષ સ્થાન છે. જેને સિદ્ધશીલા કહે છે. એ બાર દેવલોકના નામ (૧) સૌધર્મ (૨) ઇશાન (૩) સનતકુમાર (૪) મહેન્દ્ર (૫) બ્રહ્મલોક (૬) લાંતક (૭) મહાશુક્ર (૮) સહસ્ત્રાર (૯) આનત (૧૦) પ્રાણત, (૧૧) આરણ અને (૧૨) અય્યત છે. આ બારદેવલોકની ઉપર તેરમાં રજુમાં અને લોકપુરુષ ના ગળા પાસે “સુદર્શન” વગેરે નવ રૈવેયક છે. તેની ઉપર “વિજય” આદિ પાંચ અનુત્તર છે. ઉર્ધ્વલોકના નીચેના ૯૦૦ યોજન અને અધોલોકના ઉપરના ૯૦૦ યોજન એટલે કે ચૌદ રાજલોકના બરાબર મધ્યના ૧૮૦૦ યોજનમાં મધ્યલોક આવેલો છે. જે પહોળાઈમાં એક રાજલોક પ્રમાણ છે અને થાળી જેવો ગોળાકાર છે. તેમાં અસંખ્યાત દ્વીપો અને સમુદ્રો આવેલા છે. તેમજ સૂર્ય-ચંદ્ર આદિ જ્યોતિષ્ક દેવોના વિમાનો પણ છે. બાળકો આ છે આપણી સાચી ભૂગોળ, તેમાં મધ્યલોકમાં આવેલા અસંખ્યાત દ્વિીપ-સમુદ્રમાં મનુષ્યલોક ક્યાં આવેલો છે તે આપણે બીજા ધોરણમાં જોઈશું. (૬. સૂત્ર આધારીત પ્રશ્નો નવકારમંત્રનું બીજું નામ શું છે? નવકાર મંત્રનું બીજું નામ “પંચમંગલ સૂત્ર” કે “નમસ્કાર સૂત્ર” છે. નવકાર મંત્રમાં દેવ તત્ત્વ અને ગુરુ તત્ત્વ ક્યા ક્યા છે? નવકાર મંત્રમાં અરિહંત અને સિદ્ધ એ બે દેવ તત્ત્વ છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ અને ત્રણ ગુરુ તત્ત્વ છે. પંચિંદિય સૂત્ર નું બીજું નામ શું છે? પંચિંદિય સૂત્ર નું બીજુ નામ “ગુરુ સ્થાપના સૂત્ર” છે. પંચિંદિય સૂત્રમાં ગુરુ મહારાજના કેટલા ગુણો જણાવેલા છે? પંચિંદિય સૂત્રમાં ગુરુ મહારાજના છત્રીશ ગુણોનું વર્ણન છે. ખમાસમણ સૂત્રનું બીજું નામ શું છે ? ખમાસમણ સૂત્ર ને “થોભનંદન અથવા પ્રણિપાત સૂત્ર કહે છે. ૬. “સુહરાઈ” અને “સુહદેવસિ” ક્યારે બોલાય? મધ્યાહ્ન પહેલા “સુહરાઈ” અને મધ્યાહ્ન પછી “સુહદેવસિ” બોલાય. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ૧૦. જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૧ ૭. ગુરુ મહારાજને પામવા માટે ક્યુ સુત્ર બોલાય છે? ગુરુ મહારાજને અભુકિઓ “સૂત્ર પાઠ બોલી ખમાવાય છે. ઇરિયાવહિયં સૂત્ર શા માટે બોલવામાં આવે છે? ઇરિયાવહિયં સૂત્ર જતા-આવતા થયેલ જીવ-વિરાધનાની ક્ષમાપના માટે બોલાય છે. આગાર એટલે શું? તે ક્યા સૂત્રમાં આવે છે? કાઉસ્સગ્ન નો ભંગ ન થાય તેવી છૂટ ને આગાર કહે છે. જેમકે શ્વાસ લેવો મુકવો વગેરે તે “અન્નત્થ” અર્થાત્ કાયોત્સર્ગ આગાર સૂત્રમાં આવે છે. લોગસ્સ સૂત્ર નું બીજું નામ શું છે? લોગસ્સ સૂત્રનું બીજું નામ “ચતુર્વિશતિ સ્તવ” છે. ૧૧. લોગસ્સ સૂત્રમાં કોની સ્તુતિ કરવામાં આવે છે? લોગસ્સ સૂત્રમાં ચોવીશ જિનની નામ પૂર્વક સ્તુતિ કરાય છે. ૧૨. સુવિધિનાથ ભગવાન નું બીજું નામ શું છે? સુવિધિનાથ ભગવાન નું બીજું નામ “પુષ્પદંત” છે. ૧૩. કરેમિભંતે સૂત્રનું બીજું નામ શું છે? કરેમિભંતે સૂત્રનું બીજુ નામ “સામાયિક પ્રતિજ્ઞા” સૂત્ર છે. ૧૪. શ્રાવકો જે સામાયિક કરે તેનો કાળ કેટલો ગણવો? શ્રાવકના સામાયિક નો કાળ બે ઘડી એટલે કે અડતાલીશ મિનિટનો થાય. (જો પૌષધ કરે તો પૌષધની પ્રતિજ્ઞા જેટલોકાળ જાણવો) ૧૫. સામાયિક કરતી વખતે કેટલા દોષો નો ત્યાગ કરવો જોઈએ? દશ મનના, દશવચનના બાર કાયાના એ બત્રીશ દોષોના ત્યાગપૂર્વક સામાયિક કરવું જોઈએ. [૭. સામાન્ય (તત્વજ્ઞાન) પ્રશ્નો) તમે કોણ છો? અમે જૈન ધર્મને પાળતા એવા જૈન છીએ. ૨. તમે શા માટે પાઠશાળા આવો છો? જૈનધર્મના સૂત્રો અને વિધિનું જ્ઞાન મેળવવા પાઠશાળે આવીએ છીએ. ૩. દહેરાસરજીમાં ભગવાન નજરે પડતા શું બોલવું જોઈએ? ભગવાન નજરે પડતા બે હાથ જોડીને “નમો જિણાણ” બોલવું જોઈએ. Page #23 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૧ ૪. ગુરુ મહારાજ ને જોતા શું બોલવું જોઈએ? ગુરુ મહારાજ સામે બે હાથ જોડી “મયૂએણ વંદામિ” બોલવું જોઈએ. સામાન્યથી તત્ત્વો કેટલા છે? ક્યા ક્યા? સામાન્યથી તત્ત્વો ત્રણ છે, દેવ, ગુરુ, ધર્મ, તમારા દેવ કોણ છે? દેવાધિદેવ વીતરાગ પરમાત્મા એવા બધાંજ અરિહંત અમારા દેવ છે. ૭. તમારા ગુરુ કોણ છે? પાંચ મહાવ્રત ધારી એવા બધાંજ જૈન સાધુ-સાધ્વીજી અમારા ગુરુ છે. તમારો ધર્મ ક્યો છે? જિનેશ્વર ભગવંતોએ કહેલો ધર્મ એ અમારો ધર્મ છે. ૯. તમે જૈન ધર્મ કેમ પાળો છો? જૈનધર્મ અમને દુર્ગતિ અટકાવી, સારી ગતિમાં લઈ જશે અને પરંપરાએ મોક્ષ આપશે માટે અને જૈન ધર્મ પાળીએ છીએ. હાલમાં ક્યા તીર્થકર ભાગવંતનું શાસન ચાલે છે? હાલમાં ચોવીસમાં તીર્થકર ભગવંત શ્રી મહાવીર સ્વામીનું શાસન ચાલે છે. ૧૧. ભગવંતના શાસનમાં સંઘ કોને કહે છે? સાધુ જેમાં મુખ્ય છે તેવા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા ના સમૂહને ભગવંત ના શાસનમાં સંઘ કહે છે. ૧૨. શ્રી સંઘ માટે ભગવંતે ક્યા બે મુખ્ય ધર્મ કહ્યા છે? ભગવંતે સાધુ-સાધ્વીજી માટે અણગાર (સાધુ) ધર્મ અને શ્રાવક શ્રાવિકા માટે આગાર (ગૃહસ્થ) ધર્મ કહેલ છે. ૧૩. ગૃહસ્થોએ કપાળ પર ચાંદલો શા માટે કરવો જોઈએ? “અમે ભગવંતની આજ્ઞા માથે ચઢાવીએ છીએ” એવી પ્રતિજ્ઞા દર્શાવવા ગૃહસ્થોએ ચાંદલો કરવો જોઈએ. ૧૪. આખા વર્ષમાં આપણું મુખ્ય પર્વ કર્યું? તેમાં સૌથી મહત્વનો દિવસ કયો? પર્યુષણ પર્વ આપણું મુખ્ય પર્વ છે. તેમાં ભાદરવા સુદ-ચોથના દિવસે આવતો સંવત્સરી દિન એ સૌથી મહત્ત્વનો દિવસ છે. ૧૫. સવારે ઉઠતા કે રાત્રે સૂતા તમારે શું કરવું જોઈએ? ઉઠતા કે સૂતી વેળાએ અમારે સાત નવકાર ગણવા જોઈએ. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૩ દેહમાન જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૧ ૮િ. તીર્થકર - પરીચય ક્રમ/નામ | ૧-ઋષભદેવ | ૧૬-શાંતિનાથ | ૨૩-પાર્શ્વનાથ ૨૪-મહાવીર માતા | મરુદેવી | અચિરાદેવી | વામાદેવી | ત્રિશલાદેવી પિતા નાભિરાજા | વિશ્વસેનરાજા | અશ્વસેનરાજા ! સિદ્ધાર્થરાજા નગરી | વિનિતા | ગજપુર | વાણારસી | ક્ષિત્રિયકુંડ લંછન | વૃષભ | મૃગ | સર્પ | સિંહ | વર્ણ | કંચન | કંચન | નીલ | કંચન ૫૦૦ ધનુષ ૪૦ ધનુષ ૯ હાથ ૭ હાથ | ચ્યવન તિથિ | અષાઢ વદ-૪ | ભાદરવા વદ-૭ | ચૈત્રવદ-૪ | અષાઢ સુદ-૬ જન્મ તિથિ ચૈત્ર વદ-૮ | જેઠ વદ-૧૩ પોષવદ-૧૦ ચૈત્રસુદ-૧૩ | દીક્ષા તિથિ | ચૈત્ર વદ-૮ | જેઠવદ-૧૪ | પોષવદ-૧૧ | માગસર વદ-૧૦ નાણ તિથિ | ફાગણ વદ-૧૧ | પોષસુદ-૯ | ચૈત્રવદ-૪ | વૈશાખસુદ-૧૦ | નિર્વાણ તિથિ / મહાવદ-૧૩ | જેઠવદ-૧૩ | શ્રાવણ સુદ-૮ | કારતક અમાસ નિવાર્ણભૂમિ અષ્ટાપદ સમેતશિખર ! સમતશિખર પાવાપુરી નાણભૂમિ પુરિમતાલ ગજપુર વાણારસી ઋજુવાલિકા પૂર્ણઆયુ | ૮૪ લાખ પૂર્વ | ૧ લાખ પૂર્વ | | ૧૦૦ વર્ષ ૭૨ વર્ષ ગૃહસ્થ કાળ | ૮૩ લાખ પૂર્વ ૭૫OO0 વર્ષ ૩૦ વર્ષ દીક્ષા પર્યાય | ૧ લાખ પૂર્વ | ર૫000 વર્ષ | ૭૦ વર્ષ ૪ર વર્ષ છમ કાળ ૧૦૦૦વર્ષ | ૧-વર્ષ | ૮૪ દિવસ | ૧૨ વર્ષ અને ૩૦ વર્ષ ૬ની માસ ગણધર ८४ ૩૬ ૧૦ ૧૧ ઉત્કૃષ્ટતા ૧૨-માસ ૮-માસ ૮-માસ ૬-માસ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૧. ઋષભદેવ ૨. અજિતનાથ ૩. સંભવનાથ ૪. અભિનંદન ૫. સુમતિનાથ ૬. પદ્મપ્રભુ ૭. સુપાર્શ્વનાથ ૮. ચંદ્રપ્રભસ્વામી ૯. સુવિધિનાથ ૧૦. શીતલનાથ ૧૧. શ્રેયાંસનાથ ૧૨. વાસુપુજ્ય ક્રમ પદ ૧. ૨. ૩. ૪. ૫. અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ ૯. વિશેષ અભ્યાસ ૧. ચોવીસ ભગવાન ના નામ બળદ હાથી ધોડો વાંદરો ક્રૌંચપક્ષી કમળ સાથિયો ચંદ્ર જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૧ મગરમચ્છ શ્રીવચ્છ ગેંડો મહિષ ૧૩. વિમલનાથ ૧૪. અનંતનાથ ૧૫. ધર્મનાથ ૧૬. શાંતિનાથ ૧૭. કુંથુનાથ ૧૮. અરનાથ ૧૯. મલ્લિનાથ ૨૦. મુનિસુવ્રત ૨૧. નમિનાથ ૨૨. નેમિનાથ ૨૩. પાર્શ્વનાથ ૨૪. મહાવીર ૨. નવપદના નામ વર્ણ ધોળો લાલ પીળો લીલો કાળો. ક્રમ પદ ૬. ૭. ૮. ૯. દર્શન જ્ઞાન ચારિત્ર તપ શ્રેણી-૧ કોર્સ સમાપ્ત વરાહ સીંચાણો વજ મૃગ બોકડો નંદાવર્ત કુંભ કાચબો નીલકમળ શંખ સર્પ સિંહ વર્ણ ધોળો ધોળો ધોળો ધોળો Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૫ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨ જેન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ) આ શ્રેણી ઉંમર : ૬ થી ૧૨ વર્ષની ઉંમરના વિદ્યાર્થી શ્રેણી-૨ ની પરીક્ષા આપી શકશે. બાર વર્ષથી મોટી ઉંમરના વિદ્યાર્થીને પરીક્ષા આપવાની છૂટ છે.પણ તેઓ પ્રથમ ત્રણ ઈનામને પાત્ર ગણાશે નહી. ૧. અભ્યાસ સૂત્ર : જગચિંતામણિ થી વેયાવચ્ચગરાણે ૨. વિધિ-અભ્યાસ : (૧) ચૈત્યવંદન-લધુ (૨) ચૈત્યવંદન-મધ્યમ (૩) ચૈત્યવંદન-બૃહત્ (દવવંદન) ૩. પદ્ય-વિભાગ : (૧) પરમાત્મા સન્મુખ બોલવાની સ્તુતિ -૫ (૨) સકલ કુશલ વલ્લી તથા ચૈત્યવંદનો –૩(૩) સ્તવન -૧ (૪) થોયના જોડા - ૩ ૪. કથા વિભાગ : (સંક્ષેપમાં પાંચ કથાનક) (૧) અઈમુત્તો ૨) મેતારજ મુનિ (૩) ઈલાચીકુમાર (૪) શાલીભદ્ર (૫) સુંદરી ૫. જૈન ભૂગોળ : અઢીદ્વીપ - મનુષ્ય ક્ષેત્રનો સામાન્ય પરીચય ૬. સૂત્ર આધારીત પ્રશ્નો અભ્યાસ સૂત્રને આધારે ૧૫ પશ્નો ૭. સામાન્ય પ્રશ્નો : ધાર્મિક બોધ કરાવતા ૧૫ પ્રશ્નો ૮. તીર્થંકર પરીચય : તીર્થકર - ૨૨, ૨,૩,૪, નો પરીચય ૯. વિશેષ અભ્યાસ : (૧) વીસ વિહરમાન તીર્થકરના નામ (૨) અગિયાર ગણધર ના નામ નોંધ: શ્રેણી -૨ ની પરીક્ષામાં શ્રેણી -૧ ના અભ્યાસક્રમના પ્રશ્નો પણ પૂછાશે. તેથી શ્રેણી-૧ નો કોર્સ પણ સંપૂર્ણ તૈયાર કરવો. Page #27 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨ (૧. અભ્યાસ સૂત્રો) (૧ ૨.જગચિંતામણિ (ચૈત્યવંદન) સૂત્રો ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું? “ઈચ્છે.” જગચિંતામણિ ! જગહનાહ! જગગુરુ, જગરખણ! જગબંધવ! જગસત્યવાહ! જગભાવવિઅખણ ! અટ્ટાવય-સંઠવિા-રૂવ! કમ્મટ્ટ-વિણાસણ! ચઉવસંપિજિણવર!જયંતુ, અપ્પડિહય-સાસણ : ૧ કમ્મભૂમિહિં કમ્મભૂમિહિ, પઢમસંઘયણિ, ઉક્કોસય સત્તરિચય, જિણવરાણ વિહરત લક્નઈ, નવ કોડિહિ કેવલણ, કોડિ સહસ્સ નવ સાહુ ગમ્મઈ, સંપઈ જિણવર વીસ મુણિ, બિહું કોડિહિં વરનાણ; સમણહ કોડિ સહસ્સ દુઆ, યુણિજ્જઈ નિચ્ચ વિહાણિ. .રા. જયઉ સામિય! જયઉ સામિય! રિસહ! સત્તેજિ; ઉક્ઝિતિ પહુ નેમિજિણ! જય વીર ! સચ્ચઉરિમંડણ; ભરુઅચ્છહિં મુણિસુવ્રય! મહુરિ પાસ દુહ-દુરિઅ - ખંડણ, અવર વિદેહિ તિર્થીયરા, ચિહું દિસિ વિદિસિ જિં કે વિ, તીઆણાગય-સંપઈય, વંદું જિણ સવ્વ વિIlall લખાછપ્પન્નઅટ્ટકોડીઓ, બત્તિસ-સયબાસિયાઈ, તિઅલોએ ચેઈએ વંદેસાઈ પન્નરસ કોડિ સયાઈ, કોડિ બાયોલ લખ અડવન્ના; છત્તીસ સહસ અસીઈ, સાસય બિંબાઈ પણમામિ પર જગચિંતામણી - આ સૂત્ર શ્રી ગૌતમસ્વામીજી અષ્ટાપદ તીર્થે જાત્રા કરવા ગયા હતા ત્યારે બનાવ્યું હતું. પહેલી ગાથામાં શ્રી અષ્ટાપદતીર્થ ઉપર રહેલા ચોવીશ તીર્થકરો, બીજી ગાથામાં વધારેમાં વધારે અને ઓછામાં ઓછા તીર્થકરો, કેવલજ્ઞાનીઓ, તેમજ સાધુઓ કેટલા વિચરે છે તે અને ત્રીજી ગાથામાં શ્રી શત્રુંજયાદિ તીર્થોમાં રહેલા જિનેશ્વરો તેમજ ચોથી ગાથામાં ત્રણ લોકમાં રહેતા ૮૫૭૦૦૨૮૨ શાશ્વત જિનચૈત્યો અને પાંચમી ગાથાથી ૧૫૪૨૫૮૩૬૦૮૦ શાશ્વતી જિનપ્રતિમાઓને વંદન થાય છે. (૧૩. જે કિંચિ સૂત્ર જં કિંચિ નામ તિર્થં, સગે પાયાલિ માણસે લોએ; જાઈ જિણ-બિંબઈ, તાઈ સવ્વાઈ વંદામિ ના જં કિંચિ - આ સૂત્રથી ત્રણે લોકમાં રહેલાં તીર્થોની જિનપ્રતિમાઓને વંદન થાય છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૭ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨ (૧૪. નમુત્થણ (શકસ્તવ) સૂત્ર નમુત્થણે અરિહંતાણં ભગવંતાણં ૧ આઈગરાણે, તિસ્થયરાણં, સયંસંબુદ્ધાણં રાઈ પુરિસુત્તમાણે, પુરિસ-સીહાણ, પુરિસ-વરપુંડરીયાણું, પુરિસ-વરગંધહસ્થીર્ણ ૩ લાગુત્તમાણે, લોગ-નાહાણે, લોગ-હિયાણં, લોગ-પઈવાણ, લોગપજ્જો-અગરાણું છે જો અભય-દયાણ, ચખુદયાણું, મગ્ન-દયાણ, સરણ-દયાણું, બોહિ-દયાણીપી ધમ્મ-દયાણ, ધમ્મુ-દસયાણ, ધમ્મ-નાયગાણે, ધમ્મ-સારહીશું, ધમ્મ-વર-ચાઉરંત-ચક્કવટ્ટીë II૬ll અપ્પડિહય-વરનાણ-દંસણધરાણે, વિયટ્ટછઉમાણે ૭ી જિણાણે જાવયાણ, તિજ્ઞાણે તારયાણું, બુદ્ધાણં બોહયાણું, મુત્તાણં મોઅગાણ Iટ સવ્વસૂર્ણ સવદરિસીણં, સિવમયલમરુઅમરંત-મમ્મય- મવાબાહમપુણરાવિત્તિ, સિદ્ધિગઈ-નામધેયં; ઠાણે સંપત્તાણું, નમો નિણાણે જિઅ-ભયાણં જે અ અઈઆ સિદ્ધા, જે અ ભવિસ્તૃતિ ણાગએ કાલે; સંપઈ અ વટ્ટમાણા, સર્વે તિવિહેણ વંદામિ ૧૦ નમુત્થણ-આ સૂત્રમાં અરિહંત ભગવાનના ગુણો આવે છે, અને ઈન્દ્ર મહારાજ પ્રભુના કલ્યાણકોમાં આ સૂત્રથી પ્રભુની સ્તુતિ કરે છે. આ સૂત્રનું બીજું નામ શસ્તવ છે. (૧૫. જાવંતિ ચેઈયાઈ સૂત્ર | જાવંતિ ચેઈયાઈ, ઉઢ અ અહે અ તિરિઅલોએ અ; સવાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્વ સંતાઈ II૧ જાવંતિ ચેઈયાઈ - આ સૂત્રથી સ્વર્ગ, મનુષ્ય અને પાતાલ લોકમાં રહેલા જિન ચૈત્યોને વંદન થાય છે. (૧૬. જાવંત કે વિ સાહુ સૂત્ર જાવંત કે વિ સાહૂ, ભરફેરવય-મહાવિદેહે અ; સલૅસિં તેસિં પણઓ, તિવિહેણ તિદંડ-વિરયાણું |૧|| જાવંત કે વિ સાહૂ-આ સૂત્રથી ભરત, ઐરાવત અને મહાવિદેહક્ષેત્રની અંદર રહેલા સર્વ સાધુ સાધ્વીજી મહારાજાને વંદન થાય છે. ( ૧૭. પંચ પરમેષ્ઠી નમસ્કાર સૂત્ર નમોડસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ નમોડતું - આ સૂત્રથી પાંચ પરમેષ્ઠીને નમસ્કાર થાય છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ II૧II I૪l. જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨ '૧૮ વસાહર (ઉપર હર) સ્તોત્ર ઉવસગ્ન હર પાસે, પાસ વંદામિ કમ્મુ-ઘણ-મુક્ક; વિસહર-વિસ-નિન્નાસ, મંગલ-કલ્યાણ-આવાસ વિસહ-ફલિંગ-મંત, કંઠે ધારેઈ જો સયા મણુઓ; તસ્સ ગહ-રોગ-મારી, દુઢ જરા જંતિ ઉવસામ તેરા ચિટ્ટી દૂરે મંતો, તુઝ પણામો વિ બહુફલો હોઈ; નર-તિરિએ સુ વિ જીવા, પાવંતિ ન દુખ-દોગચ્ચે તુહ સમ્મત્તે લદ્ધ, ચિંતામણિ-કપ્પપાયવક્મણિએ; પાવંતિ અવિષ્ણેણં, જીવા અયરામરં ઠાણે ઈઅ સંયુઓ મહાયસ, ભક્તિભર-નિર્ભરેણ હિયએણ; તા દેવ દિજ્જ બોહિં, ભવે ભવે પાસ જિણચંદ! ઉવસગ્ગહરં-આ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્તવન છે. તેનાથી સર્વ વિઘ્નો દૂર થાય છે. આ સૂત્ર શ્રી ભદ્રબાહુસ્વામી નામના આચાર્ય મહારાજે બનાવ્યું છે. '૧૯. જય વીયરાય (પ્રાર્થના) સૂત્ર જય વીયરાય! જગગુરુ! હોઉ મમં તુહ પભાવઓ ભયવં! ભવનિબેઓ મગાણુ સારિઆ ઈદૃફલ-સિદ્ધી લોગ-વિરુદ્ધચ્ચાઓ, ગુરુજણ-પૂઆ પરત્થકરણ ચ; સુહગુરુ-જોગો તવયણ સેવણા આભવમખંડા ||રા વારિજ્જઈ જઈ વિનિયાણ- બંધણું વિયરાય! તુહ સમયે; તહ વિ મમ હુજ્જ સેવા, ભવે ભવે તુમ્હ ચલણાણું | દુખ-ખઓ કમ્પ-ફખઓ, સમાહિમરણં ચ બોહિલાભો અ; સંપન્જઉ મહ એએ, તુહ નાહ! પણામ-કરણેણે //૪ો. સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણે; પ્રધાનાં સર્વ ધર્માણામુ, જૈન જયતિ શાસનમ્ પા જયવીયરાય- આ સૂત્રથી પ્રભુની પાસે ઉત્તમ ગુણોની માગણી થાય છે અને દુ:ખનો ક્ષય, કર્મનો ક્ષય, સમાધિ-મરણ, અને સમકિત માટે પ્રાર્થના કરવામાં આવે છે. ૨૦. અરિહંત ચેઈયાણું (ચય-સ્તવ) સૂત્ર અરિહંત-ચેઈયાણું, કરેમિ કાઉસ્સગ્ગ ૧ | વંદણ-વત્તિયાએ, પૂઅણ-વત્તિયાએ, સક્કાર-વત્તિયાએ, સમ્માણ-વત્તિયાએ, Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૯ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨ બોરિલાભ-વત્તિયાએ પરા નિવસગ્ન-વત્તિયાએ, સદ્ધાએ, મેહાએ, દિઈએ, ધારણાએ, અણુપ્રેહાએ, વઢમાણીએ ઠામિ કાઉસ્સગ્ગ III અન્નત્ય ૦ અરિહંત ચેઈયાણં – આ સૂત્રમાં વંદન, પૂજન, સત્કાર-સન્માન, બોધિબીજ અને મોક્ષ એ હેતુથી કાઉસ્સગ્નમાં રહેવા જણાવ્યું છે. ' ૨૧. કલ્યાણ-કંદ (પાંચ જિનની થોય) કલ્યાણ-કંદ પઢમં જિણિંદ, સંતિ તઓ નેમિજિર્ણ મુર્ણિદં; પાસે પયાસ સુગુણિક્કઠાણું, ભત્તીઈ વંદે સિરિવદ્ધમાણે છે અપાર સંસાર સમુદ્રપાર, પત્તા સિવ દિંતુ સુઈક્કસારં; સર્વે જિર્ષિદા સુરવિંદ-વંદા, કલ્યાણ-વલ્લીણ વિસાલ-કંદા /રા નિવાણ-મગે વર-જાણ-કપ્પ, પાસિયાસેસ-કુવાઈ-દU; મયં જિણાણે સરણે બુહાણે, નમામિ નિચ્ચે તિજગ-પ્પહાણું all કંદિંદુ-ગોખીર-તુસાર-વત્રા,સરોજ-હત્યા કમલે નિસન્ના; વાએ સરી પુલ્વય-વષ્ણ-હત્યા, સુહાયસા અખ્ત સયા પત્થા !l૪ll કલ્યાણ કંદ-પહેલી ગાથાથી શ્રી ઋષભદેવ, શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી એ પાંચ જિનની સ્તુતિ થાય છે, બીજી ગાથાથી સર્વ જિનેશ્વરની સ્તુતિ થાય છે. ત્રીજી ગાથાથી જ્ઞાનની અને ચોથી ગાથાથી સરસ્વતી દેવીની સ્તુતિ થાય છે. ૨૨. સંસારદાવા (મહાવીર પ્રભુની) થાય સંસાર-દાવાનલ-દાહ-નીરં, સંમોહ-ધૂલી-હરણે સમીર; માયા-રસા-દારણ-સાર-સીરં, નમામિ વીરં ગિરિ-સાર-ધીરે ૧. ભાવાવનામ-સુર-દાનવ-માનવેન-ચૂલા-વિલોલ-કમલાવલિ-માલિતાનિ, સંપૂરિતાભિનત-લોક-સમિહિતાનિ કામ નમામિ જિનરાજ પદાનિ તાનિારા, બોધાગાધ સુપદ-પદવી-નીરપુરાભિરામ, જીવાહિંસાવિરલ-લહરી-સંગમાગાહદેવ; ચૂલા-વેલ ગુરુગમ-મણિસંકુલ-દૂરપાર, સારં વીરાગમ-જલનિધિ સાદર સાધુ સેવે આમૂલાલોલધૂલી-બહુલ-પરિમલા- લીઢલોલાલિમાલા, ઝંકારારાવસારામલદલકમલા-ગારભૂમિનિવાસે ! છાયા સંભારણા-વરકમલકરે ! તારહારાભિરામ, વાણી સંદોહદેહે ! ભવવિરહવર, દેહિ મે દેવિ ! સારી Ill III Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨ સંસારદાવા: આ સૂત્રની પહેલી ગાથાથી શ્રી મહાવીર પરમાત્માની સ્તુતિ થાય છે, બીજી ગાથાથી સર્વ જિનેશ્વરની સ્તુતિ થાય છે, ત્રીજી ગાથાથી જ્ઞાનની સ્તુતિ થાય છે અને ચોથી ગાથાથી સરસ્વતી દેવીની સ્તુતિ થાય છે, આ સૂત્ર ૧૪૪૪ ગ્રંથના રચનાર શ્રી હરિભદ્રસૂરિ નામના આચાર્ય મહારાજે બનાવ્યું છે. ' ૨૩. પુખરવરદી (શ્રુતસ્તવ) સૂત્ર પુફખરવર-દીવઢે, ધાયઈસંડે ય જંબૂદીને ય ભરફેરવય-વિદેહે, ધમ્માઈગરે નમામિ lll તમ-તિમિર-પાલ-વિદ્ધ-સણસ્સ સુરગણ-નરિંદમહિયસ્સ સીમાદરસ્ત વંદે, પફોડિય-મોહજાળસ્સ રા જોઈ-જરા-મરણ-સોગ-પણાસણમ્સ; કલ્યાણ-પુખલ-વિસાલ-સુહાવહસ્સ, કો દેવ-દાણવ-નરિંદ-ગણશ્ચિયસ્સ; ધમ્મસ્સ સારમુવલમ્ભ કરે પમાયં? ૩. સિદ્ધ ભો! પયઓ ણમો જિણમએ નંદી સયા સંજમે; દેવં-નાગ-સુવન્ન-કિન્નર-ગણ- સભૂઅ-ભાવચ્ચિએ, લોગો જત્થ પઈઠ્ઠિઓ જગમિણું, તેલુક્ક-મસ્યાસુરં; ધમો વઠ્ઠઉ સાસઓ વિજયઓ ધમ્મુત્તર વઢ઼G I૪ સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ. વંદણવત્તિયાએ ૦ પુખરવરદીઃ આ સૂત્રની પહેલી ગાથાથી ભરત, ઐરાવત અને મહાવિદેહક્ષેત્રના તીર્થકરોની સ્તુતિ થાય છે, અને બીજી, ત્રીજી, ચોથી ગાથાથી જ્ઞાનની સ્તુતિ થાય છે. (૨૪.સિદ્ધાણં બુદ્ધાણં (સિદ્ધસ્તવ) સૂત્ર સિદ્ધાણં બુદ્ધા, પાર ગયાણું, પરંપર ગયાણ; લોઅગ્નમુવયાણં, નમો સયાસબ્ય સિદ્ધાણીના જો દેવાણ વિદેવો, જં દેવા પંજલી નમસંતિ; તં દેવ દેવ મહિઅં, સિરસા વંદે મહાવીરારા ઈક્કો વિ નમુક્કારો, જિણવર વસહસ્સ વદ્ધમાણસ્સ; સંસાર સાગરાઓ, તાઈ ન વ નારિ વા ઉજ્જિતસેલ સિહરે, દિખા નાણું નિસહિયા જસ; તે ધમ્મ ચક્કવડુિં, અરિટ્ટનેમિં નમંસામિ l૪ll ચારિ અટ્ટ દસ દોય, વંદિયા જિણવરા ચઉવ્વીસં; પરમટ્ટ નિટ્રિઅટ્ટા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ પી સિદ્ધાણં બુદ્ધાણં – આ સૂત્રની પહેલી ગાથાથી સિદ્ધ ભગવાનની સ્તુતિ થાય છે, બીજી, ત્રીજી ગાથાથી મહાવીર પ્રભુની સ્તુતિ થાય છે, ચોથી ગાથાથી ગિરનાર પર્વત ઉપર બિરાજમાન નેમિનાથ પ્રભુની સ્તુતિ થાય છે અને પાંચમી ગાથાથી અષ્ટાપદ પર્વત પર બિરાજમાન ચોવીશ તીર્થકરોની સ્તુતિ થાય છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨ ૨૫. વેયાવચ્ચગરાણં સૂત્ર વેયાવચ્ચગરાણં, સંતિગરાણં, સમ્મિિદ્વસમાહિગરાણં, કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ ૦ ॥૧॥ ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૮. વેયાવચ્ચગરાણું : આ સૂત્રથી સમકિતી દેવોને સંભારવામાં આવે છે. ૨. વિધિ-અભ્યાસ ૯. અહીં માત્ર વિધિ લખી છે. અધ્યાપકોએ ક્રિયા સહિત તે શીખવવું. લઘુ (જઘન્ય) ચૈત્યવંદન વિધિ : મધ્યમ ચૈત્યવંદન વિધિ ૧. સામાન્ય થી દહેરાસરજીમાં રોજ આ વિધિ પ્રમાણે ચૈત્યવંદન કરાતું હોય છે. દહેરાસરમાં પ્રથમ ઇરિયાવહી વિધિ કરવી. પછી ત્રણ ખમાસમણ દેવાં, પછી ડાબો ઢીંચણ ઊભો રાખવો (યોગમુદ્રાએ બેસવું) પછી ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! ચૈત્યવંદન કરું ? ઇચ્છું' કહેવું. પછી સકલકુશલવલ્લી કહી ચૈત્યવંદન કહેવું. પછી જં કિંચિ કહી નમુન્થુણં કહેવું. પછી જાવંતિ ચેઈઆઈઁ કહી, એક ખમાસમણ દેવું. પછી જાવંત કેવિ સાહૂ કહી, નમોડર્હત્॰ કહેવું. ૩૧ પરમાત્મા સન્મુખ સ્તુતિ બોલવી, પછી ત્રણ ખમાસમણ આપવા. પછી ‘અરિહંતચેઈયાણું' કહી ‘અશત્થ' કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરવો. પછી કાઉસગ્ગ પારી ‘નમો અરિહંતાણં' બોલી નમોડર્હત્ કહી એક થોય કહેવી. પછી ખમાસમણ દેવું. પછી સ્તવન કહેવું અથવા ન આવડે તો ઉવસગ્ગહરં કહેવું. પછી બે હાથ મસ્તકે ધરી (અંજલી કરી) જયવીયરાય સૂત્ર આભવમખંડા સુધી કહેવું. પછી હાથ લલાટે ધરી જયવીયરાય પૂર્ણ કહેવા. પછી ઊભા થઈ અરિહંત ચેઈયાણું કહી અન્નત્યં કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરવો. પછી કાઉસ્સગ્ગ પારીને નમોડર્હ કહીને એક થોય કહેવી. પછી એક ખમાસમણ દેવું. Page #33 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨ બૃહત્ ચૈત્યવંદન વિધિ (દેવવંદન વિધિ) બૃહત્ ચૈત્યવંદન ને વ્યવહારમાં “દેવવંદન' કહે છે. ૧. પ્રથમ ઇરિયાવહી ૦ વિધિ કરવી. ૨. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ ચૈત્યવંદન કરું ? કહી “સકલકુશલવલ્લી બોલી ચૈત્યવંદન કહેવું. પછી “અંકિંચિ” કહી નમુત્થણ કહી જયવીયરાય (આભવમખંડા) સુધી કહેવા. પછી ખમાસમણ દઈ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ચૈત્યવંદન કરું? ઇચ્છે' કહી બીજું ચૈત્યવંદન કહેવું પછી જંકિંચિ બોલવું. પછી નમુત્થણ, અરિહંત ચેઈયાણ, અન્નત્થ સૂત્ર કહીને એક નવકારનો કાઉસ્સગ્ન કરવો, કરી-પારીને નમોડતું બોલી ચાર થોયના જોડાની પહેલી થોય કહેવી. પછી-લોગર્સી, સવ્વલોએ અરિહંત ચેઈઆણં, અન્નત્થ સૂત્ર કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી-પારી બીજી થોય કહેવી. પછી-પુખરવરદી, વંદણવત્તિયા, અન્નત્થ, સૂત્ર કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી-પારી ત્રીજી થોય કહેવી. પછી “સિદ્ધાણંબુદ્ધાણં' વેયાવચ્ચગરાણ, અન્નત્થ સૂત્ર કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી-પારી “નમોડર્વત” કહી ચોથી થોય કહેવી. પછી ફરીથી ક્રમ પાંચ થી આઠમાં જણાવ્યા મુજબ “નમુત્થણી થી સિદ્ધાણ બુદ્ધાણં, સુધીના બધા સૂત્રો એ જ ક્રમમાં બોલવા પૂર્વક ફરી ચારે થોયો કહેવી. (આ રીતે બે વખત ચાર થોયના જોડા બોલવા) ૧૦. પછી “નમસ્કુણ' જાવંતિ. એક ખમાસમણ “જાવંત”. “નમોડર્ડ” સૂત્ર બોલી સ્તવન કહી. જયવીયરાય (આભવમખંડા) સુધી કહેવું. ૧૧. એક ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ચૈત્યવંદન કરું? ઈચ્છે' કહી ત્રીજું ચૈત્યવંદન કહેવું. ૧૨. પછી “જેકિંચિ, નમુત્થણ, જયવયરાય (સંપૂર્ણ), સૂત્ર કહેવા. ૩. પદ્ય-વિભાગ) પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ ૧. આનંદ દાતા વિશ્વના, વળી મુક્તિ કેરા પંથને; બતલાવનારા નાથ મારા, તારનારા ભવ્યને; ભંડાર Page #34 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨ છે ભાવરયણ તણા છો, એહ ભાવ ધરી અમો; ઇમ બોલીએ પ્રતિદિન પ્રભાવે, આપને જ નમો નમો. ૨. સૌ પ્રાણી આ સંસારનાં, સન્મિત્ર મુજ વહાલાં થજો; સદ્ગુણમાં આનંદ માનું, મિત્ર કે વૈરી હજો; દુ:ખિયા પ્રતિ કરુણા અને, દુશ્મન પ્રતિ મધ્યસ્થતા; શુભ ભાવના પ્રભુ ચાર આ, પામો હૃદયમાં સ્થિરતા. ૩. અતિજ્ઞાનવંત અનંત શક્તિ, દોષહીન આ આત્મ છે; ને મ્યાનથી તલવાર પેઠે, શરીરથી વિભિન્ન છે; હું શરીરથી જુદો ગણું, એ જ્ઞાનબળ મુજને મળો; ને ભીષણ જે અજ્ઞાન મારું નાથ ! સત્વર તે ટળો. ૪. સુખ દુઃખમાં અરિ-મિત્રમાં સંયોગ કે વિયોગમાં રખડું વને વા રાજભુવને, રાચતો સુખભોગમાં; મમ સર્વ કાળે સર્વ જીવમાં, આત્મવત્ બુદ્ધિ બધી; તું આપજે મુજ મોહ કાપી, આ દશા કરુણાનિધિ ! ૫. તુજ ચરણ કમળનો દીવડો, રૂડો હૃદયમાં રાખજો; અજ્ઞાનમય અંધકારનો આવાસ તુરત બાળજો; તરૂપ થઈ એ દીવડે, હું સ્થિર થઈ ચિત્ત બાંધતો; તુજ ચરણ યુગ્મની રજ નહીં, હું પ્રેમથી નિત્ય ડૂબતો. ચૈત્યવંદન કરતા પહેલાં બોલાતુ પદ્ય સકલ કુશલવલ્લી, પુષ્કરાવર્ત્તમેઘો, દુરિત તિમિર ભાનુઃ કલ્પવૃક્ષોપમાનઃ; ભવજલનિધિપોતઃ સર્વ સંપત્તિ હેતુ:; સ ભવતુ સતતં વઃ શ્રેયસે શાંતિનાથઃ ચૈત્યવંદન ૧. સામાન્ય જિન ચૈત્યવંદન પરમેશ્વર ૫રમાતમા, પાવન પરમિટ્ટુ, જય જગગુરુ દેવાધિદેવ, નયણે મેં દિઢ . ૧ અચલ અકલ અવિકાર સાર, કરુણારસ સિંધુ ; જગતિ જન આધાર એક, નિષ્કારણ બંધુ ૨ ૩૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨ ગુણ અનંત પ્રભુ તાહરા એ, કિમહિ કહ્યા ન જાય; રામ પ્રભુ જિનધ્યાનથી, ચિદાનંદ સુખ થાય ૩. ૨. શ્રી આદિનાથ જિન ચૈત્યવંદન આદિદેવ અલવેસરુ, વિનીતાનો રાય, નાભિરાયા કુલ મંડણો, મરુદેવા માય. ૧ પાંચશે ધનુષની દેહડી, પ્રભુજી પરમ દયાળ, ચોરાશી લખ પૂર્વનું, જસ આયુ વિશાલ. ૨ વૃષભલંછન જિન વૃષધ એ, ઉત્તમ ગુણમણિ ખાણ; તસ પદપધ સેવન થકી, લહીએ અવિચળ ઠાણ. ૩. ૩. શ્રી પાર્શ્વનાથ જિન ચૈત્યવંદન આશ પૂરે પ્રભુ પાસજી, ટોડે ભવ પાસ; વામાં માતા જનમીયા, અહિ લંછન જાસ. ૧ અશ્વસેન સુત સુખક, નવ હાથની કાયા; કાશી દેશ વાણારસી, પુણ્ય પ્રભુ આયા. ૨ એકસો વરસનું આઉખું એ, પાળી પાર્શ્વકુમાર; પદ્મ કહે મુગતે ગાયા, નમતાં સુખ નિરધાર. ૩ સ્તવન સામાન્ય જિન સ્તવન આજ મારા પ્રભુજી ! સામું જુઓને, “સેવક' કહીને બોલાવો રે; એટલે હું મનગમતું પામ્યો, રૂઠડાં બાળ મનાવો, મારા સાંઈ રે, આજ. ૧ પતિતપાવન શરણાગતવત્સલ, એ જશ જગમાં ચહાવો રે; મનરે મનાવ્યા વિણ નહિ મૂકું, એહી જ મારો દાવો. મારા. આજ. ૨ કબજે આવ્યા તે નહિ મૂકું, જિહાં લગે તુમ સમ થાવું રે; જો તુમ ધ્યાન વિના શિવ લહિએ, તો તે દાવ બતાવો. મારા. ૩ મહાગોપ ને મહાનિર્યામક, ઇણિપરે બિરુદ ધરાવો રે; તો શું આશ્રિતને ઉદ્ધરતાં, બહુ બહુ શું કહાવો. મારા. આજ. ૪ “જ્ઞાનવિમલ” ગુરુનો નિધિ મહિમા, મંગલ એહી વધાવો રે; અચળ અભેદપણે અલવંબી, અહોનિશ એહી દિલ ધ્યાવો. મારા. ૫ Page #36 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨ થોયના જોડા ૧. શ્રી આદિનાથ જિન થાય આદિ જિનવર રાયા, જાસ સોવન કાયા; મરુદેવી માયા, ધોરી લંછન પાયા; જગસ્થિત નિપાયા, શુધ્ધ ચારિત્ર પાયા; કેવલ સિરિ રાયા, મોક્ષ નગરે સિધાયા ૧ સવિ જિન સુખકારી, મોહ મિથ્યા નિવારી; દુર્ગતિ દુઃખ ભારી, શોક સંતાપ વારી; શ્રેણી ક્ષેપક સુધારી, કેવલાનંત ધારી; નમીએ નર-નારી, જેહ વિશ્વોપકારી ૨ સમવસરણે બેઠા, લાગે જે જિનજી મીઠા; કરે ગણપ પઈઢા, ઇંદ્ર ચંદ્રાદિ દિઢા; દ્વાદશાંગી વરિઢા, ગુંથતા ટાલે રિઢા ભવિજન હોય હિટ્ટા, દેખી પુજે ગરિઢા ૩ સુર સમકિત વંતા, જેહ ઋદ્ધ મહેતા, જેહ સજજન સંતા, ટાળીએ મુજ ચિંતા, જિનવર સેવંતા, વિપ્ન વારે દુરંતા; જિન ઉત્તમ થર્ણતા, પાને સુખ દિતા ૪ ૨. શ્રી પાર્શ્વનાથ જિન થાય શંખેશ્વર પાસજી પૂજીયે, નરભવનો લ્હાવો લીજીયે; મન વાંછિત પૂરણ સૂરત, જય વામા સુત અલવેસરું 1 દોય રાતા જિનવર અતિ ભલા, દોય ધોળા જિનવર ગુણનીલા દોય નીલા દોય શામળ કહ્યા, સોળે જિન કંચન વર્ણ લહ્યા ૨ આગમ તે જિનવરે ભાખીયો, ગણધર તે હિયડે રાખીયો; તેનો રસ જેણે ચાખીયો, તે હુઓ શિવસુખ સાખીઓ ૩. ધરણે ન્દ્રરાય પદ્માવતી, પ્રભુ પ્રાર્થતણા ગુણ ગાવતી સહુ સંઘના સંકટ ચુરતી, નવિમલના વાંછિત પુરતી ૪ ૩. સામાન્ય જિન થાય ભીડ ભંજન પ્રાર્થ પ્રભુ સમરો, અરિહંત અનંતનું ધ્યાન ધરો જિન આગમ અમૃત પાન કરો, શાસન દેવી સવિ વિઘ્ન હરો * આ થોય ચાર વખત બોલી શકાય છે. તેમા “પાર્થ” ને સ્થાને જે પ્રભુનું નામ મૂકવું હોય તે મૂકી શકાય. જેમકે આદિ, શાંતિ, નેમિ વગેરે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨ (૪. કથા - વિભાગ કથા: ૧ - અઈમુત્તો પોલાસપુર નગરમાં વિજય રાજા અને શ્રીદેવી રાણીને અતિમુક્ત નામે પુત્ર હતો. તે છ વર્ષનો થયો તે વખતે ગૌતમસ્વામી છઠ્ઠને પારણે ગૌચરી માટે જતા હતા. તેને જોઈને અતિમુક્ત પૂછ્યું કે આપ કોણ છો? કેમ ફરો છો? ગૌતમ સ્વામી બોલ્યા અમે સાધુ છીએ અને ગોચરી લેવા જઈએ છીએ. અતિમુક્ત કુમાર કહે ચાલો મારા ઘરે પધારો આમ, તેણે ગૌતમસ્વામીને ભિક્ષા વહોરાવી ફરી તેણે પૂછ્યું, ભગવદ્ આપ ક્યાં રહો છો? ગૌતમસ્વામી બોલ્યા વીર પરમાત્મા મારા ગુરુ છે. અમે તેની સાથે રહીએ છીએ. બાળક તેની સાથે ચાલ્યો. ભગવંતની વાણી સાંભળી ઘેર આવીને માતા-પિતા ને કહ્યું કે હું દિક્ષા લેવા માંગુ છું ત્યારે તેના માતા-પિતાએ કહ્યું કે બેટા, હજી તું નાનો છે. પરંતુ અતિમુક્ત માતાપિતાને સમજાવીને દીક્ષા લીધી. એક વખત સ્થવિર મુનિવર સાથે થંડીલ જતા અતિમુક્ત મુનિએ જોયું કે ખાડાઓમાં પાણી ભરાયેલા છે, નાના બાળકો ખાખરાના પાનની હોડી બનાવીને તરાવી રહ્યા છે. અતિમુક્ત પણ પોતાનું પાત્ર પાણીમાં તરવા મુક્યું. આ જોઈ વિર મુનિએ તેમ કરવાની ના પાડી તેને વીર પ્રભુ પાસે લાવ્યા. વીર પ્રભુએ સમજાવ્યું આ હજી નાનો છે એને શાંતિથી સમજાવીને શીખવો. અને વીરપ્રભુ કેવળજ્ઞાની હોવાથી તે જાણતા હતા કે અતિમુક્ત તેમના બધાં શિષ્યો કરતાં વહેલો મોક્ષે જવાનો છે. આગળ અભ્યાસ કરતાં કરતાં અતિમુક્ત ઈરીયાવહીયા બોલતાં હતાં અને તેમાં આવ્યું પણગ-દગ-મટ્ટી અને તેમને ભાન થયું કે નાના હતા ત્યારે તેમણે પાણીમાં પાત્ર તરાવ્યું હતું. આ તો પાપ કહેવાય, આમ પાણીમાં પાત્ર તરાવાથી તો જીવજંતુ મરી જાય માટી ને પાણીની વિરાધના થાય આ તો મહાપાપ કહેવાય મેં આવું કર્યું. આમ ભાવથી વિચારતાં-વિચારતાં પાપનું પ્રાયશ્ચિત કર્યું અને ત્યાંજ કેવળજ્ઞાન થયું અને કાળક્રમે મોક્ષે ગયા. “જોયું બાળકો અત્તિમુક્ત આટલું નાનું પાપ કર્યું. અને તેમના દિલમાં કેટલું દુઃખ પહોંચ્યું કે મેં જીવની હિંસા કરી અરેરે ! ધિક્કાર છે મારા જીવને ! ફક્ત ઇરિયાવહી કરતા તે કેવળજ્ઞાન પામી ગયા. બાળકો આપણે રોજિંદા પાપ તો કરીએ છીએ પરંતુ તેનું પ્રાયશ્ચિત નથી કરતાં પરંતુ આપણે મહાપાપ જેવાકે ફટાકટા ફોડવા, હોળી રમવી, પંતગ ઉડાવવા, એ તો રોકીજ શકીએ ને? તો આજ થી આ બધા માટે બાધા લઈ લો. Page #38 -------------------------------------------------------------------------- ________________ 39 જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨ અને પાપ છેદનની પ્રક્રિયા શરૂ કરો. ઇરિયાવહી ના અર્થને બરાબર સમજી કોઈપણ જીવને દુઃખ ન થાય તેનો ખ્યાલ રાખો. કથાઃ ૨ - મેતારજ મુનિ રાજગૃહી નગરીમાં શ્રેણિક મહારાજાનું રાજ ચાલતું હતું. શ્રેણિક મહારાજ માટે એક સોની દરરોજે સોનાના ૧૦૮ જવ ઘડે. શ્રેણિક મહારાજના જમાઈએ દીક્ષા લીધી હતી. જે મેતાર્યમુનિ નામે ઓળખાતાં હતાં. તેમણે એ વખતે માસક્ષમણનું તપ કર્યું હતું. તે માસક્ષમણને પારણે સોનીના ઘેર પધાર્યા. સોની પણ અત્યંત આનંદિત થઈ લાડવા વહોરાવે છે. મેતારજ મુનિ તો ધ્યાન સમાધિમાં ઉભા રહી ગયા. સોની તો મુનિ ની તપશ્ચર્યાની પ્રશંસા કરતા કરતાં ઘરની બહાર ગયો. અંદર શ્રેણિક મહારાજની આજ્ઞાથી ઘડેલા ૧૦૮ સોનાના જવલા પડેલા છે. એક ક્રૌંચ પક્ષી આવ્યું ને બધાં જવલા ને દાણા સમજી ખાઈ ગયું. મેતારક મુનિએ પણ તે જોયું, ક્રૌંચપક્ષી તો ઉડીને ઉંચે બેસી ગયું. સોની બહાર થી આવ્યો, પણ જ્યાં જુએ છે તો જવલા નથી, સોનીએ સાધુને પૂછયું આ જવલા કયાં ગયા? સાધુને થયું કે જો હું સત્ય બોલીશ તો સોની આ પક્ષીને મારી નાખશે. એટલે મેતાર્ય મુનિ મૌન રહ્યા. તેમના મનમાં ધ્યાનના અંકુરો ફૂટી ગયા. સોની વારંવાર પૂછે છે પણ મુનિરાજ જણાવતા નથી કે જવલા ક્યાં ગયા, તે તો બસ મૌન જ રહે છે. સોનીને થયું કે જવલા નો ચોરનાર નક્કી આ સાધુ જ છે. આથી જ તે બોલતો નથી. મેતાર્ય મુનિના મનમાં કેટલી ઉચ્ચ સમભાવની ભાવના હશે? તેમને થયું કે જેવો મારો આત્મા છે તેવો જ આ પક્ષીનો આત્મા છે. જેવું દુઃખ મને થાય તેવું જ દુ:ખ પક્ષીને પણ થાય જ. જો હું સત્ય બોલીશ તો આ સોની ક્રૌંચપક્ષીને મારી નાંખશે. એક જીવની રક્ષા કરવા માટે તેમને પોતાનો જીવ મુશ્કેલીમાં મુક્યો. સોની તો ગુસ્સાથી રાતો-પીળો થઈ ગયો અને લીલા ચામડાની પટ્ટી મુનિના મસ્તકને કસીને બાંધી દીધી. અને જેમ જેમ ચામડું સૂકાવા લાગ્યું. તેમ તેમ મુનિના માથાની નસો ફાટવા લાગી. વળી, તેમને બહાર તડકામાં ઉભા રાખી દીધા હોવાથી મુનિના પગમાં ફોલ્લા પડી ગયા. સોનીને થયું કે આ વેદના સહન ન થઈ શક્વાના કારણે તે તરત જ બોલશે કે જવલા કોને લીધા છે. પરંતુ મુનિ એક જીવની રક્ષા કરવા અસહ્ય વેદનાને સમભાવથી સહન કરે છે. ત્યાંજ કેવળજ્ઞાન પામીને મોક્ષે જાય છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨ બાળકો આપણે હંમેશા સહન કરતાં શીખવું જોઈએ અને બીજા જીવની રક્ષા કરવી જોઈએ. “જીવ તો જેવો આપણો છે તેવો જ બીજાનો છે”એવો સમભાવ કેળવીએ તો આપણે પણ ક્યારેક આ સુખ-દુઃખ આપતા જન્મ મરણને છોડી શકીશું. કથાઃ ૩-ઈલાચીકુમાર એલાવર્ધન નગરમાં ઇભ્ય શ્રેષ્ઠી નામે એક સજ્જન રહેતો હતો. તેની પત્નીનું નામ ધારણી હતું. તેમને એક પુત્ર હતો તેનું નામ ઇલાચીકુમાર હતું. ઈલાચીકુમાર યુવાન થયો ત્યારે તે એક નટડી (એટલે કે જે વાંસડા ઉપર ચાલીને નાટક બતાવે) ના પ્રેમમાં પડ્યો. લગ્નની ઈચ્છા જાગી. ઈલાચીકુમારે નટ આગળ વાત કરી કે હું ઘણો બધો પૈસો આપી આ નટડી સાથે લગ્ન કરવા ઇચ્છું છું. નટે કહ્યું આ કન્યા વગર તો અમારો ધંધો પડી ભાંગે. નટે તેની આગળ પ્રસ્તાવ મૂક્યો કે તમે અમારી કળા શીખો અને પછી તેના દ્વારા ધન ભેગું કરો, એટલે તમારી સાથે આ કન્યાનો (નટીનો) વિવાહ કરીએ. ઈલાચીકુમાર વખત જતાં કળામાં નિપુણ થઈ જાય છે. અને તે ધન કમાવવા લાગે છે. એક વખત તે બેનાતટ નગરે પહોંચ્યો. નગરના રાજા પાસે નાચ કરીને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે જેથી ખૂબ ધન કમાઈ શકે છે. ઈલાચીકુમાર ઉંચા વાંસડા ઉપર ચઢે છે એક હાથમાં અણીદાર ખગ, અને બીજા હાથમાં ત્રિશુળ લઈ વાસ ઉપર ખૂબજ સરસ નાચ કરે છે. તેના અદૂભુત નાચથી બધા લોકો ખુશ થઈ જાય છે. પરંતુ રાજા પેલી જ નટડી ઉપર મોહી પડયો હોય છે તેને થાય છે કે જો આ ઈલાચીકુમારનો નાચ હું પસંદ ના કરું અને તે ત્રણ-ચાર વાર નાચ કરે અને વાંસડા ઉપરથી પડી જાય તો હું આ નટ ને વધારે પૈસા આપીને નટડીને મેળવી લઉં. આમ, ત્રીજી વખતનો ખેલ ચાલતો હોય છે ત્યાં વાંસ ઉપરથી ઈલાચીકુમાર ની નજર દૂર પડી. એક મુનિને ગોચરી વહોરાવતી એવી કોઈ અતિ ધનાઢ્ય અને સ્વર્ગની અપ્સરા જેવી સુંદર સ્ત્રી ઉપર નજર પડે છે. આ સ્ત્રી તો નટડી કરતાં અનેક ગણી સુંદર છે. ઈલાચીકુમારને થાય છે કે અહો ! આ મુનિ કેવા છે? કે જેની સામે આ નટડી સાવ ભંગાર લાગે એવી સ્ત્રી ઉભી છે છતાં તેની સામે નજર ઉંચી કરી જોતાં પણ નથી અને સામે લડવાના થાળ પડ્યાં છે પરંતુ તે ના ના કરે છે. ખરેખર ધન્ય છે આ મુનિને અને હું કેટલો ખરાબ છું કે આવી નટડી પાછળ ગાંડો બન્યો છું. ધિક્કાર છે મારી જાતને ! Page #40 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨ ૩૯ આ રીતે ભાવથી વારંવાર ગુરુ સ્તુતિ અને આત્મનિંદા કરતા કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે અને સમય જતાં મોક્ષ પ્રાપ્ત કરે છે. એક જ વખત મુનિ મહારાજા દર્શનથી ઈલાચીકુમાર મોક્ષે ગયા. “બાળકો આપણને પણ મુનિ મહારાજનું દર્શન થાય જ છે ને ? આપણે પણ ગુરુદેવની ભાવથી સ્તુતિ કરવાથી જ જો મોક્ષ પ્રાપ્ત થતો હોય, તો બીજું શું જોઈએ?” ગુરુજી તણાં ગુણ ગાવાના આજથી શરૂ કરો પરંતુ ભાવથી, દિલથી સમજ્યા ! જેથી આપણે પણ મુનિ નું દર્શન કલ્યાણકારી બને. કથાઃ ૪ - શાલીભદ્ર શાલીભદ્ર પૂર્વ જન્મમાં સંગમો નામનો એક સામાન્ય ગોવાળ નો છોકરો છે. તે અત્યંત ગરીબ હતો.ખૂબ રડી રડી ને માંગી માંગીને માંડ-માંડ ખીર ખાવા માટે મેળવેલી છે ત્યાં જ મુનિ મહારાજ પધારે છે. સંગમો પૂર્વ જન્મમાં એક શેઠ હતો. અને મુનિને દાન દેવાની તીવ્ર ઈચ્છા થતા દાદરો ઉતરવા ગયા ને સીડી ઉપરથી પડી જતાં મૃત્યુ પામ્યા. તે દાન દેવાનો ભાવ ઉદયમાં આવ્યો અને એવી દાન દેવાની ઉત્કૃષ્ટ ભાવનાવાળા એ આત્માએ સંગમાના આ જન્મ માં ખૂબ જ ભાવપૂર્વક બધી જ ખીર મુનિને વહોરવી દીધી. સંગમો જેને ખીર વહોરાવે છે તે મુનિ પણ ઉત્તમ હતા. તેમને એ વખતે માસક્ષમણ નું પારણું હતું. ભાવથી વહોરાવેલી ખીરના પ્રભાવે તે આ જન્મમાં શાલીભદ્ર થયો. પૂર્વ જન્મના દાનના પ્રભાવે આ ભવમાં તેને નવાણું પેટી સીધી સ્વર્ગમાંથી આવવા લાગી. આવી ઋદ્ધિ-સમૃદ્ધિ નો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરે છે. તેની સાથે તેમના (શાલીભદ્રના) બનેવી ધન્યકુમાર દીક્ષા ગ્રહણ કરે છે. અને પ્રભુની સાથે વિચરતા વિચરતાં પોતાની જ નગરીમાં પધાર્યા. માસક્ષમણનાં પારણે શાલીભદ્ર અને તેમના બનેવી ધન્યમુનિ વહોરવા નીકળ્યા. વીરપ્રભુએ કહ્યું હતું કે આજે શાલીભદ્રને પોતાની માતા ના હાથે પારણું થશે. તેઓ ઘરે પહોંચે છે. માસક્ષમણના તપસ્વી હોવાથી બંનેની કાયા ઘસાઈ ગઈ છે. ઘરે તેમને કોઈ ઓળખતું નથી. આહાર પણ વહોરાવતા નથી. બંને પાછા ફરે છે. ત્યાં રસ્તામાં એક ગોવાળની પત્ની એ દહીં વહોરાવી પારણું કરાવ્યું. બંને મુનિ શંકા વ્યક્ત કરતાં પ્રભુ પાસે આવીને કહે છે. કે મારી માતાએ મને પારણું ન કરાવ્યું. ત્યારે વીર પ્રભુએ કહ્યું કે એ શાલીભદ્રની પૂર્વજન્મની માતા હતી અને શાલીભદ્ર પોતે સંગમાં ગોવાળ હતાં. આમ, Page #41 -------------------------------------------------------------------------- ________________ ४० જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨ પૂર્વભવના સ્નેહ થી વશ થઈને પારણું કરાવ્યું. આ સાંભળીને બંને મુનિઓ ને સંસારની અસારતાનો ખ્યાલ આવ્યો. આ ભવની માતા ઓળખતી નથી અને પૂર્વ ભવની માતાનો આટલો સ્નેહ! બંને મુનિરાજે વૈભારગિરિ જઈને ભોજન પાણીનો ત્યાગ કરી દીધો. પૂર્વ જન્મના દાન દેવાની ઉત્કૃષ્ટ ભાવના એ આ જન્મમાં શાલીભદ્ર ને કેવી સમૃદ્ધિ અપાવી ?