________________
૫૮
૩.
૪.
૫.
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩ કુબુદ્ધિથી અનિષ્ટ કિંચિત્, આચરણ મેં આદર્યું ; કરજો ક્ષમા સૌ પાપ તે, મુજ અંકનું જે જે થયું. મુજ બુદ્ધિના વિકારથી, કે સંયમ અભાવથી બહુ દુષ્ટ દુરાચાર મેં, સેવ્યા પ્રભુ કુબુદ્ધિથી કરવું હતું તે ના કર્યું, પ્રમાદ કેરા જોરથી; સૌ દોષ મુક્તિ પામવા, માગું ક્ષમા હું હૃદયથી. મુજ વચન વાણી ઉચ્ચારમાં, તલભાર વિનિમય થાયતો; ને અર્થ માત્ર પદ મહીં, લવલેશ વધઘટ હોય તો યથાર્થ વાણી ભંગનો, દોષિત પ્રભુ હું આપનો; આપી ક્ષમા મુજને બનાવો, પાત્ર કેવળ બોધનો . વિ માંગતો હું કોઈ આસન, દર્ભ પત્થર કાષ્ઠનું; મુજ આત્મના ઉદ્ઘાર કાજે, યોગ્ય આસન આત્મનું; આ આતમા વિશુદ્ધ ને, કષાય દુશ્મન વિણ જો; અણમોલ આસન થાય છે. ઝટ સાધવા સુસમાધિતો.
;
ચૈત્યવંદન
૧. શ્રી શાંતિનાથ જિન ચૈત્યવંદન
શાંતિ જિનેસ૨ સોળમા, અચિરા સુત વંદો; વિશ્વસેન કુલ નભમણિ, ભવિજન સુખ કંદો. ૧ મૃગ લંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણ; હત્થિણાઉ૨ નય૨ી ધણી, પ્રભુજી ગુણ મણિ ખાણ. ૨ ચાલીશ ધનુષની દેહડી એ, સમચઉરંસ સંઠાણ; વદન પત્ર જયું ચંદલો, દીઠે ૫૨મ કલ્યાણ. ૩ ૨. શ્રી નેમિનાથ જિન ચૈત્યવંદન નેમિનાથ બાવીસમા, શિવાદેવી માય; સમુદ્રવિજય પૃથ્વીપતિ, જે પ્રભુના તાય ૧. દશ ધનુષની દેહડી, આયુ વરસ હજાર; શંખ લંછનધર સ્વામીજી, તજી રાજુલ નાર. ૨ સૌરીપુરી નય૨ી ભલી એ, બ્રહ્મચારી ભગવાન; જિન ઉત્તમ પદ પદ્મને, નમતાં અવિચલ ઠાણ. ૩.