________________
૫૬
૨.
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩ જસુ તણુ-કંતિ-કડપ્પ સિણિદ્ધઉ, સોહઈ ફણિમણિ-કિરણા લિદ્ધઉ, નં નવ-જલહર તડિલ્લય લંછિઉં, સો જિણ પાસુ પયચ્છઉ વંછિઉ રા
ચક્કસાય-આ પાર્શ્વનાથ પ્રભુનું ચૈત્યવંદન છે અને એમાં પાર્થપ્રભુના ગુણો આવે છે. દેવસિ-પ્રતિક્રમણમાં સામાયિક પારતાં ચૈત્યવંદનની જગ્યાએ બોલાય છે.
(૨. વિધિ - અભ્યાસ ] ૧. સંધ્યાકાળના પ્રતિક્રમણના માટે સામાયિક લેવાની વિધિ
- પ્રથમ સામાયિક લેવાની વિધી મુજબ સામાયિક લેવી. - પછી (જો પાણી વાપર્યું હોય તો) ખમાસમણ દઈ, ઇચ્છાકારેણ
સંદિસહ ભગવન્! મુહપત્તિ પડિલેહુ? ઇચ્છે, કહી મુહપત્તિ પડિલેહે. - પછી (જો આહાર કર્યો હોય-જમ્યા હો તો-) બે વાંદણા દેવા, જેમાં
બીજા વાંદણામાં “આવસ્સિયાએ પાઠ ન કહેવો. - (પછી ઈચ્છકારી ભગવન્! પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી
કહી યથાશક્તિ પચ્ચકખાણ કરવું) સંધ્યાકાળના પ્રતિક્રમણ બાદ સામાયિક પારવાની વિધિ - - પ્રથમ ઈરિયાવહી, વિધિ કરવી. પછી - ખમાસમણ દઈ, ચીક્કસાયનમુત્થણં જાવંતિખમાસમણદઈ જાવંત
નમોડહંતુ ઉવસગ્ગહરે, જયવીયરાય સૂત્ર કહેવા. - ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! મુહપત્તિ પડિલેહું?
ઇચ્છે, કહી મુહપત્તિ પડિલેહવી. - ખમા દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ સામાયિક પારું? “યથા શક્તિ કહી ખમા દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક પાકું?
તહત્તિ કહી. - જમણો હાથ થાપી, નવકાર બોલી, સામાઈય વયજુત્તો, બોલવો. ૩. પરમાત્માની પૂજાની સામાન્ય વિધિ
(પરમાત્માની પુજાની વિધિ તો ઘણી વિસ્તૃત છે. તેમાં અનેક નાનીનાની વિગતોનો સમાવેશ થાય છે. આપણે અહીં વર્તમાન વ્યવહાર અનુસાર પળાતી-પાળી શકાતી સામાન્ય વિધિનો નિર્દેશ માત્ર કરેલ છે.) - શુદ્ધ અને સાંધા વગરના ધોતી તથા ખેસ પહેરીને પૂજા કરવા જવું. - નિશીહિ બોલી જિનમંદિરમાં પ્રવેશ કરવો. - પરમાત્માનું મુખ દેખાય કે તુરંતજ બે હાથ જોડી કપાળે લગાડી મસ્તક સહેજ નમાવીને “નમો જિણાણ’ બોલવું.