છતાં સંસારની અસારતા જાણી સંસારનો ત્યાગ કરી અને તેમણે દીક્ષા ગ્રહણ કરી અને આકરું તપ શરૂ કર્યું. સતિમાં ગયા. પછીના ભવે મોક્ષે જશે. ‘‘આવો છે દાનનો મહિમા' આપણાથી બને તેટલું એટલે કે શક્તિ મુજબનું ઉત્કૃષ્ટ દાન કરવું જોઈએ. જેથી દાનદ્વારા ત્યાગની ભાવના પ્રગટે તો એક દિવસ વસ્તુનો ત્યાગ કરતા-કરતા સમગ્ર સંસારનો ત્યાગ પણ કરવાની શક્તિ આવશે. કથા ઃ ૫ - સુંદરી શ્રી ઋષભદેવ સ્વામી ની પુત્રી સુંદરી તેના નામ પ્રમાણે જ સુંદર હતી. એટલી બધી સુંદર કે ભરત મહારાજા સુંદરીના રૂપ લાવણ્યમાં મોહાય છે. પરંતુ સુંદરી તો દીક્ષા લેવા ઈચ્છે છે અને ભરત રાજા તેને ક્યારેય રાજા નહી આપે તેવી સ્થિતિ છે. એક વખત ભરત રાજા દિગ્વીજય કરવા નીકળે છે. ત્યારે સુંદરી વિચારે છે. કે આ બધી મોહ-માયા મારા રૂપને કારણે છે. જો હું તેને તપ દ્વારા નષ્ટ કરી નાંખુ તો પછી મને દીક્ષા લેવા માટે કોઈ જ રોકશે નહીં. તેણીએ આંયબિલ તપની આરાધના શરૂ કરી દીધી એક - બે નહીં પરંતુ ૬૦,૦૦૦ વર્ષ સુધી આયંબિલ કર્યા અને તેના શરીર ને સુકવી નાંખ્યું. જ્યારે ભરતરાજા બધા રાજ્યોને જીતને વિનીતામાં પાછા ફરે છે. ત્યારે જુએ છે તો પુછે છે કે આ દુબળી-પાતળી સાધારણ સ્ત્રી કોણ છે ? શું તેને આપણા રાજ્યમાં ખાવા નથી મળતું ? ભરતરાજા તેને ઓળખી શકતા નથી. સુંદરી કહે છે હું સુંદરી છું મને ભૌતિક જીવનમાં કોઈ જ રસ નથી. કેમકે મારે તો ચારિત્ર્ય ગ્રહણ કરવું છે. અને વિરક્તોને આ ભૌતિક જીવનનો સ્વાદ સ્પર્શતો નથી. મેં રસ ત્યાગરૂપ આંયબિલ તપ કર્યો છે. CL ભરતરાજાને થયું આ સ્ત્રીએ દીક્ષા લેવા માટે ૬૦,૦૦૦ વર્ષ સુધી આયંબિલ તપ કર્યા. તેમણે દીક્ષા લેવા પરવાનગી આપી. જાઓ તમે બેનડી દીક્ષા પાળો રે ઋષભદેવનું કુળ અજવાળો રે’’ સુંદરીએ દીક્ષા લીધી, અપૂર્વ સંયમપૂર્વક ચારિત્ર્ય પાળી મોક્ષે ગયા. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪૧ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨ “બાળકો જો સુંદરીએ રાજાભારતની મુખ્ય સ્ત્રી તરીકે જીવન વિતાવ્યું હોત તો તે છઠ્ઠી-નારકીમાં જાત પરંતુ તેને સાધ્વી તરીકે જીવન વિતાવ્યું તો તે મોક્ષે ગઈ. બાળકો તમે શું પસંદ કરશો. “નરક કે મોક્ષ” ? જો મોક્ષે જવું હોય તો સુંદરીને યાદ કરો. કેવો અદ્ભુત ચારિત્ર રાગ હતો તેને ? દીક્ષા લેવા માટે કેટલી તાલાવેલી હતી ? તમે દીક્ષા લેવા માટે એક દિવસ પણ ભુખ્યા રહી શકશો ? કે પછી મોજ-મજા કરીને નરકની સજા ભોગવશો? જો તમારે કાયમી સુખી થવું હોય તો યાદ રાખો “દીક્ષા એ મોક્ષની સીડી છે.” કાયમી સુખ મોક્ષમાં જ મળવાનું છે. (૫. જૈન ભૂગોળ ) અઢીદ્વીપનો પરીચયઃ (અતિ સંક્ષેપમાં) આપણે શ્રેણી-૧ માં ચૌદ રાજલોક નો સામાન્ય પરીચય જોયો. આ ચૌદ રાજલોકનો ૧૮૦૦યોજનનો મધ્યભાગ તે મધ્યલોક અથવા તોછલોક કહેવાય છે. આ તીર્થાલોકમાં અસંખ્યાત દ્વીપ અને સમુદ્રો આવેલા છે. આ બધાં જ દ્વીપ અને સમુદ્રો વર્તુળાકારે રહેલા છે. તેમાં મધ્યમાં આવેલા અઢી દ્વીપ નો આપણે પરીચય કરવાનો છે. બધાં જ દ્વીપ સમુદ્રોની મધ્યમાં જબૂદ્વીપ આવેલો છે. તે એક લાખ યોજન લાંબો પહોળો અને વર્તુળાકાર સ્વરૂપે રહેલો થાળી જેવો ગોળ છે. તેને ફરતો લવણસમુદ્ર છે. જે આખા જેબૂદ્વીપને ઘેરીને રહેલો છે. તે જંબૂઢીપ થી ચારે બાજુ બબ્બે લાખ યોજન છે. લવણસમુદ્રને ચારે તરફ ઘેરીને ધાતકીખંડ રહેલો છે. જે બંને તરફ ચાર-ચાર લાખ યોજનનો છે. ધાતકીખંડ ને ચારે તરફ ઘેરીને કાલોદધિ સમુદ્ર રહેલો છે જે આઠ-આઠ લાખ યોજન લાંબો પહોળો છે. તેને ચારે તરફથી ઘેરીને પુષ્પરાવર્તદ્વીપ રહેલો છે. જે દ્વીપની બરાબર મધ્યમાં વર્તુળાકારે રહેલો એવો માનુષોત્તર પર્વત છે. કાલોદધિ સમુદ્રથી માનુ છો ત્તર પર્વત સુધી રહેલા પુષ્પરાવર્તદ્વીપને અર્ધપુષ્કરાવર્તદ્વીપ કહે છે. કેમ કે તે પુષ્કરાવર્તદ્વીપનો અડધો ભાગ થાય છે. તેની લંબાઈ-પહોળાઈ આઠ-આઠ લાખ યોજન છે. જંબૂદ્વીપ થી માનુષોત્તર પર્વત સુધીના ક્ષેત્રમાં જ મનુષ્યો વસે છે. તેથી તેને મનુષ્ય ક્ષેત્ર કહે છે. આ મનુષ્ય ક્ષેત્રમાં જંબૂદ્વીપ, ધાતકીખંડદ્વીપ અને પુષ્પરાવર્ત દ્વીપનો અડધો દ્વીપ સમાવિષ્ટ થતો હોવાથી તેને અઢીદ્વીપ કહેવામાં આવે છે. આ રીતે અઢીદ્વીપ અને તેની મધ્યમાં બે સમુદ્ર એટલું જ મનુષ્ય ક્ષેત્ર છે. મનુષ્યો Page #43 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨ માનુષોત્ત૨ પર્વત ઓળંગીને જન્મતા કે મરતા નથી. તેથી અઢીદ્વીપ ને મનુષ્યલોક પણ કહેવામાં આવે છે. ૪૨ આ અઢી દ્વીપ નો વિસ્તાર પીસ્તાળીશ લાખ યોજનનો છે. તે આ રીતે જંબૂઢીપ ૧- લાખ યોજન, લવણ સમુદ્ર બંને તરફ ૨-૨ લાખ યોજન, ધાતકી ખંડ બંને તરફ ૪-૪ લાખ યોજન, કાલોધિ સમુદ્ર બંને તરફ ૮-૮ લાખ યોજન. પુષ્કરાવર્ત દ્વીપનો અર્ધભાગ બંને તરફ ૮-૮ લાખ યોજન ૮ + ૮ + ૪+ ૨ + ૧ + ૨ +૪+ ૮ + ૮ = ૪૫ લાખ યોજન. આ છે આપણી મનુષ્ય લોકની સાચી ભૂગોળ. ૬. સૂત્ર આધારીત પ્રશ્નો ૧. ૨. ૩. ૪. ૫. ૬. શાશ્વતા જિન ચૈત્યો કેટલા છે ? શાશ્વતી જિન પ્રતિમા કેટલી છે ? શાશ્વતા જિન ચૈત્યો ૮, ૫૭, ૦૦, ૨૮૨ છે શાશ્વતી જિન પ્રતિમા ૧૫, ૪૨, ૫૮, ૩૬, ૦૮૦ છે. જંકિંચિ સૂત્ર થી કોને વંદના થાય છે. ? જંકિંચિ સૂત્ર વડે સ્વર્ગ, મનુષ્ય અને પાતાળ લોકમાં રહેલ સર્વે જિન પ્રતિમાઓને વંદના થાય છે. નમુન્થુણં સૂત્રનું બીજું નામ શું છે ? તે નામ કેમ પડ્યું? નમુન્થુણં સૂત્રનું બીજું નામ શકસ્તવ છે. શક્રઈન્દ્ર એ પરમાત્માની તેમના ગુણો સહિત સ્તવના કરી હોવાથી તે શક્રસ્તવ કહેવાય છે. જાવંતિ ચેઈઆઈ સૂત્રથી કોને વંદન થાય છે. ? જાવંતિ ચેઈઆઈ સૂત્રથી ઉર્ધ્વ, અધો અને તીર્છાલોક ના સર્વે ચૈત્યોને વંદના થાય છે. ‘જાવંત કે વિ સાહુ’ સૂત્રથી કોને વંદન થાય છે ? જાવંત કે વિ સાહૂ સૂત્રથી ભરત, ઐરવત, મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા સર્વ સાધુ મહારાજોને વંદન થાય છે. ઉવસગ્ગહરં સૂત્રમાં કોની સ્તવના છે ? તે કોણે કરી છે ? ઉવસગ્ગહરં સૂત્રમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તવના છે. તેની રચના ભદ્રબાહુ સ્વામીએ કરેલી છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨ ૭. જયવીયરાય સૂત્રની ચોથી ગાથામાં શાની પ્રાર્થના કરેલી છે ? જયવીય૨ાય સૂત્ર ની ચોથી ગાથામાં ૧-દુઃખનો ક્ષય, ૨-કર્મનો ક્ષય, ૩–સમાધિમરણ અને ૪-બોધિલાભ માટે પ્રાર્થના કરાયેલી છે. અરિહંત ચેઈયાણં સુત્રનું બીજું નામ શું છે. ? અરિહંત ચેઈયાણં સૂત્રનું બીજું નામ “ચૈત્યસ્તવ’’ છે. કલ્લાણકંદની પહેલી ગાથામાં કોની સ્તુતિ કરેલી છે ? કલ્લાણકંદની પહેલી ગાથામાં શ્રી આદિનાથ-શાંતિનાથ-નેમિનાથપાર્શ્વનાથ અને મહાવીર સ્વામીની સ્તુતિ કરેલી છે. ૧૦. ‘સંસારદાવા’ સૂત્રના રચિયતા કોણ છે ? ૮. ૯. ‘સંસારદાવા’ સૂત્ર શ્રી હરિભદ્ર સૂરિએ બનાવેલ છે. ૧૧. પુખ્ખરવરદી સૂત્રનું બીજું નામ શું છે ? પુખ઼રવરદી સૂત્રનું બીજું નામ શ્રુતસ્તવ છે. ૧૨. ‘પુખ઼રવરદી’ સૂત્રને શ્રુતસ્તવ શા માટે કહે છે ? ૪૩ ‘પુર્ખરવરદી’ સૂત્ર ની બીજી, ત્રીજી, ચોથી ગાથામાં શ્રુત અથવા જ્ઞાનની સ્તુતિ થતી હોવાથી તેને શ્રુતસ્તવ કહે છે. ૧૩. સિદ્ધાણં બુદ્ધાણં સૂત્રનું બીજું નામ શું છે ? સિદ્ધાણં બુદ્ધાણં સૂત્રનું બીજું નામ ‘સિદ્ધસ્તવ’ છે. ૧૪. વેયાવચ્ચગરાણં સૂત્રથી કોનું સ્મરણ થાય છે ? વેયાવચ્ચગરાણં સૂત્ર વડે સમકિતી દેવોને સંભારવામાં આવે છે. ૧૫. ચૌદશ અને સંવત્સરીના પૂર્વના દિવસે તથા મંગલિક પ્રતિક્રમણ માં કઈ થોય બોલાય છે ? ચૌદશ અને સંવત્સરીના પૂર્વના દિવસે તથા મંગલિક પ્રતિક્રમણમાં કલ્લાણકંદની થોય બોલાય છે. ૭. સામાન્ય (તત્ત્વજ્ઞાન) પ્રશ્નો ૧. જૈનધર્મી તરીકે તમારું અરિહંત પરમાત્મા સંબંધિ નિત્ય કર્તવ્ય શું છે ? રોજ સવારે જિનાલયમાં ભગવંતના દર્શન કર્યા પછી જ કંઈપણ ખાવું કે પીવું, પૂજાના અવસરે ભગવંતની પૂજા કરવી. Page #45 -------------------------------------------------------------------------- ________________ ४४ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨ ૨. જૈન ધર્મી તરીકે તમારું ગુરુ ભગવંત સંબંધિ નિત્ય કર્તવ્ય શું છે? રોજ ગુરુ ભગવંતને વંદન કરવા જવું, ગૌચરી-પાણી માટે ઘેર પધારવા વિનંતી કરવી, કંઈપણ ખપ કે કામકાજ વિશે પૂછવું. ૩. આપણું શાશ્વત પર્વ કયું છે? તે ક્યારે આવે છે? નવપદ આરાધના કરવા રૂપ આયંબિલની ઓળી એ શાશ્વત પર્વ છે. તે આસો અને ચૈત્રસુદ માં ૭ થી ૧૫ એ નવ-નવ દિવસોમાં આવે છે. ૪. દહેરાસરજીમાં પરમાત્માને કેટલી પ્રદક્ષિણા અપાય? તેનો હેતુ શો છે? પરમાત્માને ત્રણ પ્રદક્ષિણા અપાય છે. તેનો હેતુ દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિનો તથા સંસારનું ભ્રમણ અટકાવવાનો છે. માળામાં ૧૦૮ મણકા અને ઉપર મેરુ શા માટે હોય છે? પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણો છે તેનું સ્મરણ રહે તે માટે ૧૦૮ મણકા હોય છે. જીવને સર્વોચ્ચ એવા સિદ્ધિ પદે પહોંચવાનું સ્મરણ રહે તે માટે ઉપર મેરુ હોય છે. ૬. પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણો કઈ રીતે થાય છે? અરિહંતના ૧૨ ગુણ, સિદ્ધના ૮ ગુણ, આચાર્યના ૩૬ ગુણ, ઉપાધ્યાયના ૨૫ ગુણ, સાધુના ૨૭ ગુણ એ રીતે ૧૦૮ ગુણ થાય છે. પરમાત્માની પૂજા કેટલા અંગે થાય છે? તે અંગો કયા ક્યા છે? પરમાત્માને ચંદન પૂજા નવ અંગે જ કરવાની હોય છે. ૧-જમણા ડાબા પગનો અંગૂઠો, ૨, જમણો ડાબો ઠીંચણ, ૩-જમણા ડાબા કાંડા, ૪-જમણો ડાબો ખભો,૫-શિખા,૬-કપાળ, ૭-કંઠ, ૮-હૃદય, ૯-નાભિ. કષાય એટલે શું? તેના ભેદોના નામ જણાવો. જેનાથી સંસાર એટલેકે ભવભ્રમણ વધે તેને કષાય કહે છે. તેના ચાર ભેદ છે. ક્રોધ-માન-માયા અને લોભ. સામાયિક એટલે શું? સામાયિક એટલે સમતાનો લાભ, બે ઘડી કે અડતાલીસ મિનિટનું ચારિત્ર નવા કર્મનો બંધ અટકે તેવી પચ્ચકખાણ પૂર્વકની આરાધના ,તે શ્રાવકના બારવ્રતમાનું નવમું વ્રત છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ૧૨. જેને એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨ ૧૦. પ્રતિક્રમણ એટલે શું? પ્રતિક્રમણ એટલે પાપથી પાછા હઠવું, તે પરમાત્માની બતાવેલી અને રોજરોજ કરવાની એવી ધર્મારાધના રૂપ ક્રિયા છે. જેના વડે દિવસ કે રાત્રિ સંબંધિ પાપો નાશ પામે છે. નવપદમાં દેવાદિ ત્રણ તત્ત્વોનો સમાવેશ કઈ રીતે થાય છે? અરિહંત અને સિદ્ધ એ બે દેવતત્ત્વ છે. આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ ગુરુ તત્ત્વ છે, દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ એ ચાર ધર્મ તત્ત્વ છે. ત્રેસઠ શલાકા પુરુષો ક્યા ક્યા છે? ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ બળદેવ અને ૯ પ્રતિવાસુદેવ એ ૬૩ ઉત્તમપુરુષો કહેવાય છે. ૧૩. નવતત્ત્વોના નામ જણાવો? કેટલાંક સાત તત્ત્વો કેમ કહે છે? જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્ત્વો છે. પુન્ય અને પાપ એ બંને કર્મોના આશ્રવરૂપ જ હોવાથી તેને આશ્રવ તત્ત્વ જ ગણતાં તત્ત્વો સાત થાય છે. ૧૪. જ્ઞાનના મુખ્ય ભેદ કેટલાં અને ક્યા ક્યાં છે? જ્ઞાનના મુખ્ય ભેદો પાંચ છે. મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવ અને કેવળજ્ઞાન. ૧૫. નિસાહિ એટલે શું? તે કેટલી છે? ક્યાં ક્યાં બોલાય છે? નિસીહિ એટલે સાવદ્ય ક્રિયાનો ત્યાગ. તે ત્રણ છે. પહેલી નિસાહિ દેરાસરજીમાં પ્રવેશતા, બીજી નિસીહિ મૂળ ગભારમાં પ્રવેશતા અને ત્રીજી નિસાહિ ચૈત્યવંદન પૂર્વે બોલાય છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ક્રમ/નામ માતા પિતા નગરી લંછન વર્ણ દેહમાન ચ્યવનતિથિ જન્મ તિથિ દીક્ષા તિથિ નાણ તિથિ નિર્વાણ તિથિ | અષાઢ સુદ-૮ દીક્ષાપર્યાય ૮. તીર્થંકર - પરીચય નાણભૂમિ ગિરનાર નિર્વાણભૂમિ ગિરનાર પૂર્ણઆયુ ૧૦૦૦વર્ષ ગૃહસ્થકાળ ૩૦૦ વર્ષ છમસ્યકાળ ગણધર ઉત્કૃષ્ટતપ ૨૨-નેમિનાથ ૨-અજીતનાથ શિવાદેવી વિજયાદેવી સમુદ્રવિજયરાજા જિતશત્રુરાજા સૌરીપુરી અયોધ્યા શંખ ગજ શ્યામ કંચન ૧૦-ધનુષ્ય ૪૫૦-ધનુષ્ય કારતક વદ-૧૨ | વૈશાખ સુદ-૧૩ શ્રાવણ સુદ-૫ મહાસુદ -૮ શ્રાવણ સુદ-૬ મહાવદ-૯ આસોવદ-૩૦ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨ ૭૦૦ વર્ષ ૫૪ દિવસ *૧૮(૧૧) આઠ માસ પોષ સુદ-૧૧ ચૈત્રવદ-૫ અયોધ્યા સમેતશિખર ૭૨ લાખ પૂર્વ ૧ પૂર્વાંગ અધિક ૭૧ લાખ પૂર્વ ૧ લાખ પૂર્વમાં ૧ પૂર્વાંગન્યૂન ૧૨ વર્ષ ૯૫ આઠ માસ ૩-સંભવનાથ |૪-અભિનંદન સેનાદેવી સિદ્ધાર્થાદેવી જિતારીરાજા સંવરરાજા શ્રાવસ્તી અયોધ્યા વાંદરો કંચન અશ્વ કંચન ૪૦૦-ધનુષ્ય ૩૫૦-ધનુષ્ય ફાગણ સુદ-૮ | વૈશાખ સુદ-૪ મહાસુદ-૧૪ માગસર સુદ-૧૫ કારતક વદ-૫ મહાસુદ-૨ મહાસુદ-૧૨ પોષસુદ-૧૪ વૈશાખસુદ-૮ અયોધ્યા સમેતશિખર ચૈત્રવદ-૫ શ્રાવસ્તી સમેતશિખર ૬૦ લાખ પૂર્વ | ૫૦ લાખ પૂર્વ ૪ પૂર્ણાંક અધિક | ૮ પૂર્વાંગ અધિક ૫૯ લાખ પૂર્વ | ૪૯ લાખ પૂર્વ ૧ લાખ પૂર્વમાં | ૧ લાખ પૂર્વમાં ૪ પૂર્વાંગન્યૂન | ૮ પૂર્વાંગન્યૂન ૧૪ વર્ષ ૧૮ વર્ષ ૧૦૨ ૧૧૬ આઠ માસ આઠ માસ Page #48 -------------------------------------------------------------------------- ________________ ४७ ه م જૈન એયુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨ ૯િ - વિશેષ - અભ્યાસો વિસ વિહરમાન તીર્થકર ના નામ ૧. સીમંધર ૨. યુગમંધર બાહુ ૪. સુબાહુ ૫. સુજાત ૬. સ્વયંપ્રભ ૭. ઋષભાનન ૮. અનન્તવીર્ય ૯. સુરપ્રભ ૧૦. વિશાલ ૧૧. વજધર ૧૨. ચન્દ્રાનન ૧૩. ચંદ્રબાહુ ૧૪. ભુજંગ ૧૫. ઈશ્વર ૧૬. નમિપ્રભ ૧૭. વીરસેન ૧૮. મહાભદ્ર ૧૯. દેવયશા ૨૦ અજિતવીર્ય અગિયાર ગણધરના નામ: ૧. ઇન્દ્રભૂતિ (ગૌતમ) ૨. અગ્નિભૂતિ ૩. વાયુભૂતિ ૪. વ્યક્ત ૫. સુધર્મા ૬. મંડિત, ૭. મૌર્યપુત્ર ૮. અકંપિત અચલભ્રાતા ૧૦. મેતાર્ય ૧૧. પ્રભાસ 'શ્રેણી-૨ કોર્સ સમાપ્ત Page #49 -------------------------------------------------------------------------- ________________ ४८ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩ જેન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ ) શ્રેણી -૩ ઉંમર : ૬થી ૧૪ વર્ષની ઉંમરના વિદ્યાર્થી શ્રેણી-૩ ની પરીક્ષા આપી શકશે. ચૌદ વર્ષથી મોટી ઉંમરના વિદ્યાર્થીને પરીક્ષા આપવાની છુટ છે, પણ તેઓ પ્રથમ ત્રણ ઇનામને પાત્ર ગણાશે નહી. ૧. અભ્યાસ સૂત્ર : ભગવાનé થી વંદિત પૂર્ણ + ચક્કસાય. ૨. વિધિ-અભ્યાસ : (૧) સભ્યાકાળના પ્રતિક્રમણના માટેની સામાયિક લેવા તથા પારવાની વિધિ (૨) પ્રભુ પૂજાની સામાન્ય વિધિ ૩. પદ્ય-વિભાગ : (૧) પરમાત્મા સન્મુખ બોલવાની સ્તુતિ -પ(૨) ચૈત્યવંદન -૩- (૩) સ્તવન -૨- (૪) થાય -૨ ૪. કથા વિભાગ : (સંક્ષેપમાં પાંચ કથાનક) (૧) સૂર્યયશા રાજા (૨) કપિલમુનિ (૩) આદ્રકુમાર (૪) અભયકુમાર (૫) મરુદેવા માતા ૫. જૈન ભૂગોળ : જંબૂઢીપ - સામાન્ય પરીચય ૬. સૂત્ર આધારીત પ્રશ્નો અભ્યાસ સૂત્રને આધારે ૧૫ પક્ષો ૭. સામાન્ય પ્રશ્નો : ધાર્મિક બોધ કરાવતા ૧૫ પ્રશ્નો ૮. તીર્થંકર પરીચય : તીર્થંકર - ૫, ૬, ૭, ૮ નો પરીચય ૯. વિશેષ અભ્યાસ : (૧) અષ્ટપ્રકારી પૂજા તથા નવઅંગ પૂજાના દુહા (૨) આરતી અને મંગળ દીવો. નોંધ : શ્રેણી - ૩ ની પરીક્ષામાં શ્રેણી ૧ અને શ્રેણી -૨ ના સમગ્ર અભ્યાસક્રમમાંથી કોઈપણ પ્રશ્ન પૂછી શકાશે, માટે શ્રેણી ૧ અને ૨ નો સંપૂર્ણ કોર્સ તૈયાર કરવો. Page #50 -------------------------------------------------------------------------- ________________ ४८ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩ (૧-અભ્યાસ સૂત્રો ૨૭. દેવસિઅ પડિક્કમણે ઠાઉં (પ્રતિક્રમણ સ્થાપના) સૂત્ર ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! દેવસિઅ પડિક્કમણે ઠાઉં? “ઇચ્છે. સવસ્સવિદેવસિઅ, દુઐિતિઅદુક્લાસિસ, દુચ્ચિઠ્ઠિઅમિચ્છામિ દુક્કડં. સવ્વસ્સવિઃ આ સૂત્રથી આખા દિવસમાં લાગેલા પાપોને અતિ ટૂંકમાં કહી માફી મંગાય છે. ૨૮. ઇચ્છામિ ઠામિ સૂત્ર ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ. જો મે દેવસિઓ અઈયારો કઓ, કાઈઓ, વાઈઓ, માણસિઓ, ઉસુત્તો, ઉમ્મગ્ગો, અકપ્પો, અકરણિજ્જો દુઝાઓ, દુવિચિંતિઓ, અણીયારો અણિચ્છિઅવો, અસાવગપાઉગ્નો, નાણે, દંસણે, ચરિત્તાચરિત્તે. સુએ, સામાઈએ, તિહું ગુત્તીર્ણ, ચણિયું કસાયાણ, પંચહમણુવ્રયાણું, તિહં ગુણવયાણ, ચહિંસિખાવયાણ, બારસવિહસ્સસાવગ-ધમ્મસ્ટ, જં ખંડિએ, જં વિરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડ. ઈચ્છામિ ઠામિઃ આ સૂત્રથી આખા દિવસમાં લાગેલા પાપને સામાન્ય રીતે જાહેર કરી માફી મંગાય છે. (૨૯. નારંમિ દંસણંમિ (અતિચાર ચિંતવના) સૂત્ર નાણંમિ દંસણૂમિ અ, ચરસંમિ તવંમિ તહ ય વરિયમિ; આયરણે આયારો, ઇઅ એસો પંચહા ભણિઓ ||૧| કાલે વિણએ બહુમાણે, ઉવહાણે તહ અનિહવણે; વંજણ અત્થ તદુભએ, અટ્ટવિહો નાણમાયારો રા નિસ્સકિઅ નિક્કખિચ, નિબ્રિતિગિચ્છા અમૂઢદિટ્ટી અ; ઉવવૂહ થિરીકરણે, વચ્છલ્લ પભાવણે અટ્ટ ફી પણિહાણ જોગ જુરો, પંચહિં સમિઅહિં તીહિ ગુત્તિહિં; એસ ચરિત્તાયારો, અવિહો હોઈ નાયવો //૪ બારસવિહંમિ વિ તવે, સમ્મિતર બાહિરે કુસલદિટ્ટ અગિલાઈ અણાજવી, નાયવો સો તવાયારો /પા. Page #51 -------------------------------------------------------------------------- ________________ પO જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩ અણસણમૂણો - અરિયા, વિત્તીસંખેવણે રસચ્ચાઓ; કાયકિયેસો સંલણયા ય, બજઝો તવો હોઈ III પાયચ્છિત્ત વિણઓ, વેયાવચ્ચે તહેવ સજઝાઓ; ઝાણું ઉસ્સગ્ગો વિચ, અભિતર તવો હોઈ છી અણિમૂહિના બલ વરિયો, પરક્કમઈ જો જદુત્તમાઉરો; જં જઈ અ જહા થામ, નાયવ્વો વીરિઆયારો 12 નાસંમિઃ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વર્યાચાર આ પાંચ આચારના ભેદોનું વર્ણન આવે છે. (૩). વાંદણા (કાદશાવત્તવંદન) સૂત્ર ઇચ્છામિ ખમાસણો! વંદિઉં જાવણિજ્જાએ, નિશીહિયાએ ૧. અણજાણહ મે મિઉમ્મહ ારા નિસાહિ; અહો-કાય, કાય-સંપાસ, ખમણિજ્જો ભે!કિલામો, અપ્પકિલતાણું બહુસુભેણ ભે! દિવસો વઈર્ષાતો lal જતા ભે! II૪. જવણિજ્જ ચ ભે! I પી. ખામેમિ ખમાસમણો! દેવસિ વઈક્કમ દી આવસ્સિઆએ પડિક્કમામિ, ખમાસમણાણું દેવસિઆએ આસાયણાએ, તિત્તીસયરાએ, જં કિંચિ મિચ્છાએ, મણ-દુક્કડાએ વય-દુક્કડાએ કાય-દુક્કડાએ, કોહાએ માણાએ માયાએ લોભાએ, સવકાલિઆએ સવ્વમિચ્છોયારાએ, સવધમ્માઈક્રમણાએ, આસાયણાએ, જો મે અઈયારો કઓ, તસ્સ ખમાસમણો! પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્રાણ વોસિરામિ || ૭ વાંદણાઃ ગુરુ મહારાજને વંદન કરી તેમના પ્રત્યે થયેલા દોષોની માફી મંગાય છે. ' ૩૧. દેવ સિઅં આલોઉં સૂત્રો ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! દેવસિઅં આલોઉં? ઇચ્છ, આલોએમિ જો મે દેવસિઓ. (આગળ સૂત્ર-૨૮ પ્રમાણે બોલવું.) ઈચ્છામિ ઠામિઃ આ સૂત્રથી આખા દિવસમાં લાગેલા પાપને સામાન્ય રીતે જાહેર કરી માફી મંગાય છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૫૧ જૈન એયુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩ ક૨. સાત લાખ (ચોરાસી લાખ જીવયોનિની માફી માગવાનું) સૂત્ર સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અપકાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉકાય, દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય, બે લાખ બેઈદ્રિય, બે લાખ તેઈદ્રિય, બે લાખ ચઉરિદ્રિય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી, ચાર લાખ તિર્યંચ પંચેદ્રિય, ચૌદ લાખ મનુષ્ય, એવંકારે ચોરાશી લાખ જીવયોનિમાંહે, મારે જીવે જે કોઈ જીવ હણ્યો હોય, હણાવ્યો હોય, હણતાં પ્રત્યે અનુમોદ્યો હોય, તે સવિ મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડ. સાત લાખ ચોરાશી લાખ યોનિવાળા જીવોમાંથી જે જીવો હણાયા હોય તેની આ સૂત્રથી માફી મંગાય છે. યોનિ એટલે જીવોને ઉપજવાનાં સ્થાન. [ ૩૩. અઢાર પાપસ્થાનક (અઢાર પાપ આલોવવાનું) સૂત્ર | પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, ચોથે મૈથુન, પાંચમે પરિગ્રહ, છટ્ટે ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લોભ, દશમે રાગ, અગિયારમે દ્વેષ બારમે કલહ, તેરમે અભ્યાખ્યાન, ચૌદમે પૈશુન્ય, પંદરમે રતિ અરતિ, સોળમે પરપરિવાદ, સત્તરમે માયામૃષાવાદ, અઢારમે મિથ્યાત્વશલ્ય, એ અઢાર પાપસ્થાનકમાંહિ મારે જીવે જે કોઈ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમોઘું હોય, તે સવિ મને વચને કાયાએ કરી, મિચ્છામિ દુક્કડં. અઢાર પાપસ્થાનક આ સૂત્રમાં અઢાર પ્રકારે પાપ બંધાય છે તેનાં નામ છે અને તેનાથી થયેલા પાપની માફી મંગાય છે. (૩૪. સવ્યસ્સવિ (પ્રતિક્રમણની આજ્ઞા માંગવાનું) સૂત્ર સવ્વસ્ત વિ દેવસિઅ દુઐિતિએ, દુષ્માસિઅ, દુચ્ચિકિઅ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈચ્છે, તસ્સ મિચ્છા મિ દુક્કડ. સવ્યસ્સવિ: આખા દિવસમાં લાગેલા પાપને અતિ ટૂંકમાં કહી ગુરુ મહારાજ પાસે હવે શું કરવું? તેની આજ્ઞા માંગવા માટેનું આ સૂત્ર છે.) Page #53 -------------------------------------------------------------------------- ________________ પર જૈન એજ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩ (૩૫. ઇચ્છામિ પડિક્કમિઉં સૂત્ર ઈચ્છામિ પડિક્કમિઉં. જો મે દેવસિઓ અઈયારો કઓ ૦ ઈચ્છામિ પડિક્કમિઉંઃ આ સૂત્રથી આખા દિવસમાં લાગેલા પાપને સામાન્ય રીતે જાહેર કરી માફી મંગાય છે. ' ૩૬. વંદિતુ (શ્રાવક પ્રતિક્રમણ) સૂત્ર વંદિત્ત સÖસિદ્ધ, ઘમ્પાયરિએ આ સવ્વસાહૂ અ ; ઈચ્છામિ પડિક્કમિઉં, સાવગ-ધમ્માઈઆરસ્સ /૧૫ જો મે વયાઈ આરો, નાણે તહ દંસણે ચરિત્તે અ; સુહુમો આ બાયરો વા, તે નિંદે તં ચ ગરિયામિ મુરા દુવિહે પરરિગ્રહંમિ, સાવજે બહુવિહે અ આરંભે ; કારાવણે આ કરણે, પડિક્કમે દલિએ સવ્વ સા. જં બદ્ધ મિંદિએહિ, ચઉહિ કસાએહિં અપ્પસત્યેહિ ; રાગેણ વ દોસણ વ, તે નિંદે તં ચ ગરિયામિ //૪ આગમણે નિષ્ણમણે, ઠાણે ચંકમણે અણાભોગે, અભિગ અ નિગે, પડિક્કમે દેસિએ સવ્વ પી સંકા કંખ વિગિચ્છા, પસંસ તહ સંથવો કુલિંગીસુ ; સમ્મત્તસ્સ ઇઆરે, પડિક્રમે દસિએ સવ્વ / છક્કાય સમારંભે, પયણે આ પયાવણે આ જે દોસા; અટ્ટા ય પરઢા, ઉભયટ્ટો ચેવ તે નિંદે ૭. પંચહમણુવ્રયાણું, ગુણવ્રયાણં ચ તિહમઈયારે ; સિફખાણં ચ ચહિ, પડિક્કમે દેસિમં સવં ૮ પઢમે અણુવ્રયમ્પિ, ધૂલગ-પાણાઈવાય-વિરઈઓ; આયરિયમપૂસળે, છેલ્થ પમાય-પૂસંગેણે 1. વહ-બંધ-વિચ્છ એ, અઈભારે ભત્ત-પાણ-વચ્છ એ; પઢમ-વયસ્સ-ઈઆરે, પડિક્કમે દેસિ સવં ||૧oll બીએ અણુવ્રયમ્મિ, પરિશૂલગ-અલિય-વયણ-વિરઈઓ; આયરિયમ-પ્પસન્થ, ઈન્ય પમાય-પ્રસંગેણં /૧૧TI Page #54 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩ પ૩ સહસા રહસ્સ દારે, મોસુવએસે આ ફૂડલેહે અ; બીય-વયસ્સ ઈઆરે, પડિક્કમે દેસિ સવૅ I૧ રા તઈએ અણુવ્યસ્મિ, શૂલગ-પરદવ્ય-હરણ વિરઇઓ; આયરિયમ-પ્પસન્થ, ઈર્થી પમાય-uસંગેણં /૧૩il. તેનાહડ-uઓગે, તપ્પડિરૂવે વિરુદ્ધ-ગમણે અ; ફૂડતુલ-કૂડમાણે, પડિક્કમે દેસિ સવૅ ૧૪ ચઉલ્થ અણુવ્રયમ્મિ, નિર્ચા પરદારગમણ-વિરઈઓ; આયરિયમ-પ્પસન્થ, ઈર્થી પમાય-uસંગેણં ૧પો અપરિગ્દહિઆ ઇત્તર, અણંગ-વિવાહ-તિબ-અણુરાગે; ચઉત્થ વયસ્સ ઈઆરે, પડિક્કમે દેસિ સવં ૧ . ઈત્તો અણુવ્રએ પંચમમિ, આયરિયમસલ્યુમ્મિ; પરિણામ પરિચ્છેએ, ઇત્ય પમાય-પસંગેણે ૧૭ ધ-ધન્ન-પિત્ત-વત્યુ, રૂપ્પ-સુવન્ને અકુવિઅ-પરિમાણે; દુપએ ચઉપ્પયમ્મિ ય, પડિક્કમે દેસિમં સવં ||૧૮ ગમણસ્સ ય પરિમાણે, દિસાસુ ઉઠું અહે અ તિરિએ ચ; વૃદ્ધિ સઈ-અંતરદ્ધા, પઢમમ્મિ ગુણવએ નિંદે ૧૯ી. મર્જામિ અ, સંસંમિ અ, પુષ્ક અ ફલે અ ગંઘ મલ્લે અ; વિભોગ-પરિભોગે, બીયમ્મિ ગુણવએ નિંદે |૨૦ સચ્ચિત્તે પડિબદ્ધ, અપોલ-દુપોલિએ ચ આહારે; તુચ્છો સહિ ભખણયા, પડિક્કમે દેસિએ સવ્વ ર લા. ઈગાલી-વણ-સાડી, ભાડી ફોડી સુવર્જએ કમ્મ; વાણિજં ચેવ દંત,- લખ-રસ-કેસ-વિસ-વિસયં //રરા એવં ખુ જંતપિલ્લણ,-કમ્મ નિત્યંછણં ચ દવ-દાણ; સર-દહ-તલાય-સોસ, અસઈ-પોસ ચ વજિજૂજા /૨૩/ સસ્થગ્નિ-મુસલ-જંતગ,- તણ-કટ્ટ-મંત-મૂલ-ભેસક્યું; દિશે દવાવિએ વા, પડિક્કમે દેસિમં સવં ||૨૪l. હાણુ-ટ્વટ્ટણ-વજ્ઞગ, વિલવણે સદ્-રૂવ-રસ-ગંધે; વસ્થાસણ આભરણે, પડિક્કમે દેસિમં સવં નેરપી Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩ કંદખે કુલ્ફઈએ, મોહરિ અહિગરણ ભોગ અઈરિતે; દંડમ્પિ અણટ્ટાએ, તઈઅમ્મિ ગુણવએ નિંદે રદી તિવિહે દુપ્પણિહાણે, અણવટ્ટાણે તહા સઈ-વિહૂણે; સામાઈઅ વિતહ-કએ, પઢમે સિફખાવએ નિંદે //ર૭ll આણવણે પેસવણે, સદે રૂવે આ પુગ્ગલખેવે; દેસાવગાસિઅમિ, બીએ સિફખાવએ નિંદે ૨૮ સંથાચ્ચારવિહિ, પમાય તહ ચેવ ભોયણાભીએ; પોસહવિહિ-વિવરીએ, તઈએ સિફખાવએ નિંદે //ર૯. સચ્ચિત્તે નિખિવણે, પિહિણે વવએસ મચ્છરે ચેવ; કાલાઈક્કમદાણે, ચઉલ્થ સિખાવએ નિંદે ૩૦ સુહિએસ અ દુહિએસુ અ, જા મે અસ્સજએસુ અણુકંપા; રાગેણ વ દોસણ વ, તે નિંદે તં ચ ગરિહાનિ ૩૧. સાહૂસુ સંવિભાગો, ન કઓ તવ-ચરણ-કરણ જુQસુ; સંતે ફાસુઅ-દાણે, તે નિંદે ત ચ ગરિહામિ ૩૨ા. ઈહલોએ, પરલોએ, જીવિઅ-મરણે આ આસંસ- પગે; પંચવિહો અઈયારો, મા મઝ હુજ મરણતે ૩૩. કાણ કાઈઅસ્ત, પડિક્કમે વાઈઅસ્સ વાયાએ; માણસા માણસિઅસ્સ, સવ્વસ્ત વયાઈઆરસ્સ ૩૪. વંદણ-વય-સિફખા- ગારવેસુ સન્ના-કસાય-દંડે સુ; ગુત્તીસુ અ સમિઈસુ અ, જો અઈઆરો અ નિંદે IIકપી. સમ્મદિઢિ જીવો,જઈ વિ હુ પાવં સમાયરે કિંચિ; અપ્પો સિ હોઈ બંધો, જેણ ન નિદ્ધધર્સ કુણઈ /૩૬ તં પિ હુ સપડિક્કમણું, સપૂરિઆ સઉત્તરગુણ ચ; ખિપ્પ વિસામેઈ, વાહિ વ્ર સુસિખિઓ વિજ્જો //૩૭ી જહા વિસ કુટ્ટ-ગયું, મત-મૂલ-વિસારયા; વિજ્જા હણંતિ મંતહિં, તો તે હવઈ નિવિસ ||૩૮ એવં અટ્ટવિહં કર્મ, રાગ-દોસ-સમજિજઅં; આલોઅંતો અ નિંદતો, ખિપ્પ હણઈ સુસાવ ૩૯ Page #56 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩ કય-પાવો વિ મણુસ્સો, આલોઈઅ નિંદિઅ ગુરુસગાસે ; હોઈ અઈરેગ-લહુઓ, ઓહરિઅ-ભરુત્વ ભારવહો II૪૦ આવસ્સએણ એએણ, સાવઓ જઈવિ બહુરઓ હોઈ; દુખાણમંત કિરિઅં, કાહી અચિરેણ કાલેણ ।।૪૧|| આલોયણા બહુવિહા, ન ય સંભરિઆ પડિક્કમણ-કાલે; મૂલગુણ-ઉત્તરગુણે, તં નિંદે તં ચ ગરિહામિ ॥૪૨॥ તસ્સ ધમ્મસ્સ કેવલિ-પન્નત્તમ્સ- અમ્મુટ્ઠિઓ મિ આરાહણાએ; વિરઓ મિવિરાહણાએ, તિવિહેણ પડિકંતો, વંદામિ જિણે ચઉવ્વીસં॥૪૩॥ જાવંતિ ચેઈઆઈ, ઉદ્ધે અ અહે અ તિરિઅલોએ અ; સવાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્વ સંતાઈ ૫૪૪॥ જાવંત કે વિ સાહૂ, ભરહે૨વય મહાવિદેહે અ; સવ્વેસિ તેસિ પણઓ, તિવિહેણ તિદંડ વિરયાણું ૪૫ ચિર સંચિય-પાવ-પણાસણીઈ, ભવ-સય-સહસ્સમહણીએ; ચઉવીસ-જિણ-વિણિગ્ગય-કહાઈ, વોલંતુ મે દિઅહા ।।૪૬॥ મમ મંગલમરિહંતા, સિદ્ધા સાહૂ સુબં ચ ધમ્મો અ; સમ્મદ્દિઢી દેવા, કિંતુ સમાહિં ચ બોહિં ચ ॥૪॥ પડિસિદ્ધાણં કરણે, કિચ્ચાણમકરણે અ પડિક્કમણું ; અસદ્દહણે અ તહા, વિવરીઅ-પરૂવણાએ અ ।।૪૮।। ખામેમિ સવ્વ જીવે, સવ્વ જીવા ખમંતુ મે ; મિત્તી મે સત્વભૂએસુ, વેરું મઝ ન કેણઈ ।।૪૯૫ એવમહં-આલોઈઅ, નિંદિઅ ગરહિઅ દુર્ગંછિઉં સમ્મ ; તિવિહેણ પડિકંતો, વંદામિ જિણે ચઉવ્વીસં ૫૦ વંદિત્તુ : શ્રાવકના બાર વ્રત વગેરેમાં જે દોષ લાગ્યા હોય તેને વિસ્તારથી જાહેર કરી તેની માફી મંગાય છે. ૫૫ ૩૭. ચઉક્કસાય ચૈત્યવંદન ચઉક્કસાય-પડિમલ્લુલૂરણ, દુજ્જયમયણ-બાણ-મુસુમૂરણ, સરસ-પિયંગુ-વત્રુ ગયગામિઉ, જયઉં પાસુ ભુવણત્તય-સામિઉ ॥૧॥ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ૨. જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩ જસુ તણુ-કંતિ-કડપ્પ સિણિદ્ધઉ, સોહઈ ફણિમણિ-કિરણા લિદ્ધઉ, નં નવ-જલહર તડિલ્લય લંછિઉં, સો જિણ પાસુ પયચ્છઉ વંછિઉ રા ચક્કસાય-આ પાર્શ્વનાથ પ્રભુનું ચૈત્યવંદન છે અને એમાં પાર્થપ્રભુના ગુણો આવે છે. દેવસિ-પ્રતિક્રમણમાં સામાયિક પારતાં ચૈત્યવંદનની જગ્યાએ બોલાય છે. (૨. વિધિ - અભ્યાસ ] ૧. સંધ્યાકાળના પ્રતિક્રમણના માટે સામાયિક લેવાની વિધિ - પ્રથમ સામાયિક લેવાની વિધી મુજબ સામાયિક લેવી. - પછી (જો પાણી વાપર્યું હોય તો) ખમાસમણ દઈ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! મુહપત્તિ પડિલેહુ? ઇચ્છે, કહી મુહપત્તિ પડિલેહે. - પછી (જો આહાર કર્યો હોય-જમ્યા હો તો-) બે વાંદણા દેવા, જેમાં બીજા વાંદણામાં “આવસ્સિયાએ પાઠ ન કહેવો. - (પછી ઈચ્છકારી ભગવન્! પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી કહી યથાશક્તિ પચ્ચકખાણ કરવું) સંધ્યાકાળના પ્રતિક્રમણ બાદ સામાયિક પારવાની વિધિ - - પ્રથમ ઈરિયાવહી, વિધિ કરવી. પછી - ખમાસમણ દઈ, ચીક્કસાયનમુત્થણં જાવંતિખમાસમણદઈ જાવંત નમોડહંતુ ઉવસગ્ગહરે, જયવીયરાય સૂત્ર કહેવા. - ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! મુહપત્તિ પડિલેહું? ઇચ્છે, કહી મુહપત્તિ પડિલેહવી. - ખમા દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ સામાયિક પારું? “યથા શક્તિ કહી ખમા દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક પાકું? તહત્તિ કહી. - જમણો હાથ થાપી, નવકાર બોલી, સામાઈય વયજુત્તો, બોલવો. ૩. પરમાત્માની પૂજાની સામાન્ય વિધિ (પરમાત્માની પુજાની વિધિ તો ઘણી વિસ્તૃત છે. તેમાં અનેક નાનીનાની વિગતોનો સમાવેશ થાય છે. આપણે અહીં વર્તમાન વ્યવહાર અનુસાર પળાતી-પાળી શકાતી સામાન્ય વિધિનો નિર્દેશ માત્ર કરેલ છે.) - શુદ્ધ અને સાંધા વગરના ધોતી તથા ખેસ પહેરીને પૂજા કરવા જવું. - નિશીહિ બોલી જિનમંદિરમાં પ્રવેશ કરવો. - પરમાત્માનું મુખ દેખાય કે તુરંતજ બે હાથ જોડી કપાળે લગાડી મસ્તક સહેજ નમાવીને “નમો જિણાણ’ બોલવું. Page #58 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩ પ૭ - પછી પરમાત્માને ત્રણ પ્રદક્ષિણા આપવી. - ત્રીજી પ્રદક્ષિણા બાદ પરમાત્મા સન્મુખ અ શરીર ઝુકાવી બે હાથ જોડી મસ્તકે અંજલી કરી સ્તુતિ બોલવી. - પછી કેશર-પુષ્પ આદિ સામગ્રી લઈને મૂળ ગભારામાં જવું. ગભારામાં પ્રવેશતા પહેલા “નિસીહિ' બોલવું. - જો કોઈએ પૂજા ન કરી હોય અને પહેલી જ પૂજા કરતા હો તો આગળના દિવસના ફૂલ આદિ ઉતારી મોરપીંછી થી પ્રમાર્થના કરવી. - સૌ પ્રથમ જલપૂજા કરવી, આગળના દિવસનું બધું કેસર પોથા વડે સાફ કરવું, પંચામૃત વડે પરમાત્માનો અભિષેક કરી શુદ્ધ જલ વડે સ્નાન કરાવી ત્રણ અંગ લુંછણાથી પ્રતિમાજીને લુંછીને કોરી કરવી. પાટ લુંછણા વડે જમીન તથા આસપાસનો બધો જ ભાગ કોરો કરવો. - ચંદન વડે પ્રભુને નવ અંગે પૂજા કરવી. (નવે અંગની પૂજા કરતી વખતે બોલવાના દુહા આવડતા હોય તો ભાવ પૂર્વક બોલવા.). - ત્યાર પછી પ્રભુની પુષ્પપૂજા કરવી. - પછી ગભારાની બહાર નીકળી ધૂપપૂજા, પછી દીપપૂજા કરવી. - એક પાટલા ઉપર ચોખા વડે સાથીયો કરવો, ઉપર ત્રણ ઢગલી કરવી, તેનાથી ઉપરના સ્થાનમાં સિદ્ધશીલા રૂપ અર્ધચંદ્ર કરવો. - પછી સાથીયા ઉપર નૈવેદ્ય,મીઠાઈ મૂકવી. - પછી સિદ્ધિશિલા ઉપર ફળ મૂકવું. - પછી ત્રીજી નિસીહિ કહી ચૈત્યવંદન કરવું. ( ૩. પદ્ય-વિભાગ | પરમાત્મા સન્મુખ બોલવાની સ્તુતિ પ્રમાદથી પ્રયાણ કરીને, વિચરતાં પ્રભુ ! અહીં તહીં ; એ કેન્દ્રિયાદિ જીવને, હણતાં કદી ડરતો નહીં; છેદી વિભેદી દુ:ખ દેઈ, માસ આપ્યો તે મને; કરજો ક્ષમા મુજ કર્મ હિંસક, નાથ ! વીનવું આપને. કષાયને પરવશ થયો બહુ, વિષય સુખ મેં ભોગવ્યા; ચારિત્રના જે ભંગ વિભુ, મુક્તિ પ્રતિકૂળ થઈ ગયા; Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ૩. ૪. ૫. જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩ કુબુદ્ધિથી અનિષ્ટ કિંચિત્, આચરણ મેં આદર્યું ; કરજો ક્ષમા સૌ પાપ તે, મુજ અંકનું જે જે થયું. મુજ બુદ્ધિના વિકારથી, કે સંયમ અભાવથી બહુ દુષ્ટ દુરાચાર મેં, સેવ્યા પ્રભુ કુબુદ્ધિથી કરવું હતું તે ના કર્યું, પ્રમાદ કેરા જોરથી; સૌ દોષ મુક્તિ પામવા, માગું ક્ષમા હું હૃદયથી. મુજ વચન વાણી ઉચ્ચારમાં, તલભાર વિનિમય થાયતો; ને અર્થ માત્ર પદ મહીં, લવલેશ વધઘટ હોય તો યથાર્થ વાણી ભંગનો, દોષિત પ્રભુ હું આપનો; આપી ક્ષમા મુજને બનાવો, પાત્ર કેવળ બોધનો . વિ માંગતો હું કોઈ આસન, દર્ભ પત્થર કાષ્ઠનું; મુજ આત્મના ઉદ્ઘાર કાજે, યોગ્ય આસન આત્મનું; આ આતમા વિશુદ્ધ ને, કષાય દુશ્મન વિણ જો; અણમોલ આસન થાય છે. ઝટ સાધવા સુસમાધિતો. ; ચૈત્યવંદન ૧. શ્રી શાંતિનાથ જિન ચૈત્યવંદન શાંતિ જિનેસ૨ સોળમા, અચિરા સુત વંદો; વિશ્વસેન કુલ નભમણિ, ભવિજન સુખ કંદો. ૧ મૃગ લંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણ; હત્થિણાઉ૨ નય૨ી ધણી, પ્રભુજી ગુણ મણિ ખાણ. ૨ ચાલીશ ધનુષની દેહડી એ, સમચઉરંસ સંઠાણ; વદન પત્ર જયું ચંદલો, દીઠે ૫૨મ કલ્યાણ. ૩ ૨. શ્રી નેમિનાથ જિન ચૈત્યવંદન નેમિનાથ બાવીસમા, શિવાદેવી માય; સમુદ્રવિજય પૃથ્વીપતિ, જે પ્રભુના તાય ૧. દશ ધનુષની દેહડી, આયુ વરસ હજાર; શંખ લંછનધર સ્વામીજી, તજી રાજુલ નાર. ૨ સૌરીપુરી નય૨ી ભલી એ, બ્રહ્મચારી ભગવાન; જિન ઉત્તમ પદ પદ્મને, નમતાં અવિચલ ઠાણ. ૩. