________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩ થોયનો જોડો
૧. શ્રી મહાવીર જિન થાય જય જય ભવિ હિતકર વીર જિનેશ્વર દેવ, સુરનરના નાયક જેહની સારે સેવ; કરુણારસ કંદો વંદો આનંદ આણી, ત્રિાશલાસુત સુંદર ગુણમણિ કેરો ખાણી. ૧ જસ પંચ કલ્યાણક દિવસ વિશે સુહાવે, પણ થાવર નારક તેહને પણ સુખ થાવે; તે ચ્યવન જન્મ વ્રત નાણ અને નિરવાણ, સવિ જિનવર કેરાં એ પાંચે અહિઠાણ. ૨ જિહાં પંચ સમિતિયત પંચ મહાવ્રત સાર, જેહમાં પરકાશ્યા વળી પાંચે વ્યવહાર; પરમેષ્ઠિ અરિહંત નાથ સર્વજ્ઞ ને પાર, એ પંચ પદે લહ્યો, આગમ અર્થ ઉદાર. ૩ માતંગ સિદ્ધાઈ દેવી જિનપદ સેવી; દુ:ખ દુરિત ઉપદ્રવ જે ટાળે નિત્યમેવી; શાસન સુખદાયી આઈ સુણો અરદાસ, શ્રી જ્ઞાનવિમળ ગુણ પૂરો વંછિત આશ. ૪
૨. શ્રી નેમિનાથ જિન થોય શ્રાવણ સુદી દિન પંચમીએ, જમ્યા નેમિ નિણંદતો, શ્યામવરણ તનુ શોભતું એ, મુખ શારદ કો ચંદ તો, સહસ વરસ પ્રભુ આઉખ એ, બ્રહ્મચારી ભગવંતતો; અષ્ટકર્મ હેલા હણીએ, પહોંતા મુક્તિ મહંતતો . ૧ અષ્ટાપદ પર આદિ જિનએ, પહોંતા મુક્તિ મોઝાર તો વાસુપૂજય ચંપાપુરી એ, નેમ મુક્તિ ગિરનાર તો પાવાપુરી નયરીમાં વળી એ શ્રી વીર તણુ નિર્વાણતો સમેત શિખર વીસ સિદ્ધ હુઆ એ, શિર વહું તેમની આણતો . ૨ ને મનાથ ફાની દુઆ એ, ભાખે સાર વચન તો; જીવદયા ગુણ વેલડીએ, કીજે તાસ જતન તો; મૃષા ન બોલો માનવીએ, ચોરી ચિત્ત નિવારતો ; અનંત તીર્થકર એમ કહે એ, પરહરિએ પરનાર તો . ૩