________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩
પ૭ - પછી પરમાત્માને ત્રણ પ્રદક્ષિણા આપવી. - ત્રીજી પ્રદક્ષિણા બાદ પરમાત્મા સન્મુખ અ શરીર ઝુકાવી બે હાથ
જોડી મસ્તકે અંજલી કરી સ્તુતિ બોલવી. - પછી કેશર-પુષ્પ આદિ સામગ્રી લઈને મૂળ ગભારામાં જવું.
ગભારામાં પ્રવેશતા પહેલા “નિસીહિ' બોલવું. - જો કોઈએ પૂજા ન કરી હોય અને પહેલી જ પૂજા કરતા હો તો આગળના
દિવસના ફૂલ આદિ ઉતારી મોરપીંછી થી પ્રમાર્થના કરવી. - સૌ પ્રથમ જલપૂજા કરવી, આગળના દિવસનું બધું કેસર પોથા વડે સાફ કરવું, પંચામૃત વડે પરમાત્માનો અભિષેક કરી શુદ્ધ જલ વડે સ્નાન કરાવી ત્રણ અંગ લુંછણાથી પ્રતિમાજીને લુંછીને કોરી કરવી. પાટ લુંછણા વડે જમીન તથા આસપાસનો બધો જ ભાગ કોરો કરવો. - ચંદન વડે પ્રભુને નવ અંગે પૂજા કરવી. (નવે અંગની પૂજા કરતી વખતે
બોલવાના દુહા આવડતા હોય તો ભાવ પૂર્વક બોલવા.). - ત્યાર પછી પ્રભુની પુષ્પપૂજા કરવી. - પછી ગભારાની બહાર નીકળી ધૂપપૂજા, પછી દીપપૂજા કરવી. - એક પાટલા ઉપર ચોખા વડે સાથીયો કરવો, ઉપર ત્રણ ઢગલી કરવી,
તેનાથી ઉપરના સ્થાનમાં સિદ્ધશીલા રૂપ અર્ધચંદ્ર કરવો. - પછી સાથીયા ઉપર નૈવેદ્ય,મીઠાઈ મૂકવી. - પછી સિદ્ધિશિલા ઉપર ફળ મૂકવું. - પછી ત્રીજી નિસીહિ કહી ચૈત્યવંદન કરવું.
( ૩. પદ્ય-વિભાગ | પરમાત્મા સન્મુખ બોલવાની સ્તુતિ પ્રમાદથી પ્રયાણ કરીને, વિચરતાં પ્રભુ ! અહીં તહીં ; એ કેન્દ્રિયાદિ જીવને, હણતાં કદી ડરતો નહીં; છેદી વિભેદી દુ:ખ દેઈ, માસ આપ્યો તે મને; કરજો ક્ષમા મુજ કર્મ હિંસક, નાથ ! વીનવું આપને. કષાયને પરવશ થયો બહુ, વિષય સુખ મેં ભોગવ્યા; ચારિત્રના જે ભંગ વિભુ, મુક્તિ પ્રતિકૂળ થઈ ગયા;