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૯ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩ ૩. શ્રી મહાવીર જિન ચૈત્યવંદન સિદ્ધારથ સુત નંદિયે, ત્રિશલાનો જાયો; ક્ષત્રિય કુંડમાં અવતર્યો, સુર નરપતિ ગાયો. ૧ મૃગપતિ લંછન પાઉલે, સાત હાથની કાયા; બહોંતેર વરસનું આઉખું, વીર જિનેશ્વર રાયા. ૨ ખિમાવિજય જિનરાયના એ, ઉત્તમ ગુણ અવદાત; સાત બોલથી વર્ણ વ્યા, પદ્મવિજય વિખ્યાત. ૩ સ્તવન ૧. શ્રી ઋષભદેવસ્વામીનું સ્તવન જગજીવન જગ વાલો, મરુદેવીનો નંદ લાલ રે; મુખ દીઠે સુખ ઊપજે, દરિશન અતિહિ આનંદ લાલ રે. જગ ૧ આંખડી અંબુજ પાંખડી, અષ્ટમી શશી સમ ભાલ લાલ રે; વદન તે શારદ ચંદલો, વાણી અતિહિ રસાળ લાલ રે. જગ૨ લક્ષણ અંગે વિરાજતાં, અડદિય સહસ ઉદાર લાલ રે, રેખા કર ચરણાદિકે, અત્યંતર નહીં પાર લાલ રે. જગષ્ણ ઇન્દ્ર ચન્દ્ર રવિ ગિરિતણા, ગુણ લઈ ઘડીયું અંગ લાલ રે; ભાગ્ય કિહાં થકી આવીયું, અચરિજ એહ ઉરંગ લાલ રે. જગજ ગુણ સઘળા અંગે કર્યા, દૂર કર્યા સવિ દોષ લાલ રે, વાચક “જશવિજયે' થમ્યો, દેજો સુખનો પોષ લાલ રે. જગ૫ ૨. શ્રી મહાવીર સ્વામીનું સ્તવન ગિઆ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે; સુણતાં શ્રવણે અમી ઝરે, મારી નિર્મલ થાયે કાયા રે. ગિ ૧ તુમ ગુણ ગણ ગંગાજળે, હું ઝીલીને નિર્મળ થાઉં રે, અવર ન ધંધો આદરું, નિશદિન તોરા ગુણ ગાઉં રે. ગિર ઝીલ્યા જે ગંગાજળે, તે છિલ્લર જલ નવિ પેસે રે; જે માલતી ફૂલે મોડીઆ, તે બાવળ જઈ નવિ બેસે રે. ગિબ્સ એમ અમે તુમ ગુણ ગોઠણું, રંગે રાચ્યા ને વળી માચ્યા રે; તે કેમ પરસુર આદરે, જે પરનારી વશ રાચ્યા રે. ગિ ૪ તું ગતિ તું મતિ આશરો, તું આલંબન મુજ પ્યારો રે, વાચક યશ કહે માહરે, તું જીવ-જીવન આધરો રે. ગિ ૫ Page #61 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩ થોયનો જોડો ૧. શ્રી મહાવીર જિન થાય જય જય ભવિ હિતકર વીર જિનેશ્વર દેવ, સુરનરના નાયક જેહની સારે સેવ; કરુણારસ કંદો વંદો આનંદ આણી, ત્રિાશલાસુત સુંદર ગુણમણિ કેરો ખાણી. ૧ જસ પંચ કલ્યાણક દિવસ વિશે સુહાવે, પણ થાવર નારક તેહને પણ સુખ થાવે; તે ચ્યવન જન્મ વ્રત નાણ અને નિરવાણ, સવિ જિનવર કેરાં એ પાંચે અહિઠાણ. ૨ જિહાં પંચ સમિતિયત પંચ મહાવ્રત સાર, જેહમાં પરકાશ્યા વળી પાંચે વ્યવહાર; પરમેષ્ઠિ અરિહંત નાથ સર્વજ્ઞ ને પાર, એ પંચ પદે લહ્યો, આગમ અર્થ ઉદાર. ૩ માતંગ સિદ્ધાઈ દેવી જિનપદ સેવી; દુ:ખ દુરિત ઉપદ્રવ જે ટાળે નિત્યમેવી; શાસન સુખદાયી આઈ સુણો અરદાસ, શ્રી જ્ઞાનવિમળ ગુણ પૂરો વંછિત આશ. ૪ ૨. શ્રી નેમિનાથ જિન થોય શ્રાવણ સુદી દિન પંચમીએ, જમ્યા નેમિ નિણંદતો, શ્યામવરણ તનુ શોભતું એ, મુખ શારદ કો ચંદ તો, સહસ વરસ પ્રભુ આઉખ એ, બ્રહ્મચારી ભગવંતતો; અષ્ટકર્મ હેલા હણીએ, પહોંતા મુક્તિ મહંતતો . ૧ અષ્ટાપદ પર આદિ જિનએ, પહોંતા મુક્તિ મોઝાર તો વાસુપૂજય ચંપાપુરી એ, નેમ મુક્તિ ગિરનાર તો પાવાપુરી નયરીમાં વળી એ શ્રી વીર તણુ નિર્વાણતો સમેત શિખર વીસ સિદ્ધ હુઆ એ, શિર વહું તેમની આણતો . ૨ ને મનાથ ફાની દુઆ એ, ભાખે સાર વચન તો; જીવદયા ગુણ વેલડીએ, કીજે તાસ જતન તો; મૃષા ન બોલો માનવીએ, ચોરી ચિત્ત નિવારતો ; અનંત તીર્થકર એમ કહે એ, પરહરિએ પરનાર તો . ૩ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૬૧ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩ ગોમેધ નામે યક્ષ ભલો એ, દેવી શ્રી અંબિકા નામ તો, શાસન સાન્નિધ્ય જે કરે છે, કરે વળી ધર્મના કામ તો; તપગચ્છનાયક ગુણ નીલો એ, શ્રી વિજય સેનસૂરિરાયતો; ઋષભદાસ પાય સેવતાએ, સફલ કરો અવતારતો. ૪ (૪. કથા - વિભાગ ] કથા-૧ સૂર્યયશા રાજા ભગવાન્ ઋષભદેવ ને ભરત ચક્રવર્તી નામે પુત્ર હતો. તેના અનેક પુત્રોમાં સૌથી મોટો સૂર્યયશા નામનો પુત્ર હતો. ભગવંતની દેશનામાં તેણે સાંભળ્યું કે પર્વતિથિઓમાં પૌષધ કરવો એ શ્રાવક નો આચાર છે. તેણે પફિખ વગેરે પર્વ દિવસે પૌષધ કરવાનો નિયમ લીધો. સૂર્યયશા રાજાની પૌષધની ઉત્તમ આરાધના જોઈ ઇન્દ્ર મહારાજ જેવા એ પણ તેની પ્રશંસા કરી. તે રાજાની ધર્મ આરાધનાની દઢતા જોઈ બીજા પણ અનેક જીવો ધર્મારાધના કરવામાં તત્પર બનેલા. પણ સ્વર્ગમાં રંભા અને ઉર્વશી દેવીને રાજા ના વ્રતમાં વિશ્વાસ ન હતો. બંને દેવીઓ પ્રતિજ્ઞા લઈ સૂર્યપશાના રાજ્યમાં આવી કે “રાજાને વ્રતભંગ કરવો.” રાજા પણ દેવીના સૌંદર્ય, નૃત્ય વગેરે જોઈ ખુશ થયો, તે બંને દેવી સાથે લગ્ન કર્યા. આઠમની પર્વતિથિ આવી. દશહજાર રાજા સહિત સૂર્યયશા રાજા પણ પૌષધ કરવાના હતા. બંને દેવીઓએ જીદ પકડી કે રાજાએ પૌષધ કરવો નહીં. જો રાજા પૌષધ કરશે તો બંને દેવીઓને હંમેશા માટે છોડવી પડશે. રાજા સૂર્યયશા પોતાના નિયમમાં દઢ હતો. તેણે કહ્યું કે હું કોઈપણ સંજોગોમાં પર્વદિને પૌષધ છોડીશ નહીં. બંને દેવીઓ અને રાજા વચ્ચે વિવાદ થયો. જો . રાજા પૌષધ છોડે તો વ્રતભંગ થાય. પૌષધ કરેતો દેવીને આપેલા વચનનો ભંગ થાય. રાજાને થયું કે મારે તો વ્રત અને વચન એકે નો ભંગ નથી કરવો. રાજા એ તલવારથી પોતાનું મસ્તક છેદવાનું નક્કી કર્યું, જેથી વ્રત કે વચન એકનો પણ ભંગ ન થાય. રાજા તો નવી-નવી તલવાર લેતો જાય અને મસ્તક છેદવા પ્રયત્ન કરે પણ બધી તલવાર ને પેલી દેવીઓ બુટ્ટી બનાવી દે. છેલ્લે દેવીઓએ રાજાના વ્રતની પ્રશંસા કરી અને રાજાને ધન્યવાદ આપી સ્વર્ગે ગઈ. પૌષધના વ્રતમાં દઢ એવો રાજા પણ છેલ્લે અરીસા ભુવનમાં બેઠા બેઠા કેવળજ્ઞાન પામ્યો. આ હતી તેની નિયમની દઢતા. આવો હતો તેનો પૌષધ Page #63 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩ પ્રેમ. પર્વતિથિ ના એક દિવસનું ચોવીસ કલાકનું ચારિત્ર તેને કાયમી ચારિત્રવાનું બનાવી ને મોક્ષ આપી ગયું. આપણે પણ સામાયિક કરીએ – પૌષધ કરીએ-પ્રતિક્રમણ કરીએ, નાનામોટા વ્રતનિયમો લઈએ ત્યારે આપણે પણ આવી જ દઢતાથી તેનું પાલન કરવું જોઈએ. જે સંસારમાંથી આપણને છોડવી હંમેશા મોક્ષના દ્વારે પહોંચાડે. કથા- ૨ કપિલમુનિ શ્રાવતી નગરી છે. ત્યાં પ્રસેનજિત રાજા રાજ કરે છે. રાજા ઘણો ન્યાયી હતો. પોતે જ ન્યાય કરે. એક વખત પહેરેગિરી કપિલ નામના યુવકને પકડી લાવ્યા. રાજા તેને પૂછે છે કે તું કોણ છે? શા માટે ચોરી કરવા નીકળેલો છે. ? કપિલ તો પુરોહિત પુત્ર હતો. તે કહે છે. રાજા હું ચોર નથી. ચોરી કરવા પણ નીકળેલ નથી. હું તો બ્રાહ્મણનો પુત્ર છું. ઇંદ્રદત્ત પુરોહીતને ત્યાં ભણવા આવેલો છું. હું તો રાજા આશીર્વાદ આપીને દાન લેવા નીકળેલો છું. મને થયું કે જો હું સૌથી પહેલો પહોંચી જઈશ તો જ મને દાન મળશે એટલે રાત્રિના જ નીકળીને અહીં આવી ગયો હતો. જેથી બીજું કોઈ મારી પહેલા પહોચે નહીં. રાજા તો કપિલ બ્રાહ્મણની વાત સાંભળી ખુશ થઈ ગયો. રાજાએ કપિલને કહ્યું કે “માંગ-માંગ” તારી સત્યપ્રિયતાથી હું ખુશ થયો છું. કપિલ બ્રાહ્મણે કહ્યું કે રાજા હું વિચારીને કહું તો? અશોક વાટિકામાં જાય છે. વિચાર કરે છે કે હું રાજા પાસે શું માગું? કપિલનો લોભ વધતો જાય છે. મનમાં ને મનમાં લગ્નના અને પુત્રના એવા વિચારો કરે છે. માંગવા માટેની ઈચ્છા વધતી જાય છે. લાખ-દશલાખ-કરોડ-દસ કરોડ એમ ઈચ્છા વધતી જ ગઈ, છેલ્લે એટલો લોભ વધી ગયો કે રાજાનું અડધું રાજ માંગવા તૈયાર થઈ ગયો. અચાનક કપિલના મનમાં ભાવ બદલાયા. તેને થયું કે મારો લોભ તો વધતો જ જાય છે. મારે તો માત્ર થોડુંક સોનું જોઈતું હતું તેને બદલે રાજાનું અડધુ રાજ માંગવા હું તૈયાર થઈ ગયો. જો મારો લોભ વધતો જ જશે તો આખું રાજ મળશે, તો પણ મને સંતોષ નહી થાય. લોભ તો દાવાનળ જેવો છે તેને સંતોષરૂપી પાણી વડે જ શાંત કરવો જોઈએ. લોભનો ત્યાગ કરી દીધો. પોતાની જ મેળે માથાના વાળનો લોચ કરીને કપિલ બ્રાહ્મણ કપિલમુનિ બની ગયા તેણે રાજસભામાં આવીને રાજાને ધર્મલાભ આપ્યો. લોભનો ત્યાગ કરીને કપિલમુનિ બન્યા પછી ઉત્તમોત્તમ ભાવના ભાવતા તેને છ મહિનામાં તો કેવળજ્ઞાન થઈ ગયું. લોભનો ત્યાગ અને સંતોષની Page #64 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩ સાધનાએ મોક્ષમાં સ્થાન આપી દીધું. આપણે પણ બોલીએ છીએ કે “સંતોષી નર સદા સુખી” તમારે સુખી થવું છે? હંમેશ માટે સુખી થવું છે? કદિ દુઃખ ન આવે એવું સુખ જોઈએ છે? તો તમે પણ લોભનો ત્યાગ કરો, તમે પણ લાલસાનો ત્યાગ કરો. જેમ જેમ લાભ વધે તેમ લોભ વધે છે. જેમ જેમ ત્યાગ વધે તેમ સંતોષ વધે છે. લોભમાં દુઃખ છે અને સંતોષમાં સુખ છે. કથા- ૩ઃ આદ્રકુમાર આદ્ર નામે એક દેશ હતો. ત્યા આર્દક નામે રાજા રાજ કરે, તેને આર્દ્રકુમાર નામે પુત્ર હતો. તે દેશમાં ધર્મ હતો નહીં. એક વખત રાજા શ્રેણિકે મિત્ર ભાવથી આદ્રક રાજાને કેટલીક ભેટ મોકલી. રાજા શ્રેણિકના પુત્ર અભયકુમારે પણ આદ્રકુમાર માટે પરમાત્માની સુંદર પ્રતિમા ભેટ મોકલી. આદ્રકુમાર પાસે સુંદર મજાની પેટી આવી, ત્યારે પોતાના મિત્રની ભેટ જોવા એકાંતમાં ગયા. એકાંતમાં જ પેટી ઉઘાડી. સુંદર મજાની રત્નની બનેલી પરમાત્માની પ્રતિમા જોઈને આદ્રકુમાર તો આશ્ચર્યચકિત થઈ ગયા. તેને એમકે આ તો કોઈ આભુષણ હશે ! પણ ગળામાં, હાથમાં, કમરમાં કયાંય આ આભુષણ પહેરાત તો છે નહી. તો આ શું હશે ? વિચારતા વિચારતા તેને પૂર્વભવનું જ્ઞાન થયું. તેને યાદ આવ્યું કે હું તો સાધુ હતો. આ તો સાક્ષાત જિનેશ્વરની પ્રતિમા છે. આદ્રકુમાર તો પોતાનો દેશ છોડીને નીકળી ગયા. આપ મેળે જ તેણે દીક્ષા લીધી. સાધુ બની ગયા. તેના પિતા રાજા આÁકે તેને શોધવા સૈનિકો મોકલ્યા. તેણે સૈનિકોને પણ ધર્મનો બોધ આપ્યો. સૈનિકો પણ સાધુ બની ગયા. રસ્તામાં તાપસો મળ્યા.તાપસો તો અજ્ઞાન હતા. તેઓ હાથીને મારીને ખાઈ જતા હતા.આર્દુમુનિએ તાપસોને ધર્મનો બોધ આપ્યો.તાપસો સાધુ બની ગયા. આવા આદ્રમુનિ બધાંને લઈને ભગવાન્ મહાવીર પાસે આવ્યા. ભગવાનું પાસે પોતાની કરેલી ભૂલોની માફી માંગી. તપ અને ધ્યાન કરતા કરતા આદ્ગમુનિને કેવળજ્ઞાન થયું, તેઓ મોક્ષે ગયા. વિચારો ! જેમના દેશમાં ધર્મ જ ન હતો. તેવા આદ્રકુમાર પણ એક જ વખત પરમાત્માની પ્રતિમાનું દર્શન કર્યું ને એક જ વખતના જિનદર્શનથી સાધુ પણ બન્યા. કેવળજ્ઞાન પણ થયું અને મોક્ષે ગયા. આપણને તો ધર્મ પણ મળેલ છે. ભગવાન ના દહેરાસર પણ મળ્યા છે. તો હવે નિયમ કરો કે હું રોજરોજ ભગવાનના દર્શન કરીશ. મને પણ પરમાત્માની પ્રતિમાના દર્શનથી સારાસારા ભાવો થશે. હું પણ પરમાત્માનાની પૂજા-વંદન-સ્તવના કરીશ. મને પણ આર્દ્રકુમારની જેમ પરમાત્માની પ્રતિમાના દર્શનથી સુંદર લાભ મળશે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ६४ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩ કથા-૪: અભયકુમાર મગધ નામનો એક દેશ હતો. ત્યાં શ્રેણિક નામનો રાજા રાજ કરે. તે શ્રેણિક રાજાને ઘણાં પુત્રો હતા. તેમાં સૌથી મોટા પુત્રનું નામ અભયકુમાર હતું. આ અભયકુમારની માતા અને શ્રેણિક રાજાની પત્નીનું નામ સુનંદા દેવી હતું. અભયકુમાર ઘણોજ બુદ્ધિશાળી હતો. કેટલાયે પ્રસંગોમાં તેની બુદ્ધિ અને ચતુરાઈ જોઈને રાજા શ્રેણિકે અભયકુમારને મુખ્યમંત્રી બનાવેલો. શ્રેણિક રાજા ભગવાન્ મહાવીરના અનન્ય ભક્ત. એક વખત ભગવાનું મહાવીર તેમની નગરીમાં પધાર્યા. બધાં નગરજનો સહિત રાજા ભગવાનું પાસે ધર્મ સાંભળવા ગયો. અભયકુમાર પણ સાથે ગયા. ભગવાન્ પાસે ધર્મ સાંભળતા સાંભળતાં અભયકુમારને વિચાર આવ્યો કે જો હું ઘેર રહીશ તો મને રાજા શ્રેણિક નું રાજય મળશે અને ભગવાન પાસે રહીશ તો મને સ્વર્ગનું અથવા મોક્ષનું રાજય મળશે. મારે શું કરવું? આ તો ખૂબ જ બુદ્ધિમાનું અભયકુમાર હતો. બુદ્ધિ તો આપણને સાચો માર્ગ દેખાડે. અભયકુમારે પણ સાચો માર્ગ જાણવામાં પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો. તેણે ભગવાન મહાવીરને પુછ્યું રાજા થયા પછી સાધુ થવાય કે નહીં? ભગવાન્ મહાવીરે જવાબ આપ્યો કે છેલ્લે ઉદાયન રાજાએ રાજ્ય છોડી દીક્ષા લીધેલી. હવે કોઈ રાજા સાધુ થશે નહીં. અભયકુમારતો અતિચતુર હતા, તે સમજી ગયા કે હું રાજા થઈશ તો મારે નરકના દુઃખો સહન કરવા પડશે. જો સાધુ થઈશ તો મને સ્વર્ગના કે મોક્ષના સુખ મળશે. અભયકુમારે તો તુરંતજ નક્કી કરી દીધું કે હવે તો દીક્ષા જ લેવાય. નરકને આપનારા એવા આ રાજ્યનું મારે શું કામ છે? દીક્ષાના માર્ગમાં આડે આવે એવા રાજ્યમાં કોણ બુદ્ધિ રાખે? તે તો દીક્ષા લઈને સાધુ બની ગયા. અનુત્તર વિમાનમાં દેવ થયા. પછીના ભવે મોક્ષ પણ જશે. તમે પણ બુદ્ધિશાળી છો કે નહીં ? તમારી બુદ્ધિ રમવામાં, નિશાળમાં, વેપાર કરવામાં કે સંસારમાં વાપરશો કે પછી અભયકુમાર ની જેમ કાયમી સુખી થવા માટે દીક્ષા લેવામાં વાપરશો? તમારી બુદ્ધિ થી તમારે સાચા માર્ગે જવું છે કે ખોટા માર્ગે જવું છે? ખોટો માર્ગ દુઃખ આપનારો બનશે અને સાચો માર્ગ સુખ આપનારો બનશે. તો આજથી નકકી કરો કે હવે હું સુખને આપનારા એવા ધર્મમય સાચા માર્ગે આગળ વધીશ અને દુ:ખને આપનારા એવા ખોટા માર્ગમાં મારી બુદ્ધિનો કદાપિ ઉપયોગ નહીં કરું. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૬૫ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩ કથા-પઃ મરુદેવા માતા આ ચોવીસીમાં સૌથી પહેલા ભગવાન્ ઋષભદેવ થયા. ઋષભદેવના પિતાનું નામ નાભિકુલકર હતું. અને માતાનું નામ મરુદેવા માતા હતું. જ્યારે ઋષભદેવે રાજ્ય, દરબાર, પત્ની બધું જ છોડીને દીક્ષા લીધી. ત્યારે તેમના માતા મરુદેવા ને ખૂબ જ દુઃખ થયું. મરુદેવા માતાનો પુત્રના જવાથી એટલા બધાં રડવા લાગ્યા કે રડતા-રડતા તેમની આંખોમાં આંસુ જામી ગયા અને તેમને દેખાતું બંધ થઈ ગયું. માતા રોજ રોજ તેના પૌત્ર ભરતને ફરીયાદ કરે કે તું મારા ઋષભની ખબર લેતો નથી. એક વર્ષ થયું મારો ઋષભ ભૂખ્યો-તરસ્યો ફરે છે. ટાઢતડકો સહન કરે છે. બેટા એક વખત તો તું મને મારો ઋષભ જોવા દે. મરુદેવા માતા તો આ રીતે વિલાપ કરતા કરતા દિવસો પસાર કરે છે. એમ કરતા ૧000 વર્ષ ચાલ્યા ગયા. ભગવાન્ ઋષભદેવને તો સંસારના કોઈ સંબંધો યાદ પણ નથી આવતા. પોતાના ધ્યાન અને તપમાં જ રમણ કરતા ભગવંતને તો કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. ભરતે આ સુવર્ણ અવસર જાણીને મરુદેવા માતાને કહ્યું. ચાલો માતાજી, હું તમને તમારા ઋષભના દર્શન કરાવું. ભગવંતનો કેવળજ્ઞાન મહોત્સવ કરવા ઇંદ્રો-દેવ-દેવી બધા આવી રહ્યા હતા. અપૂર્વ સંગીતના અવાજો સંભળાતા હતા. આવું સુંદર સંગીત સાંભળીને મરુદેવા માતા પુછે છે કે ભારત આ અવાજો શેના સંભળાય છે. ભારત જવાબ આપે છે કે એ તમારા પુત્રનો જ બધો વૈભવ છે. મરુદેવા માતાને હર્ષના આસું આવી ગયા તેની આંખો આડેથી અશ્રુ ખરી પડ્યા. મરુદેવા માતા ફરી દેખતા થઈ ગયા. પરમાત્માની અપૂર્વ ઋદ્ધિ ને પ્રાતિહાર્યની સમૃદ્ધિ જોઈને મરુદેવા માતા વિચારે કે અરેરે ! ધિક્કાર છે આ મોહને હું માનતી હતી કે મારો ઋષભ ક્યાં હશે? કેટલો દુઃખી હશે? મને સંદેશો પણ મોકલતો નથી કે તે તો આટલો બધો સુખી છે. ખરેખર કોણ માતા? કોણ પિતા? નિરર્થક મેં આ બધાનો મોહ કર્યો. આ બધાં જ પારકા છે. એ પ્રકારે અન્યત્વ નામની વૈરાગ્ય ભાવના ભાવતા મદેવા માતાને કેવળજ્ઞાન થયું ગયું. આ ચોવીસીમાં સર્વ પ્રથમ મોક્ષે ગયા. તમે પણ બધા “આ મારું છે. આ મારું છે” કરો છો ને? હવે ખ્યાલમાં રાખશો ને કે આમાંનું કંઇજ તમારું નથી. બધું જ પારકું છે. તો મરુદેવા માતાની જેમ તમે પણ વૈરાગ્યભાવથી મહાનું સુખને પામનારા બનશો. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬૬ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩ ૫. જૈન ભૂગોળ જંબુદ્રીપનો પરીચય (અતિ સંક્ષેપમાં) ચૌદ રાજલોક ના બરાબર મધ્યમાં તીર્કાલોક આવેલો છે. એ તીર્કાલોકના અસંખ્ય દ્વીપ-સમુદ્રોની બરાબર મધ્યમાં જંબુદ્વીપ નામનો એક દ્વીપ આવેલો છે. આ દ્વીપ થાળી જેવો ગોળાકાર છે. તેનો વ્યાસ એક લાખ યોજનનો છે તેનું ક્ષેત્રફળ ૭૯૦ ૫૬ ૭૫ ૦૦૦ થી કંઈક વધુ છે. આ જંબુદ્રીપ ની મધ્યમાં દશ હજાર યોજન પહોળો અને એક લાખ યોજન ઊંચો મેરૂ પર્વત આવેલો છે. મેરુ પર્વત સિવાય બીજા છ વિશાળ પર્વતો અને સાત મોટા ક્ષેત્રો આવેલા છે. આ છ વિશાળ પર્વતોને વર્ષધર પર્વત કહે છે. સાત મોટા ક્ષેત્રોને વર્ષક્ષેત્રો કહે છે. છ વર્ષઘર પર્વતોમાં ત્રણ પર્વતો મેરુથી ઐરવત ક્ષેત્ર તરફ અને ત્રણ પર્વતો ભરતક્ષેત્ર તરફ આવેલા છે. તે પર્વતો ના નામ ૧-નિષધ પર્વત, ૨-નીલવંત પર્વત, ૩-મહાહિમવંત પર્વત, ૪- લઘુહિમવંત પર્વત, ૫- રુક્મિ પર્વત અને ૬-શીખરી પર્વત છે. સાત વર્ષક્ષેત્રો માં સૌથી મોટું મહાવિદેહ ક્ષેત્ર મેરુ પર્વતની બંને તરફ અડધું -અડધું વહેંચાયેલ છે. તે સિવાયના છ વર્ષક્ષેત્રોના નામ આ પ્રમાણે છે. ૧હરિવર્ષક્ષેત્ર, ૨-હિમવંતક્ષેત્ર, ૩-રમ્યક્ ક્ષેત્ર, ૪-હિરણ્યવંત ક્ષેત્ર, ૫-ઐરવત ક્ષેત્ર ૬- ભરત ક્ષેત્ર. ઐરવત ક્ષેત્ર મેરુ પર્વતની ઉત્તર બાજુ ને છેડે છે. અને ભરતક્ષેત્ર મેરુ પર્વતની દક્ષિણ બાજુના છેડે છે. ભરત, ઐરવત અને મહાવિદેહ એ ત્રણે ક્ષેત્રોને કર્મભૂમિ કહે છે. તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ, પ્રતિવાસુદેવ એ બધાં કર્મભૂમિમાં ઉત્પન્ન થાય છે. મનુષ્યો મોક્ષે પણ આ ક્ષેત્રમાંથી જાય છે. હરિવર્ષ, હિમવંત, રમ્યક્ અને શિખરી એ ચારે ક્ષેત્રો તેમજ મહા વિદેહ માં મધ્યમાં આવેલા ઉત્તર કુરુ અને દેવકુરુ આ બધા ક્ષેત્રો ને યુગલિક ક્ષેત્રો કહે છે. આ છ એ ક્ષેત્રો અકર્મભૂમિ કહેવાય છે. આ ક્ષેત્રોમાં તીર્થંકર, ચક્રવર્તી વગેરે ઉત્તમ પુરુષો જન્મ લેતા નથી. તેમજ આ ક્ષેત્રોમાં જન્મેલ મનુષ્યો મોક્ષે પણ જતા નથી. આ છે આપણી સાચી ભૂગોળ, આ આપણે જ્યાં વસીએ છીએ તે જંબુદ્વીપ નામના દ્વીપ નો સાચો પરીચય. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૬૭. જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ ક્ષેર્સ શ્રેણી-૩ (૬. સૂત્ર-આધારિત પ્રશ્નો ૧. નાણંમિ દંસણંમિ, સૂત્રનું બીજું નામ શું છે? નારંમિ દંસણૂમિ સૂત્રનું બીજું નામ “અતિચાર ચિંતવના છે. ૨. આચાર કેટલા છે ? ક્યા ક્યા? આચાર પાંચ છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર, વાંદણા સૂત્રનું બીજું નામ શું છે? વાંદણા સૂત્રને દ્વાદશાવર્ત વંદન સૂત્ર પણ કહે છે. ૪. યોનિ એટલે શું? તે કેટલી છે.? યોનિ અટલે જીવોને ઉપજવાનું સ્થાન. તે ૮૪ લાખ છે. ૫. પાપના કેટલા સ્થાનો કહ્યા છે. પાપના અઢાર સ્થાનો કહેલા છે. ૬. સવ્યસ્તવિ સૂત્ર શા માટે બોલાય છે? સવ્વસ્ટવિ સૂત્ર દ્વારા મન-વચન કે કાયા વડે થયેલ ખોટી પ્રવૃત્તિ ની ટુંકમાં માફી માંગવામાં આવે છે. ૭. દિવસ કે રાત્રિ સંબંધિ લાગેલા અતિચાર માટે શું કરવું જોઈએ? દિવસ કે રાત્રિ સંબંધિ લાગેલા અતિચારની આલોચના, પ્રતિક્રમણ અને કાયોત્સર્ગ દ્વારા સંક્ષેપમાં માફી માંગવી જોઈએ. ૮. શ્રાવકના વ્રતો કટેલા છે? તેના મુખ્ય ત્રણ ભાગો ક્યા છે? શ્રાવકના વ્રતો બાર છે. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત. ૯. પાંચ અણુવ્રતોના નામ જણાવો. ૧. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત, ૨-સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રત, ૩- સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત, ૪ સ્થૂલ મૈથુન વિરમણ વ્રત પ- સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત (પરિગ્રહ પરિમાણ વ્રત) ૧૦. ત્રણ ગુણવ્રતોના નામ જણાવો. ૧. દિગ પરિણામ વ્રત, ૨. ભોગોપભોગ વિરમણ વ્રત ૩. અનર્થદંડ વિરમણ વ્રત. ૧૧. ચાર શિક્ષાવ્રતોના નામ જણાવો. ૧. સામાયિક ૨. દેશાવગાસિક ૩. પૌષધોપવાસ ૪. અતિથિ સંવિભાગ ૧૨. વંદિત્ત સૂત્ર નું બીજું નામ શું છે? વંદિત્ત સૂત્રને શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર કહે છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૮ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩ ૧૩. વંદિતુ સૂત્ર શા માટે બોલવામાં આવે છે. શ્રાવક ને સમ્યક્ત્વ તથા બાર વ્રતોમાં જે કોઈ દોષ લાગ્યો હોય તેની વિસ્તારથી જાહેરમાં માફી માંગવા માટે બોલાય છે. ૧૪. શ્રાવકના ૧૨૪ અતિચાર કઈ રીતે થાય છે? ટૂંકમાં જણાવો. સમ્યકત્વના પ-અતિચાર, બારે વ્રતના પાંચ પાંચ અતિચાર એટલે ૬૦, બીજા ગુણવ્રત ભોગપભોગ વિરમણ વ્રતના વધારાના ૧૫ અતિચાર શિક્ષાવ્રતોના દરેકના પાંચ પાંચ એટલે ૨૦ અતિચાર, જ્ઞાનાચારના ૮, દર્શનાચારના-૮ ચારિત્રાચારના-૮, તપાચારના-૧૨ અને વર્યાચારના-૩, સંલેષણાના-૫, અતિચાર (૫ + ૬૦ + ૧૫ + ૨૦ + ૮ + ૮ + ૮ + ૧૨ + ૩ + ૫ = ૧૨૪ કુલ) ૧૫. ચીક્કસાય સૂત્ર શું છે? ક્યારે બોલાય છે? ચીક્કસાય સૂત્ર પાર્શ્વનાથ પ્રભુનું ચૈત્યવંદન છે. તે સાંજના પ્રતિક્રમણ માં સામાયિક પારતી વખતે તેમજ પૌષધમાં સંથારા પોરિસી ભણાવતી વખતે બોલાય છે. (૭. સામાન્ય (તત્વજ્ઞાન) પ્રશ્નો) પ્રતિક્રમણ કેટલા છે? તેના નામ જણાવો. પ્રતિક્રમણ પાંચ છે. દેવસિ, રાઈ, પફિખ, ચૌમાસી અને સંવત્સરી. અષ્ટપ્રકારી પૂજાના નામ આપો. જળપૂજા, ચંદનપૂજા, પુષ્પપૂજા, ધૂપપૂજા, દીપપૂજા, અક્ષતપૂજા, નૈવેદ્યપૂજા, ફળપૂજા. ૩. કર્મ એટલે શું? તેમાં મુખ્ય ભેદોના નામ આપો. મિથ્યાત્વ, કષાય, અવિરતિ આદિ હેતુઓથી થતી મન-વચન-કાયાની પ્રવૃત્તિ તે કર્મ. આ કર્મ શુભ કે અશુભ બંને હોઈ શકે. તેના મુખ્ય આઠ ભેદ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાયકર્મ. ૪. ચાર મહાવિગઈઓ કઈ છે? તેને વાપરવાની મનાઈ કેમ છે? મધ, માખણ, માંસ, દારુ(મદિરા) એ ચાર મહાવિગઈઓ છે. આ ચારે માં તેના જ વર્ણ આદિ વાળા અસંખ્ય જીવો ઉત્પન થયા કરે છે. તે વાપરવા થી અસંખ્ય જીવોની હિંસા થાય છે. દ્વિદળ એટલે શું? તેની સાથે કઈ વસ્તુ ખાવાનો નિષેધ છે? જેની બે ફાડ થઈ શકે તે દ્વિદળ, જેમકે વાલ, વટાણા, ચણા, મગ, અડદ, આદિ કઠોળ. તેની સાથે ગરમ કર્યા વગરના દુધ, દહીં, છાશ ન ખવાય કેમકે તે બે પદાર્થ ભેગા થતાં અસંખ્યાતા બેઈન્દ્રિયજીવો ઉત્પન્ન થાય છે. ૫. Page #70 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩ ૬૯ ૬. કાર્તિક પૂર્ણિમાનું ખાસ શું મહત્ત્વ છે? ચોમાસામાં શત્રુંજય તીર્થની યાત્રા બંધ હોય છે. કાર્તિક પૂર્ણિમાથી તે ચાલુ થાય છે. તેથી શત્રુંજય તીર્થયાત્રા અથવા તેના પ્રતિક રૂપ પટ્ટના દર્શને જવાય છે. સાધુ-સાધ્વીજી નો ચાર્તુમાસ વિહાર ખુલ્લો થાય છે. મુહપત્તિ એટલે શું? તેનું માપ શું છે? ઘર્મક્રિયા આદિમાં બોલતી વખતે મુખપાસે રાખવાના એક વસ્ત્ર વિશેષને મુહપત્તિ કહે છે. જે સામાયિક – પ્રતિક્રમણ આદિમાં ફરજિયાત સાથે રાખવાનું એક ધર્મ ઉપકરણ છે. તેનું માપ સોળ આંગળનું હોય છે. ચરવળો એટલે શું? તેનું માપ શું છે? જતા – આવતા – બેસતા - ઉઠતા – જીવરક્ષા માટેનું એક ઉપકરણ, જે સામાયિક પ્રતિક્રમણ આદિમાં સાથે જ રાખવાનું હોય છે તેનું માપ બત્રીશ આગળ હોય છે, જેમાં ચોવીસ આંગળની લાકાડની દાંડી અને આઠ આંગળની ઉનની દસીઓ હોય છે. સમ્યક્ત્વ એટલે શું? સુદેવ, સુગુરુ, સુધર્મ પ્રત્યે પુરેપુરી-શ્રદ્ધા, તેઓ જ શાશ્વત સુખને દેનાર છે એવી બુદ્ધિએ તેમને માનવા અને સ્વીકારવા તે. ૧૦. આપણા ધર્મશાસ્ત્રોને શું કહે છે? હાલ તેની સંખ્યા કેટલી છે? આપણા ધર્મશાસ્ત્રોને આગમ કહે છે. તેને સૂત્ર રુપે ગણધરો રચે છે અને અર્થથી ભગવંતો વિવરણ કરે છે. તેની સંખ્યા હાલ ૪૫ છે. ૧૧. તિથિઓના મુખ્ય પ્રકાર કેટલા અને ક્યા ક્યા છે? એકમથી પૂનમ (અમાસ) સુધીની પંદર તિથિના મુખ્ય ત્રણ પ્રકાર છે. દર્શનતિથિ, જ્ઞાનતિથિ, અને ચારિત્રતિથિ. ૧૨. ચારિત્ર તિથિ કઈ કઈ છે? બે આઠમ, બે ચૌદશ, પૂનમ અને અમાસ એ છ ચારિત્ર તિથિ છે. ૧૩. ગતિ કેટલી છે? કઈ કઈ ? સામાન્ય થી ગતિ ચાર છે. દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ, અને નકરગતિ, તે સિવાય પાંચમી સિદ્ધિગતિ અર્થાત મોક્ષ છે. ૧૪. સાથીયો શા માટે કરવામાં આવે છે? ચાર ગતિના નિવારણની ભાવના ભાવના સાથીયો કરાય છે. ૧૫. નવકારશી પચ્ચકખાણથી શો લાભ થાય? નારકીમાં રહેલો આત્મા સો વર્ષ સુધી ભયંકર દુ:ખો સહન કરીને જેટલા કર્મો ખપાવે તેટલા કર્મ એક નવકારશી પચ્ચકખાણ કરવાથી ખપે. Page #71 -------------------------------------------------------------------------- ________________ | સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩ (૮. તીર્થકર - પરીચય) માતા પિતા કોચ -૧૩. ક્રમ નામ પ-સુમતિ ૬-પપ્રભ ૭-સુપાર્શ્વ ૮-ચંદ્રપ્રભ મંગલાદેવી સુશીમાદેવી પૃથ્વીદેવી લક્ષ્મણા મેધ રાજા ઘર રાજા પ્રતિષ્ઠ રાજા | મહાસેન રાજા | નગરી | અયોધ્યા | કૌશાંબી | વાણારસી | ચંદ્રપુરી લંછને પદ્મ સ્વસ્તિક ચંદ્ર વર્ણ રાતો કંચન શ્વેત | દેહમાન | ૩૦૦ ધનુષ્ય | ૨૫૦ ધનુષ્ય | ર૦૦ ધનુષ્ય | ૧૫૦ ધનુષ્ય વન તિથી | શ્રાવણ સુદ-૨ | મહાવદ-૬ | ભાદરવા વદ-૮ | ચૈત્રવદ-૫ જન્મ તિથી | વૈશાખ સુદ-૮ | કારતક વદ-૧૨ | જેઠસુદ-૧૨ -૧૨ | દીક્ષા તિથી | વૈશાખ સુદ-૯ | કારતક વદ-૧૩ | જેઠસુદ-૧૩ | | નાણ તિથી | ચૈત્ર સુદ-૧૧ | ચૈત્ર વદ-૧૫ | ફાગણ વદ-૬ | ફાગણ વદ-૭ નિર્વાણ તિથી | ચૈત્રસુદ-૯ | માગસર વદ-૧૧ | ફાગણ વદ-૭ | ભાદરવા વદ-૭ | નાણ ભૂમિ | અયોધ્યા | કૌશાંબી | વાણારસી ચંદ્રપુરી | નિર્વાણભૂમિ | સમેતશિખર | સમેતશિખર | સમેતશિખર | સમેતશિખર પૂર્ણઆયુ | ૪૦ લાખ પૂર્વ | ૩૦ લાખ પૂર્વ | ૨૦ લાખ પૂર્વ | ૧૦ લાખ પૂર્વ ગૃહસ્થીકાળ ૧ર પર્વાગ અધિક|૧૬ પૂર્વાગ અધિક ૨૦ પૂર્વાગ અધિક ૨૪ પૂર્વાગ અધિક ૩૯ લાખ પૂર્વ | ૨૯ લાખ પૂર્વ ૧૯ લાખ પૂર્વ | ૯ લાખ પૂર્વ દીક્ષા પર્યાય [ ૧ લાખ પૂર્વમાં ! ૧લાખ પૂર્વમું | ૧ લાખ પૂર્વમાં ૧ લાખ પૂર્વમાં ૧૨ પૂર્વાગજૂન | ૧૬ પૂર્વગન્યૂન | ૨૦ પૂર્વાગજૂન ૨૪ પૂર્વાગચૂન છબસ્થકાળ ર૦ વર્ષ ૬માસ ૯-માસ ૩-માસ ગણધર ૧૦૭ ૯૩ ઉત્કૃષ્ટતપ | આઠ માસ | આઠ માસ આઠ માસ આઠ માસ Page #72 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩ 9૧ ૯. વિશેષ - અભ્યાસ અષ્ટપ્રકારી પૂજાના દુહા (૧) જળપૂજાનો દુહો જલપૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ; જલ પૂજા ફલ મુજ હજો, માગો એમ પ્રભુ પાસ. ૧ જ્ઞાન-કલશ ભરી આતમા, સમતારસ ભરપૂર, શ્રી જિનને નવડાવતાં, કર્મ થાયે ચકચૂર. ૨ (૨) ચંદનપૂજાનો દુહો શીતળ ગુણ જેહમાં રહ્યો, શીતળ પ્રભુ મુખ રંગ, આત્મ શીતળ કરવા ભણી, પૂજો અરિહા અંગ. ૧ (૩) પૂષ્પપૂજાનો દુહો સુરભિ અખંડ કુસુમ ગ્રહી, પૂજો ગતસંતાપ; સુમજંતુ ભવ્ય જ પરે, કરીયે સમકિત છાપ. (૪) ધૂપ-પૂજાનો દુહો ધ્યાનઘટા પ્રગટાવીએ, વામ નયન જિન ધૂપ; મિચ્છત્ત દુર્ગધ દૂરે ટળે, પ્રગટે આત્મસ્વરૂપ. (૫) દીપક-પૂજાનો દુહો દ્રવ્ય દીપ સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફોક; ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત લોકાલોક. (૬) અક્ષત-પૂજાનો દુહો શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવર્ત વિશાલ; પૂરી પ્રભુ સન્મુખ રહો,ટાળી સકળ જંજાલ. (૭) નૈવેદ્ય-પૂજાનો દુહો અણાહારી પદ મેં કર્યા, વિગ્રહ ગઈ ય અનંત; દૂર કરી તે દીજીયે, અણાહારી શિવ સંત. (૮) ફળ-પૂજાનો દુહો ઇન્દ્રાદિક પૂજા ભણી, ફળ લાવે ધરી રાગ; પૂરુષોત્તમ પૂજા કરી, માગે શિવ ફળ ત્યાગ. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૭૨ જેને એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩ નવ અંગે પૂજા કરવાના દુહા જલભરી સંપુટ પટામાં, યુગલિક નર પૂજંત ; આત્મ શીતલ કરવા ભણી, પૂજો અરિહા અંગ. ૧ (પ્રભુના જમણા-ડાબા અંગૂઠે તિલક કરવું.) જાનુ બળે કાઉસ્સગ રહૃાા, વિચર્યા દેશ વિદેશ; ખડાં ખડાં કેવળ લહ્યું, પૂજો જાનુ નરેશ. ૨. (પ્રભુના જમણા-ડાબા ઢીંચણે તિલક કરવું.) લોકાંતિક વચને કરી, વરસ્યા વરસી-દાન; કાર કાંડે પ્રભુ પૂજતાં, પૂજો ભવિ બહુ માન. ૩ (પ્રભુના જમણા-ડાબા કાંડે તિલક કરવું.) માન ગયું હોય અંશથી, દેખી વીર્ય અનંત; ભૂજાબળે ભવજળ તર્યા, પૂજો ખંધ મહંત. ૪ (પ્રભુના જમણા-ડાબા ખભે તિલક કરવું) સિદ્ધશિલા ગુણ ઉજળી, લોકાંતે ભગવંત; વસિયા તિણે કારણ ભવી, શિરશિખા પૂજંત. ૫ (પ્રભુના મસ્તક-શિખાએ તિલક કરવું.) તીર્થંકર પદ પુન્યથી, ત્રિભુવન જન સેવંત; ત્રિભુવનતિલક સમા પ્રભુ, ભાલતિલક જયવંત. ૬ (પ્રભુના કપાળમાં તિલક કરવું.) સોળ પહોર પ્રભુ દેશના, કંઠે વિવર વલ ; મધુર ધ્વનિ સુરનર સુણે, તિણે ગળે તિલક અમૂલ. ૭ (પ્રભુના કંઠે તિલક કરવું) હૃદય કમળ ઉપશમ મળે, બાળ્યા રાગ ને રોષ; હિમ દવે વનખંડને, હૃદય તિલક સંતોષ. ૮ (પ્રભુની છાતીએ તિલક કરવું) રત્નત્રયી ગુણ ઉજળી, સકલ સુ ગુણ વિશરામ; નાભિ કમળની પૂજના, કરતાં અવચિલ ધામ. ૯ (પ્રભુની નાભિએ તિલક કરવું.) Page #74 -------------------------------------------------------------------------- ________________ ૭૩ જેને એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩ -: શ્રી આરતી - જય જય આરતી આદિ નિણંદા, નાભિરાયા મરુદેવીકો નંદા. જય૦ પહેલી આરતી પૂજા કીજે, નરભવ પામીને લહાવો લીજે. જય દૂસરી આરતી દીન દયાળા, ધૂળેવા મંડપમાં જગ અજવાળા. જય તીસરી આરતી ત્રિભુવન દેવા, સુર નર ઇદ્ર કરે તોરી સેવા. જય૦ ચોથી આરતી ચઉગતિ ચૂરે, મનવાંછિત ફળ શિવસુખ પૂરે. જય પંચમી આરતી પુન્ય ઉપાયા, મૂળચંદે ઋષભ ગુણ ગાયા. જય૦ -: શ્રી મંગળ દીવો:દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો, આરતી ઉતારણ બહુ ચિરંજીવો, સોહામણું ઘેર પર્વ દિવાળી, અમર ખેલે અમરા બાળી, દીપાળ ભણે એણે કુળ અજવાળી, ભાવે ભગતે વિઘન નિવારી, દીપાળ ભણે એણે એ કલિકાળે, આરતી ઉતારી રાજા કુમારપાળે, અમ ઘેર મંગલિક, તુમ ધેર મંગલિક, મંગલિક ચતુર્વિધ સંઘને હોજો, દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો, આરતી ઉતારણ બહુ ચિરંજીવો. ' શ્રેણી-૩ કોર્સ સમાપ્ત Page #75 -------------------------------------------------------------------------- ________________ ७४ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪ જૈન એડ્યુકેશનલ સર્ટીક્િટ કોસો શ્રેણી -૪ ઉંમર : ૬ થી ૧૬ વર્ષની ઉંમરના વિદ્યાર્થી શ્રેણી-૪ ની પરીક્ષા આપી શકશે. સોળ વર્ષથી મોટી ઉંમરના વિદ્યાર્થીને પરીક્ષા આપવાની છુટ છે. પણ તે પ્રથમ ત્રણ ઈનામને પાત્ર ગણાશે નહીં. ૧. અભ્યાસ સૂત્ર : આયરિય ઉવઝાય થી લધુશાંતિ સુધી ૨. વિધિ-અભ્યાસ : (૧) દેવસિક પ્રતિક્રમણ વિધિ (૨) મુહપત્તિ પડિલેહણ + વાંદણાની વિધિ ૩. પદ્ય-વિભાગ : (૧) પરમાત્મા સન્મુખ બોલવાની સ્તુતિ -૫ (૨) ચૈત્યવંદન -૨- (૩) સ્તવન -- (૪) થયના જોડા -૨- (૫) સઝાય -૨ ૪. કથા વિભાગ : (સંક્ષેપમાં પાંચ કથાનક) (૧) અનાથીમુનિ (૨) ગજસુકુમાલ (૩) દશાર્ણભદ્ર (૪) કપર્દીયક્ષ (૫) તુલસા શ્રાવિકા ૫. જેન ભૂગોળ : ભરતક્ષેત્રનો સામાન્ય પરીચય ૬. સૂત્ર આધારીત પ્રશ્નો અભ્યાસ સૂત્રને આધારે ૧૫ પશ્નો ૭. સામાન્ય પ્રશ્નો : ધાર્મિક બોધ કરાવતા ૧૫ પ્રશ્નો ૮. તીર્થંકર પરીચય : તીર્થકર - ૯, ૧૦, ૧૧, ૧૨ નો પરીચય ૯. વિશેષ અભ્યાસ : મુહ પતિના ૫૦ બોલ નોંધ : શ્રેણી-૪ ની પરીક્ષામાં શ્રેણી ૧ થી ૩ ના સમગ્ર અભ્યાસક્રમ માંથી કોઈપણ પ્રશ્ન પૂછી શકાશે. માટે શ્રેણી ૧ થી ૩ નો સંપૂર્ણ કોર્સ પણ તૈયાર કરવો. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૭પ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪ ( ૧૧ અભ્યાસ સૂત્રો ૩૮. આયરિય વિઝાએ સૂત્ર આયરિય-વિઝાએ, સીસે સાહસ્મિએ કુલ-ગણે અ; જે મે કઈ કસાયા, સવે તિવિહેણ ખામેમિ સેના સવસ્સ-સમણ-સંઘસ્ય, ભગવઓ અંજલિ કરિઅ સીસે; સવું ખમાવઈત્તા, ખમામિ સવ્યસ્સ અહય પિ .રા સવ્વસ્ટ જીવરાસિમ્સ, ભાવઓ ધમ્મ-નિહિઅનિયચિત્તો; સવં ખમાવઈરા,ખમામિ સવલ્સ અહયં પિ /૩ આયરિય ઉવક્ઝાએ આ સૂત્રની પહેલી ગાથાથી આચાર્ય, ઉપાધ્યાય વગેરે સાથે કષાય થયો હોય તેની માફી મંગાય છે, બીજી ગાથાથી સકલસંઘ સાથેના કષાયો થયા હોય તેની માફી મંગાય છે અને ત્રીજી ગાથાથી સર્વજીવો સાથે થયેલ કષાયની માફી મંગાય છે. (૩૯. નમોડસ્તુ વદ્ધમાનાય (સાયં વીરસ્તુતિ) સૂત્ર ઇચ્છામો અણુસઢ઼િ નમો ખમાસમણાણું, નમોડહંતુ નમોડસ્તુ વદ્ધમાનાય, સ્પર્ધમાનાય કર્મણા ;. તજજયાવાપ્તમોક્ષાય, પરોક્ષાય કુતીર્થિનામ્ |૧| યેષાં વિકચારવિન્દ- રાજ્યા, જ્યાયઃક્રમ-કમલાવલિં દધત્યા; સદશરિતિ સંગત પ્રશસ્ય, કથિત સન્તુ શિવાય તે જિનેન્દ્રા : રા કષાયતાપાર્દિત-જંતુ-નિવૃતિ, કરોતિ યો જૈન મુખાસ્તુદોગતઃ સ શુઝમાસોભવવૃષ્ટિસત્રિભો, દધાતુ તુષ્ટિ મયિવિસ્તરોગિરામ્llll નમોડસ્તુ વર્ધમાનાયઃ આ વર પરમાત્માની સ્તુતિ છે અને દેવસિય પ્રતિક્રમણમાં બોલાય છે. પહેલી ગાથાથી શ્રી વીર પ્રભુની સ્તુતિ થાય છે. બીજી ગાથાથી સર્વ જિનેશ્વરોની સ્તુતિ થાય છે, ત્રીજી ગાથાથી જિનવાણીની સ્તુતિ થાય છે. (૪૦. વિશાલલોચન (સ્વાભાતિક વીર સ્તુતિ) સૂત્ર વિશાલલોચન-દલ, પ્રોદ્યત્તાંશુ-કેશરમ્; પ્રાતર્વીરજિનેન્દ્રસ્ય, મુખપદ્મ પુનાતુ વઃ યેષાભિષેક કર્મ કૃત્વા, મત્તા હર્ષભરાતું સુખ સુરેન્દ્રાઃ તૃણમપિ ગણયત્તિ નવ નાર્ક, પ્રાતઃ સન્ત શિવાય તે જિનેન્દ્રા //રા ||૧|| Page #77 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪ કલંક નિર્મુક્તમમુક્ત પૂર્ણત, કુતર્ક રાહુગ્રસનું સદોદયમુ; અપૂર્વચન્દ્ર જિનચન્દ્રભાષિત, દિનાગમે નૌમિ બુધેર્નમસ્કૃતમ્ યll | વિશાલલોચનઃ આ વીર પરમાત્માની સ્તુતિ છે અને સવારે રાઈ પ્રતિક્રમણમાં બોલાય છે. પહેલી ગાથાથી શ્રી વીર પ્રભુની સ્તુતિ થાય છે. બીજી ગાથાથી સર્વ જિનેશ્વરોની સ્તુતિ થાય છે અને ત્રીજી ગાથાથી જિનવાણીની સ્તુતિ થાય છે. ૪૧. શ્રુતદેવતાની સ્તુતિ ) સુઅદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્થ૦ સુઅદેવયા ભગવાઈ, નાણાવરણીય-કમ્પ-સંઘાય તેસિં ખવેલ સમય, જેસિ સુઅસાયરે ભરી લો. સુઅદેવયા-આ શ્રુત-દેવતાની સ્તુતિ છે. તે પુરુષોને જ બોલવાનું વિધાન છે. (૪૨. શ્રેત્રદેવતાની સ્તુતિ પિત્તદેવયાએ કરેમિ કાઉસ્સગ્મ-અન્નત્થ જીસે ખિત્તે સાહુ , દંસણ-નાણહિં ચરણ-સહિઅહિં સાણંતિ મુખમગું સા દેવી હરઉ દુરિયાઈ ૧ ખિદેવયા - આ ક્ષેત્રદેવતાની સ્તુતિ છે અને તે પુરુષોને જ બોલાવનું વિધાન છે. ૪૩. કમલદલ સ્તુતિ કમલ-દલ-વિપુલ-નયના, કમલ-મુખી કમલગર્ભ-સમ-ગૌરી; કમલે સ્થિતા ભગવતી, દદાતુ શ્રુત-દેવતા સિદ્ધિમ્ ૧ કમલદલ આ સરસ્વતી દેવીની સ્તુતિ છે અને સ્ત્રીઓને દેવસિ-પ્રતિક્રમણમાં બોલાવનું વિધાન છે. ‘૪૪. ભવન-દેવતાની સ્તુતિ ભવણ-દેવયાએ કરેમિ કાઉસ્સગ-અન્નત્થ૦ જ્ઞાનાદિગુણ યુતાનાં, નિત્યં સ્વાધ્યાયસંયમરતાનામ્; વિદધાતુ ભવનદેવી, શિવં સદા સર્વસાધૂનામ્ /૧/ જ્ઞાનાદિગુણયુતાનાં - આ ભવન-દેવતાની સ્તુતિ છે અને પાક્ષિક પ્રતિક્રમણ તથા પ્રવેશના પ્રથમ દિવસના પ્રતિક્રમણમાં બોલાય છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪ ૪૫. ક્ષેત્રદેવતાની સ્તુતિ યસ્યાઃ ક્ષેત્ર સમાશ્રિત્ય, સાધુભિઃ સાધ્યતે ક્રિયા ; સા ક્ષેત્ર-દેવતા નિત્યું, ભૂયાશઃ સુખદાયિની ॥૧॥ યસ્યા ક્ષેત્રે સમાશ્રિત્ય-આ ક્ષેત્ર દેવતાની સ્તુતિ છે અને પાક્ષિક પ્રતિક્રમણમાં બોલાય છે. સ્ત્રીઓ ‘જીસે ખિત્તે' ને બદલે ’યસ્યાઃ ક્ષેત્ર' બોલે છે. ૪૬. અઠ્ઠાઈજ્જેસુ (સાધુવંદન) સૂત્ર અઠ્ઠાઈજેંસુ દીવ-સમુદ્દેસુ, પનરસસુ, કમ્મભૂમીસુ, જાવંત કે વિ સાહુ, રયહરણ-ગુચ્છ-પડિગ્ગહધારા ||૧|| પંચમહવ્વય-ધારા, અઢ્ઢારસ-સહસ્સ-સીલંગ-ધારા, અક્ષયાયાર-ચરિત્તા, તે સવ્વ સિરસા મણસા, મર્ત્યએણ વંદામિ ॥૨॥ અઠ્ઠાઈજ્જેસુ - આ સૂત્રથી અઢી દ્વીપમાં રહેલા સર્વ મુનિરાજોને વંદન થાય છે. ૪૭. વરકનક (૧૭૦ જિન સ્તુતિ) સૂત્ર વરકનક શંખવિદ્રુમ-મરકતઘનસન્નિભં વિગતમોહમ્ ; સપ્તતિશતં જિનાનાં, સર્વામર-પૂજિતં વંદે ॥૧॥ વરકનક-આ સૂત્રથી એકસો સિત્તેર તીર્થંકરોને વંદન થાય છે. ૪૮. લધુશાંતિ સ્તવ શાન્તિ શાન્તિ નિશાન્ત, શાન્ત શાન્તાડશિવં નમસ્કૃત્ય; સ્તોતુઃ શાન્તિ-નિમિત્તે, મન્ત્રપદૈઃ શાન્તયે સ્તૌમિ ઓમિતિ નિશ્ચિત વચસે, નમો નમો ભગવતેઽહતે પૂજામ્; શાન્તિજિનાય જયવતે, યશસ્વિને સ્વામિને દમિનામ્ સકલાતિશેષકમહા-સંપત્તિ-સમન્વિતાય શસ્યાય; ત્રૈલોક્ય-પૂજિતાય ચ, નમો નમઃ શાન્તિદેવાય સર્વામર-સુસમૂહ- સ્વામિક-સંપૂજિતાય ન જિતાય; ભુવનજન-પાલનોઘત- તમાય સતતં નમસ્તસ્મૈ સર્વદુરિતૌઘ-નાશન-કરાય સર્વાઽશિવ-પ્રશમનાય; દુષ્ટ-ગ્રહ ભૂત-પિશાચ, શાકિનીનાં પ્રમથનાય 11911 11211 11311 ૭૭ ||૪|| રૂપા Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૮ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪ યસ્યતિ નામ-મન્ત્ર- પ્રધાન-વાક્યોપયોગ-કત તોષા; વિજયા કુરુતે જન-હિત-મિતિ ચ નુતા નમત તં શાંતિમ્ III ભવતુ નમસ્તે ભગવતિ! વિજયે! સુજયે! પરાપરેરજિતે! અપરાજિતે! જગત્યાં, જયતીતિ જયાવહે! ભવતિ IIછો સર્વસ્યાપિ ચ સંઘસ્ય, ભદ્ર-કલ્યાણ-મંગલ-પ્રદ! સાધૂનાં ચ સદા શિવ-સુતુષ્ટિ-પુષ્ટિપ્રદે! જીયાઃ ભવ્યાનાં કૃત-સિદ્ધ ! નિવૃત્તિનિર્વાણ-જનનિ! સત્યાનામુ અભય-પ્રદાન નિરતે! નમોડસ્તુ સ્વસ્તિ-પ્રદે તુલ્યમ્ લા ભક્તાનાં જજૂના, શુભા-વહે! નિત્યમુદ્યતે! દેવિ! સમ્યગુ-ષ્ટિનાં ધૃતિ-પતિ-મતિ-બુદ્ધિ પ્રદાનાય |૧oll જિનશાસનનિરતાનાં, શાંતિનતાનાં ચ જગતિ જનતાનામ્; શ્રી સંપત્કીર્તિ-યશો- વર્ધ્વનિ! જય દેવિ વિજયસ્વ ૧૧|| સલિલાનલ-વિષ-વિષધર-દુષ્ટગ્રહ રાજ-રોગ-રણભયતઃ રાક્ષસ-રિપુ-ગણ-મારિ-ચૌરેતિ - શ્વાપદાદિલ્મઃ ૧રો. અથ રક્ષ રક્ષ સુશિવ, કુરુ કુરુ શાન્તિ ચકુરુ કુરુ સદૈતિ; તુષ્ટિ કુરુ કુરુ પુષ્ટિ, કુરુ કુરુ સ્વસ્તિ ચ કુરુ કુરુ ત્વમ્ ભગવતિ! ગુણવતિ! શિવ-શાન્તિ તુષ્ટિ-પુષ્ટિ સ્વસ્તીહ કુરુ કુરુ જનાનામ્; ઓમિતિ નમો નમો હૉ હીં હું હ ય ક્ષઃ હીં ફટુ ફટ્ સ્વાહા ૧૪ એવં યજ્ઞામાક્ષર-પુરસ્સર સંસ્તુતા જયા-દેવી કુરુતે શાન્તિ નમતાં, નમો નમઃ શાંતયે તસ્મ ૧૫ . ઇતિ પૂર્વસૂરિ-દર્શિત, મન્નપદ-વિદર્ભિત સ્તવઃ શાન્તઃ સલિલાદિ-ભય-વિનાશી, શાજ્યાદિ-કરશ્ચ ભક્તિમતામ્ (૧૬) યશ્ચન પઠતિ સદા, કૃણોતિ ભાવયતિ વા યથાયોગમ્ઃ સહિ શાન્તિપદં યાયાત્, સૂરિ શ્રીમાનદેવશ્વ ઉપસર્ગો: ક્ષય યાન્તિ, છિદ્યત્તે વિદન-વલ્લયઃ મનઃ પ્રસન્નતામતિ, પૂજ્યમાને જિનેશ્વરે ૧૮. સર્વમંગલ-માંગલ્ય, સર્વ-કલ્યાણ-કારણ; પ્રધાનાં સર્વ ધર્માણાં, જેન જયતિ શાસનમ્ ||૧૯ો. ||૧૩ Page #80 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪ ૭૯ લધુશાન્તિઃ આ શ્રી શાન્તિનાથ પ્રભુનું સ્તોત્ર છે. અને નાડોલ નગરમાં મરકી હઠાવવા માટે શ્રી માનદેવસૂરિ નામના આચાર્ય મહારાજે બનાવ્યું છે. ૨. વિધિ - અભ્યાસ ૧. દૈવસિક પ્રતિક્રમણ વિધિ શ્રેણી-૩ ના વિધિ અભ્યાસ મુજબ “સંધ્યાકાળના પ્રતિક્રમણ માટેની સામાયિક લેવાની વિધિ’ મુજબ સામાયિક લેવી. ૧. ૨. ૩. ૪. પુખ્ખરવ૨દી, સુઅસ્સ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણ વત્તિયાએ, અન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારીને ત્રીજી થોય કહેવી, સિદ્ધાણં બુદ્ધાણં, વેયાવચ્ચગરાણં, અન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પા૨ીને નમોડર્હત્॰ કહી ચોથી થોય કહેવી, પછી બેસીને નમ્રુત્યુણં કહેવું. પછી એક ખમાસમણ દઈ ભગવાë, બીજું ખમાસમણ દઈ આચાર્યહં, ત્રીજું ખમાસમણ દઈ ઉપાધ્યાયહં અને ચોથું ખમાસમણ દઈ સર્વસાધુસં કહેવું. પછી ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! દેવસિઅ પડિક્કમણે ઠાઉં ? ઇચ્છું' કહી જમણો હાથ ચરવળા કે કટાસણા ૫૨ થાપી ‘સવ્વસવિ દેવસિઅ દુચ્ચિતિઅ, દુખ્માસિબ દુચ્ચિઢિઅ મિચ્છા મિ દુક્કડં' કહેવું. પછી કરેમિ ભંતે, ઇચ્છામિ ઠામિ, તસ્સ ઉત્તરી, અન્નત્ય કહી, પંચાચારની આઠ ગાથાનો કાઉસ્સગ્ગ કરવો. આઠ ગાથા ન આવડે તો આઠ નવકારનો કાઉસ્સગ્ગ કરવો. પારીને લોગસ્સ કહેવો. પછી ત્રીજા આવશ્યકની. મુહપત્તિ પડિલેહી, બે વાંદણાં દેવા. ૧૦. પછી ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! દેવસિએ આલોઉં ? ઇચ્છું, આલોએમિ જો મે દેવસિયો ' નો પાઠ કહેવો. ૧૧. પછી સાત લાખ અને અઢાર પાપસ્થાનક કહેવા.. ૧૨. પછી ‘સવ્વસવિ દેવસિઅ, દુચિતિઅ, દુબ્માસિઅ, દુચ્ચિઢિઅ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઇચ્છું. તસ્સ મિચ્છા મિ દુક્કડં' કહેવું. ૫. ૬. ૭. ૮. પછી ખમાસમણ દઈ ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ચૈત્યવંદન કરું ? ઇચ્છ’ કહી ચૈત્યવંદન કરવું. ૯. પછી જં કિંચિ, નમ્રુત્યુર્ણ, અરિહંત ચેઈયાણં અન્નત્ય કહી એક નવકા૨નો કાઉસ્સગ્ગ કરી, પારી નમોડર્હ કહીને પહેલી થોય કહેવી, પછી લોગસ્સ, સર્વીલોએ અરિહંત ચેઇઆણં, અન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારીને ત્રીજી થોય કહેવી, પછી Page #81 -------------------------------------------------------------------------- ________________ ८० જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪ ૧૩. બેસીને જમણો પગ ઊંચો રાખીને (વીરાસને) એક નવકા૨, કરેમિ ભંતે ! ઈચ્છામિ પડિક્કમિઉં, વંદિત્તુ કહી બે વાંદણાં દેવાં, પછી ૧૪. ‘અભુઢિઓ’ ખામીને બે વાંદણાં દેવાં. પછી ૧૫. આયરિય ઉવજ્ઝાએ, ‘કરેમિ ભંતે’ ઇચ્છામિ ઠામિ, તસ્સ ઉત્તરી, અન્નત્થ કહી બે લોગસ્સનો કાઉસ્સગ્ગ, ન આવડે તો આઠ નવકારનો કાઉસ્સગ્ગ કરવો. પારીને ૧૬. પ્રગટ લોગસ્સ, સર્વાંલોએ-અરિહંત ચેઈયાણું, અન્નત્ય કહી એક લોગસ્સ અથવા ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરવો. ૧૭. પારીને પુક્ષરવરદી, સુઅસ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ વંદણવત્તિયાએ કહી અન્નત્ય કહી, એક લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવો,ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરવો. પારીને ૧૮. સિદ્ધાણં બુદ્ધાણં કહી, સુદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારીને નમોડર્હત્॰ કહી ભાઈઓએ સુઅદેવયાની થોય કહેવી અને બહેનોએ કમલદલની થોય કહેવી. પછી ૧૯. ખિત્તદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્ય કહી, એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારીને નમોડર્હત્॰ કહી, પુરુષે જીસે ખિત્તે સાહુની થોય કહેવી, અને બહેનોએ યસ્યાઃ ક્ષેત્ર સમાશ્રિત્યની થોય કહેવી. પછી ૨૦. એક નવકા૨ બોલી, છટ્ઠા આવશ્યકની મુહપત્તિ પડિલેહી, બે વાંદણાં દેવાં. પછી , ૨૧. સામાયિક, ચઉવિસત્થો, વાંદણાં, પડિક્કમણું, કાઉસ્સગ્ગ, પચ્ચક્ખાણ કર્યું છે જી, એમ કહી છ આવશ્યક સંભારવા. પછી ૨૨. ઇચ્છામો અણુસઢુિં, નમો ખમાસમણાણં નમોડર્હત્॰ કહીને ભાઈઓએ “નમોડસ્તુ વમાનાય” કહેવું. બહેનોએ સંસારદાવાની ત્રણ થોયો કહેવી. પછી ૨૩. નમ્રુત્યુર્ણ કહી, નમોડર્હત્ ॰ કહી સ્તવન કહેવું. પછી 0 ૨૪. વરકનક કહી ચા૨ ખમાસમણ વડે ભગવાનાદિને વાંદવા. પછી જમણો હાથ ઉપધિ ઉપર થાપી અઠ્ઠાઇજ્જસુ કહેવું. પછી ૨૫. