________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫
૧૨૭ ૨. જન્મ મરણાદિ સવિભય ટળે, સીઝે જો દરિસણ કાજ;
સમ્યગૂ જ્ઞાન ને પામવા, બીજી પ્રદક્ષિણા જિનરાજ; જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેત;
જ્ઞાન વિના મેં નવિ લહ્યું, પરમ તત્ત્વ સંકેત. ૩. ચય તે સંચય કર્મનો, રિક્ત કરે વળી જેહ;
ચારિત્રા નામ નિયુક્ત કહ્યું, વંદો તે ગુણ ગેહ; શાશ્વત સુખને પામવા, તે ચારિત્ર નિરધાર;
ત્રીજી પ્રદક્ષિણા તે કારણે, ભવ દુઃખ ભંજનહાર. (પછી સ્નાત્રીયા ત્રણ ખમાસમણ દઈ, જગચિંતામણીનું ચૈત્યવંદન કરી નમુત્થણે' થી જયવીયરાય' પર્વત કહે. પછી હાથ ધૂપી મુખકોશ બાંધી કળશ લઈ ઊભા રહી, કળશ કહે.)
કળશ
દુહો - સયલ જિસેસર પાય નમી, કલ્યાણક વિધિ તાસ, વર્ણવતાં સુણતાં થકાં, સંઘની પૂગે આશ. ૧
ઢાળ સમકિત ગુણઠાણે પરિણમ્યા, વળી વ્રતધર સંયમ સુખ રમ્યા; વીશ સ્થાનક વિધિએ તપ કરી,એસી ભાવદયા દિલમાં ધરી. ૧ જો હોવે મુજ શક્તિ ઈસી, સવિ જીવ કરું શાસનરસી; શુચિરસ ઢળતે તિહાં બાંધતાં, તીર્થકર નામ નિકાચતાં. ૨ સરાગથી સંયમ આચરી, વચમાં એક દેવનો ભવ કરી; ચ્યવી પન્નર ક્ષેત્રે અવતરે, મધ્યખંડે પણ રાજવી કુલે. ૩ પટરાણી કૂખે ગુણનીલો, જેમ માનસરોવર હંસલો, ; સુખશધ્યાએ રજની શું છે, ઊતરતાં ચૌદ સુપન દેખે. ૪
ઢાળ - ચૌદ સ્વપ્રની પહેલે ગજવર દીઠો, બીજે વૃષભ પઈઢો, ત્રીજે કેશરી સિહ, ચોથે લક્ષ્મી અબીહ. ૧ પાંચમે કૂલની માળા, છ ચંદ્ર વિશાળા, રવિ રાતો ધ્વજ મહોતો, પૂરણ કળશ નહિ છોટો. ૨