________________
૫૯
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩
૩. શ્રી મહાવીર જિન ચૈત્યવંદન સિદ્ધારથ સુત નંદિયે, ત્રિશલાનો જાયો; ક્ષત્રિય કુંડમાં અવતર્યો, સુર નરપતિ ગાયો. ૧ મૃગપતિ લંછન પાઉલે, સાત હાથની કાયા; બહોંતેર વરસનું આઉખું, વીર જિનેશ્વર રાયા. ૨ ખિમાવિજય જિનરાયના એ, ઉત્તમ ગુણ અવદાત; સાત બોલથી વર્ણ વ્યા, પદ્મવિજય વિખ્યાત. ૩
સ્તવન ૧. શ્રી ઋષભદેવસ્વામીનું સ્તવન જગજીવન જગ વાલો, મરુદેવીનો નંદ લાલ રે; મુખ દીઠે સુખ ઊપજે, દરિશન અતિહિ આનંદ લાલ રે. જગ ૧ આંખડી અંબુજ પાંખડી, અષ્ટમી શશી સમ ભાલ લાલ રે; વદન તે શારદ ચંદલો, વાણી અતિહિ રસાળ લાલ રે. જગ૨ લક્ષણ અંગે વિરાજતાં, અડદિય સહસ ઉદાર લાલ રે, રેખા કર ચરણાદિકે, અત્યંતર નહીં પાર લાલ રે. જગષ્ણ ઇન્દ્ર ચન્દ્ર રવિ ગિરિતણા, ગુણ લઈ ઘડીયું અંગ લાલ રે; ભાગ્ય કિહાં થકી આવીયું, અચરિજ એહ ઉરંગ લાલ રે. જગજ ગુણ સઘળા અંગે કર્યા, દૂર કર્યા સવિ દોષ લાલ રે, વાચક “જશવિજયે' થમ્યો, દેજો સુખનો પોષ લાલ રે. જગ૫
૨. શ્રી મહાવીર સ્વામીનું સ્તવન ગિઆ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે; સુણતાં શ્રવણે અમી ઝરે, મારી નિર્મલ થાયે કાયા રે. ગિ ૧ તુમ ગુણ ગણ ગંગાજળે, હું ઝીલીને નિર્મળ થાઉં રે, અવર ન ધંધો આદરું, નિશદિન તોરા ગુણ ગાઉં રે. ગિર ઝીલ્યા જે ગંગાજળે, તે છિલ્લર જલ નવિ પેસે રે; જે માલતી ફૂલે મોડીઆ, તે બાવળ જઈ નવિ બેસે રે. ગિબ્સ એમ અમે તુમ ગુણ ગોઠણું, રંગે રાચ્યા ને વળી માચ્યા રે; તે કેમ પરસુર આદરે, જે પરનારી વશ રાચ્યા રે. ગિ ૪ તું ગતિ તું મતિ આશરો, તું આલંબન મુજ પ્યારો રે, વાચક યશ કહે માહરે, તું જીવ-જીવન આધરો રે. ગિ ૫