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! દેવસિઅ પાયચ્છિત્ત વિસોહણથં કાઉસ્સગ્ગ કરું ? ઈચ્છે દેવસિઅ પાયચ્છિન્ન વિસોહણથં કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્ય કહી ચાર લોગસ્સનો ‘ચંદેસુ નિમ્મલયરા’ સુધીનો કાઉસ્સગ્ગ કરવો. ન આવડે તો સોળ નવકારનો કાઉસ્સગ્ગ કરવો, પારી લોગસ્સ કહેવો, પછી Page #82 -------------------------------------------------------------------------- ________________ જૈને એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪ ૨૬. ખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય સંદિસાહું ? ઇચ્છે' કહી, બીજું ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સજઝાય કરુ ? ઈચ્છે,” કહી એક નવકાર ગણી સજઝાય કહેવી, પછી એક નવકાર ગણવો. પછી ૨૭. ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! દુકુખ-દુખઓ કમ્મફખઓ નિમિત્ત કાઉસ્સગ્ન કરું ? “ઇચ્છ' દુફખખઓ કમ્મકુખઓ નિમિત્ત કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્યં કહી સંપૂર્ણ ચાર લોગસ્સનો, ન આવડે તો સોળ નવકારનો કાઉસ્સગ્ન કરવો. પારીને નમોડર્ણત કહી લઘુશાંતિ કહી, લોગસ્સ કહેવો. ૨૮. ખમાસમણ દઈ અવિધિ આશાનના મિચ્છામિ દુક્કડં દેવું. ૨.મુહપત્તિ પડિલેહણ વિધિઃ (આ વિધિ અધ્યાપકે ક્રિયા કરી શીખવવી) ૧. મુહપતિ ખોલી બંને હાથમાં પકડવી, દૃષ્ટિ પડિલેહણ કરી “સૂત્ર” શબ્દ બોલવો. ૨. મુહપત્તિ ને બીજી તરફ ફેરવી દષ્ટિ પડિલેહણ કરી “અર્થ” શબ્દ બોલવો. ૩. ત્રીજી વખત મુહપત્તિ પલટાવી દષ્ટિ પડિલેહણ કરતા “તત્ત્વ કરી સદહું” શબ્દ બોલવા. મુહપત્તિ ની એક ધાર જમણે હાથે હલાવી “સમ્યકત્વ મોહનીય, મિશ્રા મોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહરુ” બોલવું. મુહપત્તિની બીજી ધાર ડાબે હાથે હલાવી કામરાગ-સ્નેહરાગ-દષ્ટિરાગ પરિહરું” બોલવું. જમણા હાથની આંગળીઓ વચ્ચે પકડીને મુહપત્તિ ને ડાબા હાથની હથેળી થી કોણી તરફ લઈ જતા “સુદેવ સુગુરુ સુધર્મ આદર” કહે. એજ રીતે મુહપત્તિને કોણી થી હથેળી તરફ લઈ જતા કુદેવ-કુગુરુ - કુધર્મ પરિહર્સ” કહે. એજ રીતે બીજી બે વખત આ પ્રમાણે કરતા ૧૪ થી ૧૬ અને ૧૭ થી ૧૯ તથા ૨૦થી ૨૨ અને ૨૩ થી ૨૫ બોલ બોલવા. મુહપત્તિને જમણા હાથમાં જ પકડી રાખી એ જ રીતે ડાબા હાથના પાછળના ભાગમાં મુહપત્તિ ફેરવતા ર૬ થી ૨૮ માં બોલ બોલે. ડાબા હાથમાં મુહપત્તિ લઈ આંગળીઓ વચ્ચે પકડી જમણા હાથના પાછળના ભાગે મુહપત્તિ ફેરવતાં “ભય -- શોક- જુગુપ્સા” પરીહરું બોલે પછી મુહપત્તિ ને બંને હાથે બંને છેડેમી પકડી લલાટે ૩૨ થી ૩૪ બોલ મોઢા પાસે ૩૫ થી ૩૭ બોલ, હૃદય પાસે ૩૦ થી ૪૦ બોલ બંને ખભે થઈને ૪૧ થી ૪૪ બોલ બોલવા. $ $ $ ૧૦. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૮૨ છે જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪ ૧૨. ડાબો ઢીંચણ પડિલેહતાં ૪૫ થી ૪૭ બોલ, જમણો ઠીંચણ પડિલેહતા ૪૮ થી ૫૦ બોલ બોલવા. ૩.વાંદણા વિધિ (આ વિધિ અધ્યાપકે ક્રિયા કરી શીખવવી) ૧. ઈચ્છામિ થી મિઉગ્નહ૦ ઉભો રહીને બોલે. ૨. નિસીહિ બોલી પ્રાર્થના કરી અવગ્રહમાં પ્રવેશ કરે અ... હો કાય કા.....ય બોલતા હાથની ઉપર-નીચે એમ છ વખત આવર્ત વિધિ કરવી. સંફાસં' બોલતી વખતે ચરવળા પર બંને હાથ રાખી નમન કરે. ૫. જ-ત્તા-ભે, જ-વ-ણિ, જજે-ચ-ભે બોલતા હાથની ઉપર નીચે એમ છે વખત આવર્ત વિધિ કરવી. ખામેમિ બોલતી વખતે ચરવળા પર હાથ રાખી નમન કરે. આવર્સીિઓએ બોલી અવગ્રહ બહાર નીકળી બાકી સૂત્ર પુરુ કરે. (-મુહપત્તિ અને વાંદણા બંને વિધિની આ અતિ સામાન્ય સમજણ છે. પ્રેક્ટિકલ ક્રિયા કરીને જ આ વિધિ શીખવવી જરૂરી છે.) ૩િ. પદ્ય-વિભાગ) પરમાત્મા સન્મુખ બોલવાની સ્તુતિ સ્મરણ કરે યોગી જનો, જેનું ઘણા સન્માન થી; વળી ઇંદ્ર નર ને દેવ પણ, સ્તુતિ કરે જેની અતિ; એ વેદ ને પુરાણ જેનાં, ગાય ગીતો હર્ષમાં; તે દેવના પણ દેવ વહાલા, જિન વસજો હૃદયમાં. જેનું સ્વરૂપ સમજાય છે, સદ્જ્ઞાન દર્શન યોગથી; ભંડાર છે આનંદના જે, અચળ છે વિકારથી; પરમાત્મની સંજ્ઞા થકી, ઓળખાય જે શુભ ધ્યાનમાં; તે દેવના પણ દેવ વહાલા, જિન વસજો હૃદયમાં ૩. જે કઠિન કષ્ટો કાપતાં, ક્ષણવારમાં સંસારના; નિહાળતા જે સૃષ્ટિને જેમ, બોરને નિજ હસ્તમાં, યોગીજનોને ભાસતા જે, સમજતા સૌ વાતમાં; તે દેવના પણ દેવ વહાલા, જિન વસજો હૃદયમાં જન્મ મરણના દુઃખને, નહિ જાણતા કદી જે પ્રભુ; જે મો ક્ષપથ દાતાર છે, ત્રિલોકને જો તા વિભુ; કલંક હિન દિવ્યરૂપ જે, રહેતું નહીં પણ ચંદ્રમાં; Page #84 -------------------------------------------------------------------------- ________________ ૮૩. જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪ તે દેવના પણ દેવ વહાલા, જિન વસજો હૃદયમાં. ૫. આ વિશ્વના સૌ પ્રાણી પર, શુદ્ધ પ્રેમ નિસ્પૃહ રાખતાં, નહિ રાગ કે નહિ દ્વેષ જેને, અસંગ ભાવે વર્તતા; વિશુદ્ધ ઇન્દ્રિય શૂન્ય જેવા, જ્ઞાનમય છે રૂપમાં, તે દેવના પણ દેવ વહાલા, જિન વસજો હૃદયમાં -: ચૈત્યવંદન: ૧. પર્યુષણ પર્વનું ચૈત્યવંદન પ્રણમું શ્રી દેવાધિ દેવ, જિનવર મહાવીર; સુરવર સેવે શાંત દાંત, પ્રભુ સાહસ ધીર ; -૧ પર્વ પર્યુષણ પુણ્યથી, પામી ભવી પ્રાણી ; જૈન ધર્મ આરાધીએ, સમકિત હિત જાણી ; -૨ કલ્પસૂત્ર ને સુણી ને કીજે જન્મ પરિત્ર, નય કહે હૃદયે ધરો પ્રવચન વાણી વિનીત ; -૩ ૨. સિદ્ધચક્ર/નવપદનું ચૈત્યવંદન જો ધરિ સિરિ અરિહંત મૂળ, દઢ પીઠ પઈક્રિઓ સિદ્ધ સૂરિ ઉવજઝાય સાહુ, ચિહું સાવ ગરિઢિઓ ૧ દિસણ નાણ ચરિત્ત તવેહ પડિસાહા સુંદરૂ તત્તફખર સર વગૂ લદ્ધિ, પયદલ ગુરુ દુબરૂ ૨ દિસિપાલ જમુખ અખિણિ પમુહ સુર કુસુમહિઅલંકિયો સો સિદ્ધચક્ક ગુરુ કપ્પતરૂ, અખ્ત મનવંછિય ફલ દિયો ૩ -: સ્તવન : શ્રી શાંતિનાથનું સ્તવન મારો મુજરો લ્યોને રાજ, સાહિબ શાન્તિ ! સલૂણા, અચિરાજીના નંદન તોરે, દર્શન હેતે આવ્યો, સમકિત રીઝ કરીને સ્વામી ! ભક્તિ ભેટશું લાવ્યો. મારો ૧ દુઃખભંજન છે બિરુદ તમારું, અમને આશ તુમારી ; તુમ નીરાગી થઈને છૂટો, શી ગતિ હોશે અમારી ? મારો ૨ કહેશે લોક ન તાણી કહેવું, એવડું સ્વામી આગે ; પણ બાળક જો બોલી ન જાણે, તો કિમ વહાલો લાગે ? મારો ૩ મારે તો તું સમરથ સાહિબ, તો કિમ ઓછું માનું ; Page #85 -------------------------------------------------------------------------- ________________ ૮૪ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪ . ચિંતામણી જેણે ગાંઠે બાંધ્યું, તેહને કામ કિશ્યાનું. મારો ૪ અધ્યાતમ રવિ ઊગ્યો મુજ ઘટ, મોહિતમિર હર્યું જુગતે; વિમલવિજય વાચકનો સેવક, ‘રામ’ કહે શુભ ભગતે. મારો પ શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન અંતરજામી સુણ અલવેસર, મહિમા ત્રિજગ તુમારો, સાંભળીને આવ્યો હું તીરે, જન્મ મરણ દુઃખ વારો, સેવક અરજ કરે છે રાજ ! અમને શિવ-સુખ આપો. સહુ કોનાં મનવાંછિત પૂરો, ચિંતા સહુની ચૂરો ; એહવું બિરુદ છે રાજ! તમારું, કેમ રાખો છો દૂરે ? સેવક ૨ સેવકને વલવલતો દેખી, મનમાં મહેર ન ધરશો ; કરુણા સાગર કેમ કહેવાશો ! જો ઉપગાર ન કરશો. સેવક ૩ લટપટનું હવે કામ નહીં છે, પ્રત્યક્ષ દરિશન દીજે ; ધુમાડે ધીજું નહિ સાહિબ, પેટ પડયા પતીજે. શ્રી શંખેશ્વર મંડણ સાહેબ, વિનતડી અવધારો; કહે ‘જિનહર્ષ’ મયા કરી મુજને, ભવસાગરથી તારો. સેવક ૫ -: થોયના જોડા : - સેવક ૪ શ્રી શાન્તિનાથજિન થોય વંદો જિન શાંતિ, જાસ સોવત્ર કાંતિ, ટાળે ભવભ્રાંતિ, મોહમિથ્યાત્વ શાંતિ ; દ્રવ્યભાવ અરિ પાંતિ, તાસ કરતા નિકાંતિ, ધરતા મન ખાંતિ, શોક સંતાપ વાંતિ. ૧ દોય જિનવર નીલા, દોય ધોળા સુશીલા, દોય રક્ત રંગીલા, કાઢતા કર્મ કીલા, ન કરે કોઈ હીલા, દોય શ્યામ સલીલા, સોળ સ્વામીજી પીલા, આપજો મોક્ષલીલા. ૨ જિનવરની વાણી, મોહવલ્લી કૃપાણી, સૂત્રે દેવાણી, સાધુને યોગ્ય જાણી અરથે ગૂંથાણી, દેવ મનુષ્ય પ્રાણી, પ્રણમો હિત આણી, મોક્ષની એ નિશાણી. ૩ ૧. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૮૫ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪ વાઘેશ્વરી દેવી, હર્ષ હિયડે ધરેવી, જિનવર પય સેવી, સાર શ્રદ્ધા વરવી ; જે નિત્ય સમરેવી, દુ:ખ તેહના હરેવી, પદ્મવિજય કહેવી, ભવ્ય સંતાપ ખેવી. ૪ પયુષણ પર્વની થાય મણિરચિત સિંહાસન, બેઠા જગદાધાર; પર્યુષણ કેરો, મહિમા અગમ અપાર : નિજ મુખથી દાખી, સાખી સુરનર વૃદ, એ પર્વ પર્વમાં જેમ તારામાં ચંદ ૧ નાગકેતુની પેરે કલ્પ સાધના કીજે વ્રત નિયમ આખડી, ગુરુ મુખ અધિકી લીજે દોય ભેદે પૂજા, દાન પાંચ પ્રકાર, કર પરિક્રમણાં ધર, શીયળ અખંડિત ધાર ૨ જે ત્રિાકરણ શુદ્ધ આરાધે નવવાર, ભવ સાત આઠ અવશેષ તાસ સંસાર સહુ સુત્ર શિરોમણિ, કલ્પ સૂત્ર સુખકાર તે શ્રવણે સુણીને સફળ કરો અવતાર ૩ સહું ચૈત્ય જુહારી, ખમત ખામણાં કીજે; કરી સાહમ્મી વત્સલ, કગતિ દ્વાર પટ દીજે અઢાઈ મહોત્સવ, ચિદાનંદ ચિત્ત લાવી એમ કરતા સંઘને, શાસન દેવ સહાયી ૪ -: સઝાય: ક્રોધની સઝાય કડવાં ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે; રીસ તણ રસ જાણીએ, હળાહળ તોલે . કડવાં ) ૧ ક્રોધે ક્રોડ પૂરવ તણું, સંયમ ફળ જાય; ક્રોધ સહિત તપ જે કરે, તે તો લેખે ન થાય. કડવાં, ૨ સાધુ ધણો તપીયો હતો, ધરતો મન વૈરાગ; શિષ્યના ક્રોધ થકી થયો. ચંડકોશિયો નાગ. કડવાં ૩ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮૬ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪ આગ ઉઠે જે ધર થકી, તે પહેલું ધર બાળે ; G જળનો જોગ જો નિવ મળે, તો પાસેનું પરજાળે. કડવાં ૦ ૪ ક્રોધતણી ગતિ એહવી, કહે કેવળનાણી; D હાણ કરે જે હેતની, જાળવજો એમ જાણી. કડવાં · પ ઉદયરત્ન કહે ક્રોધને, કાઢજો ગળો સાહી; કાયા કરજો નિર્મળી, ઉપશમ રસ નાહી. કડવાં માયાની સજ્ઝાય οξ સમકિતનુ મૂળ જાણીએ જી. સત્ય વચન સાક્ષાત્ ; સાચામાં સમકિત વસેજી, માયામાં મિથ્યાત્વ રે પ્રાણી ! મ કરીશ માયા લગાર.૧ મુખ મીઠો જૂઠો મનેજી, ફૂડકપટનો રે કોટ; જીભે તો ‘જીજી' કરેજી, ચિત્તમાં તાકે ચોટ રે-પ્રાણી ! મ૨ આપ ગરજે આઘો પડેજી, પણ ન ધરે વિશ્વાસ ; મનશું રાખે આંતરો૨જી, એ માયાનો પાસ રે-પ્રાણી ! મળ્યુ જેહશું બાંધે પ્રીતડીજી, તેહશું રહે પ્રતિકૂળ ; મેલ ન છંડે મન તણોજી, એ માયાનું મૂળ રે-પ્રાણી ! મ૪ તપ કીધો માયા કરીજી, મિત્રશું રાખ્યો રે ભેદ ; મલ્લિજિનેશ્વર જાણજોજી, તો પામ્યા સ્ત્રીવેદ રે-પ્રાણી ! મપ ઉદયરત્ન કહે સાંભળોજી, મેલો માયાની બુદ્ઘ ; મુક્તિપુ૨ી જાવા તણોજી, એ મારગ છે શુદ્ધ રે-પ્રાણી ! મળ્યું ૪. કથા - વિભાગ કથા- ૧ : અનાથી મુનિ કૌશાંબી નગરી હતી. તેમાં અતિ ધનાઢ્ય અને ઋદ્ધિ સંપન્ન એવો યુવાન રહેતો હતો. અચાનક એક વખત તે યુવાનની આંખો વેદનાથી ધેરાવા લાગી. ધીમે ધીમે તેના આખા શરીરમાં અગન દાહ ઉઠી. કાળી બળતરા થવા લાગી. શસ્ત્રથી પણ તીક્ષ્ણ રોગથી તે યુવાન તરફડવા લાગ્યો. આંખ અને શરીરની અસહ્ય વેદનાથી તેનું મસ્તક ફાટવા લાગ્યું. જોનારને પણ બીક લાગે તેવી દારુણ પીડા તેને થતી હતી. Page #88 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪ કેટલાંયે વૈદ્યો આવ્યા, કેટલી બધી દવા આપીને ઉપચારો કર્યા પણ કોઈ તેનો રોગ મટાડી ન શક્યા. તે યુવાન અનાથ-અશરણની જેમ તરફડતો રહ્યો. તેનો રોગ ન મટ્યો. માતા-પિતાનું વાત્સલ્ય કે સહોદર ભાઈ-બહેનોનો પરિશ્રમ પણ તે યુવાનના દુઃખને ઘટાડી ન શક્યા, આવું હતું તેનું અનાથ-અશરણપણું. પતિવ્રતા, પ્રેમમાં રક્ત, આંસુભરી આંખોથી ઉભેલી, સેવા કરતા નહીં થાકતી પત્નીએ કેટલાંય વિલેપનો કર્યા, તો પણ પતિની વેદના દૂર ન થઈ, અસહ્ય વેદનાની વચ્ચે તે યુવાન અશરણ-અનાથ બની ગયો. ઊંધી પણ શકતો ન હતો. અચાનક તે યુવાનને શ્રી જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલા ધર્મનો પ્રકાશ મળી ગયો, મનને શાતા-શાંતિ મળી, તે ભરનિદ્રામાં પોઢી ગયો. યુવાને દીક્ષા લેવાનો વિચાર કર્યો. ભગવંતનું શરણું સ્વીકાર્ય ભગવંતના શરણે જવાથી, ભગવંતે કહેલા ધર્મનું શરણ ગ્રહણ કરવાથી તેનો રોગ શાંત થઈ ગયો, વેદના જતી રહી, તે યુવાનની અનાથતા જતી રહી અને બની ગયા અનાથી મુનિ. શ્રેણિક મહારાજા એ જયારે આ યુવાન, સુંદર દેખાવ વાળા અને નિરોગી મુનિને જોઈને પૂછયું કે હે મુનિ! તમે શા માટે સાધુ બન્યા છો? આ બધું છોડી દઈ, તમે ભોગ વિલાસનો સ્વીકાર કરો.રાજા શ્રેણિકે અનાથી મુનિને ધનની સ્ત્રીની-ભોગની-એવી ઘણી ઘણી વસ્તુ સ્વીકારવા વિનંતી કરી. અનાથી મુનિએ રાજાને પોતાની વેદનાની અને અનાથતાની વાતો સમજાવી. રાજ! ધન સ્ત્રી-પરીવાર-માતા-પિતા-ભાઈ-બહેન કોઈ આ જગતમાં શરણ રૂપ નથી, તું પણ અનાથ જ છે. જો કોઈ નાથ હોય તો એક માત્ર અરિહંત છે. અરિહંતનું શરણું ગ્રહણ કર,ભગવંત એક જ તારો નાથ થશે. રાજા શ્રેણિક અનાથી મુનિની વાતો સાંભળી સમકિત પામ્યો. અનાથી મુનિ પણ અરિહંત અને અરિહંત પરમાત્માએ પ્રરૂપેલ ધર્મને માર્ગે જઈ, તેમને જ શરણભૂત માની સાધુપણામાં વિચરતા વિચરતા મોક્ષે ગયા. જગતમાં કોઈને નાથ ન બનાવવા પડે તેવા સિદ્ધપદને પામી કાયમ માટે અનાથતાથી દૂર થયા. આપણે પણ જો અનાથ ન બનવું હોય, અશરણ ન બનવું હોય તો અનાથી મુનિની માફક અરિહંત પરમાત્માને શરણે જવું જોઈએ. કથા- ૨ : ગજસુકુમાલ વસુદેવ નામે રાજા હતો. તેને દેવકી નામની એક રાણી હતી. વાસુદેવ કૃષ્ણ તેના પુત્ર હતા. તે કૃષ્ણના નાના ભાઈનું નામ ગજસુકુમાલ હતું. ગજસુકુમાલ Page #89 -------------------------------------------------------------------------- ________________ ८८ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪ ને દીક્ષા લેવાની ઈચ્છા થઈ, તે દીક્ષા ન લે તે માટે માતા દેવકીએ ઘણાં પ્રયત્નો કર્યા. સોમશર્મા બ્રાહ્મણની પુત્રી સોમા સાથે તેની સગાઈ પણ કરી દીધી. પણ ભગવંત નેમિનાથે જ્યારે માનવભવની દુર્લભતા સમજાવી, આત્માના શુદ્ધ સ્વરૂપ વિશે જણાવ્યું ત્યારે ગજસુકુમાલને વૈરાગ્ય ઉત્પન્ન થયો. ગજસુકુમાલે ભગવંત નેમિનાથને પૂછ્યું કે મારે મારા આત્માને શુદ્ધ કરવો છે, તો શું કરવું ? પ્રભુ કહે તે માટે તારે દીક્ષા લેવી પડે. ગજસુકુમાલે દીક્ષા લીધી. પછી પણ પહેલો પ્રશ્ન એ જ કર્યો કે હે ભગવંત ! મારે તો જલ્દીથી આ બધાં કર્મો છોડવા છે, તો હવે મારે શું કરવું ? નેમિનાથ ભગવંતે કહ્યું કે તો તું મન-વચન અને શરીરથી કાઉસ્સગ્ગ કર અને તારા શરીરના મોહનો પુરેપુરો જ ત્યાગ કર. ગજસુકુમાલ મુનિતો ભગવંતની આજ્ઞા લઈ નીકળી ગયા. સીધા પહોંચી ગયા શ્મશાન ભૂમિમાં. ત્યાં જઈ કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઉભા રહી ગયા. શરીરનો મોહ પુરેપુરો છોડી દીધો. તેને તો આત્મા શુદ્ધ કરવો હતો. મોક્ષે જવું હતું. પુરા ધ્યાનથી કાઉસ્સગ્ગ કરવા લાગ્યા. તે સમયે સોમશર્મા(સોમીલ) બ્રાહ્મણ શ્મશાન પાસેથી પસાર થયો. તેણે ગજસુકુમાલને કાઉસ્સગ્ગમાં જોયા, સોમીલને થયું કે અરેરે! આ તો સાધુ થઈ ગયો ! મારી દીકરી નો ભવ બગાડ્યો. હવે તેને મારે બરોબરની સજા કરવી જોઈશે. ગજસુકુમાલ મુનિને પણ પૂર્વભવનું કર્મ ઉદયમાં આવેલું હતું. પૂર્વનો વૈરાનુબંધ તો હતો જ. સોમીલ બ્રાહ્મણ પુરા રોષમાં હતો, ભીની માટી લાવ્યો. ગજસુકુમાલ મુનિના તાજા મુંડાયેલા મસ્તક ઉપર માટીની પાળ બાંધી દીધી. શ્મશાન માં સળગી રહેલ ચિતામાંથી ધગધગતા અંગારા લાવીને ગજસુકુમાલ મુનિના માથામાં ભરી દીધા. સળગતા અંગારાથી મુનિનું માથું ફાટવા લાગ્યું. આખા શરીરમાં ભયંકર વેદના શરૂ થઈ. પણ આ મુનિએ તો શરીરની મમતા જ છોડી દીધેલી. કાયોત્સર્ગ અર્થાત્ કાયાનો-શરીરનો ત્યાગ કરવાનો દૃઢ સંકલ્પ કરીને જ ઉભા છે. તે તો આત્મસ્વરૂપમાં લીન થઈ ગયા. વિચારવા લાગ્યા કે આ તો શરીર બળે છે. શરીર તો પારકું છે. જે મારો છે તે તો આત્મા છે. આત્મા તો બળતો નથી. કાયોત્સર્ગ ધ્યાનમાં લીન ગજસુકુમાલ મુનિ ત્યાં જ કેવળજ્ઞાન પામી ને મોક્ષે પધાર્યા. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૮૯ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪ એક જ દિવસનું ચારિત્ર, એક જ રાત્રિનો કાયોત્સર્ગ તેને મોક્ષ અપાવી ગયો. આપણે પણ કાયોત્સર્ગ કરીએ છીએ ને પ્રતિક્રમણમાં?એક જ નવકારના કાઉસ્સગ્નમાં પણ આપણી સ્થિરતા કેટલી ? હવે તો નિર્ણય જ કરી દો કે હું કાઉસ્સગ્નમાં પુરો સ્થિર રહીશ. મચ્છર કરડે, ખણ આવે કે બીજી કોઈ તકલીફ પડે, પણ હું કાઉસ્સગ્ગ માં જરા પણ હલીશ નહી. કથા- ૩ઃ દશાર્ણભદ્ર દશાર્ણ નામે નગર હતું. તે નગરમાં દશાર્ણભદ્ર નામનો રાજા હતો. રાજાને સમાચાર મળ્યા કે કાલે શ્રી મહાવીરપ્રભુ તેના નગરમાં પધારી રહ્યા છે. રાજા તો ખુશખુશ થઈ ગયો. નગર આખામાં ઢંઢેરો પીટાવી દીધો કે બધાં એ વીરપ્રભુના વંદન કરવા જવાનું છે. એટલી સજાવટ કરો કે આવી સજાવટ કરીને કોઈએ પણ આજ સુધી ભગવાનને વંદન ન કર્યું હોય. સર્વઋદ્ધિ સહિત, સંપૂર્ણ શૃંગાર પૂર્વક ચતુરંગીણી સેના સહિત રાજા નગરજનો સાથે વંદન કરવા નીકળ્યો. ખૂબજ ઠાઠથી નીકળેલો છે. ૧૮ હજાર હાથી, ૨૪ લાખ ધોડા, ૨૧ હજાર રથ, ૯૧ કરોડપાયદળ, ૧૦૦૦ સુખપાલ, ૧૬ હજાર ધજા એવા મોટા આડંબર સાથે શ્રી વીરપ્રભુને વંદન કરવા આવ્યો. આટલી મોટી સમૃદ્ધિ પૂર્વક આવીને વંદન કરતી વખતે તેના મનમાં અહમ્ હતો, અભિમાન હતું. તે અભિમાન ખોટું હતું. દેવલોકમાં બેઠેલા ઈન્દ્ર પણ વિચાર કર્યો કે જો આ રાજા અભિમાન છોડી દે તો ખરેખર ! આ વંદન તેને માટે મહા-કલ્યાણકારી બની જાય. ઈન્દ્ર પણ પરમાત્માના વંદન માટે નીકળ્યા. પણ ખરેખર તેની ભાવના દશાર્ણભદ્ર નું માન ખંડન કરવાની હતી. તેણે ઐરાવણ દેવતાને બોલાવ્યો. દેવતાને હાથીનું રૂપ બનાવવાનું કહ્યું. પણ આ હાથી કેવો? દરેક હાથીને ૫૧૨ માથા હતા. દરેક માથામાં આઠ-આઠ મોટા દાંત હતા, દરેક દાંત માં આઠ-આઠ વાવડી હતી. દરેક વાવડીમાં આઠ-આઠ કમલ હતા.દરેક કમલમાં એક લાખ પાંખડી હતી. એક એક પાંખડી ઉપર બત્રીશબદ્ધ નાટક થતા હતા. આવો એક હાથી નહીં પણ ૬૪૦૦૦ હાથી હતા. સામાન્ય ગુણાકાર કરો જોઈએ ૫૧૨ માથા X ૮ દંતુશળ = ૪૦૯૬ X ૮ વાવડી = ૩૨૭૬૮ X ૮ કમળ = ૨૬૨૧૪૪ કમળ, તે કમળની એક લાખ પાંખડી એટલે ૨૬ અબજ, ૨૧ કરોડ, ૪૪લાખ નાટક એક હાથી ઉપર ચાલતા હતા. એવા ૬૪000 હાથી હતા. Page #91 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪ દશાર્ણભદ્ર રાજા તો એ જોઈને જ દંગ રહી ગયો. રાજાને થયું કે ઇન્દ્રની સમૃદ્ધિ પાસે મારી ઋદ્ધિતો તણખલાં જેટલી પણ માંડ માંડ છે. હવે જો મારે મારું માન ટકાવવું હોય તો મારે દીક્ષા જ લેવી પડે. ખરેખર ! દશાર્ણભદ્ર રાજાએ દીક્ષા લઈ લીધી. તે તો ભગવાન્ મહાવીરના ચરણોમાં સમર્પિત થઈ ગયા. ઈન્દ્ર એ પણ તેને વંદન કર્યા ને કહ્યું કે ખરેખર ! મનુષ્યના જન્મ ને ધન્ય છે. હું તો દીક્ષા લઈ શકું તેમ નથી. સાધુ બનેલા રાજાને ચરણે ઇન્દ્રનું મસ્તક નમી ગયું. ૯૦ વંદન કરવા આવેલો રાજા ભલે અભિમાન કરતો આવેલો પણ તેનું એક વખતનું સમૃદ્ધિપૂર્વકનું વંદન તેને સાધુ બનાવી ગયું તો જગત્ તેને વંદન કરવા લાગ્યુ,જેવું પોતાનું માન છોડી દીધું કે રાજા દશાર્ણભદ્રને મુક્તિનો માર્ગ ખૂલી ગયો. માન છોડવાથી રાજા તો મોક્ષે પહોંચી ગયો. આપણે પણ નાની-નાની વાતમાં અભિમાન કરીએ છીએ ને ? આપણે પણ સાચું સુખ જોઈતું હોય તો માનનો ત્યાગ કરવો જ પડશે. માન ત્યાગથી જ મોક્ષનો માર્ગ ખુલ્લો થશે. કથા- ૪ : કપર્દીયક્ષ ક્ષિતિપુર નામે એક નગર હતું. તે નગરમાં કુવિદ નામનો એક વણકર રહેતો હતો. એક વખત વજસ્વામીજી વિહાર કરતા-કરતાં ક્ષિતિપુર નગરે પહોંચ્યા. કુવિદ વણકર તેના પરીચયમાં આવ્યો. આ વણકરને તો દારુ અને માંસ વગર ચાલતું ન હતું. વજ્ર સ્વામીજી ને લાગ્યું કે આ વણકર ભલે વ્યસનમાં ડૂબેલો છે,પણ તેને સમજાવીને માર્ગે વાળીએ તો ચોક્કસ તેનું કલ્યાણ થશે. વજ સ્વામીજી એ તેને સમજાવ્યું કે જેઓ નવકાર ગણીને ગાંઠ છોડ્યા પછી જ કંઈપણ ખાવા-પીવાનું પચ્ચક્ખાણ કરે છે તે પોતાના કર્મની ગાંઠ ખોલી એટલે નાંખે છે. દશ પ્રકારના પચ્ચક્ખાણોમાં એક ‘સંકેત' નામનું પચ્ચક્ખાણ કે નિયમ છે. તેમા મુઠ્ઠી વાળીને, ગાંઢ ખોલીને અથવા વીંટી બદલીને પોતાનો નિયમ પાળી શકે છે. જ્યારે કંઈપણ ખાવું કે પીવું હોય ત્યારે આવો કોઈ સંકેતરૂપ નિયમ પાળેતો પણ મહિને ઘણાં બધાં ઉપવાસનું ફળ મળે અને તેના ઘણાં પાપો ખપી જાય છે. પેલો કુવિદ વણકર વિચારે છે કે ગુરુમહારાજ જે નિયમની વાત કરે છે તેમાં મારે કંઈ છોડવાનું તો છે નહીં. ફક્ત ખાતા કે પીતા મારે તો ગાંઠ જ છોડવાની Page #92 -------------------------------------------------------------------------- ________________ ૯૧ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪ છે તેમાં કઈ મોટી વાત છે? તેણે તો ગુરુ મહારાજ પાસે નિયમ લઈ લીધો કે હું પણ ગાંઠ છોડ્યા વિના હવે કંઈ ખાઈશ કે પીશ નહીં. તેને તો ફક્ત એક દારૂનું વ્યસન હતું. જ્યારે દારૂ પીવો હોય ત્યારે વસ્ત્રની ગાંઠ છોડી દે અને જ્યારે દારૂ પીવાઈ જાય એટલે ફરી ગાંઠ વાળી લે. એક વખત એવું બન્યું કે તેનાથી અવળી ગાંઠ વળી ગઈ. દારૂપીવાની ખૂબ જ ઈચ્છા થઈ, વસ્ત્રની ગાંઠ છોડવા ઘણી મહેનત કરે છે પણ કેમ કરીને ગાંઠ છૂટતી નથી. દારુ નું વ્યસન એટલું જોરદાર છે કે દારુ પીધા વગર પણ રહી શકતો નથી.ગાંઠ છોડવા ઘણી મહેનત કરી, ધીરે ધીરે તેના શરીરની નસો તૂટવા લાગી. તરફડીયા મારે છે. પણ ગાંઠ છૂટતી નથી. કુવિદ વણકર નું આખું શરીર ખેંચાવા લાગ્યું, પણ તેને થયું કે નિયમ કેમ તોડાય ? તે નિયમને બરાબર વળગી રહ્યો. નિયમ તોડવો નથી. ગાંઠ છૂટતી નથી. વ્યસન વળગેલું છે. તરફડીને તે મૃત્યુ પામ્યો. નિયમને મજબુત પાળવા માટેના શુભ ધ્યાનના પ્રભાવે તે મરીને કપર્દી નામે યક્ષ થયો. શત્રુંજયગિરિ ઉપર તે યક્ષ પણે ઉત્પન્ન થયો. આજે પણ લોકો તેને નમસ્કાર કરે છે. આવો છે નિયમનો મહિમા. આપણે નાનો પણ નિયમ લેવો જોઈએ અને લઈને તેને બરાબર પાલન કરવું જોઈએ. નિયમનો કેટલો મહિમા છે કે એક દારુડીયો પણ દેવતા થઈ ગયો. માટે નિયમ લઈને બરાબર પાલન કરવું. કથા-પઃ સુલસા શ્રાવિકા રાજગૃહી નામની એક નગરી હતી. તે નગરીમાં સુલસા નામના એક શ્રાવિકા રહેતા હતા. તે ભગવંત મહાવીરના પરમ ભક્ત હતા. તેને પરમાત્મામાં અને પરમાત્માએ બતાવેલા માર્ગમાં અભૂતપૂર્વ-અતુટ શ્રદ્ધા હતી. તેની આ શ્રદ્ધા કોઈ દેવ કે દાનવ, મનુષ્ય કે વિદ્યાધર ડગાવી ન શકે એવી મજબુત. ભગવાન મહાવીરે એક વખત લાભનું કારણ જાણી, અંબડ પરિવ્રાજક ને કહ્યું, તમે રાજગૃહી જાઓ છો તો તુલસા શ્રામિકને મારા ધર્મલાભ કહેજો . અંબડને થયું કે ભગવાન્ જેવા ભગવાન્ જેને ધર્મલાભ કહેવડાવે એ શ્રાવિકા કેટલા ઉત્તમ હશે? તો તેની પરીક્ષા કરી જોઉં કે ખરેખર ! આ શ્રાવિકાની શ્રદ્ધા કેવી છે? અંબડે રાજગૃહી પહોંચી સાક્ષાત બહ્માનું રૂપ ધારણ કર્યું. નગરની પૂર્વ દિશામાં જઈને રહ્યો. નગરના અનેક લોકો બહ્માના દર્શને ગયા. ન ગયા એક સુલતા Page #93 -------------------------------------------------------------------------- ________________ ૯૨ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪ શ્રાવિકા. કેમકે તે તો દઢ સમકિતી શ્રાવિકા હતા. બીજે દિવસે અંબડે નગરની દક્ષિણ દિશામાં જઈ સાક્ષાત્ શંકરનું રૂપ ધારણ કર્યું. ત્રીજે દિવસે નગરની પશ્ચિમ દિશામાં જઈ સાક્ષાત્ વિષ્ણુનું રૂપ ધારણ કર્યું. અનેક નગરજનો તેના દર્શને ગયા. પણ સુલસા શ્રાવિકા તો સાચા શ્રાવિકા હતા, તે દર્શને ન જ ગયા. અંબાના મનમાં થયું કે આ દઢ શ્રદ્ધાળુ અને સમકિતી શ્રાવિકા છે તે બ્રહ્માશંકર કે વિષ્ણુ ને નહીં જ નમે જો હું તીર્થકરનું રૂપ બનાવું તો કદાચ તે દર્શન કરવા આવે. અંબડે તો એવો આડંબર ગોઠવ્યો કે જાણે ખરેખર ! તીર્થકર ભગવંત પધાર્યા હોય, લોકો ના તો ટોળેટોળા દર્શન કરવા નીકળી પડ્યા. સુલતા વિચાર કરે છે કે નક્કી આ કોઈ પાખંડી લાગે છે. તીર્થંકર ચોવીશ જ હોય, પચીશ માં તીર્થકર તો હોઈ જ ન શકે જો ચોવીશમાં તીર્થકર મહાવીર પ્રભુ પધાર્યા હોય તો મારો રોમરોમમાં આનંદ થાય માટે મારે જવું નથી. બોલો! કેટલી શ્રદ્ધા હશે તે શ્રાવિકાની? તમે પણ પૂજા કરો છો ને? તમને કદી આવો રોમાંચ થયો ખરો? પછી તો અંબડે પણ માયા સંકેલી લીધી. શ્રાવક તરીકે જ તે સુલસા શ્રાવિકાના ઘેર મહેમાન બનીને ગયો. ભગવંત મહાવીરનો સંદેશો જણાવ્યો. સુલસા શ્રાવિકાની માફી માંગી. શ્રાવિકા પણ આનંદવિભોર બની ગયા. ભગવંત ની સ્તુતિ કરતા કરતા તેની આંખોમાં આંસુ આવી ગયા. કેટલી શ્રદ્ધા અને સમર્પણ હશે તેનું અરિહંત પરમાત્મા પ્રત્યે ! આપણે પણ ઘણી જિનવાણી સાંભળી, ધર્મ પામ્યા. પણ આપણી શ્રદ્ધા કેવી અને કેટલી ? આપણે પણ હવે નિયમ કરીએ કે અરિહંત દેવ, પંચમહાવ્રતધારી ગુરુ અને ભગવંતે કહેલા ધર્મ પ્રત્યે આવા શ્રદ્ધાવાનું બનીશું. પિ. જૈન - ભૂગોળ ભરતક્ષેત્રનો પરીચય (અતિસંક્ષેપમાં) ચૌદ રાજલોકના મધ્યભાગમાં મધ્યલોક છે. મધ્યલોકના મધ્યભાગમાં જંબૂદ્વીપ આવેલો છે. જંબૂદીપ માં સાત મોટા વર્ષ ક્ષેત્રો છે. તેમાં એક ક્ષેત્રનું નામ ભરત ક્ષેત્ર છે. આપણે આ ભરતક્ષેત્રમાં રહીએ છીએ. એક લાખ યોજનાના જંબૂદ્વીપમાં પ૨૬ યોજનથી થોડુ-મોટું એવું ભરતક્ષેત્ર છે. આ ભરતક્ષેત્ર નો આકાર ધનુષ્ય જેવો છે. આ ભરતક્ષેત્રની બરાબર મધ્યમાં વૈતાઢ્ય નામનો એક પર્વત આવેલો છે. ભરતક્ષેત્રની ઉપરની બાજુ લઘુ હિમવંત પર્વત છે. બીજી ત્રણે તરફ લવણ નામે સમુદ્ર છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪ ૯૩ ભરતક્ષેત્ર કુલ છ ભાગોમાં વહેંચાયેલ છે. જેમાં વૈતાઢ્ય પર્વતની ઉપરના ભાગને ઉત્તરાર્ધ ભરત કહે છે અને વૈતાઢ્ય પર્વતની નીચેના ભાગને દક્ષિણાર્ધ ભરત કહે છે. લઘુહિમવંત પર્વત ઉપર રહેલા પદ્મદ્રહથી બે નદી નીકળે છે. એક ગંગા નદી અને બીજી સિંધુ નદી. આ બંને નદીઓ આખા ભરતક્ષેત્રમાંથી વહેતી-વહેતી છેક નીચે લવણ સમુદ્રમાં જઈને મળે છે. વૈતાઢય પર્વત અને ગંગા તથા સિંધુ નદીને કારણે ભરતક્ષેત્રના છ વિભાગ થઈ જાય છે. તે આ રીતે (૧) વૈતાઢ઼ય પર્વતની નીચે અને ગંગા તથા સિંધુ નદીની વચ્ચેનો એક ખંડ, (૨) વૈતાઢય પર્વતની નીચે અને સિંધુ નદી તથા લવણ સમુદ્રની વચ્ચેનો બીજો ખંડ, (૩) વૈતાદ્ય પર્વતની ઉપર અને સિંધુ નદી તથા લવણ સમુદ્રની વચ્ચે ત્રીજો ખંડ, (૪) વૈતાઢ્ય પર્વતની ઉપર અને ગંગા તથા સિંધુ નદી વચ્ચેનો ચોથો ખંડ, (૫) વૈતાઢ્ય પર્વતની ઉપર અને ગંગા નદી તથા લવણ સમુદ્રની વચ્ચેનો પાંચમો ખંડ, (૬) વૈતાઢ્ય પર્વતની નીચે અને ગંગાનદી તથા લવણ સમુદ્રના વચ્ચે છઠ્ઠો ખંડ. સમગ્ર ભરત ક્ષેત્રમાં ૩૨૦૦૦ દેશો છે. તેમાં સાડા પચીશ દેશોજ આર્ય દેશો છે. તે દક્ષિણાઈ ભરતના મધ્યખંડમાં આવેલા છે. આ આર્ય દેશોમાં ધર્મ છે. તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ, પ્રતિવાસુદેવ એ બધાં ઉત્તમ પુરુષો આ મધ્યખંડમાં જ ઉત્પન્ન થાય છે. હાલમાં આ મધ્યખંડનો સાવ નાનો એવો ટપકાં જેવો એક ભાગ કે ટાપુ એજ આપણી અત્યારની દુનિયા છે. • આ છે આપણી સાચી ભૂગોળ, આપણે જેને સમગ્ર વિશ્વ માની બેઠા છીએ તે તો એક નાનકડા ભરત ક્ષેત્રનો પણ નાનો એવો બિંદુ સમાન ભાગ માત્ર છે. ૬. સૂત્ર-આધારીત પ્રશ્નો આયરિય ઉવજઝાએ સૂત્રમાં કોની માફી માંગવામાં આવી છે? આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય વગેરે, સકળ શ્રી સંઘ અને સર્વ જીવો સાથે જે ક્રોદાદિ કષાય થયા હોય તેની માફી માંગેલ છે. ગચ્છ, કુલ અને ગણ કોને કહેવાય? એક આચાર્યની આજ્ઞામાં રહેલો શિષ્ય સમુદાય તે “ગચ્છ' ઘણાં ગચ્છોનો સમુદાય તે કુલ’ અને ઘણાં કુળોનો સમુદાય તે ‘ગણ' કહેવાય Page #95 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪ ૩. નમોડસ્તુ, સૂત્રથી કોની સ્તુતિ થાય છે? તે ક્યારે બોલાય છે? નમોડસ્તુ સૂત્ર મુખ્યત્વે વીર પરમાત્માની સ્તુતિ છે અને તે સાંજના પ્રતિક્રમણમાં બોલાય છે. ૪. વિશાલલોચન સૂત્રથી કોની સ્તુતિ થાય છે? તે ક્યારે બોલાય છે? વિશાલલોચન સૂત્ર મુખ્યત્વે વીર પરમાત્માની સ્તુતિ છે. તે સવારના (રાઈ.) પ્રતિક્રમણમાં બોલાય છે. નમોડસ્તુ અને વિશાલલોચન સૂત્ર બોલવાના અધિકારી કોણ ? આ બંને સૂત્રો પુરુષો બોલે છે. સ્ત્રી વર્ગને બોલવાની મનાઈ છે. સુઅદેવયા કોની સ્તુતિ છે? તે કોણ બોલે છે? સુઅદેવયા સૂત્ર શ્રુતદેવતાની સ્તુતિ છે. તે પુરુષો બોલે છે. જીસેખિત્તે સૂત્ર કોની સ્તુતિ છે? તે કોણ બોલે છે? જીસેખિત્તે ક્ષેત્ર દેવતાની સ્તુતિ છે. તે પુરુષો બોલે છે. કમલદલ કોની સ્તુતિ છે ? તે કોણ બોલે છે ? કમલદલ સરસ્વતીદેવી શ્રુતદેવીની સ્તુતિ છે તે સ્ત્રીવર્ગ દેવસિ પ્રતિક્રમણમાં બોલે છે. યસ્યાક્ષેત્ર કોની સ્તુતિ છે?ક્યારે બોલાય છે? યસ્યાક્ષેત્ર એ ક્ષેત્ર દેવતાની સ્તુતિ છે. તે પાક્ષિક પ્રતિક્રમણ અને વિહારમાં પ્રથમ દિવસના માંગલિક પ્રતિક્રમણ માં બોલવાની પરંપરા છે. સ્ત્રીઓ દેવસિ પ્રતિક્રમણમાં “જીસેખિત્તે' ને સ્થાને બોલે છે. ૧૦. અઢાઈજેસુ સૂત્ર વડે કોની વંદના થાય છે? અઢાઈજેસુ સૂત્ર વડે અઢીદ્વીપમાં રહેલા સર્વે સાધુને વંદન થાય છે. ૧૧. વરકનક સૂત્રથી કોને વંદના થયા છે? વરકનક સૂત્ર વડે ૧૭૦ તીર્થકરોને વંદના થાય છે. ૧૨. લઘુશાંતિમાં કોની સ્તવના થાય છે? લઘુશાંતિસ્તવ એ શાંતિનાથ ભગવાનની સ્તુતિ છે. ૧૩. લઘુશાંતિ સ્તોત્રની રચના કોણે કરી છે? લઘુશાતિ સ્તોત્રની રચના શ્રી માનદેવ સૂરિ એ કરેલી છે. ૧૪. લઘુશાંતિ સ્તોત્રની રચના શામાટે કરાઈ હતી ? નાડોલ નામના નગરમાં મરકી નામનો રોગ ઉત્પન્ન થયો, તે રોગના નિવારણ માટે લઘુશાંતિ સ્તોત્ર રચાયેલ હતું. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૯૫ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪ ૧૫. લધુશાંતિ સ્તોત્રમાં સ્પષ્ટ મંત્રાક્ષર સ્વરૂપે આવતો મંત્ર ક્યો છે? ઓમિતિ નમો નમો હૈ હી હું છું યઃ ક્ષઃ હી ફર્ ફ સ્વાહા” એ સ્પષ્ટ મંત્રાક્ષર સ્વરૂપ મંત્ર છે. | ૭. સામાન્ય તત્ત્વજ્ઞાન) પ્રશ્નો) ૧. વંદનના કેટલા ભેદ છે? ક્યા ક્યા? વંદનના ત્રણ ભેદ છે. (૧) જધન્ય કે ફિટ્ટાવંદન-બે હાથ જોડી માથું નમાવી નમસ્કાર કરવો તે. (૨) મધ્યમ/થોભ વંદન - ખમાસમણ દઈ પંચાગ પ્રણિપાત યુક્ત વંદન કરવું તે. (૩) ઉત્કૃષ્ટ વંદન - વાંદણા સૂત્ર પૂર્વક દ્વાદશાવર્ત વંદન કરવું તે. ૨. મુદ્રા એટલે શું? તેના નામ જણાવો. સૂત્રો બોલતી વખતે હાથ, પગ આદિ અંગોની વિશિષ્ટ રચના તે મુદ્રા. તેના ત્રણ ભેદ છે. ૧-યોગમુદ્રા, ૨-જિનમુદ્રા, ૩-મુક્તાશક્તિ મુદ્રા ૩. ઈન્દ્રિયો કેટલી છે. ? કઈ કઈ ? તેના વ્યવહારમાં શું નામ છે? ઇન્દ્રિયો પાંચ છે. સ્પર્શનઇન્દ્રિય-શરીર, રસનાઇન્દ્રિય-જીભ,ઘાણ ઇન્દ્રિય-નાક, ચક્ષુઇન્દ્રિય-આંખ, શ્રવણ ઇન્દ્રિય-કાન. પરમાત્માનો જન્માભિષેક કરવા કેટલા ઇન્દ્રો આવે છે? ક્યા ક્યા? જન્માભિષેક કરવા ૬૪ ઈન્દ્રો આવે છે. ભવનપતિના ૨૦ ઈન્દ્રો, વ્યંતરના ૧૬ ઇન્દ્રો, વાણવ્યંતરના ૧૬ ઈન્દ્રો, જ્યોતિષ્ક ના ૨-ઈન્દ્રો, વૈમાનિકના ૧૦ ઈન્દ્રો. તીર્થંકર પરમાત્માને જન્મથી કેટલા જ્ઞાન હોય છે ? પરમાત્માને જન્મથી ત્રણ જ્ઞાન હોય- મતિ, શ્રત અને અવધિ. તીર્થંકર પરમાત્માને મન:પર્યવ જ્ઞાન ક્યારે થાય છે? પરમાત્મા દીક્ષા ગ્રહણ કરે ત્યારે ચોથું મનઃ પર્યવજ્ઞાન થાય છે. ૭. જ્ઞાનની આરાધનાનું મુખ્ય પર્વ કયું છે ? તે ક્યારે આવે છે ? જ્ઞાન આરાધનાનું મુખ્ય પર્વ ‘જ્ઞાન પંચમી છે. તે કારતક સુદ પાંચમના આવે છે. પ્રણામ એટલે શું? તેના ભેદો જણાવો. પ્રણામ એટલે વંદના નમસ્કાર કરવો તે. તેના ત્રણ ભેદ છે. (૧) અંજલિબદ્ધ પ્રણામ (૨) અર્ધાનવત પ્રણામ (૩) પંચાંગ પ્રણામ ૪. Page #97 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪ ૯. તીર્થંકર પરમાત્માની માતાને કયા ચૌદ સ્વપ્રો આવે છે? ૧-હાથી, ર-બળદ, ૩-કેસરીસિંહ, ૪-લક્ષ્મી, ૫-ફૂલની માલા, ૬-ચંદ્ર, ૭-સૂર્ય, ૮-ધજા, ૯-કળશ, ૧૦-પદૂસરોવર, ૧૧- રત્નાકર(સમુદ્ર), ૧૨-વિમાન, ૧૩-રત્નનો ઢગલો, ૧૪ નિધૂમ અગ્નિ એ ચૌદ સ્વપ્રો આવે છે. ૧૦. નૈવેદ્ય પૂજા શા માટે કરવી? ભૂખ અને તરસની વેદનાને સંપૂર્ણ નાશ કરી, આત્માનો અણાહારી સ્વભાવ પ્રગટ કરવા નૈવેદ્ય પૂજા કરવી. ૧૧. રત્નત્રયી એટલે શું? અક્ષત પૂજામાં તેનું સ્થાન શું છે? દર્શન-જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ રત્નરૂપ છે. અક્ષતપૂજા માં તે સાથીયાની ઉપર ત્રણ ઢગલી સ્વરૂપે મૂકાય છે. ૧૨. સંસારી જીવોના મુખ્ય ભેદ અર્થ સહિત જણાવો. સંસારી જીવોના મુખ્ય બે ભેદ છે. ત્રસ અને સ્થાવર. જે જીવો પોતાની ઇચ્છાનુસાર એક સ્થાનેથી બીજે સ્થાને ન જઈ શકે તે સ્થાવર. જે જીવો ઈચ્છાનુસાર ખસી શકે તે ત્રસ. ૧૩. કર્મબંધના મુખ્ય ચાર હેતુના નામ આપો. કર્મબંધ મુખ્યત્વે ૧-મિથ્યાત્વ, ર-અવિરતિ, ૩-કષાય અને ૪-યોગ (મન-વચન-કાયાની પ્રવૃત્તિ) વડે થાય છે. ૧૪. ચારિત્ર એટલે શું? તેના મુખ્ય બે ભેદ જણાવો. આત્માના પૂર્વે એકત્ર થયેલા કર્મોને ખાલી કરવા કે ક્ષય કરવો તે ચારિત્ર તેના સર્વવિરતિ અને દેશવિરતિ એવા બે ભેદ છે. ૧૫. મોક્ષ એટલે શું? આત્માને ચોટેલા બધા જ કર્મોનો ક્ષય કરી, આત્મા સર્વથા કર્મરહિત બની જાય, પછી તેને કદાપિ જન્મ-મરણ ન કરવા પડે તેવી સ્થિતિ કે જેમાં સર્વોત્તમ અને કાયમી સુખ જ હોય. Page #98 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪ ૯૭. (૮. તીર્થકર - પરીચય ક્રમ/નામ | સુવિધિ | ૧૦-શીતલ | ૧૧-શ્રેયાંસ |૧૨-વાસુપૂજ્ય વર્ણ | માતા | રામાદેવી | નિંદાદેવી | વિષ્ણુદેવી | જયાદેવી પિતા | સુગ્રીવ રાજા | દેઢરથ રાજા | વિષ્ણુ રાજા | વસુપૂજય રાજા | નગરી | કાકંદી | ભદિલપુર | સિંહપુરી | ચંપાપુરી લંછન મગર. શ્રીવત્સ ગેંડો મહિષ શ્વેત | કંચન કંચન રાતો દેહમાન | ૧૦૦ ધનુષ | ૯૦ ધનુષ | ૮૦ ધનુષ | ૭૦ ધનુષ વન તિથિ | ફાગણ વદ-૯ | વૈશાખવદ- જેઠ વદ-૬ | જેઠ સુદ-૯ જન્મ તિથિ | માગસર વદ-૫ | મહા વદ-૧૨ | ફાગણ વદ-૧૨ | ફાગણ વદ-૧૪ દીક્ષાતિથિ માગસરવદ-૬ | મહા વદ-૧૨ | ફાગણ વદ-૧૩ | ફાગણઅમાસ નાણ તિથિ કારતક સુદ-૩ પોષ વદ-૧૪ મહી-અમાસ મહાસુદ-૨ નિર્વાણ તિથિ (ભાદરવા સુદ-૯ | વૈશાખવદ-૨ | શ્રાવણવદ-૩ | અષાઢ સુદ-૧૪ | નાણભૂમિ | કાકંદી ભક્િલપુર સિંહપુરી | ચંપાપુરી નિર્વાણભૂમિ | સમેતશિખર સમેતશિખર સમેતશિખર | સમેતશિખર (પૂર્ણઆયુ | લાખ પૂર્વ | ૧ લાખ પૂર્વ | ૮૪ લાખ વર્ષ | ૭ર લાખ વર્ષ | ગૃહસ્થકાળ ૨૮ પૂર્વગ અધિક ૭૫ હજાર પૂર્વ | ૬૩ લાખ વર્ષ | ૧૮ લાખ વર્ષ | ૧ લાખપૂર્વ દીક્ષા પર્યાય | ૧ લાખ પૂર્વમાં | ૨૫ હજાર પૂર્વ | ૨૧ લાખ વર્ષ | ૫૪ લાખ વર્ષ ૨૮ પૂર્વાગ અધિક છમસ્યકાળ | ૪-માસ ૩-માસ ૨-માસ ૧-માસ ગણધર | ૮૮ | ૮૧ | ૭૬ | ઉત્કૃષ્ટ તપ | ૮-માસ ૮-માસ ૮-માસ ૮-માસ ૬૬ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૮ જેને એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪ ૯. વિશેષ અભ્યાસ મુહપત્તિના ૫૦ બોલ ૧. સૂત્ર, અર્થ તત્ત્વ કરી સદ્દઉં, (મુહપત્તીની બન્ને બાજુ જતાં) સમ્યકત્વ મોહનીય, ૩. મિશ્ર મોહનીય, ૪. મિથ્યાત્વ મોહનીય પરિહરું, (ડાબે હાથે હલાવતા) ૫. કામરાગ, ૬. સ્નેહરાગ, ૭. દષ્ટિરાગ પરિહરું, (જમણે હાથે હલાવતા) ૮. સુદેવ, ૯. સુગુરુ, ૧૦. સુધર્મ આદરું, (જમણા હાથમાં લઈ જતાં) ૧૧. કુદેવ, ૧૨. કુગુરુ, ૧૩. કુધર્મ પરિહરું, (જમણા હાથથી દૂર કરતાં) ૧૪. જ્ઞાન ૧૫. દર્શન ૧૬ ચારિત્ર આદરું, ૧૭. જ્ઞાન-વિરાધના, ૧૮.દર્શન-વિરાધના, ૧૯.ચારિત્ર-વિરાધના પરિહરું, ૨૦. મનગુપ્તિ, ૨૧. વચનગુપ્તિ, ૨૨. કાયગુપ્તિ આદરું, ૨૩. મનદંડ, ૨૪. વચનદંડ, ૨૫. કાયદંડ પરિહરું. (બાકીના ૨૫ બોલ અંગ પડિલેહતાં બોલવા.) ૧. હાસ્ય, ૨. રતિ, ૩.