________________
૧ ૨૮
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫ દશમે પદ્મ સરોવર, અગિયારમે રત્નાકર; ભુવનવિમાન રત્નગંજી, અગ્નિશિખા ધૂમવર્જી. ૩ સ્વપ્ર લહી જઈ રાયને ભાસે, રાજા અર્થ પ્રકાશે, પુત્ર તીર્થકર ત્રિભુવન નમશે, સકળ મનોરથ ફળશે. ૪
વસ્તુછંદ અવધિનાણે અવધિનાણે, ' ઉપના જિનરાજ, જગત જસ પરમાણુઆ, વિસ્તર્યા વિશ્વજંતુ સુખકાર; મિથ્યાત્વ-તારા નિર્બળા, ધર્મઉદય પરભાત સુંદર. માતા પણ આણંદિયા, જાગતી ધર્મ વિધાન, જાણતી જગતિલક સમો, હોશે પુત્ર પ્રધાન. ૧ દુહો - શુભ લગ્ન જિન જનમિયા, નારકીમાં સુખ જ્યોત. સુખ પામ્યા ત્રિભુવન જના, હુઓ જગત ઉદ્યોત. ૧
ઢાળ - કડખાની દેશી સાંભળો કળશ જિન મહોત્સવનો ઈહાં, છપ્પન કુમારી દિશિ, વિદિશિ આવે તિહાં ; માય સુત નમીય, આનંદ અધિકો ધરે,
અષ્ટ સંવર્ણ વાયુથી કચરો હરે. ૧ વૃષ્ટિ ગંધોદક, અષ્ટ કુમરી કરે,
અષ્ટ કલશા ભરી, અષ્ટ દર્પણ ધરે, અષ્ટ ચામર ધરે, અષ્ટ પંખા લહી,
ચાર રક્ષા કરી, ચાર દીપક ગ્રહી. ૨ ઘર કરી કેળનાં, માય સુત લાવતી,
કરણ શુચિકર્મ જળ,-કળશે ત્વવરાવતી ; કુસુમ પૂજી અલ કાર પહેરાવતી,
રાખડી બાંધી જઈ, શયન પધરાવતી. ૩ નમીય કહે મા તુજ, બાળ લીલાવતી,
મેરુ રવિ ચંદ્ર લગે, જીવજો જગપતિ; સ્વામી ગુણ ગાવતી, નિજ ઘર જાવતી,
તેણે સમે ઇદ્ર, સિંહાસન કંપતી. ૪