________________
૧૧૯
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫ પડી કે સાધ્વીજી તો કેવળજ્ઞાની થઈ ગયા છે . આચાર્ય ભગવંતે કેવળીની ક્ષમાયાચના કરી.
એક વૈયાવચ્ચ ગુણ-સેવા ભાવે સાધ્વીજી ને કેવળી બનાવી દીધા. માટે આચાર્યઉપાધ્યાય-સંઘ આદિની હંમેશાં સેવા કરવી જોઈએ.
| ૫. જૈન-ભૂગોળ તીર્થાલોક ના ચૈત્યનો પરીચય (અતિ સંક્ષેપમાં) આપણે ચૌદ રાજલોક અને તેમાં તીલોકનો પરીચય સંક્ષેપમાં જોયો. સકલતીર્થ વંદના સૂત્રમાં એક પંકિત આવે છે. “બત્રીશને ઓગણસાઠ, તલોકમાં ચૈત્યનો પાઠ” આ ૩૨૫૯ જિનાલયો ક્યા છે?
પ્રથમ આપણે જંબૂદ્વીપનો વિચાર કરીએ – મેરુ પર્વતના ચાર વનમાં ૧૬ ચૈત્ય, ચુલિકાનું -૧, ગજાંતા પર્વત ઉપર-૪, દેવકુરુમાં -૧, ઉત્તરકુરુમાં-૧, દિગ્ગજ પર્વતો ઉપર-૮, કુલગિરિ પર્વતો ઉપર-૬, મહાવિદેહના વક્ષસ્કાર પર્વતો ઉપર-૧૬, દીર્ધતાક્ય ઉપર-૩૪, જંબૂવૃક્ષ આદિ ઉપર-૨૩૪, કંચનગિરિ ઉપર-૨૦૦, દ્રહોમાં-૧૬, પ્રપાતકુંડ આદિમાં-૭૬, મહાનદીઓમાં-૧૪, યમકઆદિ પર્વત ઉપર૪, વૃત્તવૈતાઢ્ય ઉપર -૪, એ રીતે જંબૂદ્વીપમાં કુલ ૬૩૫ શાશ્વત જિનાલયો છે.
જંબૂદ્વીપના ૬૩૫ શાશ્વત ચૈત્યો જેવા ૬૩૫ શાશ્વત ચૈત્યો પૂર્વ ધાતકી ખંડમાં અને ૬૩૫ શાશ્વત ચૈત્યો પશ્ચિમ ધાતકી ખંડમાં છે. એ જ રીતે અર્ધ પુષ્કર વર દ્વીપમાં પણ પૂર્વમાં ૬૩૫ અને પશ્ચિમમાં ૬૩૫ ચેત્યો આવેલા છે.
આ રીતે અઢીદ્વીપમાં ૬૩૫+૧૨૭૦+૧૨૭૦ = ૩૧૭૫ ચૈત્યો થયા. તદુપરાંત અઢીદ્વીપના ઈસુકાર પર્વત ઉપર - ૪- અને માનુષોત્તર પર્વત ઉપર – ૪ - શાશ્વત જિનાલયો આવેલા છે. એટલે કે સમગ્ર મનુષ્ય ક્ષેત્રમાં ૩૧૮૩ શાશ્વત જિનાલયો આવેલા છે.
મનુષ્ય ક્ષેત્રની બહાર નંદીશ્વરદ્વીપમાં પર-શાશ્વત જિનાલયો, તેની રાજધાની ઓમાં ૧૬-શાશ્વત જિનાલયો આવેલા છે. તદુપરાંત કુંડલ દ્વીપમાં –૪- અને રૂચક દ્વીપમાં –૪- શાશ્વત જિનાલયો આવેલા છે. એટલે કે મનુષ્યક્ષેત્ર ની બહાર - ૭૬ શાશ્વત ચૈત્યો છે.
એ રીતે બધાં મળીને કુલ ૩૨૫૯ શાશ્વત જિનાલયો તીર્થાલોમાં આવેલા છે. જેમાં નંદીશ્વર, કુંડલ અને રૂચક એ ત્રણ દ્વીપોના ૬૦ ચૈત્યોમાં ૧૨૪-૧૨૪ પ્રતિમાજી છે, બાકીના ૩૧૯૯ ચૈત્યોમાં ૧૨૦-૧૨૦ પ્રતિમા છે. એ બધી મળીને ૩૯૧૩૨૦ શાશ્વત જિન પ્રતિમાઓ છે
આ છે શાશ્વત જિનાલયોની આપણી સાચી ભૂગોળ