અરતિ પરિહરું. (ડાબો હાથ પડિલેહતાં) ૪. ભય, ૫. શોક, ૬. દુગંછા પરિહરું. (જમણો હાથ પડિલેહતાં) ૭.કૃષ્ણલેશ્યા, ૮. નીલલેશ્યા, ૯. કાપોતલેશ્યા પરિહરું.(માથે પડિલેહતાં) ૧૦. રસગારવ, ૧૧.ઋદ્વિગારવ ૧૨. સાતાગારવ પરિહરું. (મોઢે પડિલેહતાં) ૧૩. માયાશલ્ય, ૧૪. નિયાણશલ્ય, ૧૫. મિથ્યાત્વશલ્ય પરિહરું. (છાતી આગળ પડિલેહતા) ૧૬. ક્રોધ, ૧૭. માન પરિહરું. (ડાબા ખભેથી પડિલેહતાં) ૧૮. માયા, ૧૯. લોભ પરિહરું. (જમણા ખભેથી પડિલેહતાં) ૨૦. પૃથ્વીકાય, ૨૧. અપકાય, ૨૨.તે ઉકાયની રક્ષા કરું. (ડાબે ઢીંચણથી પડિલેહતાં) ૨૩. વાયુકાય, ૨૪. વનસ્તપિકાય, ૨૫. ત્રસકાયની જયણા કરું. (જમણે ઢીંચણથી પડિલેહતાં) સ્ત્રીઓને ૪૦બોલ બોલવાના હોય છે. તેમણે મર્યાદાને માટે કપડાં પહેરવા પડે છે તેથી તેમનાથી મસ્તકની હૃદયની,ખભાની અને પડખાની પ્રતિલેખના ન થઈ શકે. શ્રેણી-૪ કોર્સ સમાપ્તા Page #100 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫ ઉંમરઃ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી ૫ ૬ થી ૧૮ વર્ષની ઊંમરના વિદ્યાર્થી શ્રેણી-૫ ની પરીક્ષા આપી શકશે. - અઢાર વર્ષથી મોટી ઉંમરના વિદ્યાર્થીને પરીક્ષા આપવાની છુટ છે. પણ તે પ્રથમ ત્રણ ઈનામને પાત્ર ગણાશે નહીં. ૧. અભ્યાસ સૂત્ર ૨. વિધિ-અભ્યાસ ૩. પદ્ય-વિભાગ : (૧) ભરહેસર થી સાગર ચંદો (૨) સ્નાતસ્યા, સંતિકર, મોટી શાંતિ ૪. કથા વિભાગ : (૧) રાઈ પ્રતિક્રમણ વિધિ (૨) સ્નાત્ર ભણાવવાની વિધિ ૯૯ : (૧) પરમાત્મા સન્મુખ બોલવાની સ્તુતિ -૫(૩) સ્તવન - ૨ (૫) સજ્ઝાય -૧ (૨) ચૈત્યવંદન - ૨ (૪) થોયના જોડા -૨ : (સંક્ષેપમાં પાંચ કથાનક) (૧) ધર્મરુચિ અણગાર (૨) કુરગડુ (૩) માસતુસ (૪) સુભગ (૫) પુષ્પચૂલા પ. જૈન ભૂગોળ : સકલતીર્થ - તીર્થાલોકના ચૈત્યો ૬. સૂત્ર આધારીત પ્રશ્નો ઃ અભ્યાસ સૂત્રને આધારે ૧૫ પશ્નો : ૭. સામાન્ય પ્રશ્નો : ધાર્મિક બોધ કરાવતા ૧૫ પ્રશ્નો ૮. તીર્થંકર પરીચય : તીર્થંકર - ૧૩,૧૪,૧૫,૧૭ નો પરીચય ૯. વિશેષ અભ્યાસ : (૧) સ્નાત્ર-મુખપાઠ (૨) સીમંધર સ્વામી + સિદ્ધાચલના દુહા -૩નોંધ : શ્રેણી-૫-ની પરીક્ષામાં શ્રેણી ૧ થી ૪ ના સમગ્ર અભ્યાસક્રમમાંથી કોઈપણ પ્રશ્ન પૂછી શકાશે. માટે શ્રેણી ૧ થી ૪ નો સંપૂર્ણ કોર્સ પણ તૈયાર કરવો. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧OO. જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫ ( ૧- અભ્યાસ સૂત્રો ‘૪૯. ભરોસરની સઝાય ભરફેસર બાહુબલી, અભયકુમારો અ ઢંઢણકુમારો; સિરિઓ અણિઆઉત્તો, અઈમુત્તો નાગદત્તો . મેઅજ્જ થૂલભદો, વયરરિસી નંદિસેણ સહગિરી; કયવશો અ સુકોસલ, પુંડરિઓ કેસિ કરકંડૂ રા. હલ્લવિહલ્લ સુદંસણ, સાલ મહાસાલ સાલિભદ્દો અ; ભદ્દો દસશભદ્દો, પચન્નચંદો અ જસભદ્દો ૩ જંબૂપડુ વંકચૂલો, ગયસુકુમાલો અવંતિસુકુમાલો; ધન્નો ઈલાઈપુત્તો, ચિલાઈપુરો અ બાહુમુખી ૪ો અર્જગિરી અજરકિખા, અજ્જસુહસ્થી ઉદાયગો મણગો; કાલયસૂરી સંબો, મજૂરો મૂલદેવો આ પા પભવો વિહુકુમારો, અદકુમારો દૃઢપ્પહારી અ; સિર્જસ કુરગડુ અ, સિર્જભવ મેહકુમારો આ દા. એમાઈ મહાસત્તા, રિંતુ સુહં ગુણગણહિં સંજુત્તા; જેસિં નામગહણે, પાવપ્પબધા વિલય નંતિ કા. સુલસા ચંદનબાલા, મનોરમા મયણરેહા દમયંતી; નમયાસુંદરી સીયા, નંદા ભદ્દી સુભદ્દા અ |૮|| રાઈમઈ રિસિદત્તા, પઉમાવઈ અંજણા સિરીદેવી; જિટ્ટ સુજિટ્ટ મિગાવઈ, પભાવઈ ચિલ્લણાદેવી II બંભી સુંદરી રૂપિણી, રેવઈ કુંતી સિવા જયંતી અ; દેવઈ દોવઈ ધારણી, કલાવઈ પુષ્ફચૂલા ય ૧૦ પઉમાવઈ અ ગોરી, ગંધારી લખમણા સુસીમા ય; જંબૂવઈ સચ્ચભામા, રૂપિણિ કહટ્ટ મહિસીઓ ||૧૧|| જખા ય જખદિન્ના, મૂઆ તહ ચેવ ભૂઅદિશા અ; સેણા વેણા રેણા, ભઈણીઓ સ્થૂલભદ્રસ્સ |૧ રા! ઈચ્ચાઈ મહાસઈઓ, જયંતિ અકલંક-સીલ-કલિ-આઓ; અક્કવિ વજ્જઈ જાસિં, જસ-પડતો તિહુઅણે સયલે ૧૩ Page #102 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫ ભરહેસર : આ સજ્ઝાયમાં, ઉત્તમ પુરુષો અને સતી સ્ત્રીઓના નામો ગણાવ્યા છે. સવારે યાદ કરવાથી આપણને માંગલિક રૂપ થાય છે. ૫૦. મન્નહ જિણાણું (શ્રાવક કૃત્યની) સજ્ઝાય મન્નહ જિણાણું આણું, મિચ્છું પરિહરહ ધરહ સમ્મત્ત છવ્વિહ આવસ્સયમ્મિ ઉજ્જુત્તો હોઈ પઈદિવસં ॥૧॥ પવ્વસુ પોસહવયં દાણં સીલં તવો અ ભાવો અ, સઝાય નમુક્કારો, પરોવયારો અ જયણા એ ॥૨॥ જિણપૂઆ જિણથુણાં, ગુરુથુઅ સાહમ્પિઆણુ વચ્છલ્લ વવહારસ ય સુદ્ધી, રહજત્તા તિત્થજના ય ॥૩॥ ઉવસમ વિવેગ સંવર, ભાસાસમિઈ છજીવકરુણા ય ધમ્મિઅ-જણ-સંસગ્ગો,કરણ-દમો ચરણ-પરિણામો ॥૪॥ સંઘોવર બહુમાણો, પુત્થયલિહણું પભાવણા તિત્યે સદ્ગુાણ કચ્ચમેઅં, નિચ્ચ સુગુરુવએસેણું ॥૫॥ મન્નહ જિણાણું- આ સજ્ઝાયમાં શ્રાવકને કરવા યોગ્ય ૩૬ કૃત્યોનું વર્ણન છે. ૫૧. સકલતીર્થ (તીર્થ વંદના) ૧૦૧ સકલ તીર્થ વંદું કર જોડ, જિનવર નામે મંગલ કોડ; પહેલે સ્વર્ગે લાખ બત્રીશ, જિનવરચૈત્ય નમું નિશદિશ ॥૧॥ બીજે લાખ અઠ્ઠાવીસ કહ્યાં, ત્રીજે બાર લાખ સહ્યાં; ચોથે સ્વર્ગે અડ લખ ધાર, પાંચમે વંદું લાખ જ ચાર ॥૨॥ છટ્ટે સ્વર્ગે સહસ પચાસ, સાતમે ચાલીસ સહસ પ્રસાદ; આઠમે સ્વર્ગે છ હજાર, નવ-દશમે વંદું શત ચાર ।। અગ્યાર બારમે ત્રણસે સાર, નવ-ત્રૈવેયકે ત્રણસેં અઢાર; પાંચ અનુત્તર સર્વે મળી, લાખ ચોરાશી અધિકાં વળી ॥૪॥ સહસ સત્તાણું ત્રેવીશ સાર, જિનવર-ભવનતણો અધિકાર; લાંબાં સો જોજન વિસ્તાર, પચાસ ઊંચા બહોતેર ધાર IIII એકસો એંશી બિંબ પ્રમાણ, સભા સહિત એક ચૈત્યે જાણ; સો કોડ બાવન કોડ સંભાલ, લાખ ચોરાણું સહસ ચૌંઆલ ॥૬॥ Page #103 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫ સાતસે ઉપર સાઠ વિશાલ, સવિ બિંબ પ્રણમું ત્રણ કાલ; સાત કોડ ને બહોતેર લાખ, ભવનપતિમાં દેવલ ભાખ IIણા એકસો એંશી બિંબ પ્રમાણ, એક એક ચૈત્યે સંખ્યા જાણ; તેરસે કોડ નેવ્યાશી કોડ, સાઠ લાખ વંદું કર જોડ II૮।। બત્રીસે ને ઓગણસાઠ, તિર્આ લોકમાં ચૈત્યનો પાઠ; ત્રણ લાખ એકાણું હજાર, ત્રણસેં વીશ તે બિંબ જુહાર IIII વ્યંતર જ્યોતિષીમાં વળી જેહ, શાશ્વતા જિન વંદું તેહ; ઋષભ ચંદ્રાનન વારિપેણ, વર્ધમાન નામે ગુણસેન ॥૧૦॥ સમેતશિખર વંદું જિન વીશ, અષ્ટાપદ વંદું ચોવીશ; વિમલાચલ ને ગઢ ગિરનાર, આબુ ઉપર જિનવર જુહાર ॥૧૧॥ શંખેશ્વર કેસરિયો સાર, તારંગે શ્રી અજિત જુહાર; અંતરિક્ષ વરકાણો પાસ, જીરાવલો ને થંભણ-પાસ ।।૧૨।। ગામ નગર પુર પાટણ જેહ, જિનવર ચૈત્ય નમું ગુણગેહ; વિહરમાન વંદું જિન વીશ, સિદ્ધ અનંત નમું નિશદિશ ।।૧૩।। અઢી દ્વીપમાં જે અણગાર, અઢાર સહસ શીલાંગના ધાર; પંચમહાવ્રત સમિતિ સાર, પાળે પળાવે પંચાચાર ।।૧૪। બાહ્ય અત્યંતર તપ ઉજમાળ, તે મુનિ વંદું ગુણમણીમાળ; નિત નિત ઉઠી કીર્તિ કરું, ‘જીવ' કહે ભવસાયર તરું ।।૧૫। સકલતીર્થ - આ સૂત્ર જીવવિજયજી મહારાજે રચેલ છે. તેમાં ત્રણલોકમાં રહેલાં શાશ્વતાં અશાશ્વતાં ચૈત્યો અને તેમાં રહેલી જિનપ્રતિમાઓની સંખ્યા બતાવી નમસ્કાર કરવામાં આવ્યો છે. ૧૦૨ ૫૨. (કરેમિભંત) પોસહનું પચ્ચક્ખાણ કરેમિ ભંતે ! પોસહં, આહાર પોસહં, દેસઓ સવ્વઓ, સરીરસક્કારપોસહં સવ્વઓ, ખંભચેર પોસહં સવ્વઓ, અવ્વાવાર પોસહં સવ્વઓ, ચઉવિહં પોસહં ઠામિ, જાવ દિવસ (અહોરાં) પજુવાસામિ, દુવિહં, તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણં, ન કરેમિ, ન કારવેમિ, તસ્સ ભંતે ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરામિ. કરેમિ ભંતે પોસહં : પૌષધ દિવસનો, રાતનો, અને દિવસ રાતનો એમ ત્રણ પ્રકારે થાય છે. તેનું સ્વરૂપ બતાવવા સાથે આ સૂત્રથી પૌષધનું પચ્ચકૃખાણ લેવાય છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫ ૧૦૩ ૫૩. (સાગરચંદો) પોસહ પારવાનું સૂત્ર સાગરચંદો કામો,ચંદડિંસો સુદંસણો ધશો । જેસિં પોસહ પડિમા, અખંડિયા જીવિઅંતેવિ ॥૧॥ ધન્ના સલાહણિજ્જા, સુલસા આણંદ કામદેવાય । જાસ પસંસઈ ભયવં, દૃઢવ્વયાં મહાવીરો ॥૨॥ પોસહ વિધિએ લીધો, વિધિએ પાર્યો, વિધિ કરતાં જે કોઈ અવિધિ હુઓ હોય તે સવિ હું મન-વચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. પોસહના અઢાર દોષમાંહે જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. સાગરચંદો ઃ આ સૂત્રમાં જે શ્રાવક શ્રાવિકાઓએ પૌષધ અખંડિતપણે કર્યો છે, તેઓની સ્તુતિ કરવામાં આવી છે અને તેમની મહાવીર પરમાત્માએ પ્રશંસા કરી છે. ૫૪. સ્નાતસ્યા (થોય) સ્તુતિ સ્નાતસ્યાપ્રતિમસ્ય મેરુશિખરે શય્યા વિભોઃ શૈશવે રૂપાલોકન-વિસ્મયાહત-રસ-ભ્રાન્ત્યા ભ્રમચક્ષુષા ઉત્કૃષ્ટ નયન-પ્રભા-ધવલિત ક્ષીરોદકાશંકયા વર્ક્સ યસ્ય પુનઃ પુનઃ સ જયતિ શ્રી વર્ધમાનો જિનઃ ॥૧॥ હંસાંસાહત-પદ્મરેણુ - કપિશ - ક્ષીરાર્ણવામાોભૃતૈઃ કુંભૈરવ્સરસાં પયોધર-ભર-પ્રસ્પદ્ધિભિઃ કાંચનૈઃ યેષાં મંદ૨-૨ત્નશૈલ-શિખરે જન્માભિષેકઃ કૃતઃ સર્વેઃ સર્વ-સુરાસુરેશ્વરગણૈસ્તેષાં નતોઽહં ક્રમાન્ ॥૨॥ અર્હદા-પ્રસૂત ગણધર-રચિતં દ્વાદશાંગ વિશાલં ચિત્ર બહ્વર્થ-યુક્ત મુનિગણ-વૃષભૈર્ધારિત બુદ્ધિમદ્ધિઃ મોક્ષાગ્ર-દ્વારભૂતં વ્રત-ચરણ-ફલં શેય-ભાવ-પ્રદીપં ભા નિત્યં પ્રપદ્યે શ્રુતમહમખિલં સર્વલોકૈકસારમ્ III નિષ્પક-વ્યોમ-નીલ-વ્રુતિમલ સદેશ બાલચન્દ્રાભદંધ્યું ; માં ઘંટારવેણ પ્રસૃત-મદજલં પૂરયન્ત સમન્તાત્, આરૂઢો દિવ્યનાર્ગ વિચરિત ગગને કામદઃ કામરૂપી; યક્ષઃ સર્વાનુભૂતિર્દિશતુ મમ સદા સર્વકાર્યેષુ સિદ્ધિમ્ ॥૪॥ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫ ૫૫. સંતિક સ્તવન સંતિકર સંતિજિર્ણ, જગ-સરણે જય-સિરીઈ દાયાર, સમરામિ ભત્ત-પાલગ-નિવ્વાણી- ગરુડ-કય-સેનં. ૧ ઉૐ સનમો વિપ્રોસહિ-પત્તાણું સંતિસામિ-પાયાણં ઝો સ્વાહા-મંતેણં, સવાસિવ-દુરિઅ- હરણાણે કેરા 3% સંતિનમુક્કારો, ખેલો સહિમાઈ-લબ્ધિ-પત્તાણું, સો હું નમો ય સવોસહિ-પત્તાણં ચ દેઈ સિરિ. ૩. વાણી-તિહુઅણ-સામિણિ-સિરિદેવી-જખરાય-ગણિપડિગા, ગહ-દિસિપાલ-સુરિંદા, સયાવિ રકખંતુ જિણભરો. ૪ રખંતુ મમ રોહિણી-પન્નરી વજસિંખલા ય સયા, વર્જકુસી ચક્કસરી-નરદત્તા-કાલી-મહાકાલી. પા ગોરી તહ ગંધારી, મહાલા માણવી ય વઈરુટ્ટા, અદ્ભુત્તા માણસિઆ, મહામાણસિયા ઉ દેવીઓ . |૬| જખા ગોમુહ મહજખ-તિમુહ-જખેસ-તુંબરૂ કુસુમો, માયંગ-વિજય-અજિયા, ખંભો મણુઓ સુરકુમારો. શા છમ્મુહ પયાલ કિન્નર, ગરુડો ગંધવ તહ ય જખિંદો, કુબેર વરુણો ભિલડી, ગોમેહો પાસ-માયંગા. ૮ દેવીઓ-ચક્કસરી-અજિઆ-દુરિઆરિ-કાલી-મહાકાલી, અચ્ચય-સંતા-જાલા, સુતારયાસોય-સિરિવચ્છા. IT ચંડા વિજયંકસિ - પન્નઇત્તિ-નિવાણિ-અચુઆ ધરણી, વઈરુટ્ટ-છત્ત-ગંધારી-અંબ-પઉમાવઈ-સિદ્ધા . ||૧૦ ઈઅ તિત્ય-રકખણ-રયા, અન્ને વિ સુરા સુરીય ચઉહા વિ, વંતર-જોઈણિ-પમુહા, કુસંતુ રખ સયા અખ્ત. ||૧૧|| એવં સુદિઢિ-સુરગણ-સહિઓ સંઘમ્સ સંતિ-જિણચંદો, મઝ વિ કરેઉ રફખં, મુણિસુંદરસૂરિ-યુય-મહિમા. /૧ રા. ઇય “સંતિનાહ-સમ્મક્રિટ્ટિ - રખિં સરઈતિકાલ જો, સલ્વોવદ્વ-રહિઓ, સલહઈ સુહ-સંપકૅ પરમ. ||૧ ૩. Page #106 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-પ ૧૦૫ સંતિકર : શ્રી મુનિસુંદર સૂરિએ રચેલું આ શ્રી શાંતિનાથ પ્રભુનું સ્તવન છે. તેમાં કેટલાએક દેવ તથા દેવીઓનું આપણા રક્ષણને માટે સ્મરણ કરવામાં આવ્યું છે. ૫૬. શ્રી બૃહત્ શાંતિ સ્તોત્રમ્ ભો ભો ભવ્યા : ! શૃત વચનં પ્રસ્તુતં સર્વમેત ્, યે યાત્રાયાં ત્રિભુવન-ગુરો-રાહતા ભક્તિભાજઃ, તેષાં શાન્તિર્ભવતુ ભવતા-મર્હદાદિ પ્રભાવાદારોગ્ય શ્રી કૃતિ-મતિ-કરી ક્લેશ-વિધ્વંસહેતુ : ૧ ભો ભો ભવ્યલોકા ! ઈહ હિ ભરતૈરાવત-વિદેહસંભવાનાં સમસ્તતીર્થ-કૃતાં જન્મન્યાસન-પ્રકમ્પાનન્તરમવધિના વિજ્ઞાય, સૌધર્માધિપતિઃ સુઘોષાઘંટા-ચાલનાનન્તર સકલ-સુરાસુરેન્દ્રઃ સહ સમાગત્ય, સવિનયમહદ્ભટ્ટારક ગૃહીત્વા ગત્વા કનકાદ્રિશંગે, વિહિત-જન્માભિષેક: શાન્તિમુદ્ધોષયતિ, યથા તતોઽહં કૃતાનુકારમિતિ કૃત્વા “મહાજનો યેન ગતઃ સ પન્થાઃ” ઈતિ ભવ્યજનૈઃ સહ સમેત્ય, સ્નાત્રપીઠે સ્નાત્ર વિધાય શાન્તિ-મુદ્દોષયામિ તપૂજા-યાત્રા-સ્નાત્રાદિ-મહોત્સવાનન્તરમિતિ કૃત્વા કર્ણ દત્વા નિશમ્યતાં નિશમ્યતાં સ્વાહા. ૨ ૐ પુણ્યા ં પુણ્યાં પ્રીયન્તાં પ્રીયન્તાં ભગવન્તોડર્હન્તઃ સર્વજ્ઞાઃ સર્વદર્શિનસ્રિલોકનાથાત્રિલોકમહિતાત્રિલોકપૂજ્યાસ્ત્રિલોકેશ્વરા ત્રિલોકોદ્યોતકરા :. ૩ ૐૐ ઋષભ-અજિત-સંભવ-અભિનન્દન-સુમતિ-પદ્મપ્રભ- સુપાર્શ્વચન્દ્રપભ-સુવિધિ-શીતલ-શ્રેયાંસ-વાસુપૂજ્ય-વિમલ-અનન્ત-ધર્મ-શાન્તિકુન્થુ-અર-મલ્લિ-મુનિસુવ્રત-નમિ-નેમિ-પાર્શ્વ-વર્ધમાનાન્તા જિનાઃ શાન્તાઃ શાન્તિકરા ભવન્તુ સ્વાહા. ૪ ૐ મુનયો મુનિપ્રવરા રિપુ-વિજય-દુર્ભિક્ષ-કાન્તારેપુ દુર્ગમાર્ગે રક્ષન્તુ વો નિત્યં સ્વાહા. ૫ ૐ હ્રી શ્રી ધૃતિ - મતિ-કીર્તિ-કાન્તિ-બુદ્ધિ-લક્ષ્મી-મેધા-વિદ્યાસાધન-પ્રવેશ-નિવેશનેષુ સુગૃહીત-નામાનો જયન્તુ તે જિનેન્દ્રાઃ. ૬ રોહિણી-પ્રજ્ઞપ્તિ-વજ્રશૃંખલા-વજ્રાંકુશી-અપ્રિતચક્રા-પુરુષદત્તાકાલી-મહાકાલી-ગૌરી-ગાન્ધારી-સર્વાંસ્ત્રા-મહાજ્વાલા-માનવી-વૈરોટ્યાઅચ્છુમા-માનસી-મહામાનસી ષોડશ વિધાદેવ્યો રક્ષન્તુ વો નિત્યં સ્વાહા. ૭ ૐ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫ ૐ આચાર્યોપાધ્યાય-પ્રકૃતિ-ચાતુર્વર્ણસ્ય શ્રીશ્રમણ સંઘસ્ય શાન્તિર્ભવતુ તુષ્ટિર્ભવતુ પુષ્ટિર્ભવતુ. ૮ ૐ ગ્રહાશ્ચન્દ્ર-સૂર્યાગારક-બુધ-બૃહસ્પતિ-શુક્ર-શનૈશ્ચર-રાહુ-કેતુસહિતાઃ સલોકપાલા: સોમ-યમ-વરુણ-કુબેર-વાસવાદિત્ય-સ્કન્દવિનાયકોપેતાયે ચાન્યપિ ગ્રામ-નગર-ક્ષેત્રદેવતાદયસ્ત સર્વે પ્રયન્તાં પ્રયત્તાં અક્ષણ-કોશ-કોઠાગાર નરપતયશ્ચ ભવન્તુ સ્વાહા. ૯ ૐ પુત્ર-મિત્ર-ભ્રાતૃ-કલત્ર-સ્વજન-સંબંધિ-બંધુવર્ગ-સહિતાઃ નિત્ય ચામોદ-પ્રમોદ-કારિણઃ અસ્મિશ્ચ ભૂમંડલે આયતન-નિવાસિ-સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકાણાં રોગોપસર્ગ-વ્યાધિ-દુઃખ-દુભિક્ષ-દૌર્મનસ્યોપશમનાય શાન્તિર્ભવતુ. ૧૦ ૐ તુષ્ટિ - પુષ્ટિ - ઋદ્ધિ - વૃદ્ધિ - માંગલ્યોત્સવાડ, સદા પ્રાદુર્ભૂતાનિ પાપાનિ શામ્યન્ત દુરિતાનિ, શત્રવ: પરામુખા ભવન્તુ સ્વાહા. ૧૧ શ્રીમતે શાતિનાથાય નમઃ શાન્તિ-વિધાયિને રૈલોક્યસ્યામરાધીશ- મુકુટાભ્ય - ચિંતાંઘયે ૧ શાન્તિઃ શાન્તિકરઃ શ્રીમાનું શાનિત દિશતુ મે ગુરુ: શાનિરવ સદા તેષાં યેષાં શાનિતગૃહે ગૃહે ૨ ઉભૃષ્ટ-રિષ્ટ-દુષ્ટ,ગ્રહ-ગતિ-દુઃસ્વપ્ન-દુર્નિમિત્તાદિ, સંપાદિત-હિત-સંપન્ન નામગ્રહણ જયતિ શાન્તઃ ૩ શ્રી સંઘ-જગજ્જનપદ, - રાજાધિપ - રાજસન્નિવેશાનાં ગોષ્ઠિક-પુરમુખાણાં, વ્યાહરણે વ્યહવેચ્છાનિતમ્ ૪ શ્રી શ્રમણ સંઘસ્ય શાન્તિર્ભવતુ, શ્રીજનપદાનાં શાતિર્ભવતુ, શ્રી રાજાધિપાનાં શાન્તિર્ભવતુ, શ્રી રાજસન્નિવેશાનાં શાન્તિર્ભવતુ, શ્રી ગોષ્ઠિકાનાં શાન્તિર્ભવતુ, શ્રી પરમગાણાં શાન્તિર્ભવતુ, શ્રી પીરજનસ્થ શાન્તિર્ભવતુ, શ્રી બ્રહ્મલોકસ્ય શાન્તિર્ભવતુ. ૐ સ્વાહા 3ૐ સ્વાહા 38 શ્રી પાર્શ્વનાથાય સ્વાહા. એષા શાન્તિઃ પ્રતિષ્ઠા-યાત્રા-સ્નાત્રાઘવસાનેષુ શાન્તિકલશ ગૃહીત્યા કંકુમ-ચન્દન-કર્પરાગરુ-ધૂપવાસ-કુસુમાંજલિ-સમેતઃ સ્નાત્ર-ચતુણ્ડિકાયાં શ્રીસંધસમેતઃ શુચિશુચિ-વપુઃ પુષ્પ-વસ્ત્ર-ચન્દનાભરણાલંકૃતઃ પુષ્પમાલાં કંઠે કૃત્વા શાન્તિમુદ્દોષયિત્વા શાન્તિપાનીયં મસ્તકે દાતમિતિ. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-પ નૃત્યન્તિ નૃત્ય મણિપુષ્પ-વર્ષ, સૃજન્તિ ગાયન્તિ ચ મંગલાનિ સ્તોત્રાણી ગોત્રાણિ પઠતિ મન્નાનું, કલ્યાણભાજો હિ જિનાભિષેકે ૧ શિવમસ્તુ સર્વજગતઃ પરહિતનિરતા ભવતુ ભૂતગણાઃ દોષાઃ પ્રયાગતુ નાશ સર્વત્ર સુખી ભવતુ લોક : ૨ અહં તિસ્થયર-માયા સિવાદેવી તુહ નયર-નિવાસિની અખ્ત સિવં તુમ્હ સિવં અસિવોસમ સિવ ભવતુ સ્વાહા ૩ ઉપસર્ગો ક્ષય યાનિત છિદ્યતે વિમ્બવલ્લયઃ મનઃ પ્રસન્નતામતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વમંગલ-માંગલ્ય સર્વકલ્યાણકારણમ્ પ્રધાનાં સર્વધર્માણાં જૈન જયતિ શાસનમ્ બૃહત્ક્રાંતિઃ ભગવાન જન્મે છે ત્યારે તેમને મેરુપર્વત ઉપર નવડાવવા ઈંદ્રો અને દેવતાઓ લઈ જાય છે. ત્યાં તેમને નવડાવ્યા પછી તેઓ શાન્તિ પાઠ બોલે છે, આની અંદર અનેક જીવોની અનેક પ્રકારે શાંતિ ઇચ્છવામાં આવી છે. (ર. વિધિ-અભ્યાસ રાઈ પ્રતિક્રમણનો વિધિ ૧. પ્રથમ સામાયિક લેવું પછી૨. ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! કુસુમિણ દુસુમિણ | ઉઠ્ઠાવણી રાઈ પાયછિત્ત વિસોહણë કાઉસ્સગ કરું? ઇચ્છે, કુસુમિણ દુસુમિણ ઉઠ્ઠાવણી રાઈ પાયછિત્ત વિસોહણë કરેમિ કાઉસ્સ' અન્નત્ય કહી ચાર લોગસ્સનો સાગરવરગંભીરા સુધીનો, ન આવડે તો સોળ નવકારનો કાઉસ્સગ્ન કરી,પારી પ્રગટ લોગસ્સ કહેવો. પછી, ૩. ખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું? ઇચ્છે જગચિંતામણિનું ચૈત્યવંદન કહી, જે કિંચિ, નમુત્થણ, જાવંતિચેઈઆઈ, ખમાસમણ દઈ જાવંત કેવિ સાહૂ, નમોડતુ ઉવસગ્ગહર અને જયવીયરાય કહેવું, પછી, એક ખમાસમણ દઈ ભગવાઉં, બીજું ખમાસમણ દઈ આચાર્યાં, ત્રીજું ખમાસમણ દઈ ઉપાધ્યાયાં, અને ચોથું ખમાસમણ દઈ સર્વ સાધુ કહેવું. પછી ખમાસમણ દઈ, ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સજઝાય સંદિસાહું ? ઇચ્છે' કહી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જૈન એજ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫ સંદિસહ ભગવન્! સજઝાય કરું.? ઇચ્છે' કહી, એક નવકાર ગણીને ભરફેસરની સઝાય કહી, એક નવકાર ગણવો. ૫. પછી ઈચ્છકાર સુતરાઈનો પાઠ કહેવો. પછી “ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! રાઈ પડિક્કમણે ઠાઉં ? ઈચ્છે' કહી જમણો હાથ સ્થાપીને “સબૂસ્તવિ રાઈએ દુઐિતિય દુક્લાસિઅ દુચ્ચિક્રિઅ મિચ્છા મિ દુક્કડ' કહેવું. ૬. પછી નમુત્થણ, કરેમિ ભંતે, ઈચ્છામિ ઠામિ, તસ્સ ઉત્તરી, અન્નત્થ કહી એક લોગસ્સનો ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ન કરવો. પછી પ્રગટ લોગસ્સ કહી સવ્વલોએ-અરિહત ચેઈયાણ, અન્નત્થ કહી એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો. પુખરવરદી, સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણ વત્તિયાએ, અન્નત્ય કહી નારંગી દંસણમી આઠ ગાથાનો, ન આવડે તો આઠ નવકારનો કાઉસ્સગ્ન કરવો. ૯. સિદ્ધાણં બુદ્ધાણં કહીને ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહી, વાંદણાં બે દેવાં. પછી ૧૦. “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! રાઈએ આલોઉં ? ઇચ્છે આલોએમિ જો મે રાઈઓ અઈયારો નો પાઠ કહેવો, પછી ૧૧. સાત લાખ અને અઢાર પાપસ્થાનક કહી સબ્યસ્તવિ રાઈઅ દુઐિતિએ દુભાસિઅ દુચ્ચિકિઅ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈચ્છે તસ્સ મિચ્છા મિ દુક્કડ' કહેવું. ૧૨. પછી જમણો પગ ઊભો કરી વીરાસને નવકાર. “કરેમિ ભંતે ! ઇચ્છામિ પડિક્કમિઉં જો મે રાઈઓ કહી વંદિતુ કહી, બે વાંદણાં દેવાં,પછી ૧૩. અભુઢિઓ ખામી બે વાંદરાં દેવાં, પછી ૧૪. આયરિઅ ઉવજઝાએ, કરેમિ ભંતે, ઈચ્છામિ ઠામિ, તસ્સ ઉત્તરી,અન્નત્ય કહી તપચિતવણીનો કાઉસ્સગ્ગ,તે ન આવડે તો સોળ નવકારનો કાઉસ્સગ્ન કરવો,પારીને પ્રગટ લોગસ્સ કહી, છઠ્ઠા આવશ્યકની મુહપત્તિ પડિલેહી, બે વાંદરાં દેવાં, પછી ૧૫. સકલતીર્થ, કહી યથાશક્તિ પચ્ચક્કાણ કરવું. પછી ૧૬. “સામાયિક, ચઉટ્વિસત્થઓ, વંદન, પડિક્કમણું, કાઉસ્સગ્ગ, પચ્ચકખાણ કર્યું (ધાર્ય) છેજી' એમ કહી છે આવશ્યક સંભારવા. Page #110 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫ ૧૦૯ પચ્ચખાણ કર્યું હોય તો કર્યુ છે જી' ધાર્યું હોય તો ધાર્યું છે જી ” કહેવું. પછી ૧૭. ઈચ્છામો અણુસદ્ધિ, નમો ખમાસણાણે નમોડર્હત્ ! વિશાલલોચનદલ કહેવું, પછી ૧૮. નમુત્થણ, અરિહંત ચેઈઆણં, અન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારી નમોડતુ કહી કલ્યાણકંદની પ્રથમ થોય કહેવી. પછી ૧૯. લોગસ્સ, સવ્વલો એ અરિહંત ચેઈયાણ. અસત્ય કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી કલ્યાણકંદેની બીજી થોય કહેવી. ૨૦. પછી પુફખરવરદી સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણ વત્તિયાએ કહી અન્નત્થ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી કલ્યાણકંદની ત્રીજી થોય કહેવી. ૨૧. પછી સિદ્ધાણં બુદ્ધાણં, વેયાવચ્ચગરાણ, અન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારી નમોડર્ણત કહી કલ્યાણકંદની ચોથી થાય કહેવી. ૨૨. પછી નમુત્થણે કહી ખમાસમણ દઈ ભગવાનૂહ, આચાર્ય હે, ઉપાધ્યાયાં, અને સર્વ સાધુહ એ ચાર ખમાસમણ દઈ, પછી જમણો હાથ સ્થાપી અઢાઈજેસુ કહેવું. ૨૩. પછી ત્રણ દુહા ત્રણ ખમાસમણ પૂર્વક દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રી સીમંધર સ્વામી આરાધનાર્થે ચૈત્યવંદન કરું? ઇચ્છે,’ કહી સીમંધર સ્વામીનું ચૈત્યવંદન કહેવું. પછી જે કિંચિ, નમુસ્કુર્ણ, જાવંતિ ચેઈઆઈ, ખમાસમણ, જાવંત કે વિ સાહૂ, નમોડર્હત્ કહી સીમંધર સ્વામીનું સ્તવન કહી અરિહંત ચેઈયાણ, અન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી મારી નમોડર્ણત્ કહી સીમંધરસ્વામીની થોય કહેવી. ૨૪. પછી ત્રણ દુહા ત્રણ ખમાસમણ પૂર્વક દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! શ્રી સિદ્ધાચલજી આરાધનાર્થે ચૈત્યવંદન કરું? ઇચ્છે,’ કહી સિદ્ધાચલજીનું ચૈત્યવંદન કહેવું. પછી જે કિંચિ, નમુત્થણ, જાવંતિ ખમાસમણ, જાવંત નમોડર્તત કહી સિદ્ધાચલજીનું સ્તવન કહેવું. પછી જયવીરાયરાય, અરિહંત ચેઈયાણ, અન્નત્થ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી નમોડતુ કહી સિદ્ધાચલજીની થાય કહેવી. પછી ખમાસમણ દેવું. ૨૫. પછી સામાયિક પારવાની વિધિ પ્રમાણે સામાયિક પારવું. (સ્થાપના સ્થાપેલી હોય તો સવળો હાથ રાખી એક નવકાર ગણવો.) Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫ સ્નાત્ર ભણાવવાની વિધિ નોંધઃ આ શ્રેણી ૫ ના વિશેષ અભ્યાસમાં સ્નાત્ર-મુખપાઠ કરવાનો છે. સ્નાત્ર કઈરીતે ભણાવવું તે (પ્રેક્ટિકલ) ક્રિયા દ્વારા જ શીખવાનું રહેશે. ( ૩.પદ્ય-વિભાગ) પરમાત્મા સન્મુખ બોલવાની સ્તુતિ ૧. ત્રિલોકમાં વ્યાપી રહ્યા છે, સિદ્ધ ને વિબુદ્ધ જે; નહિ કર્મ કેરા બંધ જેને, ધૂર્ત સમ ધૂતી શકે ; વિકાર સૌ સળગી જતા, મન મસ્ત થાતાં ધ્યાનમાં ; તે દેવના પણ દેવ વહાલા, જિન વસજો હૃદયમાં, ૨. સ્પર્શ તલભર તિમિર કેરો, થાય નહિ જેમ સૂર્યને ; તેમ દુષ્કલંકો કર્મના, અડકી શકે નહીં આપને ; જે એક ને બહુરૂપ થઈ, વ્યાપી બધે વિરાજતો ; તેવા સુદેવ સમર્થનું, સાચું શરણ હું માંગતો. ૩. રવિ તેજ વિણ પ્રકાશ જે, ત્રણ ભુવનને અજવાળતો ; તે જ્ઞાનદીપ પ્રકાશ તારા, આત્મ માંહે દીપતો ; જે દેવ મંગલ બોધ મીઠા, મનુજ ને નિત્ય આપતો ; તેવા સુદેવ-સમર્થ નું, સાચું શરણ હું માંગતો. ૪. જો થાય દર્શન સિદ્ધનાં, તો વિશ્વદર્શન થાય છે ; જેમ સૂર્ય રૂપ દીવા થકી, સુસ્પષ્ટ સૌ દૈખાય છે ; આદિ અનાદિ દેવ જે, અજ્ઞાન તિમિર ટાળતો ; તેવા સુદેવ સમર્થનું, સાચું શરણ હું માંગતો. ૫. જેણે હણ્યા નિજ બળ વડે, મન્મથ ને વળી માનને; જેણે હણ્યા આ લોકના, ભય શોક ચિંતા મોહને; વિષાદને નિદ્રા હણ્યા, જેમ અગ્નિ વૃક્ષો બાળતો; તેવા સુદેવ સમર્થનું, સાચું શરણ હું માંગતો. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫ ચૈત્યવંદન ૧. શ્રી સીમંધર જિનચૈત્યવંદન શ્રી સીમંધર વીતરાગ, ત્રિભુવન તુમે ઉપગારી; શ્રી શ્રેયાંસ પિતા કુળે, બહુ શોભા તુમારી.૧ ધન્ય ધન્ય માતા સત્યકી,જેણે જાયો જયકારી ; વૃષભ લંછન બિરાજમાન, વંદે નર નારી. ૨ ધનુષ પાંચસે દેહતી એ, સોહીએ સોવન વાન ; કીર્તિવિજય ઉવજઝાયનો, વિનય ધરે તુમ ધ્યાન. ૩ ૨. શ્રી સિદ્ધાચલનું ચૈત્યવંદન શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, દીઠે દુર્ગતિ વારે; ભાવ ધરીને જે ચઢે, તેને ભવ પાર ઉતારે. ૧ અનંત સિદ્ધનો એહ ઠામ, સકલ તીર્થનો રાય; પૂર્વ નવ્વાણું ઋષભદેવ, જયાં ઠવિયા પ્રભુ પાય રે સૂરજકુંડ સોહામણો, કવડજા અભિરામ, નાભિરાયા કુલમંડણો, જિનવર કરું પ્રણામ. ૩ -: સ્તવન: ૧. શ્રી સીમંધર જિન સ્તવન પુખલવઈ વિજયે જયો રે, નયરી પુંડરીગિણી સાર; શ્રી સીમંધર સાહિબા રે, રાય શ્રેયાંસકુમાર નિણંદરાય ! ધરજો ધર્મસનેહ. ૧ મોટા નાના અંતરો રે, ગિરુઆ નવિ દાખત; શશિ દરિશન સાયર વધે રે, કૈરવ વન વિકસંત. જિ ૨ ઠામ કુઠામ નવિ લેખવે રે, જગ વસંત જલધાર, કર દોય કુસુમ વાસીયે રે, છાયા સવિ આધાર. જિ ૩ રાય રંક સરિખા ગણે રે, ઉદ્યોતે શશી સૂર; ગંગાજલ તે બિહુ તણા રે, તાપ કરે સવિ દૂર જિ ૪ સરિખા સહુને તારવા રે, તિમ તુહે છો મહારાજ, મુજશું અંતર કિમ કરો રે ? બાંહ્ય ગ્રહ્યાની લાજ, જિ. ૫ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૨ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫ મુખ દેખી ટીલું કરે રે, તે નવિ હોયે પરમાણ ; મુજરો માને સવિ તણો રે, સાહિબ તેહ સુજાણ. જિ. ૬ વૃષભ લંછન માતા સત્યકી રે, નંદન રુકમિણી કંત, વાચક “જશ' ઈમ વિનવે રે, ભવભંજન ભગવંત.જિ. ૭ ૨. શ્રી સિદ્ધાચલનું સ્તવન વિમલાચલ નિતુ વંદીએ, કીજે એહની સેવા માનું હાથ એ ધર્મનો, શિવતરુ ફળ લેવા. વિ.૧ ઉજ્જવલ જિનગૃહ મંડળી, તિહાં દીપે ઉત્તેગા, માનું હિમગિરિ વિભ્રમે, આઈ અંબરગંગા. વિશ્વ કોઈ અનેરું જગ નહિ, એ તીરથ તોલે, એમ શ્રી મુખ હરિ આગળ, શ્રી સીમંધર બોલે. વિવું જે સધળાં તીરથ કહ્યાં, યાત્રાફળ કહિયે; તેહથી એ ગિરિ ભેટતાં, શતગણું ફળ લહિયે. વિજ જન્મ સફળ હોય તેહનો, જે એ ગિરિ વંદે, સુજશવિજય” સંપદ લહે,તે નર ચિર નંદે. વિષ્પ ૧. શ્રી સીમંધર જિન થોય શ્રી સીમંધર જિનવર ! સુખકર સાહિબ દેવ ! અરિહંત, સકલની, ભાવ ધરી કરું સેવ ; સકલાગમ પારગ, ગણધરભાષિત વાણી, જયવંતી આણા “જ્ઞાનવિમલ ગુણખાણી. ૧ - ૨. શ્રી સિદ્ધાચલની થાય શ્રી શત્રુંજ્ય મંડળ ,ઋષભ નિણંદ દયાળ; મરુદેવા નંદન, વંદન કરું ત્રાણ કાળ; એ તીરથ જાણી, પૂર્વ નવાણું વાર; આદીશ્વર આવ્યા, જાણી લાભ અપાર ૧ ત્રેવીસ તીર્થકર, ચઢીયા ઈણ ગિરિભાવે; એ તીરથના ગુણ, સુર અસુરાદિક ગાવે; એ પાવન તીરથ, ત્રિભુવન નહિ તસ તોલે એ તીરથના ગુણ, સીમંધર મુખ બોલે ૨ Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ જૈન એયુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫ પુંડરીક ગિરિ મહિમા, આગમમાં પ્રસિદ્ધ વિમલાચલ ભેટી, લહીએ અવિચળ રિદ્ધ પંચમી ગતિ પહોંચ્યા, મુનિવર ક્રોડા કોડ, ઈણ તીરથે આવી, કર્મ વિપાક વિછોડ ૩ શ્રી શત્રુંજય કેરી, અહોનિશ રક્ષા કારી; શ્રી આદિ જિનેશ્વર, આણ હૃદયમાં ધારી; શ્રી સંધ વિઘનહર કવડ જક્ષ ગણભૂર શ્રી રવિબુધ સાગર, સંઘના સંકટ ચૂર ૪ માનની સજઝાય રે જીવ! માન ન કીજીએ, માને વિનય ન આવે રે; વિનય વિના વિદ્યા નહિ, તો કિમ સમકિત પાવે રે ? ર૦૧ સમકિતવિણ ચારિત્ર નહીં, ચારિત્રવિણ નહીં મુક્તિ રે; મુક્તિનાં સુખ છે શાશ્વતાં, તે કેમ લહીએ જુક્તિ રે ? રેખ વિનય વડો સંસારમાં, ગુણમાંહે અધિકારી રે; માને ગુણ જાયે ગળી, પ્રાણી જો જો વિચારી રે. ૨૩ માન કર્યું જો રાવણે, તે તો રામે માય રે; દુર્યોધન ગરવે કરી, અંતે સવિ હાર્યો રે. ૨૦૪ સૂકાં લાકડાં સારિખો, દુઃખદાયી એ ખોટો રે; ઉદયરત્ન કહે માનને, દેજો દેશવટો રે. ૨૨ (૪. કથા - વિભાગ) કથા- ૧ : ધર્મરુચિ અણગાર ચંપા નામે નગરી હતી. ત્યાં સોમદેવ નામે બ્રાહ્મણ રહે. તેની પત્ની નું નામ નાગશ્રી હતું. તેઓ ધન ધાન્ય થી સંપન્ન હતા. એક વખત ત્રણે ભાઈઓ સપરીવાર જમવાના હતા ત્યારે નાગશ્રીએ સુંદર સ્વાદિષ્ટ રસોઈ કરી, તેમાં અજાણતા જ કડવી તુંબડીનું શાક બની ગયુ. મસાલાથી ભરપુર એવા સ્વાદિષ્ટ શાક ને ચાખતાં કડવું લાગ્યું એટલે તુરંત જ થૂકી દીધું. આ સમયમાં વિહાર કરતા ધર્મઘોષ સૂારેજી મહારાજ પધાર્યા. તેમના એક શિષ્ય ધર્મરુચિ અણગાર હતા. તેઓને માસક્ષમણનું પારણું હતું. વહોરવા નીકળ્યા. નાગશ્રી બ્રાહ્મણીના ઘેર ધર્મલાભ આપ્યો. નાગશ્રીને ત્યાં બધાં ભોજન ૮) Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જૈને એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫ કરી ચૂક્યા હતા. નાગશ્રીએ પેલુ તુંબડીનું બધું જ શાક ધર્મરુચિ મુનિને વહોરાવી દીધું. મુનિ પણ ગૌચરી પ્રાપ્ત થઈ જાણી ઉપાશ્રયે પધાર્યા. ઉપાશ્રયે ગૌચરી આલોચના વિધિ કરી, ગુરુ મહારાજને પાત્ર દેખાડયું. ગુરુ મહારાજ ગંધથી જ સમજી ગયા કે આ ઝેરી શાક છે. તેમણે ધર્મરુચિ અણગારને જણાવ્યું કે વત્સ તું આ શાક ખાઈશ તો મૃત્યુ પામીશ. માટે આ બધું જ શાક નિર્દોષ ભૂમિમાં જયણા પૂર્વક પરઠવી દે. ધર્મરુચિ અણગાર શુદ્ધ ભૂમિની શોધમાં નીકળ્યા. નિર્દોષ ભૂમિ જોઈ શાક પરઠવવા જતા હતા, ત્યાં શાક માંથી એક તેલનું બિંદુ જમીન પર પડી ગયું. તેલની ગંધથી ખેંચાઈને અનેક કીડીઓ ત્યાં આવી. તત્કાલ કીડીઓનું મરણ થઈ ગયું. મુનિને થયું કે આ શાકના એક બિંદુથી જ જો અનેક કીડી મૃત્યુ પામી, તો પરઠવતા કેટલાં બધાં જીવ-જંતુનું મરણ થશે? આ તો હતા ધર્મચિ. તેમની રુચિ ધર્મમાંજ હોય, તેના હૃદયમાં જીવ દયાનો - છકાય જીવોની કરુણાનો ભાવ ભર્યો હતો. આ ભાવોએ તેને પ્રેરણા કરી કે મારે તો પાપના આચરણથી મુક્ત થવાનું છે મારે “અનવદ્ય સામાયિકની પાલન કરવાની છે. મારે તો જીવ માત્ર પરત્વે કરુણા ભાવથી તેમની અનુકંપા રાખવાની છે. જો હું પોતે જ આ શાક વાપરી જઈશ તો ફક્ત મારું જ મૃત્યુ થશે. અનેક જીવો બચી જશે. વિધિપૂર્વક પ્રાર્થના કરી. ઈરિયાવહી કરી. ત્યાં જ બેસીને ધર્મરુચિ અણગાર બધું જ શાક વાપરી ગયા. સમાધિ પૂર્વક સમ્યફ આરાધના કરી. જીવદયાના પાલનહાર મુનિ સમાધિ મૃત્યુ પામીને સર્વાર્થસિદ્ધ દેવતા થયા અને ત્યાંથી મનુષ્યત્વ પામી સીધા મોક્ષે પધારશે. બધા જીવોને પોતાના જેવા જ સમજી, અહિંસા ધર્મની સુંદર પરિપાલના કરી જીવોની કરુણા સભર હૃદયવાળા મુનિ અનવદ્ય સામાયિકની આરાધના કરતા મોક્ષ માર્ગ ની વાટે ચાલ્યા ગયા. પોતાના જીવનના ભોગે પણ અનેક જીવોને અભયદાન આપ્યું. જો મુનિશ્રી પોતાના જીવનના ભોગે પણ જીવદયા પાલન કરી શક્યા તો શું આપણે આપણા રોજના કાર્યોમાં જયણાનું – જીવદયાનું પાલન ન કરી શકીએ ? ચાલો આપણે પણ સંકલ્પ કરીએ કે હવે રોજના જીવનમાં આપણે પણ જયણાનું પાલન કરીશું,બીજા જીવોને દુઃખ ન પહોંચે તે રીતે જીવીશું. કથા-૨ કુરગડુ સમભાવ અથવા પ્રશમપણું જીવને કઈ રીતે મોક્ષ અપાવે છે તેનું એક ઉત્તમ દષ્ટાંત છે કુરગડુ મુનિ. વાસ્તવમાં કુરગડુ એવું કોઈ નામ નથી. તે Page #116 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫ ૧૧૫. મુનિનું નામતો હતું નાગદત્ત. કુંભરાજાના પુત્ર હતા. પણ દીક્ષા લીધા બાદ રોજ સવારે એક ઘડો ભરીને ચોખા(ભાત) લાવીને વાપરતા હતા, તેથી તેઓ કુરગડુ મુનિ તરીકે ઓળખાયા. આ કુરગુડ મુનિનો જીવ મૂળ તો એક તપસ્વી સાધુ હતા. વિશાલા નગરીમાં એક વખત માસક્ષમણને પારણે નીકળેલા છે. સાથે એક બાળ મુનિ છે. અંડિલ ભૂમિ જતા માર્ગમાં પ્રમાદથી એક દેડકી મરી ગઈ, પ્રતિક્રમણ વેળાએ તપસ્વી મુનિરાજે આલોચના ન કરી. બાળમુનિ યાદ અપાવે છે કે તમે દેડકી મરી ગયાની આલોચના કેમ નથી કરતા? ગુસ્સે થયેલા તપસ્વી મુનિ મારવા દોડ્યા, થાંભલા સાથે અથડાઈ મૃત્યુ પામી જયોતિષ્ક દેવ થયા. જ્યોતિષ્ક થી ચ્યવીને તે દષ્ટિવિષ સર્પપણે ઉત્પન્ન થયા. ત્યાં બીજા પણ દૃષ્ટિવિષ સર્પો હતા. તે બધા જ વ્રત વિરાધના થી ત્યાં ઉત્પન્ન થયેલા. બધાં જ જાતિસ્મરણ જ્ઞાનવાળા હતા. પૂર્વભવે કરેલ આરાધના યાદ કરીને સર્પના ભવમાં પણ આહાર શુદ્ધિ જાળવતા હતા. પેલા તપસ્વી મુનિને પણ સર્પના ભવમાં જાતિ સ્મરણ જ્ઞાન થયું.પૂર્વ ભવમાં પાળેલ સાધુપણું યાદ આવ્યું. કોઈ જીવનો નાશ ન થાય તે રીતે એ સર્પ જીવન જીવવા લાગ્યો. કોઈ વખત કુંભ રાજાનો પુત્ર સર્પદંશથી મૃત્યુ પામતા રાજા બધાં જ સર્પોને મરાવી નાંખતો હતો. તેમાં પેલા તપસ્વીમુનિનો જીવ કે જે સર્પ તરીકે ઉત્પન્ન થયેલ. તેને પણ ગારુડીએ પકડેલો. સર્પ વિચારે છે કે જો હું મોટું બહાર કાઢીશ તો મારી દૃષ્ટિમાં રહેલ ઝેરથી ઘણાં બધાં નું મૃત્યુ થશે. તેણે સમતાભાવ રાખી મોટું દરમાં જ રહેવા દીધું. ગારુડી સર્પને પૂંછડીથી ટુકડા કરતો ગયો, મૃત્યુ પર્યત પણ તે સર્વે સમતાભાવ ન છોડ્યો તેની ઉત્તમ જીવ-દયા અને સમભાવથી તે કુંભરાજાનો પુત્ર થયો. નાગદત્ત નામનો આ રાજકુમાર યુવાન થયો, મુનિ મહારાજને જોતાની સાથે જ તેના પૂર્વભવના સાધુપણાના સંસ્કાર જાગી ગયા. તેણે દીક્ષા લીધી. તિર્યંચમાંથી આવેલો જીવ હતો. ભૂખ ખૂબ જ લાગે. પોરિસિ પચ્ચકખાણ પણ ન કરી શકે. સવારમાં ભિક્ષા લેવા નીકળે. એક ઘડો ભાત લાવે. વાપરે પછી જ તેની ભુખ શાંત થાય. પણ ગુરુ મહારાજે કહેલું કે જો તે સમભાવ ધારણ કરી ક્ષમાશીલ બનશે તો તપ કર્યા જેટલું ફળ પામશે. એક વખત માસક્ષમણના ચાર તપસ્વી મુનિ સાથે બેઠા છે. છતાં શાસનદેવીએ કુરગડુ મુનિને વંદન કર્યું. બોલ્યા કે ભાવ તપસ્વીને મારી વંદના. તપસ્વી મુનિએ ક્રોધથી બળખો ફેંક્યો. બળખો ભાતમાં ચોંટી ગયો તે વખતે સમભાવના સાધક Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ જેને એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫ મુનિ પોતાના આત્માની નિંદા કરે છે. કુરગેડ મુનિ આત્મ નિંદા કરતા કરતા કેવલજ્ઞાન પામીને મોક્ષે ગયા. પેલા ચારે મુનિઓને પણ ક્ષમાપના વડે કેવલજ્ઞાન થયું. આ છે સમભાવ થી મોક્ષની સાધના. કથા- ૩ઃ માસતુસ એક સાધુ ભગવંત હતા. તેને કથાનકોમાં માસતુસ મુનિના નામે બધા ઓળખે. મુનિરાજે પૂર્વભવમાં દીક્ષા લીધેલી હતી. જ્ઞાનની કોઈક વિરાધના કરેલી, આ વિરાધનાથી બંધાયેલા કર્મની આલોચના કરી નહીં. ફરી મનુષ્ય ભવ પ્રાપ્ત થયો, ફરી દીક્ષા લીધી, સારી રીતે દીક્ષાનું પાલન કરી રહ્યા છે પણ પૂર્વ ભવે કરેલ જ્ઞાન વિરાધનાનું કર્મ ઉદયમાં આવ્યું છે. એક સૂત્ર કે પદ પણ યાદ રહે નહીં. ગુરુ ભગવંતને થયું કે આ સાધુનો આત્માતો ગુણવાનું છે, માત્ર તેને જ્ઞાન ચડતું નથી. ગુરુ મહારાજે કહ્યું કે તમે માત્ર બે પદ યાદ કરો. “માસ અને માતુસ” તમારે કોઈ ઉપર રોષ ન કરવો કે કોઈ ઉપર પ્રસન્ન થવું નહીં. સાધુ ભગવંતે પણ ગુરુ મહારાજની આજ્ઞા સ્વીકારી. આયંબિલનો તપ કરે અને સ્વાધ્યાય રૂપ અત્યંતર તપ કરવા માટે આખો દિવસ સ્વાધ્યાયના કાળે “મારુસ માતુસ” બે પદો ગોખવા પ્રયત્ન કરે. સાધુ મહારાજે પૂર્ણ શ્રદ્ધાથી અથાગ પ્રયત્ન કર્યો પણ તેને આ બે પદ પણ યાદ રહે નહીં અને તે માસતુસ-માસતુસ બોલ્યા કરે. બધા તેને માસતુસ મુનિના નામે જ ઓળખવા લાગ્યા. માસતુસ મુનિ પણ આયંબિલ થી બાહ્યતપમાં સ્થિર રહ્યા.