________________
૧ ૨૯
જેને એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫
ઢાળ-એકવીશાની દેશી જિન જનમ્યાજી, જિણ વેળા જનની ઘરે ; તિણ વેળાજી, ઇંદ્ર સિંહાસન રિહરે ; દાહિણોત્તરજી, જેતા જિન જનમે યદા, દિશિનાયકજી, સોહમ ઇશાન બિહું તદા. ૧
ત્રોટક છંદ તદા ચિતે ઇંદ્ર મનમાં, કોણ અવસર એ બન્યો ; જિન-જન્મ અવધિનાણે જાણી, હર્ષ આનંદ ઊપન્યો. સુઘોષ આદઘંટનાદે, ઘોષણા સુર કરે ; સવિ દેવી દેવા જન્મ મહોત્સવે, આવજો સુરગિરિવરે.
(અહીં ઘંટ વગાડવો.)
ઢાળ એમ સાંભળીજી, સુરવર કોડી આવી મળે; જન્મ મહોત્સવજી, કરવા મેરુ ઉપર ચલે; સો હમપતિજી, બહુ પરિવારે આવીયા; માય જિનનેજી, વાંદી પ્રભુને વધાવીયા. ૩ | (અહીં પ્રભુને ચોખાથી વધાવવા)
ટોટક છંદ વધાવી બોલે છે રત્નકુક્ષી, - ધારિણિ તુજ સુત તણો, હું શક્ર સોહમ નામે કરશું, જન્મ મહોત્સવ અતિ ઘણો; એમ કહી જિન પ્રતિબિંબ સ્થાપી, પંચ રૂપે પ્રભુ ગ્રહી, દેવ દેવી નાચે હર્ષ સાથે, સુરગિરિ આવ્યા વહી. ૪
ઢાળ મેરુ ઉપરજી, પાંડુક વનમેં ચિહું દિશે ; શિલા ઉપરજી, સિંહાસન મન ઉલ્લસે ; તિહાં બેસીજી, શક્રે જિન ખોળે ધર્યા, - હરિ ત્રેસઠજી, બીજા તિહાં આવી મળ્યા. ૫