________________
૧૧૮
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫ ગમાર જેવો નોકર પણ ફક્ત નવકાર મંત્રના પ્રભાવથી શ્રેષ્ઠીપણું પણ પામ્યો. ધન અને ધર્મ બંને સંપત્તિ મળી અને છેલ્લે મોક્ષે પણ ગયો.
આપણે પણ પ્રતિજ્ઞા કરવી જોઈએ કે હું રોજ રોજ આટલા નવકારતો ગણીશ જ. છેવટે સુતા-ઉઠતા સાત સાત નવકાર પણ ગણીશ
કથા-પ: પુષ્પચૂલા પુષ્પચુલા રાજરાણી છે. રાજા પુષ્પગુલના પત્ની, પણ નિમિત્ત એવું મળી ગયું કે સંસારનો રાગ ચાલ્યો ગયો દીક્ષા લેવા ઈચ્છા જાગી, ચારિત્ર ગ્રહણ કરવા માટે રાજા પાસે અનુમતિ માંગી, રાજાને તેના ઉપર અપાર સ્નેહ છે. રાજાએ શરત કરી કે જો તે સંયમ ગ્રહણ કરીને એજ નગરમાં રહે તો દીક્ષા લેવા માટે અનુમતિ આપુ.
જ્ઞાની ગુરુએ લાભનું કારણ જાણી, વાતને સ્વીકારી. પુષ્પચૂલા રાણીની નગરમાં રહેવાની વાત સ્વીકારી દીક્ષા પ્રદાન કરી. અર્ણિકાપુત્ર નામના આચાર્ય પાસે દીક્ષા થયેલી છે. કેટલોક કાળ પસાર થયો. શ્રુતજ્ઞાનના બળે આચાર્ય ભગવંતે જાણ્યું કે હવે અહીં દુષ્કાળ પડવાનો છે. આચાર્ય ભગવંતે પોતાના ગચ્છને બીજા દેશમાં મોકલી દીધો. પોતે વૃદ્ધ અને અશકત હોવાથી ત્યાં જ રહ્યા.
સાધ્વી પુષ્પચૂલા ત્યાં રહેલા છે. આચાર્ય ભગવંતની અપૂર્વ વૈયાવચ્ચ કરી રહ્યા છે. નિર્દોષ આહારની ગવેષણા કરી અગ્લાનપણે આચાર્ય ભગવંતને ગૌચરી-પાણી લાવી આપે છે. વૈયાવચ્ચના અપ્રતિપાતિ ગુણને દીપાવતા એવા સાધ્વીજી પુષ્પચૂલાને અનન્ય સેવા-ભક્તિના પ્રસાદ રૂપે સર્વે ઘાતી કર્મોનો ક્ષય થઈ જતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ.
બાર પ્રકારના તપમાં છ અત્યંતર તપ છે. આ તપમાંનું એક તપ તે વૈયાવચ્ચ. સાધ્વીજી પુષ્પચૂલાએ કેવી અદૂભૂત સાધના કરી હશે વૈયાવચ્ચ તપની? આ એક તપના બળે તેઓ કેવળજ્ઞાની થઈ ગયા. પણ કેવળી પોતાના મુખેથી કદી ન કહે કે તેઓને કેવળજ્ઞાન થયું છે.
રોજ રોજ ગૌચરી લેવા જાય. આચાર્ય મહારાજને ઈષ્ટ અને મનોજ્ઞ ગૌચરી લાવી આપે. એક વખત વરસાદમાં જઈને પણ ગૌચરી લાવ્યા. આચાર્ય ભગવંતે ઠપકો આપ્યો કે શ્રુતના જાણકાર એવા તમે આ વરસાદમાં કેમ ગૌચરી લાવ્યા? સાધ્વીજી પુષ્પચૂલાએ ઉત્તર આપ્યો કે અચિત્ત પાણીમાં જ હું ગઈ હતી. કોઈ દોષનું સેવન કરીને હું ગૌચરી લાવી નથી.
આચાર્ય ભગવંતે પૂછયું કે, તને કઈ રીતે ખબર પડી કે પાણી અચિત્ત હતું. સાધ્વીજીએ જવાબ આપ્યો કે “આપની કૃપાથી" આવા પ્રશ્નોત્તર દ્વારા ખબર