અત્યંતર તપ રૂપે સ્વાધ્યાયમાં તથા કોઈના પર રોષ કે દ્વેષ ન કરવા રૂપ અર્થ ચિંતવનાથી ધ્યાનતપમાં લીન બની ગયા. આ રીતે બાહ્ય અને અત્યંતર તપ ચાલુ છે. બાર વર્ષ વીતી ગયા પણ મારુસ-માતુસ બેપદ યાદ ન રહ્યા. માસતુસ મુનિએ પણ ગુરુ વચન સ્વીકારી પુરુષાર્થ છોડ્યો નહીં. આયંબિલ તપ સહિત બે પદો મોઢે રાખવામાં કંટાળો લાવ્યા સિવાય મહેનત કર્યા જ કરી. તેને બે પદ તો ન આવડ્યા. પણ અનેકાનેક પદો પણ કદી ન ભૂલાય તેવું કેવળજ્ઞાન થઈ ગયું. સમગ્ર જગતના તમામ પદાર્થોનું સંપૂર્ણ જ્ઞાન થઈ ગયું. જ્ઞાન પણ કેવું? એક વખત આવ્યા પછી કદી ન જનારું. આપણે પણ ધર્મસૂત્રો યાદ કરવા બેસીએ છીએ. યાદ રહે પણ ખરા અને ન પણ રહે. પરંતુ જો સ્વાધ્યાય પણ તપ છે એવું યાદ રહી જાય, સ્વાધ્યાય પણ મોક્ષનો માર્ગ બની શકે તેવી દઢ શ્રદ્ધા થઈ જાય તો પછી આપણે પણ સૂત્રો યાદ કરવા પુરુષાર્થ કરવો જોઈએ. ભલે એક લીટી યાદ કરતા એક કલાક કે એક Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫ અઠવાડીયું વીતી જાય પણ સ્વાધ્યાય કદી ન છોડવો. એ તપ જ એક દિવસ મોક્ષ માર્ગે લઈ જશે. કથા-૪: સુભગ ચંપાપુરી નામની નગરી હતી. ત્યાં ઋષભદાસ નામે એક શ્રેષ્ઠી રહે. તેને અહંદાસી નામે શીલવતી પત્ની હતી. તેમને ત્યાં સુભગ નામનો એક નોકર જે ભેંસો ચરાવવાનું કાર્ય કરે. રોજ સવારે ઢોર ચરાવવા જાય અને સાંજ પડે ત્યારે ઢોર લઈને પાછો ફરે. એક વખત તેણે જોયું કે સાધુ મહાત્મા કંઈક ધ્યાનમાં ઉભા છે. ઠંડી સહન કરી રહ્યા છે. સુભગ તેની પ્રશંસા કરતા-કરતા ઘેર પહોંચ્યો. બીજે દિવસે વહેલી સવારે જ ઢોર ચરાવવા નીકળી પડ્યો. મુનિ જ્યાં કાઉસ્સગ્ગ ધ્યાનમાં હતા ત્યાં પહોંચી જઈ, તેમને પગે પડીને ત્યાંજ બેસી ગયો. પણ આ તો ચારણ - લબ્ધિધારી મુનિ હતા. જેવો દિવસનો પ્રકાશ થયો કે મુનિ તો “નમો અરિહંતાણં' બોલીને આકાશ માર્ગે ઉડી ગયા. સુભગને થયું કે આ તો બહુ સારો મંત્ર છે “નમો અરિહંતાણ' બોલીને આકાશમાં ઉડી શકાય છે. પછી તો રોજ-રોજ “નમો અરિહંતાણ' બોલ્યા કરે ઋષભદાસ શ્રેષ્ઠીએ આખો નવકારમંત્ર શીખવ્યો. એક વખત ઢોર ચરાવીને સુભગ પાછો ફરી રહ્યો હતો, ઘણો વરસાદ થયો હોવાથી બધે જ પાણી ફરી વળેલા હતા, નદીમાં પણ પુર આવ્યું હતું. સુભગના મનમાં તો એમજ કે નવકાર એ ઉડવાનો મંત્ર છે. તેણે નવકારમંત્રનું સ્મરણ કર્યું. કુદ્યો પાણીમાં, ખીલો વાગતા મૃત્યુ પામ્યો. પણ નવકારસ્મરણ ના પ્રભાવે ઋષભદાસ શ્રેષ્ઠીના ઘેર જ પુત્ર રૂપે ઉત્પન્ન થયો, તેનું સુદર્શન નામ રાખ્યું. નવકાર મંત્રના પ્રભાવે એક ઢોર ચરાવનારો સામાન્ય નોકર પણ શ્રીમંત અને ઋદ્ધિમાનું એવો શ્રેષ્ઠીપુત્ર બન્યો. સુદર્શન યુવાન થતા તેના લગ્ન મનોરમા સાથે થયા તે મહાશીલવંત શ્રાવક હતા. અભયા રાણીએ છળકપટથી તેનું વ્રત ભંગ કરવા કોશીશ કરી, તો પણ તે શીલગુણથી ચલિત ન થયા. રાણીએ ખોટુ આળ ચઢાવી તેને પકડાવી દીધા રાજાએ ફાંસીની સજા જાહેર કરી, તો પણ ચલિત ન થયા. શૂળીએ ચઢાવ્યા ત્યારે પણ તેના શીલના પ્રભાવે શૂળીનું સિંહાસન થઈગયું. આ બધો પ્રભાવ કોનો? નવકાર મંત્રનો. સુદર્શન શ્રેષ્ઠીએ પછી તો દીક્ષા લીધી. કાળક્રમે કેવળજ્ઞાન પણ પામ્યા અને મોક્ષે પણ ગયા. એક સામાન્ય Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫ ગમાર જેવો નોકર પણ ફક્ત નવકાર મંત્રના પ્રભાવથી શ્રેષ્ઠીપણું પણ પામ્યો. ધન અને ધર્મ બંને સંપત્તિ મળી અને છેલ્લે મોક્ષે પણ ગયો. આપણે પણ પ્રતિજ્ઞા કરવી જોઈએ કે હું રોજ રોજ આટલા નવકારતો ગણીશ જ. છેવટે સુતા-ઉઠતા સાત સાત નવકાર પણ ગણીશ કથા-પ: પુષ્પચૂલા પુષ્પચુલા રાજરાણી છે. રાજા પુષ્પગુલના પત્ની, પણ નિમિત્ત એવું મળી ગયું કે સંસારનો રાગ ચાલ્યો ગયો દીક્ષા લેવા ઈચ્છા જાગી, ચારિત્ર ગ્રહણ કરવા માટે રાજા પાસે અનુમતિ માંગી, રાજાને તેના ઉપર અપાર સ્નેહ છે. રાજાએ શરત કરી કે જો તે સંયમ ગ્રહણ કરીને એજ નગરમાં રહે તો દીક્ષા લેવા માટે અનુમતિ આપુ. જ્ઞાની ગુરુએ લાભનું કારણ જાણી, વાતને સ્વીકારી. પુષ્પચૂલા રાણીની નગરમાં રહેવાની વાત સ્વીકારી દીક્ષા પ્રદાન કરી. અર્ણિકાપુત્ર નામના આચાર્ય પાસે દીક્ષા થયેલી છે. કેટલોક કાળ પસાર થયો. શ્રુતજ્ઞાનના બળે આચાર્ય ભગવંતે જાણ્યું કે હવે અહીં દુષ્કાળ પડવાનો છે. આચાર્ય ભગવંતે પોતાના ગચ્છને બીજા દેશમાં મોકલી દીધો. પોતે વૃદ્ધ અને અશકત હોવાથી ત્યાં જ રહ્યા. સાધ્વી પુષ્પચૂલા ત્યાં રહેલા છે. આચાર્ય ભગવંતની અપૂર્વ વૈયાવચ્ચ કરી રહ્યા છે. નિર્દોષ આહારની ગવેષણા કરી અગ્લાનપણે આચાર્ય ભગવંતને ગૌચરી-પાણી લાવી આપે છે. વૈયાવચ્ચના અપ્રતિપાતિ ગુણને દીપાવતા એવા સાધ્વીજી પુષ્પચૂલાને અનન્ય સેવા-ભક્તિના પ્રસાદ રૂપે સર્વે ઘાતી કર્મોનો ક્ષય થઈ જતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. બાર પ્રકારના તપમાં છ અત્યંતર તપ છે. આ તપમાંનું એક તપ તે વૈયાવચ્ચ. સાધ્વીજી પુષ્પચૂલાએ કેવી અદૂભૂત સાધના કરી હશે વૈયાવચ્ચ તપની? આ એક તપના બળે તેઓ કેવળજ્ઞાની થઈ ગયા. પણ કેવળી પોતાના મુખેથી કદી ન કહે કે તેઓને કેવળજ્ઞાન થયું છે. રોજ રોજ ગૌચરી લેવા જાય. આચાર્ય મહારાજને ઈષ્ટ અને મનોજ્ઞ ગૌચરી લાવી આપે. એક વખત વરસાદમાં જઈને પણ ગૌચરી લાવ્યા. આચાર્ય ભગવંતે ઠપકો આપ્યો કે શ્રુતના જાણકાર એવા તમે આ વરસાદમાં કેમ ગૌચરી લાવ્યા? સાધ્વીજી પુષ્પચૂલાએ ઉત્તર આપ્યો કે અચિત્ત પાણીમાં જ હું ગઈ હતી. કોઈ દોષનું સેવન કરીને હું ગૌચરી લાવી નથી. આચાર્ય ભગવંતે પૂછયું કે, તને કઈ રીતે ખબર પડી કે પાણી અચિત્ત હતું. સાધ્વીજીએ જવાબ આપ્યો કે “આપની કૃપાથી" આવા પ્રશ્નોત્તર દ્વારા ખબર Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫ પડી કે સાધ્વીજી તો કેવળજ્ઞાની થઈ ગયા છે . આચાર્ય ભગવંતે કેવળીની ક્ષમાયાચના કરી. એક વૈયાવચ્ચ ગુણ-સેવા ભાવે સાધ્વીજી ને કેવળી બનાવી દીધા. માટે આચાર્યઉપાધ્યાય-સંઘ આદિની હંમેશાં સેવા કરવી જોઈએ. | ૫. જૈન-ભૂગોળ તીર્થાલોક ના ચૈત્યનો પરીચય (અતિ સંક્ષેપમાં) આપણે ચૌદ રાજલોક અને તેમાં તીલોકનો પરીચય સંક્ષેપમાં જોયો. સકલતીર્થ વંદના સૂત્રમાં એક પંકિત આવે છે. “બત્રીશને ઓગણસાઠ, તલોકમાં ચૈત્યનો પાઠ” આ ૩૨૫૯ જિનાલયો ક્યા છે? પ્રથમ આપણે જંબૂદ્વીપનો વિચાર કરીએ – મેરુ પર્વતના ચાર વનમાં ૧૬ ચૈત્ય, ચુલિકાનું -૧, ગજાંતા પર્વત ઉપર-૪, દેવકુરુમાં -૧, ઉત્તરકુરુમાં-૧, દિગ્ગજ પર્વતો ઉપર-૮, કુલગિરિ પર્વતો ઉપર-૬, મહાવિદેહના વક્ષસ્કાર પર્વતો ઉપર-૧૬, દીર્ધતાક્ય ઉપર-૩૪, જંબૂવૃક્ષ આદિ ઉપર-૨૩૪, કંચનગિરિ ઉપર-૨૦૦, દ્રહોમાં-૧૬, પ્રપાતકુંડ આદિમાં-૭૬, મહાનદીઓમાં-૧૪, યમકઆદિ પર્વત ઉપર૪, વૃત્તવૈતાઢ્ય ઉપર -૪, એ રીતે જંબૂદ્વીપમાં કુલ ૬૩૫ શાશ્વત જિનાલયો છે. જંબૂદ્વીપના ૬૩૫ શાશ્વત ચૈત્યો જેવા ૬૩૫ શાશ્વત ચૈત્યો પૂર્વ ધાતકી ખંડમાં અને ૬૩૫ શાશ્વત ચૈત્યો પશ્ચિમ ધાતકી ખંડમાં છે. એ જ રીતે અર્ધ પુષ્કર વર દ્વીપમાં પણ પૂર્વમાં ૬૩૫ અને પશ્ચિમમાં ૬૩૫ ચેત્યો આવેલા છે. આ રીતે અઢીદ્વીપમાં ૬૩૫+૧૨૭૦+૧૨૭૦ = ૩૧૭૫ ચૈત્યો થયા. તદુપરાંત અઢીદ્વીપના ઈસુકાર પર્વત ઉપર - ૪- અને માનુષોત્તર પર્વત ઉપર – ૪ - શાશ્વત જિનાલયો આવેલા છે. એટલે કે સમગ્ર મનુષ્ય ક્ષેત્રમાં ૩૧૮૩ શાશ્વત જિનાલયો આવેલા છે. મનુષ્ય ક્ષેત્રની બહાર નંદીશ્વરદ્વીપમાં પર-શાશ્વત જિનાલયો, તેની રાજધાની ઓમાં ૧૬-શાશ્વત જિનાલયો આવેલા છે. તદુપરાંત કુંડલ દ્વીપમાં –૪- અને રૂચક દ્વીપમાં –૪- શાશ્વત જિનાલયો આવેલા છે. એટલે કે મનુષ્યક્ષેત્ર ની બહાર - ૭૬ શાશ્વત ચૈત્યો છે. એ રીતે બધાં મળીને કુલ ૩૨૫૯ શાશ્વત જિનાલયો તીર્થાલોમાં આવેલા છે. જેમાં નંદીશ્વર, કુંડલ અને રૂચક એ ત્રણ દ્વીપોના ૬૦ ચૈત્યોમાં ૧૨૪-૧૨૪ પ્રતિમાજી છે, બાકીના ૩૧૯૯ ચૈત્યોમાં ૧૨૦-૧૨૦ પ્રતિમા છે. એ બધી મળીને ૩૯૧૩૨૦ શાશ્વત જિન પ્રતિમાઓ છે આ છે શાશ્વત જિનાલયોની આપણી સાચી ભૂગોળ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૦ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫ ૬. સૂત્ર આધારિત પ્રશ્નોત્તર ૧. ભરફેસરની સજઝાય માં કોના નામે આવે છે? ભરોસર ની સઝાય માં ભરત-બાહુબલી વગેરે ઉત્તમ પુરુષોના અને સુલતા-ચંદનબાલા વગેરે મહાસતીઓના નામો આવે છે. ૨. મહજિણાણે સઝાયમાં શાનું વર્ણન છે? મહ જિણાણું સજઝાયમાં શ્રાવકના ૩૬-કર્તવ્યોનું વર્ણન છે. છ આવશ્યક કયા કયા છે. સામાયિક, ચઉવિસત્થઓ, વંદન, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ન અને પચ્ચખાણ એ છે આવશ્યક છે. સકલતીર્થ ક્યારે બોલાય છે? તેના કર્તા કોણ છે ? સકલતીર્થ રાઈ પ્રતિક્રમણમાં બોલાય છે. તેની રચના શ્રી જીવ વિજયજી મહારાજે કરેલી છે. સકલતીર્થ ને તીર્થનંદના સૂત્ર કેમ કહે છે? ત્રણે લોકમાં રહેલા શાશ્વતા ચેત્યો અને જિનપ્રતિમાઓ તથા કેટલાંક અશાશ્વત ચૈત્યોની વંદના તેમાં કરાઈ હોવાથી તેને તીર્થનંદના સૂત્ર કહે છે. સાગરચંદો સૂત્રનું બીજું નામ શું છે? સાગરચંદો સૂત્રને પૌષધ પારવાનું સૂત્ર પણ કહે છે. ૭. પૌષધના કેટલા ભેદ છે? ક્યા ક્યા? પૌષધના ચાર ભેદ છે. ૧- આહાર પૌષધ, ર-શરીર સત્કાર પૌષધ, ૩- બ્રહ્મચર્ય પૌષઘ અને ૪-અવ્યાપાર પૌષધ. પૌષધના કેટલા દોષ કહ્યા છે? પૌષધના અઢાર દોષ બતાવેલા છે. સંતિકર સ્તોત્ર કોણે બનાવ્યું? તે ક્યારે બોલાય છે? સંતિકર સ્તોત્ર શ્રી મુનિસુંદર સૂરિજીએ બનાવેલ છે. તે માંગલિક પ્રતિક્રમણમાં સ્તવન ને સ્થાને તથા પાક્ષિક-ચાતુર્માસિક અને સંવત્સરી પ્રતિક્રમણના અંતે બોલાય છે. તેમજ નવસ્મરણમાં પણ બોલાય છે. ૧૦. સંતિકર સ્તોત્રમાં શેનું વર્ણન આવે છે? સંતિકર સ્તોત્રમાં મુખ્યત્વે શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ છે. તેમજ સોળ વિદ્યાદેવી, ચોવીશ તીર્થકરના યક્ષ-યક્ષિણી આદિનું વર્ણન છે. ૧૧. સ્નાતસ્યા સ્તુતિની રચના કોણે કરી છે? સ્નાતસ્યા સ્તુતિની રચના શ્રી બાલચંદ્ર મુનિએ કરી છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૧ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-પ ૧૨. સ્નાતસ્યા સ્તુતિ ક્યારે બોલાય છે? મુખ્યત્વે સ્નાતસ્યા સ્તુતિ ને પાક્ષિક, ચૌમાસી ને સંવત્સરી પ્રતિક્રમણમાં થયના જોડા રૂપે બોલવામાં આવે છે. ૧૩. બૃહત-શાંતિ (મોટી શાંતિ) સ્તોત્રની રચના કોણે કરી છે? બૃહત્ શાંતિ સ્તોત્ર ની રચના શિવાદેવીએ કરેલી છે. ૧૪. બૃહત્ શાંતિ મુખ્યત્વે ક્યારે બોલાય છે? બૃહત્ શાંતિ મુખ્યત્વે (૧) પાક્ષિક, ચૌમાસી, સંવત્સરી પ્રતિક્રમણમાં લઘુશાંતિ ને સ્થાને બોલાય છે. (૨) સ્નાત્ર આદિમાં શાંતિ કળશ ભરતી વખતે બોલાય છે. (૩) નવસ્મરણમાં બોલાય છે. તદુપરાંત ધજા ચઢાવવી આદિ મંગલિક પ્રસંગોએ પણ બોલવાનો રીવાજ છે. ૧૫. ઈંદ્રો તીર્થકર ભગવાનનો જન્મોત્સવ ક્યાં ઉજવે છે? ઇંદ્રો તીર્થકર ભગવાનનો જન્મોત્સવ મેરુ પર્વત ઉપર પાંડુકવન માં અભિષેકશીલા ઉપર ઉજવે છે. ૭િ. સામાન્ય (તત્ત્વજ્ઞાન) પ્રશ્નો ૧. જીવ નરકગતિમાં ક્યા મુખ્ય ચાર કારણે ઉત્પન્ન થાય છે? ૧. મહાહિંસા, ૨.મહાપરિગ્રહ, ૩. માંસ ખાવાથી અને ૪. પંચેન્દ્રિય જીવનો વધ કરવાથી જીવ નરકગતિમાં જાય છે. ૨. જીવ તિર્યંચગતિમાં ક્યા મુખ્ય ચાર કારણે ઉત્પન્ન થાય છે.? ૧. માયા કરવાથી ર-કપટ પૂર્વક જુઠું બોલવાથી, ૩-ખોટા તોલમાપ કરવાથી અને ૪ ગુણીજનોની નિંદા કરવાથી જીવ તિર્યંચગતિમાં જાય છે. ૩. જીવ મનુષ્ય ગતિમાં ક્યા મુખ્ય ચાર કારણે ઉત્પન્ન થાય છે? ૧-ભદ્રિક પરિણામથી ૨-સ્વાભાવિક વિનયથી ૩-દયા-કરુણા ભાવ અને ૪ ગુણીજનો પ્રત્યે રાગ થી જીવ મનુષ્ય ગતિમાં જાય છે. જીવ દેવગતિમાં ક્યા મુખ્ય ચાર કારણોથી ઉત્પન્ન થાય છે. ૧. સરાગ ચારિત્રથી ૨. દેશ વિરતિ/ગૃહસ્થધર્મથી, ૩. અજ્ઞાન તપથી અને ૪ અકામ નિર્જરાથી જીવ દેવગતિમાં ઉત્પન્ન થાય છે. ૫. શરીરના ભેદો કેટલા છે? તેના નામ જણાવો શરીર ના પાંચ ભેદો છે. ૧. ઔદારીક, ર-વૈક્રિય, ૩-કાશ્મણ, ૪તૈજસ અને પ-આહારક શરીર. એવુ કયું કર્મ છે જે એક ભવમાં વધુમાં વધુ એક વખત જ બંધાય? આયુષ્ય કર્મ એવું કર્મ છે જે જીવ પોતાના જીવનમાં વધુમાં વધુ એક જ વખત બાંધે છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૭. ૧૨૨ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫ આ અવસર્પિણીમાં થયેલા બાર ચક્રવર્તીના નામ જણાવો. ૧.ભરત, ૨. સગર, ૩. મઘવા, ૪.સનત્કુમાર, ૫.શાંતિનાથ, ૬. કંથુનાથ, ૭. અરનાથ, ૮. સુભૂમ, ૯. મહાપમ, ૧૦. હરિષણ, ૧૧.જય ૧૨. બ્રહ્મદત્ત. એ બાર ચક્રવર્તી આ સવસર્પિણીમાં થયા. આ અવસર્પિણીમાં થયેલા નવ બળદેવના નામ જણાવો. ૧.અચલ, ૨.વિજય, ૩.ભદ્ર, ૪.સુપ્રભ, ૫. સુદર્શન, ૬. આનંદ, ૭.નંદન, ૮.રામ, ૯.બલરામ એ નવ બળદેવ આ અવસર્પિણીમાં થયા. માગસર સુદ-૧૧ નું શું મહત્વ છે ? માગસર સુદ-૧૧ ને દિવસે ૯૦ જિનના ૧૫૦ કલ્યાણકો છે. આ પર્વ મૌન એકાદશી નામના પર્વથી જૈન શાસનમાં મહત્ત્વ ધરાવે છે. તે દિવસે મૌન પૂર્વક પૌષધોપવાસ કરાય છે. ૧૦. પંચામૃત એટલે શું? તેનો મહત્ત્વનો ઉપયોગ શો? દૂધ, દહીં, ઘી, સાકર અને પાણી એ પાંચ ભેગા કરીએ તેને પંચામૃત કહે છે. તે પરમાત્માની જળપૂજા કરવામાં ઉપયોગમાં લેવાય છે. ૧૧. છ દ્રવ્યો ના નામ આપો ? તેમાં અસ્તિકાય કેટલાં છે? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તકાય, પુદગલાસ્તિકાય જીવાસ્તિકાય અને કાળ એ છે દ્રવ્યો છે. તેમાં પહેલા પાંચને અસ્તિકાય રૂપે પણ ઓળખે છે. કર્મને આવતા રોકવાના હેતુ (સંવર) ના મુખ્ય ભેદોના નામ આપો. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, બાવીસ પરીષહ, દશ યતિધર્મ, બાર ભાવના અને પાંચ ચારિત્ર એમ સત્તાવન પ્રકારે કર્મને આવતા રોકી શકાય છે. અર્થાત્ સંવર થાય છે. ૧૩. દિવાળી પર્વની ઉત્પત્તિ ક્યારથી થઈ? ભગવાન્ મહાવીર નિર્વાણ પામ્યા ત્યારે નવ મલ્લકી અને નવ લેચ્છકી આદિ રાજાએ ભાવ ઉદ્યોતનો નાશ થયો જાણી, તેના પ્રતિક રૂપે દ્રવ્ય ઉદ્યોત કરવા દીપ પ્રગટાવ્યો ત્યારથી દિવાળી પર્વ શરૂ થયું. ૧૪. શ્રી સિદ્ધગિરિ ઉપર ચૈત્યવંદન કરવાના મુખ્ય પાંચ સ્થાનો ક્યા છે? ૧-તળેટીએ, ૨- ગિરિરાજ ઉપર શ્રી શાંતિનાથ સન્મુખ, ૩.આદીશ્વર દાદા સન્મુખ, ૪-પુંડરીકસ્વામી સન્મુખ, ૫- રાયણ પગલાં સન્મુખ. ૧૫. બાર દેવલોકના નામ જણાવો. ૧. સૌધર્મ, ૨-ઈશાન, ૩-સનત્કુમાર ૪-મહેન્દ્ર પ-બ્રહ્મલોક, ૬ -લાં તક, ૭-મહાશુક્ર, ૮-સહસ્ત્રાર, ૯-આનત, ૧૦-પ્રાણત, ૧૧-આરણ, અને ૧૨- અચુત. Page #124 -------------------------------------------------------------------------- ________________ વજ વર્ણ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫ ૧ ૨૩ (૮. તીર્થકર - પરીચય) ક્રમ/નામ | ૧૩-વિમલ | ૧૪-અનંત | ૧૫-ધર્મનાથ | ૧૭-કુંથુનાથ | માતા | શ્યામાદેવી | સુયશાદેવી | સુવ્રતાદેવી | શ્રીદેવી પિતા | કૃતવર્મારાજા | સિંહસેનરાજા | ભાનુરાજા | સૂરરાજા | નગરી | કંપિલપુર | અયોધ્યા | રત્નપુરી | ગજપુર લંછન વરાહ સિંચાણો બકરો કંચન કંચન | કંચન | કંચન દેહમાન | ૬૦-ધનુષ | પ૦-ધનુષ | ૪૫-ધનુષ ૩પ-ધનુષ ચ્યવનતિથિ | વૈશાખ સુદ-૧૨ | શ્રાવણ વદ-૭ | વૈશાખ સુદ-૭ | શ્રાવણ વદ-૯ જન્મતિથિ | મહાસુદ-૩ | વૈશાખ વદ-૧૩ | મહાસુદ-૩ | વૈશાખ વદ-૧૪ દીક્ષાતિથિ | મહાસુદ-૪ || વૈશાખ વદ-૧૪ | મહાસુદ-૧૩ | વૈશાખવદ-૫ નાણતિથિ | પોષસુદ-૬ | વૈશાખ વદ-૧૪ | પોષસુદ-૧૫ | ચૈત્રસુદ-૩ નિર્વાણતિથિ | અષાઢ વદ-૭ | ચૈત્ર સુદ-૫ | જેઠસુદ-૫ | વૈશાખ વદ-૧ નાણભૂમિ | કંપિલપુરી | અયોધ્યા | રત્નપુરી ગજપુર નિર્વાણભૂમિ | સમેતશિખર | સમેતશિખર | સંમેતશિખર સમેતશિખર પૂર્ણ આયુ | ૬૦ લાખ વર્ષ ૩૦ લાખ વર્ષ | ૧૦ લાખ વર્ષ ૯૫ હજાર વર્ષ ગૃહસ્થીકાળ | ૪૫ લાખ વર્ષ | ૨૨ / લાખ વર્ષ | ૭ લાખ વર્ષ ૭૧૨૫૦ વર્ષ દીક્ષા પર્યાય | ૧૫ લાખ વર્ષ | શી લાખ વર્ષ | રાા લાખ વર્ષ | ૨૩૭૫૦ વર્ષ છદ્મ ચકાળ | ર-માસ | ૩-વર્ષ | ર-વર્ષ | ૧૬-વર્ષ ગણધર | પ૭ | ૫૦ | ૪૩ |. ૩૫ | ઉત્કૃષ્ટતપ | ૮-માસ | ૮-માસ | ૮-માસ | ૮-માસ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ૧. ૨. ૩. ૪. ૫. ૬. જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-પ ૭. ૯. વિશેષ-અભ્યાસ પ્રતિમાજીની આગળ બીજો સાથીઓ કરી ત્યાં સિદ્ધચક્રજી પધરાવવા. પ્રતિમાજીની જમણી બાજુએ પ્રતિમાજીની નાસિકા સુધી ઊંચો ઘીનો દીવો મૂકવો. પછી સ્નાત્રીઆઓએ હાથે નાડાછડી બાંધી હાથમાં પંચામૃત ભરેલો કળશ લઈ ત્રણનવકાર ગણી પ્રભુજીને તેમ જ સિદ્ધચક્રજીને પ્રક્ષાલ કરવો. પછી પાણીનો પ્રક્ષાલ કરી ત્રણ અંગપૂંછણાં કરી કેસર પૂજા કરવી. ૯. પછી હાથ ધૂપી પોતાના જમણા હાથની હથેળીમાં કેસરનો ચાંદલો કરવો. ૧૦. પછી કુસુમાંજલિનો થાળ લઈ સ્નાત્રીઆઓએ ઉભા રહેવું. ૮. સ્નાત્ર પૂજામાં જોઈતી વસ્તુઓની યાદી ૧. ત્રણ બાજોઠ, ૨. સિંહાસન, ૩.થાળ, ૪.કેસર, ૫.પાણી, ૬. પંચામૃત, ૭.કળશ, ૮.ચામર, ૯.દર્પણ, ૧૦.ઘંટ, ૧૧.પંખો, ૧૨, નાડાછેડી, ૧૩. દીવો, ૧૪. ધૂપ, ૧૫.ફૂલ, ૧૬. આરતી, ૧૭.મંગલ દીવો, ૧૮. વાટકી, ૧૯. અંગપૂંછણા, ૨૦. ચોખા, ૨૧. મીઠું, ૨૨. માટી, ૨૩. શ્રીફળ, ૨૪. કપૂર, ૨૫. રૂપાનાણું, ૨૬. ચંદરવો, ૨૭. તોરણ, ૨૮. ફાનસ. (પ્રથમ કળશ લઈ ઊભા રહેવું.) સ્નાત્ર મુખ પાઠ પ્રથમ ત્રણ ગઢને બદલે સુંદ૨ ત્રણ બાજોઠ મૂકી તે ઉપર સિંહાસન મૂકવું. પછી નીચેના બાજોઠ ઉપર વચમાં કેસરનો સાથીઓ કરી, તે ઉપર ચોખા પૂરીને શ્રીફળ મૂકવું. પછી તે બાજોઠ ઉપર કેસરના સાથીઆ આગળ બીજા ચાર સાથીઆ કરી તે ઉપર ચા૨ કળશ પંચામૃત ભરી, દરેક કળશને નાડાછેડી બાંધીને મૂકવા. સિંહાસનના મધ્ય ભાગમાં કેસરનો સાથીઓ કરી, ચોખા પૂરી, રૂપાનાણું મૂકી નવકાર ગણી તેના ઉપર ધાતુના પ્રતિમાજી પધરાવવા. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૫ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫ સરસ શાન્તિ સુધારસ સાગર, શુચિતરે ગુણરત્ન મહાગર, ભવિકપંકજ બોધ દિવાકર, પ્રતિદિન પ્રણમામિ જિનેશ્વર. ૧ દુહા-કુસુમાભરણ ઉતારીને, પડિમા ધરિય વિવેક, મજજનપીઠે થાપીને, કરીએ જળ અભિષેક. ૨ (અહીં જમણે અંગૂઠે પ્રક્ષાલ, અંગભૂંછણા કરી, પૂજા કરીને કુસુમાંજલિની થાળી લઈને ઉભા રહેવું.) ગાથા-આર્યાગીતિ જિણ જન્મ સમયે મેરુસિહરે, રયણ કણય કલસહિ દેવાસુરેહિ હવિતે, ધન્ના જેહિ દિડ્રો સિ. ૩ (જ્યાં જયાં કુસુમાંજલિ મેલો આવે ત્યાં ત્યાં પ્રભુના જમણા અંગૂઠે. કુસુમાંજલિ મૂકવી.) નિર્મલ જળકલશે હવરાવે, વસ્ત્ર અમૂલક અંગ ધરાવે, કુસુમાંજલિ મેલો આદિનિણંદા, સિદ્ધ સ્વરૂપી અંગ પખાલી, આતમ નિર્મળ હુઈ સુકુમાળી, કુસુમાંજ ગાથા-આર્યાગીતિ મચકુંદ ચંપ માલઈ, કમલાઈ પુષ્ક પંચવણાઈ, જગનાહ હવણ સમયે, દેવા કુસુમાંજલિ દિતિ. ૫ નમોડતુસિદ્ધાચાર્યોપાધ્યાસર્વસાધુભ્યઃ રયણ સિહાસન જિન થાપીને, કુસુમાંજલિ પ્રભુ ચરણે દીજે, કુસુમાંજલિ મેલો શાન્તિ નિણંદા. ૬ દુહો-જિસ તિહું કાલય સિદ્ધીની,પડિમા ગુણ ભંડાર; આ તસુ ચરણે કુસુમાંજલિ, ભવિક દુરિત હરનાર. ૭ નમોડઈસિદ્ધાચાર્યોપાધ્યાસર્વસાધુભ્યઃ કૃષ્ણાગરુ વર ધૂપ ધરીને, સુગંધકર કુસુમાંજલિ દીજે, - કુસુમાંજલિ મેલો નેમિ જિદા. ૮ ગાથા -આર્યા ગીતિ જસુ પરિમલ બલ દહ દિસિં, મધુકરઝંકાર સદસંગીયા; જિણચરણોવરિ મુક્કા, સુરનર કુસુમાંજલિ સિદ્ધા. ૯ નમોહસિદ્ધાચાર્યોપાધ્યાસર્વસાધુભ્ય: Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૬ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫ પાસ જિણેસર જગ જયકારી, જલ થલ ફૂલ ઉદક કર ધારી, - કુસુમાંજલિ મેલો પાર્શ્વકિર્ણદા. ૧૦ દુહા-મૂકે કુસુમાંજલિ સુરા, વીરચરણ સુકુમાલ; તે કુસુમાંજલિ ભવિકનાં, પાપ હરે ત્રણ કાળ. ૧૧ નમોડતુસિદ્ધાચાર્યોપાધ્યાસર્વસાધુભ્યઃ વિવિધ કુસુમ વર જાતિ ગહેવી, જિનચરણે પણમંત ઠવવી; કસુમાંજલિ મેલો વીર જિર્ણદા. ૧૨ વસ્તુછંદ હવણકાળે હવણકાળે, દેવદાણવ સમુચ્ચિય, કુસુમાંજલિ તહિ સંઠવિય, પરંત દિસિપરિમલ સુગંધિય, જિણાયકમલે નિવડેઈ, વિગ્ધહર જસ નામ મતો, અનંત ચઉવીસ જિન, વાસવ મલીય અસેસ; સા કુસુમાંજલિ સુહકરો, ચઉહિ સંધ વિશેષ. ૧૩ નમોડર્યસિદ્ધાચાર્યોપાધ્યાસર્વસાધુભ્યઃ અનંત ચઉવીસી જિનજી જુહારું, વર્તમાન ચઉવીસી સંભારું, કુસુમાંજલિ મેલો ચોવીસ નિણંદા. ૧૪ દુહો- મહાવિદેહે સંપ્રતિ, વિહરમાન જિન વીશ; ભક્તિ ભરે તે પૂજિયા, કરો સંઘ સુજગીશ. ૧૫ નમોડઈસિદ્ધાચાર્યોપાધ્યાસર્વસાધુભ્યઃ અપછરમંડલી ગીત ઉચ્ચારા, શ્રી શુભવીરવિજય જયકારા. કુસુમાંજલિ મેલો સર્વ નિણંદા. ૧૬ (સ્નાત્રપૂજા કરનારે પ્રભુજીના જમણા અંગૂઠે કુસમાંજલિ મૂકવી.પછી નીચે પ્રમાણેના દુહા બોલવા. પ્રત્યેક દુહો બોલતાં સિંહાસનની પ્રદક્ષિણા કરી પ્રભુ સન્મુખ ખમાસમણ દેવાં.) ૧. કાળ અનાદિ અનંતથી, ભવ ભ્રમણાનો નહીં પાર; તે ભ્રમણા નિવારવા, પ્રદક્ષિણા દઉં ટાણ સાર; ભમતીમાં ભમતા થકા, ભવ ભાવઠ દૂર પલાય; સમગુ દર્શન પામવા, પ્રથમ પ્રદક્ષિણા દેવાય. Page #128 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫ ૧૨૭ ૨. જન્મ મરણાદિ સવિભય ટળે, સીઝે જો દરિસણ કાજ; સમ્યગૂ જ્ઞાન ને પામવા, બીજી પ્રદક્ષિણા જિનરાજ; જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેત; જ્ઞાન વિના મેં નવિ લહ્યું, પરમ તત્ત્વ સંકેત. ૩. ચય તે સંચય કર્મનો, રિક્ત કરે વળી જેહ; ચારિત્રા નામ નિયુક્ત કહ્યું, વંદો તે ગુણ ગેહ; શાશ્વત સુખને પામવા, તે ચારિત્ર નિરધાર; ત્રીજી પ્રદક્ષિણા તે કારણે, ભવ દુઃખ ભંજનહાર. (પછી સ્નાત્રીયા ત્રણ ખમાસમણ દઈ, જગચિંતામણીનું ચૈત્યવંદન કરી નમુત્થણે' થી જયવીયરાય' પર્વત કહે. પછી હાથ ધૂપી મુખકોશ બાંધી કળશ લઈ ઊભા રહી, કળશ કહે.) કળશ દુહો - સયલ જિસેસર પાય નમી, કલ્યાણક વિધિ તાસ, વર્ણવતાં સુણતાં થકાં, સંઘની પૂગે આશ. ૧ ઢાળ સમકિત ગુણઠાણે પરિણમ્યા, વળી વ્રતધર સંયમ સુખ રમ્યા; વીશ સ્થાનક વિધિએ તપ કરી,એસી ભાવદયા દિલમાં ધરી. ૧ જો હોવે મુજ શક્તિ ઈસી, સવિ જીવ કરું શાસનરસી; શુચિરસ ઢળતે તિહાં બાંધતાં, તીર્થકર નામ નિકાચતાં. ૨ સરાગથી સંયમ આચરી, વચમાં એક દેવનો ભવ કરી; ચ્યવી પન્નર ક્ષેત્રે અવતરે, મધ્યખંડે પણ રાજવી કુલે. ૩ પટરાણી કૂખે ગુણનીલો, જેમ માનસરોવર હંસલો, ; સુખશધ્યાએ રજની શું છે, ઊતરતાં ચૌદ સુપન દેખે. ૪ ઢાળ - ચૌદ સ્વપ્રની પહેલે ગજવર દીઠો, બીજે વૃષભ પઈઢો, ત્રીજે કેશરી સિહ, ચોથે લક્ષ્મી અબીહ. ૧ પાંચમે કૂલની માળા, છ ચંદ્ર વિશાળા, રવિ રાતો ધ્વજ મહોતો, પૂરણ કળશ નહિ છોટો. ૨ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૮ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫ દશમે પદ્મ સરોવર, અગિયારમે રત્નાકર; ભુવનવિમાન રત્નગંજી, અગ્નિશિખા ધૂમવર્જી. ૩ સ્વપ્ર લહી જઈ રાયને ભાસે, રાજા અર્થ પ્રકાશે, પુત્ર તીર્થકર ત્રિભુવન નમશે, સકળ મનોરથ ફળશે. ૪ વસ્તુછંદ અવધિનાણે અવધિનાણે, ' ઉપના જિનરાજ, જગત જસ પરમાણુઆ, વિસ્તર્યા વિશ્વજંતુ સુખકાર; મિથ્યાત્વ-તારા નિર્બળા, ધર્મઉદય પરભાત સુંદર. માતા પણ આણંદિયા, જાગતી ધર્મ વિધાન, જાણતી જગતિલક સમો, હોશે પુત્ર પ્રધાન. ૧ દુહો - શુભ લગ્ન જિન જનમિયા, નારકીમાં સુખ જ્યોત. સુખ પામ્યા ત્રિભુવન જના, હુઓ જગત ઉદ્યોત. ૧ ઢાળ - કડખાની દેશી સાંભળો કળશ જિન મહોત્સવનો ઈહાં, છપ્પન કુમારી દિશિ, વિદિશિ આવે તિહાં ; માય સુત નમીય, આનંદ અધિકો ધરે, અષ્ટ સંવર્ણ વાયુથી કચરો હરે. ૧ વૃષ્ટિ ગંધોદક, અષ્ટ કુમરી કરે, અષ્ટ કલશા ભરી, અષ્ટ દર્પણ ધરે, અષ્ટ ચામર ધરે, અષ્ટ પંખા લહી, ચાર રક્ષા કરી, ચાર દીપક ગ્રહી. ૨ ઘર કરી કેળનાં, માય સુત લાવતી, કરણ શુચિકર્મ જળ,-કળશે ત્વવરાવતી ; કુસુમ પૂજી અલ કાર પહેરાવતી, રાખડી બાંધી જઈ, શયન પધરાવતી. ૩ નમીય કહે મા તુજ, બાળ લીલાવતી, મેરુ રવિ ચંદ્ર લગે, જીવજો જગપતિ; સ્વામી ગુણ ગાવતી, નિજ ઘર જાવતી, તેણે સમે ઇદ્ર, સિંહાસન કંપતી. ૪ Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૯ જેને એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫ ઢાળ-એકવીશાની દેશી જિન જનમ્યાજી, જિણ વેળા જનની ઘરે ; તિણ વેળાજી, ઇંદ્ર સિંહાસન રિહરે ; દાહિણોત્તરજી, જેતા જિન જનમે યદા, દિશિનાયકજી, સોહમ ઇશાન બિહું તદા. ૧ ત્રોટક છંદ તદા ચિતે ઇંદ્ર મનમાં, કોણ અવસર એ બન્યો ; જિન-જન્મ અવધિનાણે જાણી, હર્ષ આનંદ ઊપન્યો. સુઘોષ આદઘંટનાદે, ઘોષણા સુર કરે ; સવિ દેવી દેવા જન્મ મહોત્સવે, આવજો સુરગિરિવરે. (અહીં ઘંટ વગાડવો.) ઢાળ એમ સાંભળીજી, સુરવર કોડી આવી મળે; જન્મ મહોત્સવજી, કરવા મેરુ ઉપર ચલે; સો હમપતિજી, બહુ પરિવારે આવીયા; માય જિનનેજી, વાંદી પ્રભુને વધાવીયા. ૩ | (અહીં પ્રભુને ચોખાથી વધાવવા) ટોટક છંદ વધાવી બોલે છે રત્નકુક્ષી, - ધારિણિ તુજ સુત તણો, હું શક્ર સોહમ નામે કરશું, જન્મ મહોત્સવ અતિ ઘણો; એમ કહી જિન પ્રતિબિંબ સ્થાપી, પંચ રૂપે પ્રભુ ગ્રહી, દેવ દેવી નાચે હર્ષ સાથે, સુરગિરિ આવ્યા વહી. ૪ ઢાળ મેરુ ઉપરજી, પાંડુક વનમેં ચિહું દિશે ; શિલા ઉપરજી, સિંહાસન મન ઉલ્લસે ; તિહાં બેસીજી, શક્રે જિન ખોળે ધર્યા, - હરિ ત્રેસઠજી, બીજા તિહાં આવી મળ્યા. ૫ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-પ ત્રોટક છંદ મળ્યા ચોસઠ સુરપતિ તિહાં, કરે કળશ અડ જાતિના, માગધાદિ જળ તીર્થ ઔષધિ, ધૂપ વળી બહુ ભાતિના; અચ્ચતપતિએ હુકમ કીનો, સાંભળો દેવા સવે, ક્ષીરજલધિ ગંગાનીર લાવો, ઝટિતિ જિનજન્મ-મહોત્સવે. ૬ ઢાળ-વિવાહલાની દેશી સુર સાંભળીને સંચરિયા, માગધ વરદામે ચલિયા; પદ્મદ્રહ ગંગા આવે, નિર્મળ જળ કળશા ભરાવે. ૧ તીરથજળ ઔષધિ લેતા, વળી ક્ષીરસમુદ્ર જાતા; જળકળશા બહુલ ભરાવે, ફૂલ ચંગેરી થાળા લાવે. ૨ સિંહાસન ચામર ધારી, ધૂપધાણાં રકેબી સારી ; સિદ્ધાંતે ભાખ્યાં જેહ, ઉપકરણ મિલાવે તેહ. ૩ તે દેવા સુરગિરિ આવે, પ્રભુ દેખી આનંદ પાવે. કળશાદિક સહુ તિહાં ઠાવે, ભક્ત પ્રભુના ગુણ ગાવે. ૪ ઢાળ - રાગધન્યાશ્રી આતમભક્તિ મળ્યા કેઈ દેવા, કેતા મિત્તનુજાઈ, નારી પ્રેર્યા વળી નિજ કુલવટ, ધર્મી ધર્મ સખાઈ ; જો ઈસ, વ્યંતર, ભુવનપતિના વૈમાનિક સુર આવે, અશ્રુતપતિ હુકમે ધરી કળશા, અરિહાને હવરાવે. આ ૧ અડ જાતિ કળશા પ્રત્યેકે, આઠ આઠ સહસ પ્રમાણો, ચઉસઠ સહસ હુઆ અભિષેકે, અઢીસે ગુણા કરી જાણો; સાઠ લાખ ઉપર એક કોડી કળશાનો અધિકાર, બાસઠ ઇંદ્ર તણા તિહાં બાસઠ, લોકપાલના ચાર. આ ચંદ્રની પંક્તિ છાસઠ છાસઠ, રવિશ્રેણિ નરલોકે, ગુરુસ્થાનક સુર કેરો એક જ, સામાનિકનો એકો; સોહમપતિ ઈશાનપતિની, ઇંદ્રાણીના સોળ, અસુરની દશ ઈંદ્રાણી નાગની, બાર કરે કલ્લોલ. આ 3 Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫ જયોતિષ વ્યંતર ઇંદ્રની ચઉ ચઉ, પર્ષદા ત્રણનોએકો કટકપતિ અંગરક્ષક કેરો, એક એક સુવિવે કો; પરચૂરણ સુરનો એક છેલ્લો, એ અઢીસે અભિષેકો ઈશાનઈદ્ર કહે મુજ આપો, પ્રભુને ક્ષણ અતિરેકો. આજ તવ તસ ખોળે ઠવી અરિહાને, સોહમપતિ મનરંગે, વૃષભરૂપ કરી શૃંગ જળ ભરી, હવણ કરે પ્રભુઅંગે; પુષ્પાદિક પૂજીને છાંટે, કરી કેસર રંગ રોલે, મંગળ દીવો આરતી કરતાં, સુરવર જય જય બોલે. આપ ભેરી ભેગલ તાલ બજાવત, વળિયા જિન કર ધારી; જનની ઘર માતાને સોંપી, એસીપરે વચન ઉચ્ચારી; પુત્ર તમારો સ્વામી અમારો, અમ સેવક આધાર, પંચ ધાવી રંભાદિક સ્થાપી, પ્રભુ ખેલાવણહાર. આ૬ બત્રીશ કોડી કનક મણિ માણિક, વસ્ત્રની વૃષ્ટિ કરાવે, પૂરણ હર્ષ કરેવા કારણ, દ્વીપ નંદીસર જાવે; કરીય અઢાઈ ઉત્સવ દેવા, નિજ નિજ કલ્પ સધાવે, દીક્ષા કેવલને અભિલાષે, નિત નિત જિનગુણ ગાવે. આ૭ તપગચ્છ-ઈસર સિંહ સૂરીસર, કેરા શિષ્ય વડેરા, સત્યવિજય પંન્યાસતણે પદ, કપૂરવિજય ગંભીરા; ખિમાવિજય તસ સુજસવિજયના, શ્રી શુભવિજય સવાયા, પંડિત વીરવિજય શિષ્ય, જિન જન્મ મહોત્સવ ગાયા. આ૦૮ ઉત્કૃષ્ટા એકસો ને સિત્તેર, સંપ્રતિ વિચરે વીશ, અતીત અનાગત કાળે અનંતા, તીર્થકર જગદીશ; સાધારણ એ કળશ જે ગાવે, શ્રી શુભવીર સવાઈ, મંગળલીલા સુખભર પાવે, ધર ધર હર્ષ વધાઈ. આ૦૯ લૂણ ઉતારણું લૂણ ઉતારો જિનવર અંગે, નિર્મળ જળધારા મન રંગે. લૂણ ૧ જિમ જિમ તડ તડ લૂણ જ ફૂટે, તિમતિમ અશુભ કર્મબંધ તૂટે, લૂણ ૨ Page #133 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫ નયન સલૂણાં શ્રી જિનજીનાં, અનુપમ રૂપ દયારસ ભીનાં. લૂણ ૩ રૂપ સલૂણું જિનજીનું દિસે, લાયું લૂણ તે જળમાં પેસે. લૂણ ૪ ત્રણ પ્રદક્ષિણા દેઈ જળધારા, જલણ ખેપવીયે લૂણ ઉદારા. લૂણ॰ ૫ જે જિન ઉ૫૨ ઘૂમણો પ્રાણી, તે એમ થાજો લૂણ જયું પાણી. લૂણ ૬ અગર કૃષ્ણા કુંદરુ સુગંધે, ધૂપ કરીજે વિવિધ પ્રબંધે. લૂણ ૬ સીમંધર સ્વામીના ચૈત્યવંદન પૂર્વેના દુહા ૧૩૨ શ્રી સીમંઘર સાહિબા તમે વસ્યા મહાવિદેહ મોઝાર વંદના મારી હો....જો, શ્વાસ માંહે સો વાર. ૧ શ્રી સીમંઘર સાહિબા, અરજ કરું કર જોડ જયાં લગે શશી-સુરજતપે, વંદના મારી હોય. ૨ રાંકની પેઠે રળવળ્યો ન ધણીયો નિરધાર શ્રી સીમંધર સાહિબા, તુમ વિણ કોણ આધાર. ૩ શ્રી સિદ્ધાચલજીના ચૈત્યવંદન પૂર્વેના દુહા સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મોઝાર, મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. ૧ સિદ્ધાચલ સિદ્ધિ વર્યા, સિદ્ધ અનંતા ક્રોડ જ્યાં મુનિવર મુગતે ગયા, વંદુ બે કર જોડ. ૨ સુરતરુ જાઈ ને કેતકી, ગુંથી ફૂલની માળ મરુદેવા નંદન પૂજીએ, વરીએ શીવ વરમાળ. ૩ શ્રેણી-૫ કોર્સ સમાપ્ત Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી જેન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ) શ્રેણી ૬ ઉંમર : ૬ થી ૨૦ વર્ષની ઉંમરના વિદ્યાર્થી શ્રેણી-૬ ની પરીક્ષા આપી શકશે. ૨૦ વર્ષથી મોટી ઉંમરનાને આ પરીક્ષા આપવાની છૂટ છે. પણ તે પ્રથમ ત્રણ ઈનામને પાત્ર ગણાશે નહીં. ૧. અભ્યાસ સૂત્ર : સકલાઈતુ, અજિતશાંતિ, અતિચાર, છીંકનો કાઉસ્સગ્ગ, સંથારા પોરિસી, માંડલા (અંડિલ પડિલેહણ), ગમણાગમe. ૨. વિધિ-અભ્યાસ : પફિખ - ચૌમાસી - સંવત્સરી પ્રતિક્રમણ વિધિ. પોષધ વિધિ સંપૂર્ણ, દ્વાદશાવર્ત વંદન. ૩. પદ્ય-વિભાગ : (૧) પરમાત્મા સન્મુખ બોલવાની સ્તુતિ (૨) થોયનો જોડો -૧ ૪. કથા વિભાગ : (સંક્ષેપમાં પાંચ કથાનક) (૧) વલ્કલગીરી (૨) બાહુબલી (૩) પ્રસન્નચંદ્ર રાજર્ષિ (૪) દેવપાલ (૫) જિનદાસ-સોહાગદેવી ૫. જૈન ભૂગોળ : સકલતીર્થ પરીચય - ત્રણે લોકના ચૈત્યો ૬. સૂત્ર આધારીત પ્રશ્નો અભ્યાસ સૂત્રને આધારે ૧૫ પક્ષો ૭. સામાન્ય પ્રશ્નો : ધાર્મિક બોધ કરાવતા ૧૫ પ્રશ્નો ૮. તીર્થંકર પરીચય : તીર્થકર - ૧૮,૧૯, ૨૦,૨૧ નો પરીચય ૯. વિશેષ અભ્યાસ : પૌષધ સંબંધિ ક્રિયા-વિશેષ નોધ: શ્રેણી ૬ ની પરીક્ષામાં શ્રેણી ૧ થી ૫ ના સમગ્ર અભ્યાસ ક્રમમાંથી કોઈપણ પ્રશ્ન પૂછી શકાશે. માટે શ્રેણી ૧ થી ૫ નો સંપૂર્ણ કોર્સ પણ તૈયાર કરવો. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ ૧- અભ્યાસ સૂત્રો ૫૭. સકલાર્હત્ ચૈત્યવંદન સકલાર્હસ્રતિષ્ઠાન, - મધિષ્ઠાનં શિવશ્રિયઃ ભૂર્ભુવઃસ્વસ્ત્રયીશાન, - માર્હત્ત્વ પ્રણિદધ્મહે નામાકૃતિદ્રવ્યભાવૈઃ પુનતસ્ત્રિજગજ્જનં ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિ-ન્નર્હતઃ સમુપાસ્મહે આદિમં પૃથિવીનાથ -માદિમં નિષ્પરિગ્રહં આદિમં તીર્થનાથં ચ, ઋષભસ્વામિનું સ્તુમઃ અર્હન્તમજિત વિશ્વ, કમલાકર ભાસ્કરમ્, અમ્લાન-કેવલાદર્શ, - સંક્રાન્ત જગતં સ્તુવે ઃ વિશ્વભવ્યજનારામ, -કુલ્યાતુલ્યા જયન્તિ તાઃ દેશનાસમયે વાચઃ, શ્રી સંભવજગત્પતે ઃ અનેકાન્તમતામાોધિ, -સમુલ્લાસનચન્દ્રમાઃ દઘાદમન્દેમાનન્દ, ભગવાનભિનન્દનઃ ઘુસત્ઝિરીટશાણાગ્રો, ત્તેજિતાંથ્રિનખાવલિઃ ભગવાન્ સુમતિસ્વામી, તનોત્વભિમતાનિ વઃ પદ્મપ્રભપ્રભોĚહ, ભાસઃ પુષ્ણન્તુ વઃ શ્રિયમ્ અન્તરંગારિમથને, કોપાટોપાદિવારુણાઃ શ્રીસુપાર્શ્વજિનેન્દ્રાય, મહેન્દ્રમહિતાંપ્રયે નમશ્ચતુર્વર્ણસંઘ, ગગનાભોગભાસ્વતે ચન્દ્રપ્રભપ્રભોશ્ચન્દ્ર, મરીચિનિચયોજ્જ્વલા મૂર્તિમૂર્તસિતધ્યાન, નિર્મિતેવ શ્રિયેઽસ્તુ વઃ કરામલકવક્રિશ્ચં, કલયન્ કેવલશ્રિયા અચિન્ત્યમાહાત્મ્યનિધિ, - સુવિધિર્બોધયેડસ્તુ વઃ સત્ત્વાનાં પરમાનન્દ, કન્દોભેદનવામ્બુદ : સ્યાદ્વાદામૃતનિસ્યન્દી, શીતલઃ પાતુ વો જિન : 119211 ||૧|| 11211 શા ॥૪॥ ill 11311 11911 11211 llell ||૧૦| ||૧૧|| Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ II૧૪ I૧ ૬II II૧૭ll જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ ભવરોગાર્તજજૂના મગદંકારદર્શનઃ નિઃશ્રેયસશ્રીરમણ શ્રેયાંસ શ્રેયસેડડુ વઃ ||૧૩ વિશ્વોપકારકીભૂત, તીર્થકૃત્કર્મનિર્મિતિઃ સુરાસુરનરે પૂજ્યો, વાસુપૂજ્યઃ પુનાતુ વ: વિમલસ્વામિનો વાચઃ કતકણોદયોદરાઃ જયત્તિ ત્રિજગએતો, જલર્નર્મલ્યહેતવઃ (૧પો સ્વયંભૂરમણસ્પદ્ધિ, કરુણારસવારિણા અનન્તજિદનન્તાં વડ, પ્રયચ્છતુ સુખશ્રિયમ્ કલ્પદ્રુમસબર્માણ,-મિષ્ટપ્રાણી શરીરિણામ્ ચતુદ્ધ ધર્મદેષ્ટાર, ધર્મનાથમપાસ્મતે સુધાસોદરવાજ્યોન્ઝા, નિર્મલીકૃતદિમુખઃ મૃગલક્ષ્માઃ તમ શાર્વે, શાન્તિનાથજિનોડસ્તુ વ: ૧૮ શ્રીકુન્થનાથો ભગવાનું, સનાથોડતિશયદ્ધિભિઃ સુરાસુરનૃનાથાના - મેકનાથોડસ્તુ વઃ શ્રિયે ૧ા . અરનાથસ્તુ ભગવાં, - શ્ચતુર્થારનભોરવિઃ ચતુર્થપુરુષાર્થશ્રી, વિલાસં વિતનોતુ વઃ સુરાસુરનરાધીશ, મયુરનવવારિદમ્ કર્મઠુભૂલને હસ્તિ,-મલ્લ મલ્લિમભિષ્ટ્રમઃ જગન્મહામોહનિદ્રા, પ્રત્યુષસમયોપમમ્ મુનિસુવ્રતનાથસ્ય, દેશનાવચન સ્તુમઃ ઉઠત્તો નમતાં મૂર્બિ, નિર્મલીકાકારણમ્ વારિપ્લવા ઈવ નમે પાનુ પાદનખાંશવઃ ર૩ યદુવંશસમુદ્રન્દુ, કર્મકક્ષહુતાશનઃ અરિષ્ટનેમિર્ભગવાન, ભૂયાદ્રોડરિષ્ટનાશનઃ કમઠ ધરણેન્દ્ર ચ, સ્વોચિત કર્મ કુર્વતિ પ્રભુતુલ્યમનોવૃત્તિ, પાર્શ્વનાથઃ શ્રિયેડસ્તુ વદ / રપા! || ROH || ૨ ૨ા | ૨ ૪ો Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ શ્રીમતે વીરનાથાય, સનાથાયાભૂતપ્રિયા મહાનન્દસરોરાજ, મરાલાયાહતે નમઃ ૨૬ll કૃતાપરાધેડપિ જને, કૃપામન્થરતારયોઃ ઈષદ્ગાષ્પાદ્રિયોર્ભદ્ર, શ્રી વિરજિનનેત્રયોઃ ર૭. જયતિ વિજિતા તેજા, સુરાસુરાલીશસેવિતઃ શ્રીમાનું વિમલસ્ત્રાસવિરહિત, - સ્ત્રિભુવનચૂડામણિર્ભગવાન્ ૨૮ વીરઃ સર્વસુરાસુરેન્દ્રનહિતો વીર બુધાઃ સંશ્રિતા વિરેણાભિહતઃ સ્વકર્મનિચયો, વીરાય નિત્ય નમઃ વીરાત્તીર્થમિદં પ્રવૃત્તમતુલ, વીરસ્ય ઘોર તપો વીરે શ્રીધૃતિકીર્તિકાન્તિરિચય:, શ્રી વીર! ભદ્ર દિશ રહેલા અવનિતલગતાનાં, કૃત્રિમાકૃત્રિમાનાં વરભવનગતાનાં, દિવ્યવૈમાનિકાનામ્ ઈહ મનુભકૃતાનાં, દેવરાજર્ચિતાનાં જિનવરભવનાનાં, ભાવતોડહં નમામિ. |૩O સર્વેષાં વેધસામાઘ, -માદિમ પરમેષ્ઠિનામ્ દેવાધિદેવં સર્વજ્ઞ, શ્રીવીરં પ્રણિદબહે ||૩૧|| દેવોડનેકભવાર્જિતોર્જિતમહા - પાપપ્રદીપાનલો દેવઃ સિદ્ધિવધૂવિશાલહૃદયા - લંકાર હારોપમઃ દેવોડષ્ટાદશદોષસિધુરઘટા - નિર્ભેદપંચાનનો ભવ્યાનાં વિદધાતુ વાંછિત ફલ, શ્રી વીતરાગો જિન કરો ખ્યાતોડષ્ટાપદપર્વતો ગજપદક સમેતશલાભિધઃ શ્રીમાનું રેવતક પ્રસિદ્ધમહિમા શત્રુંજયો મંડપ વૈભારઃ કનકાચલોડર્બુદગિરિ શ્રીચિત્રકુટાદયસ્તત્ર શ્રી ઋષભાઇયો જિનવરાઃ કુર્વ— વો મંગલમ્ ॥૩૩ll (સકલાઉત્ : શ્રી હેમચંદ્રચાર્યનું રચેલું આ ચૈત્યવંદન છે. એમાં ચોવીસ તીર્થકરોની જુદા જુદા શ્લોકની સ્તુતિ કરવામાં આવી છે.) Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ જેને એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ (૫૮. શ્રી અજિતશાંતિ સ્તવનમ્ અજિઆં જિઅ-સબ્યુભય, સંતિ ચ પસંત-સવ ગય-પાવે; જયગુરુ સંતિગુણકરે, દોવિ જિણવરે પરિવયામિ. ગાહા ૧ વવગય-મંગુભાવે તેહં વિલિ તવ નિમ્પલસતાવે; નિવમ-મહપ્પભાવે, થોસામિ સુદિટ્ટસન્માવે, ગાહા રા સવદુખધ્વસંતીખું, સવ્વપાવપ્પ-સંતીણ; સયા અજિઅસંતીખું, નમો અજિઅસંતીર્ણ, સિલોગો ૩. અજિઅજિણ! સુહપ્પવરણ, તવ પુરસુત્તમ ! નામકિરણ; તહાય ધિઈ-મઈપ્પવત્તણે, તવ યણિત્તમસંતિ!કિત્તણે. ૪ માગહિઆ કિરિઆ-વિહિ-સંચિઅ-કમ્પ-કિલેસ-વિમુખિયર અજિઆં નિચિએચ ગુણહિં મહામુણિ-સિદ્ધિગય; અજિઅસ્સ ય સંતિ મહામુણિણો વિઅ સંતિકર, સમયે મમ નિÖઈ-કારણથં ચ નમસણય. //પા આલિંગણય પુરિસા! જઈ દુખવારણ, જઈ અ વિમગ્ગહ સુખકારણે, અજિએ સંતિ ચ ભાવઓ, અભયકરે સરણે પવન્જહા llી માગરિઆ અરઈ રઈ તિમિર વિરહિઅ-મુવરય-જરમરણ, સુર-અસુર-ગરુલ-ભગવઈ-પચય-પણિવઈએ, અજિઅ-મહમવિ અ સુનય-નય-નિઉણ-મભયકર, સરણ-મુવસરિઅ ભુવિદિવિજ-મહિએ સમયમુવણમે. Iણા સંગર્ય તં ચ જિષ્ણુત્તમ - મુત્તમ - નિત્તમ- સત્તધર, અજવ -મદવ - ખંતિ - વિમુત્તિ-સમાણિનિહિં, સંતિકર પણમામિ દમુત્તમ - તિર્થીયર, સંતિ-મુણી મમ સંતિસમાવિવર દિસઉ. Iટા સોવાણય સાવલ્થિ - પુન્રપસ્થિતં ચ વરહસ્થિ-મત્યય-પસત્ય વિચ્છિન્ન- સંથિયું, થિરસરિચ્છ-વચ્છ, મયગલ-લીલાયમાણ-વરગંધહOિ-પત્થાણ-પસ્થિય સંથવારિહે, હર્થીિ-હત્વબાહું દંતકણગ-અગ- નિવહય-પિંજર પવરલખણોવચિઅ-સોમ-ચારુ-રૂવં સુઈસુહમણાભિરામ-પરમ-રમણિજ્જવરદેવ-દુહિ-નિનાય-મહુરયર-સુહગિર. વેઠુઓ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ અજિઆં જિઆરિગણું, જિઅ-સવ્વભય ભવોહરિઉં, પણમામિ અહં પયઓ, પાવ પસમેઉ મે ભયd. ૧૦ રાસાલુદ્ધઓ કુરજણવય-હત્થિણાઉર-નરીસરો પઢમં તઓ મહાચક્કવફિલ્મોએ મહપ્પભાવો, જો બાવત્તરિપુરવર - સહસ્સવરનગર - નિગમ- જણવયવઈબત્તીસા- રાયવરસહસ્સાણુયાય-મગ્ગો, ચઉદસ-વરરયણ-નવ મહાનિહિચસિફિ-સહસ્સાવરજુવઈણ સુંદરવઈ, ચુલસી-હય-ગ-રહ-સયસહસ્સલામી છન્નવઈ-ગામકોડિ-સામી આસી જો ભારહેમિ ભયનં. ૧૧ વેઢઓ તે સંતિ સંતિકર, સંતિષ્ણ સવ્વભયા, સંતિ થણામિ જિર્ણ, સંતિ વિહેલ. મે. ૧રા રાસાનંદિઅય ઇખાગ! વિદેહનરીસર ! નરવસહા! મુણિવસહા! નવસારય-સસિસકલાણણ ! વિગતમા! વિહુઅરયા! અજિઉત્તમ-તેઅ ગુણેહિ મહામુણિ - અમિઅબલા! વિઉલકુલા! પણમામિ તે ભવ-ભય-મૂરણ ! જગસરણા! મમ સરણ. /૧૩ ચિત્તલેહા દેવ-દાણ-વિંદ-ચંદ-સૂર-વંદ! હટ્ટ-તુઃ જિઃ-પરમ,લટ્ટ-રૂવ! ધંત-રૂધ્ધ-પટ્ટસેય-સુદ્ધ-નિદ્ધ-ધવલ, દંત-પતિ-સંતિ!સત્તિ-કિરૂિ-મુત્તિ-જુત્તિ-ગુત્તિ-૫વર! દિરતેઅ!વંદ! ધેય! સવ્વલોઅ-ભાવિયપ્રભાવ!ણેય!પઈસમે સમાહિ. ૧૪ નારાયઓ વિમલસસિ-કલાઈયેઅ-સોમ, વિતિમિર-સૂર કરાઈરેઅનેતેએ, તિઅસવઈ-ગણાઈરેઅ-રવ, ધરણિધરપ્પવરાઈરેઅ-સાર. ૧પો કુસુમલયા સત્તે સયા અજિએ, સારીરે અ બલે અજિએ, તવ સંજમે આ અજિએ, એસ શુણામિ જિર્ણ અજિ. ૧૬ ભૂઅગપરરિગિ સોમગુણહિં પાવઈ ન તં નવ-સરય-સસી, તેઅ-ગુણહિં પાવઈ ન તં નવ-સરય-રવી, રૂવગુણહિં પાવઈ ન તં તિઅસ-ગણવઈ, સારગુણહિં પાવઈ ન ત ધરણિધરવઈ ૧૭ ખિજ્જિયં તિર્થીવર-૫વત્તયં તમરય-રહિયું, ધીરજણ-થુઅશ્ચિમં ચુઅ-કલિ-કલુસ, સંતિસુહ-પ્પવત્તયં તિગરણ-પયઓ, Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ સંતિમહં મહામુણિ સરણમુવણ મે ૧૮ લલિઅય વિણઓણય-સિરરઈ-અંજલિ-રિસિગણ-સંથ થિમિ, વિબુહાહિર -ધણવઈ-નરવઈ-યુઅ-મહિ-અશ્ચિમં બહુસો, અઈમ્મય-સરય-દિવાયર-સમહિઅ-સપ્ટભં તવસા, ગયણ-ગણ-વિમરણ-સમુઈઅ-ચારણ-વંદિઅં સિરસા. ૧૯ કિસલયમાલા અસુર-ગરુલ-પરિવંદિય, કિન્નરોરગ-નર્માસિએ, દેવકોડિસય-સંથ, સમણસંઘ-પરિવંદિઅં. ૨ll સુમુહ અભયં અણહ, અરયં અરુયું, અજિસં અજિએ, પયઓ પણમે. ર૧ વિજુવિલસિ આગયા વરવિભાણ-દિવ્યંકણગ-રહ-તુરય-પહકરસહિં હુલિએ, સસંભમોઅરણ-ખંભિા -લુલિઅ-ચલ-કુંડલં ગય-તિરીડ-સોહંતમઉલિમાલા. રરો વેઠુઓ જે સુરસંઘા સાસુરસંઘા વેરવિઉત્તા ભત્તિસુજુત્તા, આયર-ભૂસિઅસંભમપિંડિઅ-સુટુ-સુવિન્ડિઅનેસબૂબલોઘા, ઉત્તમ-કંચણ-રણ-પરૂવિઅ-ભાસુર-ભૂસણ-ભાચુરિઅંગા, ગાય-સમોણય-ભત્તિ-વસાગય-પંજલિ-પેસિયસીસ-પણામા. ૨૩ રયણમાલા વંદિઉણ થોઊણ તો જિર્ણ, તિગુણમેવ ય પુણો પાહિણ, પણમિઊણ ય જિર્ણ સુરાસુરા, પમુઈઆ સભવણાઈ તો ગયા..