________________
૧૧૬
જેને એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫ મુનિ પોતાના આત્માની નિંદા કરે છે. કુરગેડ મુનિ આત્મ નિંદા કરતા કરતા કેવલજ્ઞાન પામીને મોક્ષે ગયા. પેલા ચારે મુનિઓને પણ ક્ષમાપના વડે કેવલજ્ઞાન થયું. આ છે સમભાવ થી મોક્ષની સાધના.
કથા- ૩ઃ માસતુસ એક સાધુ ભગવંત હતા. તેને કથાનકોમાં માસતુસ મુનિના નામે બધા ઓળખે. મુનિરાજે પૂર્વભવમાં દીક્ષા લીધેલી હતી. જ્ઞાનની કોઈક વિરાધના કરેલી, આ વિરાધનાથી બંધાયેલા કર્મની આલોચના કરી નહીં. ફરી મનુષ્ય ભવ પ્રાપ્ત થયો, ફરી દીક્ષા લીધી, સારી રીતે દીક્ષાનું પાલન કરી રહ્યા છે પણ પૂર્વ ભવે કરેલ જ્ઞાન વિરાધનાનું કર્મ ઉદયમાં આવ્યું છે. એક સૂત્ર કે પદ પણ યાદ રહે નહીં.
ગુરુ ભગવંતને થયું કે આ સાધુનો આત્માતો ગુણવાનું છે, માત્ર તેને જ્ઞાન ચડતું નથી. ગુરુ મહારાજે કહ્યું કે તમે માત્ર બે પદ યાદ કરો. “માસ અને માતુસ” તમારે કોઈ ઉપર રોષ ન કરવો કે કોઈ ઉપર પ્રસન્ન થવું નહીં. સાધુ ભગવંતે પણ ગુરુ મહારાજની આજ્ઞા સ્વીકારી. આયંબિલનો તપ કરે અને સ્વાધ્યાય રૂપ અત્યંતર તપ કરવા માટે આખો દિવસ સ્વાધ્યાયના કાળે “મારુસ માતુસ” બે પદો ગોખવા પ્રયત્ન કરે.
સાધુ મહારાજે પૂર્ણ શ્રદ્ધાથી અથાગ પ્રયત્ન કર્યો પણ તેને આ બે પદ પણ યાદ રહે નહીં અને તે માસતુસ-માસતુસ બોલ્યા કરે. બધા તેને માસતુસ મુનિના નામે જ ઓળખવા લાગ્યા. માસતુસ મુનિ પણ આયંબિલ થી બાહ્યતપમાં સ્થિર રહ્યા.અત્યંતર તપ રૂપે સ્વાધ્યાયમાં તથા કોઈના પર રોષ કે દ્વેષ ન કરવા રૂપ અર્થ ચિંતવનાથી ધ્યાનતપમાં લીન બની ગયા. આ રીતે બાહ્ય અને અત્યંતર તપ ચાલુ છે. બાર વર્ષ વીતી ગયા પણ મારુસ-માતુસ બેપદ યાદ ન રહ્યા.
માસતુસ મુનિએ પણ ગુરુ વચન સ્વીકારી પુરુષાર્થ છોડ્યો નહીં. આયંબિલ તપ સહિત બે પદો મોઢે રાખવામાં કંટાળો લાવ્યા સિવાય મહેનત કર્યા જ કરી. તેને બે પદ તો ન આવડ્યા. પણ અનેકાનેક પદો પણ કદી ન ભૂલાય તેવું કેવળજ્ઞાન થઈ ગયું. સમગ્ર જગતના તમામ પદાર્થોનું સંપૂર્ણ જ્ઞાન થઈ ગયું. જ્ઞાન પણ કેવું? એક વખત આવ્યા પછી કદી ન જનારું.
આપણે પણ ધર્મસૂત્રો યાદ કરવા બેસીએ છીએ. યાદ રહે પણ ખરા અને ન પણ રહે. પરંતુ જો સ્વાધ્યાય પણ તપ છે એવું યાદ રહી જાય, સ્વાધ્યાય પણ મોક્ષનો માર્ગ બની શકે તેવી દઢ શ્રદ્ધા થઈ જાય તો પછી આપણે પણ સૂત્રો યાદ કરવા પુરુષાર્થ કરવો જોઈએ. ભલે એક લીટી યાદ કરતા એક કલાક કે એક