________________
૧૧૭
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫ અઠવાડીયું વીતી જાય પણ સ્વાધ્યાય કદી ન છોડવો. એ તપ જ એક દિવસ મોક્ષ માર્ગે લઈ જશે.
કથા-૪: સુભગ ચંપાપુરી નામની નગરી હતી. ત્યાં ઋષભદાસ નામે એક શ્રેષ્ઠી રહે. તેને અહંદાસી નામે શીલવતી પત્ની હતી. તેમને ત્યાં સુભગ નામનો એક નોકર જે ભેંસો ચરાવવાનું કાર્ય કરે. રોજ સવારે ઢોર ચરાવવા જાય અને સાંજ પડે ત્યારે ઢોર લઈને પાછો ફરે.
એક વખત તેણે જોયું કે સાધુ મહાત્મા કંઈક ધ્યાનમાં ઉભા છે. ઠંડી સહન કરી રહ્યા છે. સુભગ તેની પ્રશંસા કરતા-કરતા ઘેર પહોંચ્યો. બીજે દિવસે વહેલી સવારે જ ઢોર ચરાવવા નીકળી પડ્યો. મુનિ જ્યાં કાઉસ્સગ્ગ ધ્યાનમાં હતા ત્યાં પહોંચી જઈ, તેમને પગે પડીને ત્યાંજ બેસી ગયો. પણ આ તો ચારણ - લબ્ધિધારી મુનિ હતા. જેવો દિવસનો પ્રકાશ થયો કે મુનિ તો “નમો અરિહંતાણં' બોલીને આકાશ માર્ગે ઉડી ગયા.
સુભગને થયું કે આ તો બહુ સારો મંત્ર છે “નમો અરિહંતાણ' બોલીને આકાશમાં ઉડી શકાય છે. પછી તો રોજ-રોજ “નમો અરિહંતાણ' બોલ્યા કરે ઋષભદાસ શ્રેષ્ઠીએ આખો નવકારમંત્ર શીખવ્યો. એક વખત ઢોર ચરાવીને સુભગ પાછો ફરી રહ્યો હતો, ઘણો વરસાદ થયો હોવાથી બધે જ પાણી ફરી વળેલા હતા, નદીમાં પણ પુર આવ્યું હતું. સુભગના મનમાં તો એમજ કે નવકાર એ ઉડવાનો મંત્ર છે. તેણે નવકારમંત્રનું સ્મરણ કર્યું. કુદ્યો પાણીમાં, ખીલો વાગતા મૃત્યુ પામ્યો. પણ નવકારસ્મરણ ના પ્રભાવે ઋષભદાસ શ્રેષ્ઠીના ઘેર જ પુત્ર રૂપે ઉત્પન્ન થયો, તેનું સુદર્શન નામ રાખ્યું.
નવકાર મંત્રના પ્રભાવે એક ઢોર ચરાવનારો સામાન્ય નોકર પણ શ્રીમંત અને ઋદ્ધિમાનું એવો શ્રેષ્ઠીપુત્ર બન્યો. સુદર્શન યુવાન થતા તેના લગ્ન મનોરમા સાથે થયા તે મહાશીલવંત શ્રાવક હતા. અભયા રાણીએ છળકપટથી તેનું વ્રત ભંગ કરવા કોશીશ કરી, તો પણ તે શીલગુણથી ચલિત ન થયા. રાણીએ ખોટુ આળ ચઢાવી તેને પકડાવી દીધા રાજાએ ફાંસીની સજા જાહેર કરી, તો પણ ચલિત ન થયા. શૂળીએ ચઢાવ્યા ત્યારે પણ તેના શીલના પ્રભાવે શૂળીનું સિંહાસન થઈગયું.
આ બધો પ્રભાવ કોનો? નવકાર મંત્રનો. સુદર્શન શ્રેષ્ઠીએ પછી તો દીક્ષા લીધી. કાળક્રમે કેવળજ્ઞાન પણ પામ્યા અને મોક્ષે પણ ગયા. એક સામાન્ય