ર૪ો ખિત્તય તે મહામુણિ મહંપિ પંજલી, રાગદોસ-ભય-મોહવજ્જિયં. દેવ-દાણવ-નરિંદ-વંદિઅં, સંતિ-મુત્તમ મહાતવ નમે ૨પા ખિત્તયું અંબરંતર - વિઆરણિઆહિ, લલિઅ-હંસ-વહુ- ગામિણિઆહિ, પીણ-સોણી-થણ-સાલિણિઆહિં, સકલ-કમલ-દલ - લોઅણિઆહિં ર૬ll દીવયં પણ-નિરંતર-થણભર-વિણમિય-ગાય-લયાહિં, મણિ-કંચણ-પસિઢિલ-મેહલ-સોહિય-સોણિતડાહિં, વર-ખિંખિણિ -નેઉર-સતિલય-વલય-વિભૂણિઆહિ, રઈકર-ચરિ-મોહર-સુંદર-દંસણ આહિ. //રા ચિત્તખરા Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ દેવસુંદરીહિપાયવંદિયાહિં, વંદિયા ય જસ્ટ તે સુવિક્કપાકમા, અપ્પણો નિડાલએહિ મંડણોડુણ-પ્પગારએહિ કેહિ કેહિ વિ; અવંગ-તિલય-પત્તલેહ-નામએહિ ચિલએહિ સંગર્યા ગયાહિં, ભત્તિસન્નિવિટ્ટ-વંદણાગમાહિં હુંતિ તે વંદિઆ પુણો પુણો ૨૮ નારાયઓ તમહજિણચંદે, અજિએ જિમમોહં, ધુયસવકિલેસ, પયઓ પણમામિ. રા નંદિઅય થય-વંદિઅયા રિસિગણ-દેવગણેહિ, તો દેવવહુહિં, પયઓ પણમિઅસ્સા, જસ્ટ જગુત્તમ-સાસણઅસ્સા, ભત્તિ-વસાગય-પિંડિઅયાહિં, દેવ-વરચ્છરસા-બહુઆહિ, સુરવર-રઈગુણ-પંડિઅયાKિ Il૩૦ ભાસુરય વંસસદ-તંતિતાલ-મેલિએ, તિઉમ્બરા-ભિરામ-સદમીસએ કએ આ, સુઈ-સમાણ-ણેઅ- સુદ્ધ-સજ્જ-ગીય-પાલ-જાલ-ઘંટિઆહિ, વલય-મેહલાકલાવ-નેઉરાભિરામ-સદમીસએ કએ અ, દેવ-નલ્ફિઆહિ હાવભાવવિક્યુમપગારએહિ, નચ્ચિઉણ અંગહારએહિં, વંદિઆ ય જસ્ટ તે સુવિક્રમા કમા, તયંતિલોયસવસત્ત-સંતિકારય, પરંત-સવ-પાવ-દોસએસ હં નમામિ સંતિમુત્તમ જિર્ણ. ૩૧૫ નારાયઓ છત્ત-ચામર-પડાગ-જુઅ-જવમંડિઆ, ઝયવરમગર-તુરય-સિરિવચ્છ-સુલંકણા, દીવ-સમુદ્ર-મંદર-દિમાગય-સોહિઆ, સન્શિઅ-વસહ-સહ-રહ-ચક્ક-વરંકિયા. ૩રા લલિઅયં સહાવલટ્ટા સમપ્પઈટ્ટા, અદોસદુદ્દા ગુણહિં કિટ્ટા, પસાયસિટ્ટા તવેણ પુટ્ટા, સિરીહિં ઇટ્ટા રિસીહિ જુકા ૩૩ વાણવાસિઆ તે તવેણ ધુઅ-સવ્વપાવયા, સવલોઅ-હિઅ-મૂલ-પાવયા, સંથુઆ અજિઅ-સંતિ-પાયયા, હંતુ મેસિવસુહાણ દાયયા ૩૪ અપરાંતિકા એવં તવ-બલ-વિલિ, શુએ મએ અજિઅ-સંતિ-જિણ-જુઅલ, વવગય-કમ્પ-રય-મલ, ગઈ ગયં સાસયં વિલિ. રૂપા ગાહા તં બહુગુણધ્વસાય, મુખસુહેણ પરમેણ અવિસાયં, નામેઉ મે વિસાય, કુણઉ આ પરિસાવિ અધ્ધસાય ૩દી ગાહા Page #142 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ તેં મોએઉ અ નંદિં, પાવેઉ અ નંદિસેણમભિનંદિ, પરિસાવિ અ સુહ-નંદિ, મમ ય દિસઉ સંજમે નં. ૫૩૭ણા ગાહા પક્ષિઅ-ચાઉમ્માસિઅ, -સંવચ્છરિએ અવસ્સ ભણિઅવ્યો, સોઅવ્વો સર્વોહિં, ઉવસગ્ગ-નિવારણો એસો. ॥૩૮॥ જો પઢઈ જો અ નિસુણઈ, ઉભઓ કાલંપિ અજિઅસંતિથયું, ન હુ હુંતિ તસ્સ રોગા, પુર્વોપન્ના વિ નાસંતિ ॥૩૯ા જઈ ઈચ્છહ પરમપયં, અહવા કિર્ત્તિ સુવિત્થš ભુવણે ; તા તેલુક્યુદ્ધરણે, જિણવયણે આયર કુણહ ॥૪૦॥ ૧૪૧ અજિતશાંતિ : શ્રી નંદિષણસૂરિનું રચેલું આ અજિતનાથ અને શાંતિનાથનું સ્તવન છે. ૫૯. શ્રાવક પાક્ષિકાદિ મોટા અતિચાર નાણમ્મિ દંસમ્મિ અ, ચરણસ્મિ તવમ્યિ તહ ય વીરિયમ્મિ, આયરણું આયારો, ઈઅ એસો પંચહા ભણિઓ ।।૧।। જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર, એ પંચવિધિ આચાર માંહી અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર, જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ મને, વચને, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. તત્ર ‘જ્ઞાનાચારે’ આઠ અતિચાર— કાલે વિણએ બહુમાણે ઉવહાણે તહ અનિર્ણાવણે; વંજણ-અત્ય-તદુભએ, અટ્ટવિહો નાણમાયારો. ॥૧॥ જ્ઞાન કાળવેળાએ ભણ્યો ગણ્યો નહીં અકાળે ભણ્યો વિનય-હીન, બહુમાન હીન; યોગઉપધાન હીન, અનેરા કને ભણી અનેરો ગુરુ કહ્યો. દેવ-ગુરુ વાંદણે, પડિક્કમણે સજ્ઝાય કરતાં, ભણતાં, ગણતાં, કૂડો અક્ષર કાને માત્રાએ અધિકો-ઓછો ભણ્યો, સૂત્ર કૂડું કહ્યું, અર્થ ફૂડો કહ્યો, તદુભય કૂડાં કહ્યાં, ભણીને વિસાર્યાં, સાધુતણે ધર્મે કાજે અણઉદ્ધર્યે, દાંડો અણપડિલેહે, વસતિ અણશોધે, અણપવેસે, અસજ્ઝાય અણોજ્ઝાય માંહે શ્રી દશવૈકાલિક પ્રમુખ સિદ્ધાંત ભણ્યો-ગુણ્યો, શ્રાવકતણે ધર્મે સ્થવિરાવલિ, પડિક્કમણાં ઉપદેશમાલા પ્રમુખ સિદ્ધાંત ભણ્યો ગણ્યો, કાળવેળાએ કાજો અણઉદ્ધર્યે પઢ્યો. જ્ઞાનોપગરણ-પાટી, પોથી, ઠવણી, કવલી, નવકારવાલી, સાપડા, સાપડી, દસ્તરી, વહી, કાગળિયા, ઓલિયા પ્રમુખ પ્રત્યે પગ લાગ્યો, થૂંક લાગ્યું, થૂંકે કરી અક્ષર ભાંજ્યો, ઓશીસે ધર્યો, કને છતાં આહાર નિહાર કીધો, જ્ઞાનદ્રવ્ય ભક્ષતાં ઉપેક્ષા કીધી, પ્રજ્ઞાપરાધે વિણાસ્યો, વિણસતાં ઉવેખ્યો; છતી શક્તિએ સાર-સંભાળ ન કીધી, જ્ઞાનવંત પ્રત્યે દ્વેષ મત્સર ચિંતવ્યો. અવજ્ઞા આશાતના કીધી. કોઈ પ્રત્યે ભણતાં ગણતાં અંતરાય કીધો. આપણા જાણપણાતણો ગર્વ ચિંતવ્યો. મતિજ્ઞાન, શ્રતુજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, એ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ જેને એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ પંચવિઘ જ્ઞાનતણી અસદુહણા કીધી. કોઈ તોતડો બોબડો દેખી હસ્યો વિતર્યો, અન્યથા પ્રરૂપણા કીધી.જ્ઞાનાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ, સૂમ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ મન, વચન, કાયાએ કરી, મિચ્છા મિ દુક્કડ. દર્શનાચારે આઠ અતિચાર - નિત્સંકિય નિષ્ક્રખિય, નિબ્રિતિગિચ્છા અમૂઢદિટ્ટી અ, ઉવવૂહ થિરીકરણ, વચ્છલ્લ પભાવણે અટ્ટ . ૧ દેવ-ગુરુ-ધર્મ તણે વિષે નિઃશંકપણું ન કીધું, તથા એકાંત નિશ્ચય ન કીધો. ધર્મસંબંધીયા ફલતણે વિષે નિઃસંદેહ બુદ્ધિ ધરી નહીં. સાધુ સાધ્વીનાં મલ-મલિન ગાત્ર દેખી દુગંછા નિપજાવી, કુચારિત્રીયા દેખી ચારિત્રીયા ઉપર અભાવ હુઓ. મિથ્યાત્વીતણી પૂજા પ્રભાવના દેખી મૂઢદષ્ટિપણું કીધું, તથા સંઘમાંહે ગુણવંત-તણી અનુપબૃહણા કીધી. અસ્થિરીકરણ, અવાત્સલ્ય, અપ્રીતિ, અભક્તિ નિપજાવી, અબહુમાન કીધું. તથા દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, સાધારણદ્રવ્ય, ભક્ષિત ઉપેક્ષિત પ્રજ્ઞાપરાધે વિખાણ્યાં, વિણસતાં ઉવેખ્યાં, છતી શક્તિએ સાર સંભાળ ન કીધી તથા સાધર્મિક સાથે કલહ કર્મબંધ કીધો. અધોતી, અષ્ટપડ-મુખકોશ પાખે દેવપૂજા કીધી. બિંબપ્રત્યે વાસકુંપી, ધૂપધાણું, કળશતણો ઠબકો લાગ્યો, બિમ્બ હાથ થકી પાડ્યું, ઉસાસ નિઃસાસ લાગ્યો. દેહરે ઉપાશ્રયે મલશ્લેષ્માદિક લોઢું. દેહરામાંહે હાસ્ય, ખેલ, કેલિ, કુતૂહલ, આહાર, નિહાર કીધાં, પાન, સોપારી, નિવેદીયાં ખાધાં, ઠવણાયરિય હાથ થકી પાડ્યાં પડિલેહવા વિચાર્યા. જિનભવને ચોરાશી આશાતના, ગુરુ પ્રત્યે તેત્રીસ આશાતના કીધી હોય, ગુરુવચન “તહત્તિ' કરી પડિવન્યું નહીં. દર્શનાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ, સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ મને, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ (૨) ચારિત્રાચારે આઠ અતિચારપણિહાણ જોગજુરો, પંચહિં સમિઈહિં તોહિ ગતીહિં; એસ ચરિત્તાયારો, અવિહો હોઈ નાયવો ૧il ઈર્યાસમિતિ તે અણજોયે હિંડ્યા. ભાષાસમિતિ તે સાવધ વચન બોલ્યા. એષણા સમિતિ તે તૃણ, ડગલ, અન્ન, પાણી, અસૂઝતું લીધું. આદાનભંડમાનિજોવણા-સમિતિ તે આસન, શયન, ઉપકરણ, માતરું પ્રમુખ અણપૂંજી જીવાકુલ ભૂમિકાએ મૂક્યું-લીધું. પારિષ્ઠાપનિકા-સમિતિ તે મલ, મૂત્ર, શ્લેષ્માદિક અણપૂંજી જીવાકુલ ભૂમિકાએ પરઠવ્યું. મનોગુમિ મનમાં આર્નરોદ્ર ધ્યાન ધ્યાયાં. વચનગુપ્તિ સાવદ્ય વચન બોલ્યા. કાયમુર્તિ શરીર અણપડિલેહ્યું હલાવ્યું, અણપૂંજે બેઠા. એ અષ્ટ પ્રવની માતા તે સાધુતણે ધર્મે સદેવ અને શ્રાવકતણે ધર્મે સામાયિક પોસહ લીધે, રૂડી પેરે પાળ્યાં નહીં, ખંડણા વિરાધના હુઈ. ચારિત્રાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ મન, વચને, કાયાએ કરી, મિચ્છા મિ દુક્કડ (૩) વિશેષતઃ શ્રાવકતણે ધર્મે શ્રીસમ્યક્ત મૂલ બાર વ્રત, સમ્યકત્વતણા પાંચ અતિચાર-સંકાકંખવિગિચ્છા શંકા-શ્રી અરિહંતતણાં બલ, અતિશય, જ્ઞાનલક્ષ્મી, ગાંભીર્યાદિક ગુણ, શાશ્વતી પ્રતિમા, Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ ચારિત્રિયાનાં ચારિત્ર, શ્રી જિનવચન તણો સંદેહ કીધો. આકાંક્ષા-બ્રહ્મા, વિષ્ણુ મહેશ્વર, ક્ષેત્રપાલ, ગોગો, આસપાલ, પાદરદેવતા, ગોત્રદેવતા, ગ્રહપૂજા, વિનાયક, હનુમંત, સુગ્રીવ, વાલી, નાહ ઈત્યેવમાદિક દેશ, નગર, ગામ, ગોત્ર, નગરી, જુજુઆ, દેવ-દેહરાના પ્રભાવ દેખી રોગ આતંક કષ્ટ આવ્ય ઈહલોક પરલોકાર્પે પૂજ્યા, માન્યા, સિદ્ધ વિનાયક જીરાઉલાને માન્યું-ઇડ્યું. બૌદ્ધ-સાંખ્યાદિક સંન્યાસી, ભરડા, ભગત, લિંગિયા, જોગીયા, જોગી, દરવેશ અનેરા દર્શનીયા તણો કષ્ટ, મંત્ર, ચમત્કાર દેખી, પરમાર્થ જાણ્યા વિના ભૂલ્યા, વ્યામોહ્યા. કુશાસ્ત્ર શીખ્યાં, સાંભળ્યાં. શ્રાદ્ધ, સંવત્સરી, હોળી, બળેવ, માહપૂનમ, અજા-પડવો, પ્રેતબીજ, ગૌરીત્રીજ, વિનાયક-ચોથ, નાગપંચમી, ઝીલણા છટ્ટી, શીલ-સાતમી, ધ્રુવ આઠમી, નૌલી-નવમી, અહવા-દશમી, વ્રત-અગ્યારશી. વચ્છ બારશી. ધનતેરસી, અનંતચઉદશી, અમાવાસ્યા, આદિત્યવાર, ઉત્તરાયણ, નૈવેદ્ય કિીધાં. નવોદક, યાગ,ભોગ, ઉતારણાં કીધાં, કરાવ્યાં. અનુમોદ્યાં, પીપળે પાણી ઘાલ્યાં, ઘલાવ્યાં; ઘર બાહિર ક્ષેત્રે, ખલે, કૂવે, તળાવે, નદીએ, દ્રહે, વાવીએ, સમુદ્ર, કુંડ, પુન્ય-હેતુ સ્નાન કીધાં, કરાવ્યાં, અનુમોદ્યાં, દાન દીધાં. ગ્રહણ શનિશ્ચર, મહા માસે નવરાત્રીએ નહાયાં.અજાણના થાપ્યાં. અનેરા વ્રતવ્રતોલાં કીધાં, કરાવ્યાં. વિતિગિચ્છા' - ધર્મ સંબંધીયા ફલતણે વિષે સંદેહ કીધો. જિન અરિહંત ધર્મના આગાર, વિશ્વોપકારસાગર, મોક્ષમાર્ગના દાતાર ઈસ્યા, ગુણ ભણી ન માન્યા, ન પૂજયા. મહાસતી, મહાત્માની ઈહલોક પરલોક સંબંધીયા ભોગવાંછિત પૂજા કીધી. રોગ, આતંક કષ્ટ આવ્યે ખીણ વચન ભોગ માન્યા, મહાત્માના ભાત, પાણી, મલ, શોભાતણી નિંદા કીધી. કુચારિત્રીયા દેખી ચારિત્રીયા ઉપર કુભાવ હુઓ. મિથ્યાત્વી તણી પૂજા-પ્રભાવના દેખી પ્રશંસા કીધી, પ્રીતિ માંડી; દાક્ષિણ્ય લગે તેમનો ધર્મ માન્યો, કીધો. શ્રી સમ્યકત્વ-વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ, સૂમ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ મન, વચન, કાયાએ કરી, મિચ્છા મિ દુક્કડં. પહેલે સ્થૂલ પ્રાણાતિપાત-વિરમણવ્રતે પાંચ અતિચાર-વહબંધ-છવિચ્છેએ દ્વિપદ ચતુષ્પદ પ્રત્યે રીવશે ગાઢો ઘાવ ઘાલ્યો, ગાઢ બંધને બાંધ્યો, અધિક ભાર ઘાલ્યો. નિલંછન કર્મ કીધા. ચારા પાણી તણી વેળાએ સાર-સંભાળ ન કીધી. લેહણે-દેહણે કિણહિ પ્રત્યે લંઘાવ્યો. તેણે ભૂખે આપણે જમ્યા, કને રહી મરાવ્યો, બંદીખાને ઘલાવ્યો. સળ્યાં ધાન્ય તાવડે નાખ્યાં, દળાવ્યાં, ભરડાવ્યાં, શોધી ન વાવર્યા, ઈધણ, છાણાં અણશોધ્યાં બાળ્યાં, તે માહિ સાપ, વીછી, ખજૂરા, સરવલા, માંકડ, જુઆ, શિંગોડા સાહતાં મૂઆ, દુહવ્યા, રૂડે સ્થાનકે ન મૂક્યા. કીડી-મંકોડીના ઈંડા વિછોહ્યાં. લીખ ફોડી, ઉદ્દેહી, કીડી, મંકોડી, ધીમેલ, કાતરા, ચુડેલ, પંતગીયા, દેડકાં, અળસીયાં, ઈયળ, કુંતા, ડાંસ, મસા, બગતરા, માખી, તીડ પ્રમુખ જીવ વિણઠ્યા. માળા હલાવતાં, ચલાવતાં પંખી, ચકલાં, કાગતણાં ઈડા ફોડ્યા. અનેરા એકેદ્રિયાદિક જીવ વિણાસ્યા, ચાંપ્યા, દુહવ્યા. કાંઈ હલાવતાં, ચલાવતાં, પાણી છાંટતાં, અનેરા કાંઈ કામકાજ કરતાં નિર્ધસપણું કીધું. જીવરક્ષા રૂડી ન કીધી સંખારો સૂકવ્યો. રૂડું ગળણું ન કીધું. અણગળ પાણી વાપર્યું, રૂડી જયણા ન કીધી. અણગળ પાણીએ ઝીલ્યા. લૂગડાં ધોયાં. ખાટલા તાવડે નાંખ્યા, ઝાટક્યા જીવાકુલ ભૂમિ લીંપી. વાશી ગાર રાખી. દળ, ખાંડણે, લીંપણે રૂડી જયણા ન કીધી. આઠમ ચઉદસના નિયમ ભાંગ્યા, ધૂણી કરાવી. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ પહેલે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ સૂમ બાદર જાણતાં, અજાણતાં હુઓ હોય, તે સવિ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ (૧) બીજે સ્થૂલ - મૃષાવાદ-વિરમણવ્રતે પાંચ અતિચાર-સહસા રહસ્સેદારે સહસાત્કારે કુણહિ પ્રત્યે અજુગતું આળ-અભ્યાખ્યાન દીધું. સ્વદારા-મંત્રભેદ કીધો. અનેરા કુણહીનો મંત્ર, આલોચ, મર્મ પ્રકાશ્યો. કુણહીને અનર્થ પાડવા કૂડી બુદ્ધિ દીધી. કુડો લેખ લખ્યો, કૂડી સાખ ભરી, થાપણ-મોસો કીધો. કન્યા, ગૌ, ઢોર ભૂમિસંબંધી લેહણે દેહણે વ્યવસાયે વાદ વઢવાડ કરતાં મોટકું જુઠું બોલ્યા. હાથ-પગ-તણી ગાળ દીધી. કડકડા મોડ્યા, મર્મ વચન બોલ્યા, બીજે સ્થૂલ-મૃષાવાદ-વિરમણવ્રત વિષયો અનેરો જે કોઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ, સૂક્ષ્મ બાદર જાણતાં, અજાણતાં હુઓ હોય, તે સવિ, મન, વચન, કાયાએ કરી, મિચ્છા મિ દુક્કડ (૨) ત્રીજે સ્થૂલ અદત્તાદાન-વિરમણવ્રતે પાંચ અતિચાર-તેના હડપ્પઓગે. ઘર, બાહિર, ક્ષેત્રે, ખળે પરાઈ વસ્તુ અણમોકલી લીધી, વાવરી, ચોરાઈ વસ્તુ વહોરી. ચોર ધાડ પ્રત્યે સંકેત કીધો, તેહને સંબલ દીધું, તેહની વસ્તુ લીધી. વિરુદ્ધ રાજ્યાતિક્રમ કીધો. નવા, પુરાણા, સરસ, વિરસ સજીવ, નિર્જીવ વસ્તુના ભેળ-સંભેળ કીધા. કૂડે કાટલે, તોલે, માને, માપે, વહોર્યા, દાણચોરી કીધી. કુણહીને લેખે વરસ્યો. સાટે લાંચ લીધી, કૂડો કરતો કાઢ્યો, વિશ્વાસઘાત કીધો, પરવંચના કીધી. પાસિંગ કૂડાં કીધાં. દાંડી ચઢાવી. લકે ત્રહકે કૂડાં કાટલાં માન માપાં કીધાં. માતા, પિતા, પુત્ર, મિત્ર, કલત્ર, વંચી કુણહીને દીધું. જુદી ગાંઠ કીધી. થાપણ ઓળવી. કુણહીને લેખે પલેખે ભૂલવ્યું. પડી વસ્તુઓળવી લીધી. ત્રીજે સ્થૂલ અદત્તાદાન-વિરમણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં, અજાણતાં હુઓ હોય, તે સવિ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ.(૩) ચોથે સ્વદારાસંતોષ, પરસ્ત્રીગમનવિરમણવ્રતે પાંચ અતિચાર-અપરિગ્દહિયા-ઈત્તર અપરિગૃહતાગમન, ઈત્રપરિગૃહીતાગમન કીધું. વિધવા, વેશ્યા, પરસ્ત્રી, કુલાંગના, સ્વદારા-શોકતણે વિષે દૃષ્ટિ-વિપર્યાસ કીધો. સરાગ વચન બોલ્યા. આઠમ ચૌદશ અનેરી પર્વતિથિના નિયમ લઈ ભાંગ્યા; ઘરઘરણાં કીધાં, કરાવ્યાં; વર-વહુ વખાણ્યાં. કુવિકલ્પ ચિંતવ્યો. અનંગક્રીડા કીધી. સ્ત્રીનાં અંગોપાંગ નીરખ્યાં, પરાયા વિવાહ જોડ્યા. ઢીંગલા-ઢીંગલી પરણાવ્યાં. કામભોગતણે વિષે તીવ્ર અભિલાષ કીધો. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર સુહણે સ્વપ્નાંતરે હુઆ, કુસ્વપ્ર લાવ્યાં. નટવિટ, સ્ત્રી શું હાં કીધું. ચોથે સ્વદારા-સંતોષ પરસ્ત્રી-ગમનવિરમણ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં, અજાણતાં હુઓ હોય, તે સવિ મન, વચન, કાયાએ કરી, મિચ્છા મિ દુક્કડ (૪) પાંચમે સ્થૂલ પરિગ્રહ-પરિમાણ વ્રતે પાંચ અતિચાર-ધણ ધન્ન-ખિત્ત-વત્થ૦ ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂખ, સુવર્ણ, કુષ્ય, દિપદ, ચતુષ્પદ એ નવવિધ પરિગ્રહતણા નિયમ ઉપરાંત વૃદ્ધિ દેખી, મૂછ લગે સંક્ષેપ ન કીધો; માતા, પિતા, પુત્ર, સ્ત્રીતણે લેખે કીધો. પરિગ્રહ પરિમાણ લીધું નહી, લઈને પડ્યું નહીં, પઢવું વિચાર્યું, અલીધું મેલ્યુ, નિયમ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ જેને એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ વિસાર્યા, પાંચમે સ્થૂલ પરિગ્રહ-પરિમાણ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂમ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ (૫) છટ્ટે રિપરિમાણ વ્રત પાંચ અતિચાર-ગમણસ્સ ય પરિમાણે, ઊર્ધ્વદિશિ, અધોદિશિ, તિર્યદિશિએ જવા આવવા તણા નિયમ લઈ ભાંગ્યા. અનાભોગે વિસ્મૃતિ લગે અધિક ભૂમિ ગયા. પાઠવણી આઘી-પાછી મોકલી. વહાણ વ્યવસાય કીધો. વર્ષીકાલે ગામતરું કીધું. ભૂમિકા એક ગમાં સંક્ષેપી, બીજી ગમા વધારી. છટ્ટે દિપરિમાણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં, અજાણતાં હુઓ હોય તે સવિ મને, વચન, કાયાએ કરી, મિચ્છા મિ દુક્કડં. (૬) સાતમે ભોગપભોગ-વિરમણવ્રતે ભોજન આશ્રયી પાંચ અતિચાર અને કર્મકુંતી પંદર અતિચાર, એવં વીશ અતિચાર-સચિત્ત પડિબદ્ધ સચિત્ત નિયમ લીધે અધિક સચિત્ત લીધું. અપવાદાર, દુષ્યવાહાર, તુચ્છૌષધિતણું ભક્ષણ કીધું. ઓળા, ઉંબી, પોંકપાપડી ખાધાં. સચિત્ત-દવ્ય-વિગઈ, વાણહ-તંબોલ-વત્થ-કુસુમેસુ; વાહણ-સયણ-વિલવણ, બંભ-દિસિ-ન્હાણ-ભત્તેસુ. એ ચૌદ નિયમ દિનગત, રાત્રિગત લીધા નહીં, લઈને ભાંગ્યા. બાવીશ અભક્ષ્ય, બત્રીશ અનંતકાય માંહિ આદુ, મૂળા, ગાજર, પિંડ, પિંડાળુ, કચૂરો, સૂરણ, કુણી આંબલી, ગળો વાઘરડાં ખાધાં. વાશી કઠોળ, પોલી રોટલી, ત્રણ દિવસનું ઓદન લીધું, મધુ મહુડાં, માખણ, માટી વેંગણ, પીલુ, પીચ, પંપોટા,વિષ, હિમ, કરહા, ઘોલવડાં, અજાણ્યા ફલ, ટિંબરું, ગુંદાં, મહોર, બોળ-અથાણું, આમ્બલબોર, કાચું મીઠું, તિલ, ખસખસ, કોઠિંબડાં ખાધાં. રાત્રિભોજન કીધાં. લગભગ વેળાએ વાળુ કીધું. દિવસ વિણ ઊગે શિરાવ્યા. તથા કર્મતઃ પન્નર કર્માદાન; ઈગાલ-કમ્મ, વણ-કમ્મ, સાડી-કમ્મ, ભાડી-કમ્મ, ફોડીમે, એ પાંચ કર્મ. દંત-વાણિજ્જ, લકખ-વાણિજ્જ, રસ-વાણિજજે. કેસ-વાણિજ્જ, વિસવાણિજ્જ, એ પાંચ વાણિજ્ય, જંત- પિલુણકર્મો, નિલૂંછણકમે, દવગ્નિ-દાવણયા, સરદહ-તલાય-સોસણયા, અસઈ-પોસણયા, એ પાંચ સામાન્ય એ પાંચ કર્મ, પાંચ વાણિજ્ય, પાંચ સામાન્ય, એવં પન્નર કર્માદાન બહુ સાવદ્ય મહારંભ, રાંગણ, લીહાલા, કરાવ્યા. ઈટ નિભાડા પકાવ્યાં. ધાણી, ચણા, પકવાન્ન કરી વેચ્યાં. વાશી માખણ તવાવ્યા. તિલ વહોર્યા, ફાગણ માસ ઉપરાંત રાખ્યા, દલીદો કીધો, અંગીઠા કરાવ્યાં, શ્વાન, બિલાડા, સૂડા, સાલહિ પોષ્યા. અનેરા જે કાંઈ બહુ સાવદ્ય ખર-કર્માદિક સમાચર્યા. વાશી ગાર રાખી, લીપણે, ગુંપણે મહારંભ કીધો. અણશોધ્યા ચૂલા સંક્યા ધી, તેલ, ગોળ, છાશતણાં ભાજન ઉઘાડાં મૂક્યાં. તે માંહિ માખી, કુંતી, ઉંદર, ગીરોલી પડી, કીડી ચડી, તેની જયણા ન કીધી. સાતમે ભોગપભોગવિરમણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ, સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. (૭) આઠમે અનર્થદંડ વિરમણ વ્રતે પંચ અતિચાર-કંદખે કુક્કુઈએ કંદર્પ લગે વિટ-ચેષ્ટા, હાસ્ય, ખેલ, કુતૂહલ કીધાં. પુરુષ-સ્ત્રીના હાવભાવ રૂપ-શૃંગાર, Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જેન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ વિષયરસ વખાણ્યા. રાજકથા, ભક્તકથા, દેશકથા, સ્ત્રીકથા કીધી. પરાઈ તાંત કીધી તથા પશુન્યપણું કીધું, આ-રોદ્રધ્યાન ધ્યાયાં. ખાંડા, કટાર, કોશ, કુહાડા, રથ, ઉખલ, મુશલ અગ્નિ, ઘરંટી, નિસાહ, દાતરડાં પ્રમુખ અધિકરણ મેલી, દાક્ષિણ્ય લગે માગ્યાં આપ્યાં. પાપોપદેશ કીધો. અષ્ટમી-ચતુર્દશીએ ખાંડવા, દળવાતણાં નિયમ ભાંગ્યા. મુખરપણા લગે અસંબદ્ધ વાક્ય બોલ્યા. પ્રમાદાચરણ સેવ્યાં. અંઘોલે, નાહણે, દાતણે, પગ ધોઅણ, ખેલ પાણી તેલ છાંટ્યાં, ઝીલણ ઝીલ્યાં, જુગટે રમ્યા, હિંચોળે હિંચ્યા. નાટકપ્રેક્ષણક જોયાં. કણ, કુવસ્તુ, ઢોર લેવરાવ્યાં. કર્કશ વચન બોલ્યા. આક્રોશ કીધા. અબોલા લીધા. કાકડા મોડ્યા, મચ્છર ધર્યો. સંભેડા લગાડયા, શ્રાપ દીધા. ભેંસા, સાંઢ, હુડુ, કુકડા, શ્વાનાદિક ઝુઝાર્યા, ઝૂઝતા જોયા. ખાદી લાગે અદેખાઈ ચિંતવી. માટી, મીઠું, કણ, કપાસીયા, કાજવિણ ચાંપ્યા, તે ઉપર બેઠા, આલી વનસ્પતિ ખૂદી. સૂઈ-શસ્ત્રાદિકનીપજાવ્યાં. ઘણી નિદ્રા કીધી. રાગ દ્વેષ લગે એકને ઋદ્ધિપરિવાર વાંછી, એકને મૃત્યુહાનિ વાંછી. આઠમે અનર્થદંડ વિરમણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર, પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડ (૮) નવમે સામાયિક વ્રતે પાંચ અતિચાર-તિવિહે દુપ્પણિહાણે, સામાયિક લીધે મને આહટ્ટ દોહટ્ટ ચિંતવ્યું. સાવદ્ય વચન બોલ્યા. શરીર અણપડિલેહ્યું હલાવ્યું. છતી વેળાએ સામાયિક ન લીધું. સામાયિક લઈ ઉઘાડે મુખે બોલ્યા. ઊંઘ આવી. વાત વિકથા ઘરતણી ચિંતા કીધી. વીજ, દીવા, તણી ઉત્તેહિ હુઈ. કણ, કપાસીયા, માટી, મીઠું, ખડી, ધાવડી, અરણેટો, પાષાણ પ્રમુખ ચાંપ્યાં. પાણી, નીલ, ફૂલ, સેવાલ, હરિયકાય, બીયકાય ઈત્યાદિક આભડ્યાં. સ્ત્રી-તિર્યંચ તણા નિરંતર પરંપર સંઘટ્ટ હુઆ. મુહપત્તિ સંધટ્ટી. સામાયિક અણપૂગ્યું પાર્યું, પારવું વિચાર્યું, નવમે સામાયિકવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ, સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડ (૯) દશમે દેશાવગાશિકવ્રતે પાંચ અતિચાર-આણવણે પેસવણે આણવણપ્પાઓગે, પેસવણપ્પોગે, સદાણુવાઈ, રૂવાણુવાઈ, બહિયાપુગ્ગલ પમ્ભવે. નિયમિત ભૂમિકામાંહિ બહારથી કાંઈ અણાવ્યું. આપણ કને થકી બહાર કાંઈ મોકલ્યું. અથવા રૂપ દેખાડી, કાંકરો નાખી, સાદ કરી આપણપણું છતું જણાવ્યું. દશમે દેશાવગાશિકવ્રતવિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ, સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ (૧૦) અગિયારમે પૌષધોપવાસવ્રતે પાંચ અતિચાર-સંથાચ્ચારવિહિo અપ્પડિલેહિય દુપ્પડિલેહિયસિજ્જાસંથારએ, અપ્પડિલેહિયદુપ્પડિલેહિય ઉચ્ચાર-પાસવણ ભૂમિ. પોસહ લીધે સંથારાતણી ભૂમિ ન પૂંજી, બાહિરલા લહુડાં વડાં અંડિલ દિવસે શોધ્યાં નહીં, પડિલેહ્યાં નહીં, માતરું અણપૂંજ્યું હલાવ્યું, અણપૂંજી ભૂમિકાએ પરઠવ્યું. પરઠવતાં અણજાણહ જસુગ્રહો' ન કહ્યો પરઠવ્યા પૂંઠે વાર ત્રણ “વોસિરે વોસિરે' ન કહ્યો. પૌષધશાળામાંહિ પેસતાં ‘નિસીહિ' નિસરતાં ‘આવર્સીહિ' વાર ત્રણ ભણી નહીં. પુઢવી, અપુ, તેજ, વાઊ, વનસ્પતિ, ત્રસકાયતણા સંધટ્ટ, પરિતાપ, ઉપદ્રવ હુઆ, સંથારા-પોરિસી તણો Page #148 -------------------------------------------------------------------------- ________________ 5, જેને એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ ૧૪૭ વિધિ ભણવો વિસા, પોરિસીમાંહિ ઊંધ્યા, અવિધ સંથારો પાથર્યો. પારણાદિકતણી ચિંતા કીધી, કાળવેળાએ દેવ ન વાંધા, પડિક્કમણું ન કીધું, પોસહ અસુરો લીધો, સવેરો પાર્યો. પર્વતિથિએ પોસહલીધો નહીં. અગિયારમેં પૌષધોપવાસવૃત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂમ બાદર જાણતા અજાણતાં હુઓ હોય તે સવિ મને, વચન, કાયાએ કરી, મિચ્છા મિ દુક્કડ (૧૧) બારમે અતિથિ-સંવિભાગ-વ્રતે પાંચ અતિચાર-સચિત્તે નિમ્બિવણે૦ સચિત્ત વસ્તુ હેઠ ઉપર છતાં મહાત્મા મહાસતી પ્રત્યે અસૂઝતું દાન દીધું, દેવાની બુદ્ધિએ અસૂઝતું ફેડી સૂઝતું કીધું પરાયું ફેડી આપણું કીધું, અણદેવાની બુદ્ધિએ સૂઝતું ફેડી અસૂઝતું કીધું, આપણું ફેડી પરાયું કીધું. વહોરવા વેળા ટળી રહ્યા, અસુર કરી મહાત્મા તેડ્યા. મત્સર ધરી દાન દીધું. ગુણવંત આવ્યે ભક્તિ ન સાચવી. છતી શક્તિએ સાહમિમ-વચ્છલ્લ ન કીધું. અનેરા ધર્મક્ષેત્ર સીદાતા છતી શક્તિએ ઉદ્ધર્યા નહીં. દીન ક્ષીણ પ્રત્યે અનુકંપાદાન ન દીધું. બારમે અતિથિ-સંવિભાગ વ્રતવિષઈયો અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂમ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. (૧૨) સંલેષણા તણા પાંચ અતિચાર-ઈહલોએ પરલોએ.. ઈહલોગા-સંસMઓગે, પરલોગાસંસપ્ટઓગે, જીવિઆસંસપ્પઓગે, મરણા-સંસપ્પઓગે, કામભોગાસંસપ્પઓગે, ઈહલોકે ધર્મના પ્રભાવ લગે રાજ-ઋદ્ધિ, સુખ, સૌભાગ્ય, પરિવાર વાંડ્યાઃ સુખ આવ્યું જીવિતવ્ય વાંછ્યું, દુઃખ આવ્યે મરણ વાંડ્યું. કામભોગતણી વાંછા કીધી. સંલેષણા વ્રતવિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ મન, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છા મિ દુક્કડં. (૧૩) તપાચાર બાર ભેદ-છ બાહ્ય, છ અત્યંતર, અણસણ-મૂણોઅરિઆ અણસણ ભણી ઉપવાસ વિશેષ પર્વતિથિએ છતી શક્તિએ કીધો નહી. ઊણોદરી વ્રત તે કોળિયા પાંચ સાત ઉણા રહ્યા નહીં. વૃત્તિ સંક્ષેપ તે દ્રવ્ય ભણી સર્વ વસ્તુઓનો સંક્ષેપ કીધો નહીં. રસત્યાગતે વિગ ત્યાગ ન કીધો. કાયફલેશલોચાદિક કષ્ટ સહન કર્યા નહીં. સલીનતા-અંગોપાંગ સંકોચી રાખ્યાં નહીં, પચ્ચખ્ખાણ ભાગ્યાં, પાટલો ડગડગતો ફેક્યો નહીં. ગંઠસી, પોરિસી, સાઢપોરિસી પુરિમટ્ટ, એકાસણું, બેઆસણું, નીવિ, આયંબિલ પ્રમુખ પચ્ચખાણ પારવુંવિસાવું, બેસતાં નવકાર ન ભણ્યો, ઊઠતાં પચ્ચકખાણ કરવુંવિસાવું, ગંઠસીયું ભાંગ્યું, નીવિ, આયંબિલ, ઉપવાસાદિ તપ કરી કાચું પાણી પીધું, વમન હુઓ. બાહ્ય તપવિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ મન, વચન, કાયાએ કરી, મિચ્છા મિ દુક્કડં. (૧૪) અત્યંતર તપ-પાયચ્છિત્ત વિણઓ૦ મનશુદ્ધ ગુરુકને આલોયણ લીધી નહીં; ગુરુદત્ત-પ્રાયશ્ચિત્ત તપ લેખાશુદ્ધ પહોંચાડ્યો નહીં,દેવ, ગુરુ, સંઘ, સાહષ્મી પ્રત્યે વિનય સાચવ્યો નહીં. બાલ વૃદ્ધ, ગ્લાન, તપસ્વી પ્રમુખનું વેયાવચ્ચ ન કીધું. વાંચના, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા, ધર્મકથા લક્ષણ પંચવિધ સ્વાધ્યાય ન કીધો, ધર્મધ્યાન શુક્લધ્યાન ન ધ્યાયાં, આર્તધ્યાન રૌદ્રાધ્યાને ધ્યાયાં. કર્મક્ષય નિમિત્તે લોગસ્સ દશ-વીશનો કાઉસ્સગ ન કીધો. અત્યંતર તપ વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસ માંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ (૧૫) Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ વર્યાચારના ત્રણ અતિચાર-અણિમૂહિઅ બલવરિઓ પઢવે, ગુણવે, વિનય, વૈયાવચ્ચ, દેવપૂજા, સામાયિક, પોસહ, દાન, શીલ, તપ, ભાવનાદિક ધર્મકૃત્યને વિષે મન વચન કાયા તણું છતું બળ, છતું વીર્ય ગોપવ્યું. રૂડાં પંચાંગ ખમાસમણ ન દીધાં. વાંદણાતણા આવર્તવિધિ સાચવ્યા નહી. અન્યચિત્તનિરાદરપણે બેઠા. ઉતાવળું દેવવંદન, પડિક્કમણું કીધું. વિર્યાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસ માંહિ સૂમ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ મન, વચન, કાયાએ કરી, મિચ્છામિ દુક્કડં. (૧૬) નાણાઈઅટ્ટ પઈવય, સમ્મસંલેહણ પણ પન્નર કમેસુ, બારસતપ વિરિઅતિગં ચઉવીસસયં અઈયારા. પડિસિદ્ધાણં કરણે પ્રતિષેધ અભક્ષ્ય, અનંતકાય, બહુબીજભક્ષણ, મહારંભ પરિગ્રહાદિક કિીધાં. જીવજીવાદિક સુક્ષ્મ વિચાર સદહ્યા નહીં, આપણી કુમતિ લગે ઉસૂત્રપ્રરૂપણા કીધી. તથા પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, રતિ-અરતિ, પર-પરિવાદ, માયા-મૃષાવાદ, મિથ્યાત્વ-શલ્ય એ અઢાર પાપસ્થાનક કીધાં, કરાવ્યાં, અનુમોદ્યા હોય; દિનકૃત્ય-પ્રતિક્રમણ, વિનય, વેયાવચ્ચ ન કીધાં. અને જે કાંઈ વીતરાગની આજ્ઞા વિરુદ્ધ કીધું, કરાવ્યું, અનુમોડ્યું હોય, એ ચિહું પ્રકારમાંહે અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ, બાદર, જાણતાં, અજાણતાં હુઓ હોય તે સવિ મન, વચન, કાયાએ, કરી મિચ્છામિ દુક્કડં. (૧૭) (પૂ.ગુરુ ભગવંતની નિશ્રામાં પ્રતિક્રમણમાં કરતો હોય તો નીચેનો પાઠ ન બોલવો) એવંકારે શ્રાવકતણે ધર્મે શ્રીસમ્યકત્વ મૂલબારવ્રત એકસો ચોવીસ અતિચાર માંહિ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ મને, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. ૬૦. સંથારા પોરિસી સૂત્ર નિસીહિ નિસાહિનિસીહિ, નમો ખમાસમણાણે ગોયમાઈણે મહામુણીર્ણ (ઉપરની ગાથા, નવકાર અને કરેમિ ભંતે સૂત્ર આ ત્રણે ત્રણ-ત્રણ વાર બોલવા. પછીઅણજાણહ જિજ્જિા ! અણજાણહ પરમગુરુ! ગુરુગુણરયણહિં મંડિયસરીરા! બહુ પડિપુન્નાપોરિસી રાઈસંથારએ ઠામિ? અણુજાણહ સંથાર, બાહુ વહાણેણ વામપાસેણં, કુક્કડિ પાયપસારણ, અતરંત પમજ્જએ ભૂમિ સંકોઈઅ સંડાસા, ઉવદ્યુતે અ કાપડિલેહા દવ્યાઈ ઉવઓર્ગ, ઉસાસનિભણાલોએ જઈ ને હુક્લ પમાઓ, ઈમસ્ત દેહસિમાઈ રમણીએ આહારમુહિદેહં, સવ્વ તિવિહેણ વોસિરિ. ૦ ૦ 0 જ Page #150 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ ચત્તારિ મંગલં, અરિહંતા મંગલં, સિદ્ધા મંગલં, સાહૂ મંગલં, કેવલીપન્નત્તો ધમ્મો મંગલ. ચત્તારિ લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહૂ લોગુત્તમા; કેવલિપન્નત્તો ધમ્મો લોગુત્તમો. ચત્તારિ સરણે પવજ્જામિ. અરિહંતે સરણું પવજ્જામિ, સિદ્ધે સરણે પવામિ,સાહૂ સરણે પવામિ, કેવલિ પન્નાં ધમ્મ સરણે પવામિ. પાણાઈવાયમલિઅં, ચોરિક્યું મેહુણં દવિણમુચ્છે કોરું માથું માયું, લોભં પિજ્યું તહા દોસં. કલહું અધ્મક્ખાણ પેસુન્ન રઈઅરઈસમાઉત્ત, પરપરિવાયં માયા-મોર્સ મિચ્છત્તસલ્લું ચ. વોસિરિસ ઇમાઈ, મુખ-મગ-સંસગ્ગ-વિગ્ધભૂઆઈ, દુર્ગાઈ-નિબંધણાઈ, અઢારસ પાવ-ઠાણાઈ. એગો હું નત્થિ મે કોઈ, નાહમન્નસ્સ-કસ્સઈ એવં અદીણ-મણસો અપ્પાણમણુસાસઈ. એગો મે સાસઓ અપ્પા, નાણ-દંસણ સંજુઓ; સેસા મે બાહિરા ભાવા, સવ્વ સંજોગલક્ષ્મણા. સંજોગમૂલા જીવેણ, પત્તા દુક્ષ્મ-પરંપરા; તમ્હા સંજોગસંબંધ, સવ્વ તિવિહેણ વોસિરિઅં. રિહંતો મહ દેવો, જાવજ્જીવં સુસાહુણો ગુરુણો; જિણપન્નાં તાં, ઇઅ સમ્મત્ત મએ ગહિઅં. આ ચૌદ નંબરની ગાથા ત્રણ વાર બોલવી. પછી સાત નવકાર ગણવા. પછી ખમિઅ ખમાવિએ મઈ ખમહ, સવ્વહ જીવનિકાય, સિદ્ધહ સાખ આલોયણહ, મુઝ્ઝહ વઈર ન ભાવ. સવ્વ જીવા કમ્મવસ, ચઉદહ રાજ ભમંત; તે મે સવ્વ ખમાવિઆ, મુજ્સ વિ તેહ ખમંત. જં જે મણેણ બદ્ધ. જં જં વાયાએ ભાસિઅં પાવું, જં જં કાએણં કર્યાં, મિચ્છા મિ દુક્કડં તસ્સ. ૭ પ ૨૩ ૩ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૪૯ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ - પ્રતિક્રમણમાં છીંક આવે તો કાઉસ્સગ્નનો વિધિઃપ્રતિક્રમણમાં અતિચાર બોલતાં પહેલાં જો છીંક આવે, તો ચૈત્યવંદનથી ફરીથી શરૂઆત કરવાની પરંપરા છે, અને દુફખન્દ્રય કમ્મMયના કાઉસ્સગ્ન પહેલા આવે તો છીંકનો કાઉસ્સગ્ન કરાય છે. ઇરિયાવાહિયા કરવી. પછી ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ક્ષુદ્રોપદ્રવ ઓહફાવણë કાઉસ્સગ્ન કરું? ઇચ્છે, ક્ષુદ્રોપદ્રવ ઓહાવણથં કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્ય કહી ચાર લોગસ્સ સાગરવરગંભીરા સુધી અથવા સોળ નવકારનો કાઉસ્સગ્ન કરવો, પછી નીચેની થોય કહેવી. સર્વે યક્ષામ્બિકાદ્યા યે, વૈયાવૃત્યકરા જિને; શુદ્રોપદ્રવ સંઘાત, તે દ્રુતં દ્રાવસ્તુ નઃ ||૧|| પછી લોગસ્સ કહી,દુખખિય કમ્મફખયનો કાઉસ્સગ્ન કરવો. - સ્થંડિલ પડિલેહવાનો વિધિઃરાત્રિના પૌષધવાળાએ ઇરિયાવહિયા કરીને ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ ઈંડિલ પડિલેહું? ઇચ્છ, કહી ચારે દિશામાં છ - છ માંડલા કરી ૨૪ માંડલા કરવા. સંથારા પાસેની જગ્યાએ કરવાના ૧. આઘાડે આસને ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૨. આઘાડે આસન્ને પાસવર્ણ અણહિયાસે. ૩. આઘાડે મઝે ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૪. આઘાડે મઝે પાસવર્ણ અણહિયાસે. ૫. આઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અણહિયાસે. આઘાડે દૂરે પાસવણે અણહિયાસે. ઉપાશ્રયના બારણા અંદરની તરફ ૧. આઘાડે આસને ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે. ૨. આધાડે આસન્ને પાસવર્ણ અહિયાસે. આઘાડે મજઝે ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે. ૪. આઘાડે મક્કે પાસવણે અહિયાસે. આઘાડે દૂરે ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે. ૬. આઘાડે દૂર પાસવણે અહિયાસે. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ ઉપાશ્રયના બારણા બહારના ભાગ તરફ ૧. અણઘાડે આસન્ને ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૨. અણઘાડે આસ પાસવણે અણહિયાસે. અણાઘાડે મજઝે ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૪. અણાઘાડે મક્કે પાસવર્ણ અણહિયાસે. અણાવાડે દૂરે ઉચ્ચારે પાસવર્ણ અણહિયાસે. અણાવાડે દૂરે પાસવણે અણહિયાસે. ઉપાશ્રયની સો હાથ દૂરના ભાગ તરફ ૧. અણઘાડે આસન્ને ઉચ્ચારે પાસવણે અહિયાસે. ૨. અણઘાડે આસ પાસવર્ણ અહિયાસે. ૩. અણધાડે મજઝે ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે. અણાવાડે મઝે પાસવણે અહિયાસે. ૫. અણાઘાડે દૂરે ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે. ૬. અણાવાડે દૂર પાસવણે અહિયાસે. જે જે જગ્યાએ માંડલા કરવાનું લખ્યું છે તે તે જગ્યા જોઈ રાખવી અને માંડલા સ્થાપનાચાર્ય પાસે કરો ત્યારે, તે તે જગાએ દષ્ટિ કરવાનો ઉપયોગ રાખવો. (હાલ ઉભા ઉભા જ ચાર દિશામાં આ વિધિ કરવાની પ્રવૃત્તિ છે) ગમણાગમણે આલોવવાનો વિધિ ઠલ્લે-માત્રુ ગયા પછી કે ઉપાશ્રયની સો ડગલા બહાર ગયા પછી કરવાની વિધિ ઈરિયાવહિયા કરી, ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ગમણાગમણે આલોઉં ? ઇચ્છે. ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન ભંડમત્ત નિફખેવા સમિતિ, પારિષ્ઠાપનિકા સમિતિ, મનગુમિ, વચનગુણિ, કાયગુપ્તિ એ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ અષ્ટ પ્રવચન માતા શ્રાવકતણે ધર્મે સામાયિક પોસહ લીધે રૂડી પેરે પાળી નહી, જે કંઈ ખંડણા વિરાધના હુઈ હોય તે સવિ હું મનવચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડમ્. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ૨. વિધિ-અભ્યાસ શ્રી પક્ષ્મી પ્રતિક્રમણ વિધિ પ્રથમ દૈવસિક પ્રતિક્રમણમાં વંદિત્તુ સુધી સર્વ વિધિ કરવી. પણ ચૈત્યવંદન સકલાર્હત્ત્નું કહેવું અને થોય સ્નાતસ્યાની કહેવી, પછી એક ખમાસમણ દેવું. ૨. પછી દેવસિસ આલોઈઅ પડિકંતા ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! પક્ખી મુહપત્તિ પડિલેહું ? પડિલેહીને બે વાંદણા દેવા. ૧. ૩. પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! અભુઢિઓમિ સંબુદ્ધાખામણેણં અભિતર પધ્મિઅં ખામેઉં ? ઇચ્છું ખામેમિ પિક્ખઅં, એક પાણ પનરસ રાઈ દિવસાણું, જંકિંચિ અપત્તિયં, ૫૨૫ત્તિયં કહેવું. ૪. પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! òિઅં આલોઉ ? ઇચ્છું, આલોએમિ જો પધ્મિઓ અઇઆરો કઓ કહી. ૫. પછી ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! પક્ખિ અતિચાર આલોઉં ? ઇચ્છું' એમ કહી પક્ખિ અતિચાર સંપૂર્ણ કહેવા. પછી ‘સવ્વસવિ પષ્નિઅ દુચ્ચિતિઅ, દુખ્માસિઅ, દુચ્ચિઢિઅ, ઇચ્છાકારેણ સંદિસહ ભવગન્ ! ઇચ્છું તસ્સ મિચ્છા મિ દુક્કડં’ કહેવું. પછી ‘ઈચ્છકારી ભગવન્ ! પસાય કરી પક્ખિ તપ પ્રસાદ કરાવોજી' ક્ષિલેખે ચઉત્થણ એક ઉપવાસ, બે આયંબિલ, ત્રણ નીવિ, ચાર એકાસણાં, આઠ બેઆસણા, બે હજાર સજ્ઝાય યથાશક્તિ તપ કરી પહોંચાડવો. પછી તપ કર્યો હોય તો ‘પઈક્રિઓ’ બાકી હોય તો તાત્તિ'કહેવું. પછી બે વાંદણાં દઈ ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! અન્મુઢિઓમિ પત્તેઅખામણેણં અભિતર પક્ખિરું ખામેઉં ? ઈચ્છું ખામેમિ પક્ખિરું, પનરસ રાઈ દિવસાણું જં કિંચિ અપત્તિઅં. કહી સકલ સંધને મિચ્છા મિ દુક્કડં કહી બે વાંદણાં દેવાં. ૧૦. પછી ‘દેવિસઞ આલોઈઅ પડિકંતા ઇચ્છા સંદિ ભગ પક્ખિઅં પડિક્કમામિ ? ઇચ્છું સમં પડિક્કમામિ.' કહેવું. પછી ૧૧. કરેમિ ભંતે ઇચ્છામિ પડિક્કમિઉં જો મે પક્ખિઓ કહેવું. ૧૨ પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! પિક્પસૂત્ર કહું ? કહી ત્રણ નવકાર ગણી સાધુ હોય તો પક્ષિસૂત્ર કહે અને સાધુ ન જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ ૬. ૭. ૮. ૯. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ હોય તો શ્રાવકે વંદિતુ કહેવું. પછી સુઅદેવયાની થોય કહેવી. ૧૩. પછી નીચે બેસી (વીરાસને) જમણો ઢીંચણ ઊભો રાખી, એક નવકાર ગણી, કરેમિ ભંતે ઇચ્છામિ પડિક્કમિઉં કહી વંદિતુ કહેવું. પછી, ૧૪. કરેમિ ભંતે ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ્ન જો મે પખિઓ તસ્સ ઉત્તરી અન્નત્થ કહી બાર લોગસ્સ ચંદે નિમ્મલયરા સુધી ગણવા અથવા અડતાળીશ નવકારનો કાઉસ્સગ્ન કરવો. ૧૫. પારીને પ્રગટ લોગસ્સ કહી, મુહપતિ પડિહેલીને, વાંદણાં બે દેવાં, પછી ઇચ્છા સંદિ ભગ અભુકિઓમિ સમાપ્તખામણેણં અભિતર પદ્ધિ ખામેઉં ? ઇચ્છે ખામેમિ પમ્બિએ, પનરસ રાઈ દિવસાણું, જે કિંચિ અપત્તિઅં કહેવું. ૧૬. પછી ખમાસમણ દઈને ઈચ્છા કારેણ સંદિસહ ભગવન્! પખિ ખામણાં ખામું? ઇચ્છે, કહી ખામણાં ચાર ખામવાં. ૧૭. પછી દેવસી પ્રતિક્રમણમાં વંદિતુ કહ્યા પછી બે વાંદણાં દઈએ ત્યાંથી તે સામાયિક પારીએ ત્યાં સુધી સર્વ વિધિ દેવની પ્રતિક્રમણ મુજબ જાણવો, પણ સુખદેવયાની થોયને સ્થાને જ્ઞાનાદિગ્ની થોય કહેવી. ક્ષેત્રદેવતાના કાઉસ્સગ્નમાં યસ્યાં ક્ષેત્રમ્ની થોય કહેવી. સ્તવન અજિતશાંતિનું કહેવું. સઝાયને સ્થાને નવકાર, ઉવસગ્ગહર તથા સંસારદાવાની ચાર થયો કહેવી અને લઘુશાંતિને સ્થાને મોટી શાન્તિ કહેવી, પછી છેલ્લે સંતિક કહેવું. પછી અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડં દેવું. શ્રી ચઉમાસી પ્રતિક્રમણ વિધિ ચઉમાસી પ્રતિક્રમણ પખિની વિધિ પ્રમાણે કરવું, પણ એટલું વિશેષ કે બાર લોગસ્સનો કાઉસ્સગ્નને સ્થાને વીશ લોગસ્સ અથવા એંશી નવકારનો કાઉસ્સગ્ન કરવો અને પખિ શબ્દને સ્થાને ચઉમાસી શબ્દ કહેવો તથા તપને સ્થાને “છઠેણં, બે ઉપવાસ, ચાર આયંબિલ, છ નીવિ, આઠ એકાસણાં, સોળ બેઆસણાં, ચાર હજાર સઝાય” એ રીતે કહેવું. શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ શ્રી સંવત્સરી પ્રતિકમણની વિધિમાં પણ પખીની વિધિ પ્રમાણે કરવું, પણ એટલુ વિશેષ કે બાર લોગસ્સના કાઉસ્સગ્ગને સ્થાને ચાળીશ લોગસ્સ અને Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ એક નવકાર અથવા એકસો ને એકસઠ નવકારનો કાઉસ્સગ્ન કરવો અને તપને સ્થાને “અઠ્ઠમભત્તેણં, ત્રણ ઉપવાસ, છ આયંબિલ, નવ નીવિ, બાર એકાસણાં, ચોવીશ બેઆસણાં, અને છ હજાર સઝાય” એ રીતે કહેવું, અને પમ્પી શબ્દને સ્થાને સંવત્સરી શબ્દ કહેવો. -: સમગ્ર પૌષધ વિધિ ૧ થી ૧૩ મુદ્દામાં નીચે મુજબ છે. - ૧. પૌષધ લેવાની વિધિ પ્રથમ ઇરિયાવહી કરી પછી (ખમાસમણ દઈ) ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! પોસહ મુહપત્તિ પડિલેહું? ઇચ્છે, કહી (ઉભડક બેસી મુહપત્તિ પડિલેહી, ફરી) ખમા. ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! પોસહ સંદિસાહું ? ઇચ્છે, ખમાબ ઇચ્છા પોસહ ઠાઉં? ઇચ્છે, કહી (ઉભા રહી) બે હાથ જોડી, એક નવકાર બોલી “ઈચ્છકારી ભગવન્! પસાય કરી પોસહ દંડક ઉચ્ચરાવોજી” કહેવું. ત્યારે ગુરુભ અથવા વડીલ પૌષધનું પચ્ચખાણ ઉચ્ચરાવે, ગુરુભ નો યોગ ન હોય તો પોતે પૌષધ લેવાનું સૂત્ર બોલવું. ૨. સવારના પડિલેહણની વિધિ પ્રથમ ઇરિયાવહી. વિધિ કરવી પછી ખમા ઇચ્છા પડિલેહણ કરું? ઇચ્છ, કહી મુહપત્તિનું પડિલેહણ કરી પછી ચરવળો, કટાસણું, કંદોરો અને ધોતીયું, એમ પાંચ (વસ્ત્રો) પડિલેહી, ખમા ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ઇરિયાવહિયં પડિક્કમામિ ? ઇચ્છે કહી ઇરિયાવહિયા સંપૂર્ણ કરવા ખમા ઇચ્છુકાંરી ભગવન્! પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી ! ઇચ્છ, કહી વડીલનું ઉત્તરાયણ (ખેસ) પડિલેહી, ખમા ઇચ્છા ઉપધિ મુહપત્તિ પડિલેહું? ઇચ્છે, કહી મુહપત્તિ પડિહેલી ખમા ઇચ્છા ઉપધિ સંદિસાહું? ઇચ્છે, ખમા ઇચ્છા ઉપધિ પડિલેહું? ઇચ્છ. કહી બધાં જ વસ્ત્રો નું પડિલેહણ કરવું. પછી કાજો લેનારે દંડાસણ લઈ તેનું પડિલેહણ કરી ઇરિયાવહિયા કરવી. પછી કાજો લેવો. એ કાજાની અંદર જીવજંતુ જોઈને ત્યાંજ ઉભા રહી ઇરિયાવહિયા સંપૂર્ણ કરવા. પછી જયણાપૂર્વક કાજો યોગ્ય જગ્યાએ “અણુજાણહ જસ્સગ્રહો” એમ બોલી ને પરઠવવો. પરઠવીને પછી “વોસિરે, વોસિરે, વોસિરે” કહેવું પછી. ગમણાગમણે આલોવવા. Page #156 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ ૩. પડિલેહણ બાદ દેવવંદન કરવા નોંધ ઃ દેવવંદની સંપૂર્ણ વિધિ શ્રેણી -૨- માં આપેલી છે. તે પ્રમાણે “દેવવંદન” કરવું. ૧. ૨. ૧. ૨. 3. ૪. ૫. ૬. ૭. ૮. ૧૫૫ પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! રાઈયં આલોઉં ? ઈચ્છું આલોએમિ જો મે રાઈઓ અઈઆરો કઓ.... સૂત્ર બોલવું પછી સવ્વસવિ રાઈય દુચિતિન ... સૂત્ર બોલવું. પછી બે વાંદણા દેવા. પછી ઈચ્છકાર....સૂત્ર બોલવું. અભુઢિઓ.... સૂત્ર પાઠથી ગુરુવંદન કરવું. પછી બે વાંદણા દઈ, ‘‘ઈચ્છકારી ભગવન્ ! પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ દેશોજી'' બોલી પચ્ચક્ખાણ કરવું. પછી દરેક મુનિરાજને વંદન કરવું. ૯. (દ્વાદશાવર્ત્ત વંદન વિધિ - આ વિધિ રાઈ મુહપત્તિ વિધિ મુજબ જ જાણવી) ૬. પોરિસી ભણાવવાની વિધિ ૪. સજ્ઝાય કરવાની વિધિ ખમા દઈ સંપૂર્ણ ઈરિયાવહી વિધિ કરવી. ખમાસમણ દઈ - ‘‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ સઝાય કરું ? કહી ઉભડક પગે બેસી સજ્ઝાય કરવી. - પહેલા નવકાર મંત્ર બોલવો, પછી ‘‘મન્નહ જિણાણં’' સજ્ઝાય બોલવી ૫. રાઈ મુહપત્તિ પડિલેહવાની વિધિ પ્રથમ ઈરિયાવહી પડિક્કમવાની સંપૂર્ણ વિધિ કરવી. ખમાસમણ દઈ, ‘‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ રાઈ મુહપત્તિ પડિલેહું ‘‘ઈચ્છું કહી મુહપત્તિ નું પડિલેહણ કરવું. પછી બે વખત વાંદણા દેવા ૧. ખમા ઈચ્છા બહુપડિપુન્ના પોરિસી ? તત્તિ, ઈચ્છું. ૨. 3. ખમા ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ? ઇરિયાવહિયં પડિક્કમામિ ? કહી ઇરિયાવહિયા સંપૂર્ણ કરવા. પછી ખમા ઇચ્છા પડિલેહણ કરું ઇચ્છું, કહી મુહપત્તિ પડિલેહવી. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ૨. જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી૭. જિનમંદિરે દર્શન કરવા જવાની વિધિ ખેસ ઓઢી, ચરવળો-મુહપત્તિ સાથે રાખી દર્શન કરવા જવું. ૨. કામળીનો કાળ હોય તો કામળી (શાલ) ઓઢીને, કાળ ન હોય તો કામળી (લાલ) સાથે લઈને જિનમંદિરે દર્શન કરવા જવું. ૩. ઉપાશ્રયમાંથી નીકળતી વખતે “આવસ્યહી” ત્રણ વખત બોલવું. ૪. દેરાસરજી માં ઉત્કૃષ્ટ ચૈત્યવંદન (દવવંદન) કરવું. ૫. ઉપાશ્રયમાં પાછા પ્રવેશતા “નિસીહિ”... ત્રણ વખત બોલવું. (નોંધ : ઉપાશ્રયે આવ્યા પછી બપોરે મધ્યાહ્ન કાળના દેવવંદન કરવા – પછી જ પચ્ચકખાણ પારવું) ૮. પચ્ચકખાણ પારવાની વિધિ ૧. પ્રથમ સંપૂર્ણ ઇરિયાવહી વિધિ કરવી. પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું? ઇચ્છ.કહી જગ ચિંતામણિ, જંકિંચિ, નમુત્થણ, જાવંતિ, ખમાસમણ, જાવંત, નમોડહંતુ, ઉવસગ્ગહરે, જયવીયરાય, સૂત્રો બોલીને ચૈત્યવંદન કરવું. ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ સઝાય કરું – ઈચ્છે કહી નવકાર બોલી “મન્નત જિણાણું” સજઝાય કહેવી. ૪. ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! મુહપત્તિ પડિલેહું? કહી, મુહપત્તિનું પડિલેહણ કરવું. ખમા ઈચ્છા પચ્ચક્ખાણ પારું? યથાશક્તિ, ખમા. ઇચ્છા પચ્ચકખાણ પાયું ! તહત્તિ કહી. જમણો હાથ મુઠ્ઠીવાળી ચરવળા ઉપર સ્થાપી એક નવકાર ગણી જે પચ્ચખાણ કર્યું હોય તે પારવું. તિવિહાર ઉપવાસવાળાને પારવાનું પચ્ચખ્ખાણ “સૂરે ઉગ્ગએ ઉપવાસ કર્યો તિવિહાર, પોરિસિંસાપોરિસિં, પુરિમુઠું, અવઠું, મુક્રિસહિઅં, પચ્ચક્ખાણ કર્યું પાણહાર, પચ્ચકખાણ ફાસિએ, પાલિએ, સોહિએ, તીરિઍ, કિટ્રિઅં આરાહિઅં, જે ચ ન આરાહિ તસ્સ મિચ્છા મિ દુક્કડ. આયંબિલ, નિવિ કે એકાસણાવાળાને પારવાનું પચ્ચકખાણ ‘ઉગ્ગએ સૂરે નમુક્કારસહિયં પોરિસિં, સાઢપોરિસિં સૂરે ઉગ્ગએ પુરિમુઠું અવä મુકિસહિએ પચ્ચકખાણ કર્યુ ચઉવિહાર આયંબિલ, નિવિ, Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ ૩. જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ એકાસણું, પચ્ચક્ખાણ કર્યું તિવિહાર પચ્ચકખાણ ફાસિએ, પાલિએ, સોહિએ, તીરિએ, કિટ્ટિએ આરાહિઅં, જે ચ ન આરાહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડું પછી એક નવકાર ગણી, પછી “અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડ” કહેવું. ૯. વાપર્યા પછીનું ચૈત્યવંદન ૧. ખમાસમણ દઈ, ઇરિયાવહી પડિક્કમવી. ૨. પછી ગમણાગમણે આલોચના વિધિ કરવી. પછી જગચિંતામણી થી જયવીયરાય ચૈત્યવંદન કરવું. ૧૦. બપોરે પડિલેહણની વિધિ ખમાબ ઇચ્છા બહુપડિપુના પોરિસિ? તહત્તિ, ઇ, ખમા ઇચ્છા ઇરિયાવહિયં પડિક્કમામિ? ઇચ્છે, કહી ઇરિયાવહિયા સંપૂર્ણ કરવા. ખમાબ ઈચ્છા પડિલેહણ કરું છું, ખમા ઈચ્છા પોસહશાળા પ્રમાકું? ઇચ્છે, કહીને. (ઉપવાસવાળાએ મુહપત્તિ, ચરવળો તથા કટાસણાનું પડિલેહણ કરવું અને વાપર્યું હોય તેમણે મુહપત્તિ, ચરવળો, કટાસણું, કંદોરો અને ધોતીયું-એ પાંચવાના પડિલેહવા) પછી ઈરિયાવહી કરવી. પછી ખમા ઈચ્છકારિ ભગવદ્ પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી ઈચ્છ. કહી વડીલનો ખેસ પડિલેહીને ૫. ખમા ઈચ્છા ઉપધિ મુહપત્તિ પડિલેહં? ઇચ્છે (મુહપત્તિ પડિલેહીને) ખમા ઇચ્છા સજઝાય કરું? ઈચ્છે. કહી ઉભડક બેસીને નવકાર ગણી, સજઝાય કહેવી પછી વાપર્યું હોય તેણે વાંદણા દેવા (ઉપવાસવાળાએ ન દેવા.) (પછી ઉપવાસવાળાએ ખમાસમણ દેવું) પછી ઈચ્છકારી ભગવન્! પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી કહીને પાણહારનું પચ્ચક્ખાણ નીચે મુજબ કરવું. પાણહાર - દિવસચરિમં પચ્ચખ્ખાઈ (પચ્ચકખામિ) અન્નત્થણાભોગેણું સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિ વત્તિયાગારેણે વોસિરાઈ (વોસિરામિ) (ચૌવિહાર ઉપવાસ વાળાએ નીચે મુજબ પચ્ચક્ખાણ કરવું) સૂરે ઉગ્ગએ અબમત્તરૂં પચ્ચક્ખાઈ (પચ્ચકખામિ) ચઉવિપિ આહાર અસણં, પાછું , ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં વોસરઈ (વોસિરામિ) પછી Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ ૯. ખમા ઈચ્છા ઉપધિ સંદિસાહું? ઈચ્છે, ખમા ઈચ્છા ઉપધિ પડિલેહું? ઈચ્છે કહી. ૧૦. પ્રથમ ખેસનું પડિલેહણ કરીને પછી બાકીના સર્વ વસ્ત્રો પડીલેહવા. ૧૧. પછી કોઈ એકે દંડાસણ લઈ તેને પડીલેહી ઇરિયાવહિયા સંપૂર્ણ કરવા, પછી જયણા પૂર્વક કાજો લેવો, પછી સૂપડીમાં લઈને તેમાં જીવજંતુ કલેવર તપાસીને કાજો વિધિપૂર્વક પરઠવવો. ૧૨. પછી ગમણાગમણે આલોવે. પછી સંધ્યાકાળના દેવવંદન કરવા. ૧૧.સ્થડિલ પડિલેહવાનો વિધિ પ્રતિકમણ કરતા પહેલાં (જો રાત્રિ નો પૌષધ હોય તો) સ્થડિલ પડિલેહણ (માંડલા) ની વિધિ કરવી. (જે વિધિ અભ્યાસ સૂત્રમાં આપેલી છે) ૧૨. પૌષધ પારવાની વિધિ ૧. દિવસ પૌષધવાળા ને સાંજે પ્રતિક્રમણ કર્યા પછી સમય થાય ત્યારે ૨. ખમા દઈને ઇરિયાવહિયા કરી, ચીક્કસાયથી જયવીયરાય સુધી (જેમ દેવસિય પ્રતિક્રમણ કરનારા કરે છે તેમ) કહીને. ખમા ઈચ્છા મુહપત્તિ પડિલેહું? ઇચ્છે, કહી મુહપતિ પડિલેહી. ખમા ઈચ્છા પોસહ પારું? યથાશક્તિ, ખમા ઈચ્છા પોસહ પાર્યો. તહત્તિ, (કહી ચરવળા ઉપર જમણો હાથ સ્થાપી એક નવકાર ગણીને સાગરચંદો સૂત્ર બોલીને પૌષધ પારવો પછી ખમા ઈચ્છા મુહપત્તિ પડિલેહું ઇચ્છું, કહી મુહપત્તિ પડિલેહી ખમા ઇચ્છા સામાયિક પારું? યથાશક્તિ, ખમા ઈચ્છા સામાયિક પાર્યું, તહત્તિ, કહી ચરવળા ઉપર જમણો હાથ સ્થાપી એક નવકાર ગણી સામાઈએ વયજુરો બોલવો. (સામાયિક પારવી) ૧૩. સંથારા પોરિસિનો વિધિ (રાત્રિ પૌષધ કરનારા માટે) ૧. ખમા ઈચ્છા બહુપડિપુન્ના પોરિસિ! તહત્તિ, ખમા ઇચ્છા ઇરિયાવહિય પડિક્કમામિ? ઇચ્છ. કહી ઇરિયાવહિયા કરવી. ખમા ઇચ્છા બહુ પડિપુત્રાપોરિસિ રાઈ સંથારએ ઠાઈનું ? ઇચ્છ, કહી ચક્કસાય બોલવું પછી Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ ૩. નમુત્થણે સૂત્રથી જયવીયરાય સુધી સંપૂર્ણ કહેવું પછી૪. ખમાબ ઈચ્છા સંથારા પોરિસિ ભણવા મુહપત્તિ પડિલેહું? ઇચ્છે કહી મુહપત્તિ પડિલેહીને, સંથારા પોરિસિ કહેવી. ૩. પદ્ય - વિભાગ પરમાત્મા સન્મુખ બોલવાની સ્તુતિ - તન ધન સ્વજન સૌ પર પદાર્થો, મોહ તેનો ત્યાગીને, આનંદ સાગ૨માં બને મન મગ્ન જયારે જાગીને. પરમાત્મ જ્યોતિ તે સમે, ભાસે અનુપમ ત્યાં અહો, દેજો પરમપદ પ્રાપ્તિ મુજને, એહ અરજી ઉર ઘરું. સંસાર વૃદ્ધિ કારણો સૌ કામ ભોગ કથાદિતો, ચિરકાલ પામ્યા શ્રવણ પરિચય ને અનુભવ પૂરતો. પરમાત્મ જયોતિ મુક્તિ હેતુ, સ્વાનુભૂતિ ના કરી, દેજો પરમપદ પ્રાપ્તિ મુજને, એહ અરજી ઉર ધરું. (૩) અતિગહન આતમતત્ત્વ તેનો બોધ પણ દુર્લભ ઘણો, વળી વચનથી વર્ણન સુલભ તેનું જરાયે ના ગણો. સુ જ્ઞાની શરણે આત્મલક્ષે સુગમ તોય અવશ્યએ, દેજો પરમપદ પ્રાપ્તિ મુજને એક અરજી ઉર ઘરું. જે પણ પ્રકાશે જ્ઞાન નિજનું જ્ઞાન સમ્યફ તે કહો, તેની પ્રતીતિ અચળ વર્તે શુદ્ધ દર્શન તે કહો. સદ્ જ્ઞાન દર્શન સહસ્વરૂપે ધૈર્ય ચારિત્રે કરું, દેજો પરમપદ પ્રાપ્તિ મુજને એક અરજી ઉર ઘ. સજ્ઞાન દર્શન ચરણ આદિ બાણ અનુપમ ધારીને, જડ રૂપ બાહ્ય પદાર્થ સર્વે વેધ્યરૂપ નિર્ધારીને. શુદ્ધાત્મ રૂપ સમરાંગણે સૌ કર્મ અરિ જયારે હણું . દેજો પરમપદ પ્રાપ્તિ મુજને, એહ અરજી ઉર ઘરું. થોયનો જોડો ઋષભ ચંદ્રાનન વંદન કીજે, વારિપેણ દુ:ખ વારે જી, વર્ધમાન જિનવર વળી પ્રણમો, શાશ્વતનામ એ ચારે જી. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ ભરતાદિક ક્ષેત્રો મળી હોવે, ચાર નામ ચિત્ત ધારેજી, તેણે ચારે એ શાશ્વતા જિનવર, નમિયે નિત્ય સવારે જી. -૧ઉર્ધ્વ અધો તિચ્છ લો કે થઈ, કોડિ પરસે જાણોજી. ઉપર કોડિ બહેતાલીશ પ્રણમો, અડવન લખ મન આણોજી. છવીસ સહસ અસી તે ઉપરે, બિબતણો પરિમાણો જી. અસંખ્યાત વ્યંતર જયોતિષમાં, પ્રણમો તે સુવિહાણો જ. - ૨ - રાયપાસેણી જીવાભિગમે, ભગવતી સૂત્રો ભાખીજી, જંબૂલીપ પત્તિ ઠાણાંને, વિવરીને ઘણું દાખીજી. વળી અશાશ્વતી જ્ઞાતાકલ્પમાં, વ્યવહાર પ્રમુખે આખીજી. તે જિન પ્રતિમા લોપે પાપી, જિહાં બહુ સૂત્ર છે સાખીજી –૩એ જિન પૂજાથી આરાધક, ઈશાન ઈંદ્ર કહાયાજી. તેમ સૂરિયાભ પ્રમુખ બહુ સુરવર, દેવી તણા સમુદાયાજી, નંદીશ્વર અઢાઈ મહોત્સવ, કરે અતિ હર્ષ ભરાયાજી , જિન ઉત્તમ કલ્યાણક દિવસે, પદ્મવિજય નમે પાયાજી . -૪ ૪ કથા-વિભાગ ૧. કથા - વલ્કલગિરિ વલ્કલચિરિ નામનો એક સરળ અને અજ્ઞાન બાળક હતો. તે ઋષિમુનિ (સોમચંદ્ર) ના આશ્રમ માં જ ઉછરેલો, અને ત્યાં તેમની પાસે જ રહેતો. એક વખત પ્રસન્નચંદ્ર રાજાના કહેવાથી વેશ્યાઓ આ બાળક ને શહેરમાં લઈ આવી હતી. ત્યાં પ્રસન્નચંદ્ર રાજાનું શાસન ચાલતું હતું. આ બાળક તો સાવ સરળ અને નમ્ર હતો. નગરમાં ફરતાં ફરતાં સર્વેને કહે કે હે તાત (પિતાજી) ! વંદન કરું છું, બધાં તેની મશ્કરી કરે છે. આ તો પાગલ લાગે છે. બધાં એના પર હસ્યા કરે છે. વેશ્યા આ બાલઋષિ (વલ્કલચિરિ)ને પોતાના ઘરમાં લાવી. પોતાની પુત્રી સાથે તેના વિવાહ કર્યા, પરંતુ આ બાળક તો સાવ અજ્ઞાન છે. તેને તો કાંઈ જ ખબર નથી. રાજાને જાણ થઈ કે આ તો મારી નાનો ભાઈ છે, રાજા તેના રાજમહેલમાં વાજતે-ગાજતે લઈ ગયા. અહીં આ બાલઋષિતો ખુશ થઈ ગયા. રાજમહેલમાં સુખથી રહેવા લાગ્યા. આમ ને આમ ભૌતિક સુખ ભોગવતા – ભાગવતાં બાર વર્ષ વીતી ગયાં. ત્યારે વલ્કલચિરિને ભાન થયું અને પોતાની જાતને ધિક્કારવા Page #162 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ ૧૬૧ લાગ્યા. પોતાના અકૃતજ્ઞપણાને કે મારા પોતાના પિતાને, ભૂલીને હું અહીં પડ્યો છું. વડીલ ભાઈની (રાજાની) રજા લઈને નીકળે છે, પોતાના પિતા (ઋષિમુનિ) સોમચંદ્રને મળવા. વડીલભાઈ પણ સાથે આવે છે. વલ્કલ-ચિરી ત્યાં જઈને પોતાના પૂર્વે ગોઠવી રાખેલા તાપસપણાના ઉપકરણો કાઢે છે. જુએ છે તો બાર વર્ષના ધુળના થર ચડી ગયા છે. પોતાના વસ્ત્રથી પ્રમાર્જન કરતાં ઉપકરણ સાફ કરી રહ્યા છે. પ્રાર્થના કરતી વેળા મનમાં ઉહાપોહ થાય છે કે ધિક્કાર છે મારી જાતને ! મારા કિંમતી બારવર્ષ ભૌતિક સુખમાં જવા દીધાં. એમ વિચારતાં જાતિ સ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવ યાદ આવ્યો. દીક્ષા લીધી હતી. અને સાધુ પણાની વિરાધના કરી હતી . મનમાં ને મનમાં ધિક્કાર છૂટ્યો અહો આવું મહાન સાધુ પણું હું આરાધી ન શક્યો. હાથ વડે તો પ્રમાર્જના ચાલુ હતી. પણ મનમાં પડિલેહણા- પ્રમાર્જનાના વિચારોએ તેને શુકલધ્યાનની ધારાએ ચઢાવી દીધાં. ત્યાં ને ત્યાં ભવ્ય પડિલેહણાથી વલ્કચીરીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. અને કાળક્રમે મોક્ષે ગયા. “વલ્કચિરિ પડિલેહણા કરતાં કરતાં પ્રમાર્જના (જીવની રક્ષા) નું એટલું બધું ધ્યાન રાખતાં હતા કે એમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને મોક્ષે ગયા. આપણે પણ જીવની રક્ષા એટલે જયણા કરવી જોઈએ. નાનામાં નાના જીવની રક્ષા કરવી જોઈએ. અને ઘરમાં જયણાના સાધનોનો ઉપયોગ કરવો જ જોઈએ. ૨. કથા - બાહુબલી બાહુબલી એક બળવાન્ પુરુષ હતો. બાહુબલીનો – ભાઈ ભરત હતો. ભરતને મારી નાખવા ઉગામેલી મુઠ્ઠી વડે રણભૂમિમાં જ કેશલોચ કર્યો. અને સાધુ બન્યા. બાહુબલીએ કાયોત્સર્ગ શરૂ કર્યો. મનમાં પ્રતીજ્ઞા કરી કે કેવળજ્ઞાન થયા પછી જ પ્રભુ પાસે જવું, જેથી નાના ભાઈઓને વંદન ન કરવું પડે. અત્યંત સ્થિરતા પૂર્વક કાયોત્સર્ગ કરી રહ્યા છે. ગ્રીષ્મઋતુનો બળબળતો બપોર તેને અકળાવતો નથી, ધૂળના થર શરીરે જામવા માંડ્યા, પછી શરૂ થાય Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ જેને એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ છે, ચોમાસાની વર્ષા. કાદવના થર બાઝી ગયા. મેધ ગર્જના અને વીજળીના કડાકા ચાલુ થયા. પણ બાહુબલી તો કાયોત્સર્ગમાં અડોલ જ છે. પગની નીચેથી ઉગેલી વેલ આખા શરીરને વીંટળાઈને માથા સુધી પહોંચી ગઈ છે. પગની નીચે તથા આજુબાજુ શૂળો ઉગી નીકળી છે. પંખીઓએ શરીર પર માળા બાંધ્યા છે. સાપે ત્યાં રાફડા બનાવ્યા છે. વેલમાં રહેલી જીવાતો શરીરે ચટકા ભરી રહી છે. પંખીઓ ચાંચો મારે છે, સાપ પોતાના દાંત બેસાડે છે. પછી શરૂ થાય છે હાડ થીજાવી દે તેવી ઠંડી. છતાં હજી બાહુબલી અડોલ છે. કેવા વીર અને બળવાનું છે. કેટલું બધું સહન કરવાની શક્તિ છે. આત્મભાવમાં સ્થિર થઈ ગયા છે. આખું વર્ષ આ રીતે વીતી ગયું, બધા જ કર્મોને ખપાવી દીધા પણ ચંદ્રમામાં જેમ ગ્રહણ લાગે તેમ અભિમાન આડે આવે છે તેથી કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી. ઋષભદેવ પ્રભુ બ્રાહ્મી અને સુંદરીને મોકલે છે. બને ત્યાં જઈને બોલે છે વીરા મોરાં ગજ થકી ઉતરો. એટલેકે અભિમાનના હાથી ઉપરથી ઉતરો. બાહુબલીજીના ચિત્ત તંત્ર પર શબ્દો પછડાયા ને ત્યાંજ ભાઈને વંદન ન કરવારૂપ અભિમાન ઓગળી ગયું. હજી તો ભાઈ ને વંદન કરવા જવા માટે એક ડગલું દીધું ત્યાં તો અભિમાન નું જે કર્મ આડે આવતું હતું તે નાશ પામ્યું અને બાહુબલીજીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને મોક્ષે ગયા. બાહુબલીજીમાં કેટલું બધું બળ હતું અને તેમની સહન કરવાની શક્તિ નો કોઈ જ પાર ન હતો અને તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આપણે પણ આપણી પાસે જે હોય તેનાથી ચલાવી લેવાની શક્તિ હોવી જોઈએ અને ન હોય તે માટે સહનશક્તિ હોવી જોઈએ. બાહુબલીએ જે રીતે પૂર્વના ભવમાં ૫OO સાધુ ભગવંતોની વૈયાવચ્ચ કરવા દ્વારા અપૂર્વ બળ પ્રાપ્ત કર્યું તે તો બીજા પણ કદાચ કરી શકે, પણ ચકવર્તી જેવા બળવાનને પણ ભોંય ભેગા કરવાની શક્તિ પોતાના કર્મો ખપાવી દેવામાં વાપરનાર વિરલા જ હોઈ શકે. તેનું બળ જ તેના ત્યાંગમાં શક્તિ સીંચી ગયું અને પૂર્વ ભવનું સાધુ પણું આ ભવે સિદ્ધ બનાવી ગયું. ૩. પ્રસન્નચંદ્ર રાજર્ષિ પ્રસન્નચંદ્ર રાજર્ષિ એક વખત સાંજના સમયે ફરતાં ફરતાં આકાશમાં જુએ છે અને વિચારે છે અરે ! આ સંધ્યાના વાદળાના રંગની સુંદરતા ક્યાં ગઈ? Page #164 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ ૧૬૩ ખરેખર સંધ્યાના રંગની જેમ આ દેહ પણ અનિત્ય છે. એટલે કે કાયમ રહેવાનો નથી, આમ, ચિંતન કરતાં વૈરાગ્ય ભાવ જાગે છે. અને પોતાના બાલ્યવયના પુત્રને રાજગાદી સોંપી દીક્ષા ગ્રહણ કરે છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ વિહરતા વિહરતા એક વખત રાજગૃહીનગરીના ઉદ્યાનમાં ધ્યાનમાં એક પગે ઊભા છે, બીજો પગ પહેલા પગ પર ચઢાવી બે હાથ આકાશ તરફ ઊંચા રાખી સૂર્ય સામે દૃષ્ટિ લગાડીને કાર્યોત્સર્ગ મુદ્રા ધરી ઊભા છે. આવા સમયે ભગવાન રાજગૃહી નગરીનાં ગુણશીલ ઉદ્યાનમાં પધાર્યા છે તે જાણીને શ્રેણિક રાજા વંદન કરવા નીકળ્યા છે. મુનિને આવો ઉગ્ર તપ તપતાં જોઈ શ્રેણિક મહારાજા હાથીની અંબાડી પરથી નીચે ઉતરીને મુનિને વંદન કરે છે અને પછી ભગવાનની (વીરપ્રભુની) દેશના સાંભળવા જાય છે. આ સમયે એક સૈનિક જેનું નામ દુર્મુખ હતું તે બોલ્યો કે આ મુનિનું નામ પણ લેવા લાયક નથી. તેણે પોતાના પાંચ વર્ષના બાળકને ગાદીએ બેસાડ્યો છે, તેના વૈરીએ નગર લુંટ્યું છે ગાદી હડપ કરી જવાની તૈયારી છે,નગરવાસી વિલાપ કરી રહ્યા છે, બાળકને હમણાં જ મારીને રાજ્ય લઈ લેશે. બસ આટલી જ વાત કાનમાં પડી અને પ્રસન્નચંદ્ર રાજર્ષિને ધ્યાન તપમાં ભંગ પડ્યો અને ચિંતન શરૂ થઈ ગયું. મારા જીવતે જીવ મારો શત્રુ મારા બાળકને મારી નાંખશે મનમાં ને મનમાં તુમુલયુદ્ધ જામી ગયું. ધર્મધ્યાનને બદલે રૌદ્રધ્યાનમાં પ્રવેશી ગયા. શત્રુને હણવાનું મનમાં શરૂ થઈ ગયું કે હું આ શસ્ત્રથી હુમલો કરીશ ને આનાથી મારીશ. પેલી ત૨ફ શ્રેણિક મહારાજા રાજર્ષિના ધ્યાનથી પ્રસન્ન થઈ ગયેલા પ્રભુને પૂછે છે હે ભગવન્ ! પ્રસન્નચંદ્ર રાજર્ષિ ને જોયાં તેઓ ખૂબ સુંદર ધ્યાનમાં મગ્ન હતાં તેઓ અત્યારે કાળધર્મ પામે તો શી ગતિ થાય ? શ્રી વીર પ્રભુ કહે સાતમી નરકે જાય. શ્રેણિક મહારાજા ધબકારો ચૂકી ગયા, છતાં ફરી પુછયું પ્રભુ હવે કાળ કરે તો ? ભગવન્ બોલ્યા છઠ્ઠી નરક એમ વારંવાર એ જ પ્રશ્ન શ્રેણિક મહારાજાએ ભગવનને પૂછયો અને ભગવનનાં ઉત્તરમાં પાંચમી-ચોથી-ત્રીજી-બીજી-પહેલી એમ એક એક નારકી ઘટતી ગઈ. ફરી શ્રેણિક મહારાજાએ એ જ પ્રશ્ન પૂછયો પ્રસન્નચંદ્ર રાજર્ષિ આ મિનિટે કાળ કરે તો તેની શી ગતિ થાય ? ભગવાન જણાવે છે. અત્યારે કાળ કરે તો દેવલોકે જાય એ રીતે તેની શુભગતી વધતી ચાલી અને છેવટે ગગનમાં દેવ દુંદુભિનો નાદ સંભળાયો શ્રેણિક મહારાજાએ ફરી પૂછ્યું આ શેનો અવાજ છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ ભગવાને ઉત્તર આપ્યો રાજર્ષિને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે. શ્રેણિક રાજા મુંઝાયા. ભગવાને ખુલાસો કર્યો કે દુર્મુખના શબ્દોથી તેમના ધ્યાનમાં ભંગ થયો હતો અને એ વખતે તેમના મનમાં શત્રુને નાશ કરવાનું યુદ્ધ ચાલતું હતું. બધા જ શસ્ત્રો ખલાસ થઈ જતાં તેમને મુગટથી શત્રુને મારવાનું વિચાર્યું અને ત્યાં જ માથા ઉપર હાથ જતાં મુંડન કરેલું માથું હાથમાં આવતાં તેઓ વિચારમાંથી બહાર આવે છે. અને આત્મનિંદા કરતાં કરતાં પોતાની જાતને ધિક્કારતાં ધ્યાન ધરે છે અને કેવળજ્ઞાન પામી મોક્ષે જાય છે. એક ચિત્તે ધ્યાન ધરવાથી પણ મોક્ષે જવાય છે. આપણે પ્રભુને પ્રાર્થના ભાવથી અને ધ્યાનપૂર્વક કરવી જોઈએ. ૪. દેવપાલ અચલપુરમાં દેવપાલ નામે નોકર હતો. વનમાં ગાયો ચારવા જાય. પુષ્ય યોગે એકવખત આદિનાથની પ્રતિમા મળી. નાનકડી ઘાસની ઝુંપડી બનાવી પરમાત્માને પધરાવ્યા. રોજ પુષ્ય પૂજાનો નિયમ કર્યો. પ્રભુ પૂજા વિના ભોજન ન કરે. પ્રભુને કલાકો સુધી નીરખ્યા કરે અને મનમાં આનંદની છોડો ઉડે. એક વખત ઘણાં વરસાદથી નદીમાં પૂર આવ્યું. દેવપાલ ગામમાં અને પ્રભુ જંગલમાં, વચ્ચે પુરપાટ વહેતી નદી. પ્રભુની પૂજા કેમ કરવી? શુન્યમનસ્ક થઈ બેઠો છે. શ્રેષ્ઠીએ જમવા બોલાવ્યો. દેવપાલે કહ્યું મારે પ્રભુ પૂજા વગર ન જમવાનો નિયમ છે. દેવપાલની આંખમાં અશ્રુધારા વહે છે, મૂકેલું ભોજન કરતો નથી. આમને આમ અઠવાડીયું થયું, દેવપાલ ભુખ્યો તરસ્યો છે. આઠમે દિવસે પુર ઓસરતા દોડડ્યો પૂજા કરવા. ત્યાં ભયંકર સિંહ જોયો. ડર્યા વિના પ્રભુ પૂજા કરી. હે સ્વામી આપના દર્શન વિના મારા સાત દિવસો નિષ્ફળ ગયા. ત્યારે તેના સત્વ અને ભક્તિથી પ્રસન્ન થયેલો દેવ બોલ્યો તું વરદાન માંગ. દેવપાલે તે ગામનું રાજ માગ્યું. દેવે તથાસ્તુ કહ્યું. સાતમે દિવસે તે ગામનો અપુત્રીયો રાજા મરણ પામ્યો. દેવપાલ દેવના વરદાનથી રાજા થયો. પણ પહેલાનો નોકર હોવાથી કોઈ તેની આજ્ઞા માનતું ન હતું. દુ:ખી થઈ ગયો. તેને દુઃખી થઈને દેવને યાદ કર્યા અને કહ્યું આવું રાજ મારે જોઈતું નથી. દેવતા કહે તું કુંભાર પાસે માટીના હાથી જેવો હાથી બનાવ, તેના પર Page #166 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ ૧૬૫ બેસીને ફરવું. તેથી સૌ કોઈ તારી આજ્ઞાનું પાલન કરશે. દેવપાલે તેમ કર્યું. તે દિવ્ય પ્રભાવ જોઈ આશ્ચર્ય પામી લોકો તેની આજ્ઞા પાળવા લાગ્યા. નદી કાંઠેથી બિંબ લાવી મોટો જિનપ્રાસાદ બનાવ્યો. જિનમૂર્તિ સ્થાપી. ત્યાં ત્રિકાળ પૂજા કરે છે આ રીતે દેવપાળ રાજાએ ત્રિકાળ પૂજા ના બળે તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું. પ્રાંતે પ્રવજ્યા ગ્રહણ કરી સ્વર્ગે ગયો. જે રીતે દેવપાલ જેવો રાંક માણસ જિનેશ્વરની પૂજાના બળે તે જ ભવે અશ્વહસ્તી વગેરેથી વ્યાપ્ત સૈન્ય યુક્ત રાજ્ય પામ્યો. તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું તેમ આપણે જિનપૂજા દરરોજ કરવી જ જોઈએ. યાદરાખો : પ્રભુ પૂજા લગાવે પાર... ૫. જિનદાસ - સોહાગદેવી વસંતપુરમાં શીવશંકર નામે શ્રાવક રહેતો હતો. એક વખત વસંતપુરમાં ધર્મદાસ સૂરિજી પધાર્યા. તેને વંદન કરી હર્ષપૂર્વક શીવશંકર શ્રેષ્ઠીએ કહ્યું કે મારે એક લાખ સાધર્મીકોને જમાડવાની ઈચ્છા છે પણ તેટલું ધન મારા પાસે નથી તો મારે શું કરવું? ગુરુ મહારાજે કહ્યું તું મુનિસુવ્રત સ્વામીને વંદન કરવા ભરૂચ જા. ત્યાં જિનદાસ નામનો એક શ્રાવક રહે છે. તેને સૌભાગ્યદેવી નામે પત્ની છે. તે પતિપત્નીને તારી શક્તિ મુજબ ભોજન કરાવી, અલંકાર આપીને પ્રસન્ન કર. તેના વાત્સલ્યથી તને લાખ સાધÍકોને ભોજન કરાવ્યા જેટલું પુણ્ય થશે. આ પ્રમાણે તેણે ગુરુ મહારાજની આજ્ઞાનું પાલન કર્યું ભરૂચ પહોંચી ભોજન કરાવી અને અલંકાર આપી જિનદાસ-સોહાગદેવીની ભક્તિ કરી. પછી ગામમાં જઈને શીવશંકરને વિચાર આવ્યો, હું તો જ્ઞાની ગુરુભગવંતના આદેશથી અહીં આવેલો પણ મેં એ પૂછયું નહીં કે જિનદાસ – સોહાગદેવી ની ભક્તિ કરવાનું કેમ જણાવ્યું? ગામના શ્રાવકોએ જવાબ આપ્યો કે આ જિનદાસ સાત વર્ષનો હતો ત્યારે ઉપાશ્રયમાં એક દિવસ શીલ ઉપદેશ માળાનું વ્યાખ્યાન સાંભળી એકાંતર બ્રહ્મચર્ય પાલનનો નિયમ લીધો હતો. જિનદાસ એ નિયમને યોગ્ય રીતે પાળે છે. તેના લગ્ન સોહાગદેવી સાથે થયા. પરણીને પ્રથમ રાત્રીએ વાત થઈ કે મારે એકાંતર બ્રહ્મચર્ય પાલનનો નિયમ છે. સોહાગદેવી એ પણ બાલ્યાવસ્થામાં જ એકાંતર બ્રહ્મચર્ય પાલનનો નિયમ લીધો હતો. પણ બંનેનો દિવસ અલગ અલગ આવતો હતો. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ - સોહાગદેવી વિચારવા લાગ્યા હવે શું કરવું? પોતાના પતિને વિનવણી કરે છે કે હું તો આજીવન બ્રહ્મચર્ય પાળીશ પણ તમે સુખેથી બીજી સ્ત્રીને પરણો. ત્યારે જિનદાસે પણ હર્ષથી જણાવ્યું કે ચાલો આવો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો છે. આપણે બંને જણા હવેથી એકાંતરે નહીં પરંતુ દરરોજે બ્રહ્મચર્ય પાળીશું. બંને જણા શાશ્વત સુખનો ઉપાય કરવા માટે આરાધનમય જીવન વીતાવવા સજ્જ બન્યા. અવસરે દીક્ષા લેવા માટેનું વિચારી ગુરુ મહારાજ પાસે જઈ આજીવન બ્રહ્મચર્ય લઈ ચતુર્થ વ્રત અંગીકાર કર્યું અને મોક્ષે પણ જશે. શ્રાવક કહે અમે તો આવા બાલ બ્રહ્મચારી દંપતીને કદી જોયા સાંભળ્યા નથી. બ્રહ્મચર્ય પાળવામાં કેટલું પુણ્ય રહેલું છે કે એક લાખ સાધÍકને ભોજન કરાવવા જેટલું પુણ્ય માત્ર આ દંપતિને જમાડવાથી થાય છે. માટે થોડો પણ બ્રહ્મચર્યનો નિયમ લેવો જોઈએ. ( ૫ જૈન ભૂગોળ ) સકલતીર્થ - ત્રણે લોકના શાશ્વત ચેત્યોનો સંક્ષિપ્ત પરીચય આપણી સાચી ભૂગોળ”માં આપણે શ્રેણી-૧માં ચૌદ રાજલોકનો પરીચય જોયો. શ્રેણી-પમાં “તીર્થાલોકના શાશ્વત ચૈત્યો” નો પરીચય જાણ્યો. પરંતુ લોક ત્રણ છે. ઉર્ધ્વલોક, અધોલોક અને તીર્થાલોક, તેમાં ઉર્ધ્વલોકમાં રહેલા શાશ્વત ચૈત્યો ૮૪,૯૭,૦૨૩ છે. તે આ પ્રમાણે છે. પહેલા સ્વર્ગે ૩૨ લાખ, બીજા સ્વર્ગે ૨૮ લાખ, ત્રીજા સ્વર્ગે ૧૨ લાખ, ચોથા સ્વર્ગે ૮ લાખ, પાંચમા સ્વર્ગે ૪ લાખ, છઠ્ઠા સ્વર્ગે ૫૦ હજાર, સાતમા સ્વર્ગે ૪૦હજાર, આઠમા સ્વર્ગે ૬ હજાર, નવ અને દશમાં સ્વર્ગે ૪૦૦, અગિયાર અને બારમાં સ્વર્ગે ૩૦૦, નવરૈવેયકમાં ૩૧૮, અનુત્તર વિમાનમાં-પાંચ. આ ચૈત્યોમાં બારે દેવલોકના જિનાલયોમાં પ્રત્યેકમાં ૧૮૦ શાશ્વત પ્રતિમાજી છે જ્યારે રૈવેયક તથા અનુત્તરના કુલ ૩૨૩ જિનાલયોમાં પ્રત્યેકમાં ૧૨૦ પ્રતિમાજી છે. તેથી ૮૪,૯૭,૦૨૩ એવા ઉર્ધ્વલોકના શાશ્વત જિનાલયમાં કુલ ૧,પર,૯૪,૪૪,૭૬૦ શાશ્વત પ્રતિમાજી રહેલા છે. અધોલોકમાં ભવનપતિના ભવનોમાં ૭,૭૨,૦૦,૦૦૦ શાશ્વત ચેત્યો છે. તે આ પ્રમાણે પહેલા ભવનમાં ૬૪ લાખ, બીજા ભવનમાં ૮૪ લાખ, ત્રીજા ભવનમાં ૭૨ લાખ, ચોથા થી નવમાં એ છ એ ભવનમાં પ્રત્યેકમાં ૭૬-૭૬ લાખ, દશમાં ભવનમાં ૯૬ લાખ શાશ્વત જિનાલયો છે. તે દરેકમાં ૧૮૦ જિનપ્રતિમા છે. તેથી ૧૩,૮૯,૬૦,૦૦,OOO શાશ્વત પ્રતિમાજી અધો લોકના ભવનોમાં બિરાજમાન છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ તિર્થાલોકના ૩૨૫૯ શાશ્વત ચૈત્યો માં ૩૯૧૩૨૦ શાશ્વત પ્રતિમાજી નું વર્ણન આપણે શ્રેણી-પમાં જોયું. આ ઉપરાંત વ્યંતર અને જયોતિષ્કમાં અસંખ્યાત શાશ્વત ચૈત્યો છે (અસંખ્યાત ગણતરીમાં ને લેતા) જેની ગણતરી થઈ શકે તેવા શાશ્વત જિનાલયો ત્રણે લોકમાં થઈને ૮,૫૭,૦૦, ૨૮૨ છે આ વાતનો ઉલ્લેખ “જગ ચિંતામણી” સૂત્રમાં પણ છે. આ રીતે ત્રણે લોકમાં કુલ શાશ્વત પ્રતિમાજી ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦ છે. આ છે શાશ્વત જિનાલય અને તેમાં રહેલી શાશ્વત પ્રતિમાઓની આપણી સાચી ભૂગોળ. ( ૬. સૂત્ર આધારિત પ્રશ્નો ૧. સકલાર્વત ની રચના કોણે કરી? તે ક્યારે બોલાય છે? સકલાર્વત ની રચના શ્રી હેમચંદ્રાચાર્યે કરેલી છે. તે પખિ, ચૌમાસી અને સંવત્સરી પ્રતિક્રમણમાં ચૈત્યવંદન રૂપે બોલાય છે. સકલાહિત સ્તોત્રનો મુખ્ય વિષય શો છે? સકલાત્ સ્તોત્ર દ્વારા મુખ્યત્વે ચોવીસ તીર્થકરોની અલગ-અલગ શ્લોકથી સ્તુતિ કરવામાં આવેલી છે. મોટા અતિચારનો મુખ્ય વિષય શો છે? મોટા અતિચારમાં મુખ્યત્વે પાંચ પ્રકારના આચાર અને વિશેષ કરીને સમ્યક્ત મૂલ બાવ્રતમાં લાગેલા દોષોની આલોચના કરવામાં આવે છે. ૪. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના નામ આપો. શાસ્ત્રકારે આ આઠેના સમૂહ માટે કયો શબ્દ કહેલો છે? ઈર્યા, ભાષા, એષણા, આદાનભંડમત્તનિકુખેવણા અને પારિષ્ઠાપનિકા એ પાંચ પ્રકારે સમિતિ છે મન-વચન-કાયા એ ત્રણ પ્રકારે ગુપ્તિ છે. આ આના સમૂહને શાસ્ત્રકારો અષ્ટ પ્રવચન માતા કહે છે. સાતમાં વ્રતમાં આવતા ચૌદ નિયમોના નામ આપો સચિત્ત, દ્રવ્ય, વિગઈ, ઉપાનહ, તંબોલ, વસ્ત્ર, પુષ્પ, વાહન, શયન વિલેપન, બ્રહ્મચર્ય, દિશા, સ્નાન, ભાત પાણી એ ચૌદ નિયમ છે. શ્રાવક ને નિષેધ કરાયેલ પંદર કર્માદાનના આપો. અંગાર કર્મ, વનકર્મ, શાટીક કર્મ, ભાટીક કર્મ, સ્કોટક કર્મ, દાંતનો વેપાર છ Page #169 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ લાખનો વેપાર, રસનો વેપાર, કેશનો વેપાર, વિષનો વેપાર, યંત્રપિલણ નિર્ણાંછન, દવઅગ્નિ, સર-દ્રાદિ શોષવવા અને અસતિ પોષણ. ૭ બાહ્યતપના છ ભેદોના નામ આપો. ૧૬૮ ૮. ૯. અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા. અત્યંતર તપનાં છ ભેદોના નામ આપો. પ્રાયશ્ચિત, વિનય, વેયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને ઉત્સર્ગ અજિત શાંતિ સ્તોત્રની રચના કોણે કરી છે ? આ સ્તોત્ર ની રચના નંદિષેણ મુનિએ, શત્રુંજય તીર્થ ઉપર કરી છે. ૧૦. અજિત શાંતિ સ્તોત્રમાં કયા ભગવંતની સ્તુતિ કરાઈ છે. અજિતનાથ અને શાંતિનાથ એ બે ભગવંતની અલગ-અલગ તથા સંયુક્ત સ્તુતિ કરાઈ છે. ૧૧. પક્ષિ આદિ પ્રતિક્રમણમાં કરાતો છીંકનો કાઉસ્સગ્ગ ક્યારે કરાય છે ? પદ્મિ આદિ પ્રતિક્રમણમાં છીંકનો કાઉસ્સગ્ગ છેલ્લા દુમ્ભય કમ્મક્ષય ના કાઉસ્સગ્ગ ની પહેલા કરવામાં આવે છે. ૧૨. જેને મંગલરૂપ, લોકમાં ઉત્તમ અને શરણ ગ્રહણ કરવા લાયક કહ્યા છે. તે ચાર ના નામ આપો. અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલી ભગવંત પ્રરૂપિત ધર્મ એ ચાર મંગલરૂપ છે. લોકમાં ઉત્તમ છે અને શરણ ગ્રહણ કરવા લાયક છે. ૧૩. સંથારા પોરિસી સૂત્રમાં અઢાર પાપ સ્થાનકના નામ કઈ ગાથામાં આવે છે. પાણાઈવાયમલિયં અને કલહં અધ્માણ એ આઠમી તથા નવમી ગાથા માં અઢાર પાપસ્થાનકના નામ આવે છે. ૧૪. સંલેષણા સંબંધિ અતિચારમાં કઈ પાંચ ઈચ્છાને દોષરૂપ ગણી છે ? આલોક, પરલોક, જીવિત, મરણ અને કામભોગ સંબંધિ આશંસાઈચ્છાને દોષરૂપ ગણી છે. ૧૫. સ્થંડિલ પડિલેહણ કરતા કુલ કેટલા માંડલા કરાય છે ? સ્થંડિલ પડિલેહણમાં ચારે દિશામાં છ-છ માંડલા થઈ કુલ ચોવીસ માંડલા કરવામાં આવે છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૮. ૯. ૧૬૯ ૭. સામાન્ય (તત્વજ્ઞાન) પ્રશ્નો આ અવસર્પિણીમાં થયેલા નવ વાસુદેવના નામ આપો. ત્રિપૃષ્ઠ, દ્વિપૃષ્ઠ, સ્વયંભૂ, પુરષોત્તમ, પુરિસસિંહ, પુરુષપુંડરિક, દત્ત, લક્ષ્મણ, અને કૃષ્ણ એ નવ વાસુદેવ આ અવસર્પિણીમાં થયા. આ અવસર્પિણીમાં થયેલા નવ પ્રતિવાસુદેવના નામ આપો. અશ્વગ્રીવ, તારક, મેરાક, મધુ, નિકુંભ, બલિ, પ્રહ્લાદ, રાવણ અને જરાસંધ એ નવ પ્રતિવાસુદેવ આ અવસર્પિણીમાં થયા. કોઈપણ સમયે વધુમાં વધુ તીર્થંકર, કેવલી અને સાધુ કેટલા હોય ? વધુમાં વધુ (ભાવ) તીર્થકર ૧૭૦, કેવળજ્ઞાની ૯ કરોડ અને સાધુ ૯૦ અબજ હોય તેથી વધુ સંખ્યામાં કદી ન હોય. કોઈપણ સમયે ઓછામાં ઓછા તીર્થંકર, કેવલી અને સાધુ કેટલા હોય? ઓછામાં ઓછા (ભાવ) તીર્થકર-૨૦, કેવળજ્ઞાની ૨ કરોડ અને સાધુ ૨૦ અબજ હોય તેથી ઓછા કદી ન હોય. વૈરાગ્ય માટે ભાવવાની બાર ભાવનાઓના નામ જણાવો. અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આશ્રવ, સંવર, નિર્જરા, લોકસ્વભાવ, બોધિદુર્લભ અને સુકથિતધર્મ એ બારભાવના વૈરાગ્યબુદ્ધિ માટે ભાવવી જોઈએ. નવ લોકાંતિક દેવો ના નામ આપો. તેમનું વિશિષ્ટ કર્તવ્ય જણાવો. પાંચમાં દેવલોકના છેડે રહેતા આ નવ લોકાંતિક દેવો - સારસ્વત,આદિત્ય, વહ્નિ, અરુણ, ગર્દતોય, તૃષિત, અવ્યાબાધ, મરુત અને અરિષ્ટ છે. તેઓ પરમાત્માને દીક્ષા અવસર જણાવી તીર્થ પ્રવર્તાવવા વિનંતી કરે છે. સંજ્ઞાના ચાર ભેદોના નામ આપો. જીવને ૧.આહા૨, ૨.ભય, ૩.મૈથુન અને ૪ પરીગ્રહ સંજ્ઞા હોય છે. જેમાં અનંતા જીવો રહેલા હોય તે વનસ્પતિનું નામ શું ? અનંતા જીવો એક શરીરને આશ્રિને રહેલા હોય તેવી વનસ્પતિને સાધારણ વનસ્પતિ કહે છે. જે ખાવાની મનાઈ કરેલી છે. કાય કોને કહેવાય છે ? તેના કેટલા ભેદ છે ? જીવ જે શરીરમાં ઉત્પન્ન થાય છે. તેને કાય કહે છે. તેના છ ભેદ છે. પૃથ્વીકાય, અકાય, તેઉકાય વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ ૧૦. “ મિચ્છા મિ દુક્કડ' એટલે શું? તેનો શબ્દાર્થ છે. મારું પાપ મિથ્યા થાઓ'ભાવાર્થ એ છે કે હું અપરાધી છું. હવે પછી તે અપરાધ કરીશ નહીં. હું તેની ક્ષમા માગું છું. ૧૧. જંબૂ દીપ ના મહાવિદેહ ક્ષેત્રમાં હાલ ક્યા તીર્થકર વિચરે છે? હાલમાં અહીં સીમંધર સ્વામી, યુગમંધર સ્વામી, બાહુ સ્વામી અને સુબાહુ સ્વામી એ ચાર તીર્થકર વિચરે છે. ૧૨. આપણા જંબૂદ્વીપ માં કેટલા સૂર્ય અને ચંદ્ર છે? આપણા જંબુદ્વીપમાં બે સૂર્ય અને બે ચંદ્ર છે ૧૩. એકેન્દ્રિય વગેરે જીવોને કઈ કઈ ઈન્દ્રિય હોય છે? એકેન્દ્રિયને ફક્ત શરીર હોય, બે ઈન્દ્રિયને શરીર અને જીભ, તેઈન્દ્રિયને શરીર, જીભ અને નાક, ચઉરિન્દ્રિયને શરીર, જીભ, નાક અને આંખ, પંચન્દ્રિયને કાન સહિત પાંચ ઈન્દ્રિય હોય છે. ૧૪. પર્યાતિ એટલે શું? તેના ભેદ જણાવો. પર્યાતિ એટલે સંસારી જીવને જીવન જીવવામાં ઉપયોગી શક્તિ. તેના છ ભેદ છે ૧. આહાર, ૨. શરીર, ૩. ઈન્દ્રિય, ૪. શ્વાસોચ્છવાસ ૫. ભાષા અને ૬. મન ૧૫. જ્યોતિષ્ક દેવોના ભેદ જણાવો. જ્યોતિષ્ક દેવો પાંચ પ્રકારના છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ કુંભ જેને એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ ૮. તીર્થંકર-પરીચય) ક્રમ/નામ | ૧૮ અરનાથ | ૧૯ મલ્લિનાથ ૨૦ મુનિસુવ્રત ૨૧-નેમિનાથ માતા દેવીરાણી | પ્રભાવતી રાણી | પદ્માવતી રાણી | વપ્રારાણી | પિતા | સુદર્શન રાજા | કુંભરાજા | સુમિત્રરાજા | વિજયરાજા નગરી ગજપુર મિથિલા રાજગૃહ મિથિલા લંછન નંદ્યાવર્ત કાચબો કમળ વર્ણ કંચન નીલો શ્યામ કંચન દેહમાન | ૩૦ ધનુષ | ૨પ ધનુષ | ૨૦ ધનુષ | ૧૫ ધનુષ | ચ્યવન તિથિ ફાગણ સુદ-૨ | ફાગણ સુદ-૪ | શ્રાવણ સુદ-૧૫ આસો સુદ-૧૫ જન્મ તિથિ | માગ.સુદ-૧૦ | માગ સુદ-૧૧ | જેઠવદ-૮ | શ્રાવણવદ-૮ દીક્ષા તિથિ | માંગ.સુદ-૧૧ | માગ.સુદ-૧૧ | ફાગણ સુદ-૧૨ | અષાઢવદ-૯ નાણ તિથિ | કારતક સુદ-૧૨ | માગ.સુદ-૧૧ | ફાગણવદ-૧૨ |માગ સુદ-૧૧ નિર્વાણ તિથિ માગ સુદ-૧૦ | ફાગણ વદ-૧૨ ! જેઠ વદ-૯ વિશાખ વદ-૧૦ નાણ ભૂમિ | | ગજપુર | મથુરા | રાજગૃહી | મથુરા નિર્વાણભૂમિ સમેતશિખર | સમેતશિખર | સમેતશિખર | સમેતશિખર પૂર્ણ આયુ | ૮૪000 વર્ષ ૫૫000 વર્ષ | 30000 વર્ષ ૧૦૦૦૦ વર્ષ ગૃહસ્થકાળ | ૬૩૦૦૦ વર્ષ | | ૧૦૦ વર્ષ | ૨૨૫૦૦ વર્ષ | ૭૫૦૦ વર્ષ દીક્ષાપર્યાય | ૨૧૦૦૦ વર્ષ | ૫૪૯૦૦ વર્ષ | ૭૫00 વર્ષ | ૨૫00 વર્ષ છિદ્મસ્થ કાળ | ૩ વર્ષ એક પ્રહર ! ૧૧-માસ ૯-માસ. ગણધર ૨૮ ૧૮ - ૧૭ ઉત્કૃષ્ટ તપ ૮-માસ ૮-માસ ૮-માસ ૮-માસ ૩૩ ૯િ. વિશેષ અભ્યાસ પૌષધ સંબંધિ સર્વક્રિયાનો પ્રેકિટલ અભ્યાસ પાડવો. શ્રેણી-૬ કોર્સ સમાપ્ત Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ જૈન એજ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ પંડિત શ્રી વીર વિજયજી જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ પરીક્ષા સંચાલક બોર્ડ ૧. પ્રવીણભાઈ સુરતી ૨. ભદ્રેશભાઈ એસ. શાહ ૩. દીપકભાઈ એમ. શાહ ૪. સંજયભાઈ વિધિવાળા ૫. કલ્પેશભાઈ એમ. શાહ ૬. ભુપેન્દ્રભાઈ શાહ ૭. પરાગભાઈ શાહ ૮. મીતાબહેન જૈન ૯. મહેન્દ્રભાઈ પી. સાકરીયા ૧૦. હેમેન્દ્રભાઈ શાહ ૧૧. લલિતભાઈ શાહ : સંપૂર્ણ માર્ગદર્શન :પૂ. મુનિશ્રી દીપરત્નસાગરજી મ.સા. Page #174 -------------------------------------------------------------------------- ________________ અંતે કંઈક આ સ્થાન વિશે અમારી પ્રેરણાથી જ્યાં ૨૦૫૭માં પાઠશાળાની સ્થાપના થઈ અને ૨૦૫૮ના વર્ષમાં " “જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ”” ચાલુ થાય છે તે સ્થાનછે - પંડિતશ્રી વીરવિજયજી મ.સા.નો ઉપાશ્રય. બ્રાહ્મણકુળમાં જન્મેલા આ કવિશ્રી વીરવિજય મ.સા.નો જન્મ સંવત ૧૮૨૯માં થયો, સંવત 1848 માં દીક્ષા થઈ, સંવત ૧૯૦૮માં તેઓ કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રી ની પ્રેરણાથી ૧૮૬૫માં ભઠ્ઠીની બારીમાં આ ઉપાશ્રયનું નિર્માણ થયું. આવા પ્રાચીન અને શુભ પુદ્ગલોથી યુકત સ્થાનમાં અમે નુતન પધ્ધતિથી જૈન અભ્યાસક્રમ-પરીક્ષા આરંભી રહ્યા છીએ. અમે પંડિત શ્રી વીરવિજયજીના કાળધર્મની દોઢ શતાબ્દીએ જ્ઞાનકાર્ય જ પ્રારંભ્ય, તેનું કારણ છે પૂજયશ્રીની જ્ઞાનભક્તિ તથા તેની કવિત્વશક્તિ નો લોકો દ્વારા થયેલ આદર. પૂજ્યશ્રી વીરવિજયજી રચિત સ્નાત્રતો આજે સમગ્ર જૈન વર્તુળમાં પ્રસિદ્ધ છે જ. સર્વે પૂજા અને પૂજનો પૂર્વે તેમજ નિત્ય પ્રાતઃકાલે આ સ્નાત્ર ભણાવાય છે પરંતુ જે પૂજાઓ ભણાવાય છે તે પૂજાઓ પણ પૂજ્ય વીરવિજયજી મ.સા. ની જ રચના છે. સ્નાત્રા અને પૂજાઓ ઉપરાંત તેઓના રચેલ ચૌમાસી દેવવંદન પણ પ્રસિદ્ધ છે. પર્યુષણ મહાપર્વમાં તેમના જ રચેલ પરમાત્મા મહાવીરના સ્તવનોની ઢાળો પણ ગામેગામ બોલાય છે. પ્રતિદિન પરમાત્માની પૂજા કરતી વખતે બોલાતા દુહા પણ શ્રી વીરવિજયજીની જ રચના છે. આવી વિશિષ્ટ સાહિત્યએ સેવાના કારક પૂજયશ્રીને શ્રદ્ધાંજલી અર્પવા અમે પણ તેમની જ્ઞાનભક્તિને જ પ્રાધાન્ય આપી, જૈન ધર્મના સૂત્ર વિધિઇતિહાસ-ભૂગોળ આદિને મુખ્યતા આપી આ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સની તેમના જ સ્થાનમાં રહીને શરૂઆત કરી રહ્યા છીએ. જે માટે સમગ્ર જૈન સંઘોના બાળકોને જોડાવા માટે પ્રાર્થના સહ... કા મુનિ દીપરત્નસાગર -: પ્રાપ્તિ સ્થાન :પંડિતવર્યશ્રી વીરવિજયજી જૈન ઉપાશ્રય ભટ્ટીની બારી, પતાસાપોળ, ગાંધીરોડ, અમદાવાદ,