________________
૧ ૨૦
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫
૬. સૂત્ર આધારિત પ્રશ્નોત્તર ૧. ભરફેસરની સજઝાય માં કોના નામે આવે છે?
ભરોસર ની સઝાય માં ભરત-બાહુબલી વગેરે ઉત્તમ પુરુષોના અને
સુલતા-ચંદનબાલા વગેરે મહાસતીઓના નામો આવે છે. ૨. મહજિણાણે સઝાયમાં શાનું વર્ણન છે?
મહ જિણાણું સજઝાયમાં શ્રાવકના ૩૬-કર્તવ્યોનું વર્ણન છે. છ આવશ્યક કયા કયા છે. સામાયિક, ચઉવિસત્થઓ, વંદન, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ન અને પચ્ચખાણ એ છે આવશ્યક છે. સકલતીર્થ ક્યારે બોલાય છે? તેના કર્તા કોણ છે ? સકલતીર્થ રાઈ પ્રતિક્રમણમાં બોલાય છે. તેની રચના શ્રી જીવ વિજયજી મહારાજે કરેલી છે. સકલતીર્થ ને તીર્થનંદના સૂત્ર કેમ કહે છે? ત્રણે લોકમાં રહેલા શાશ્વતા ચેત્યો અને જિનપ્રતિમાઓ તથા કેટલાંક અશાશ્વત ચૈત્યોની વંદના તેમાં કરાઈ હોવાથી તેને તીર્થનંદના સૂત્ર કહે છે. સાગરચંદો સૂત્રનું બીજું નામ શું છે?
સાગરચંદો સૂત્રને પૌષધ પારવાનું સૂત્ર પણ કહે છે. ૭. પૌષધના કેટલા ભેદ છે? ક્યા ક્યા?
પૌષધના ચાર ભેદ છે. ૧- આહાર પૌષધ, ર-શરીર સત્કાર પૌષધ, ૩- બ્રહ્મચર્ય પૌષઘ અને ૪-અવ્યાપાર પૌષધ. પૌષધના કેટલા દોષ કહ્યા છે? પૌષધના અઢાર દોષ બતાવેલા છે. સંતિકર સ્તોત્ર કોણે બનાવ્યું? તે ક્યારે બોલાય છે? સંતિકર સ્તોત્ર શ્રી મુનિસુંદર સૂરિજીએ બનાવેલ છે. તે માંગલિક પ્રતિક્રમણમાં સ્તવન ને સ્થાને તથા પાક્ષિક-ચાતુર્માસિક અને સંવત્સરી
પ્રતિક્રમણના અંતે બોલાય છે. તેમજ નવસ્મરણમાં પણ બોલાય છે. ૧૦. સંતિકર સ્તોત્રમાં શેનું વર્ણન આવે છે?
સંતિકર સ્તોત્રમાં મુખ્યત્વે શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ છે. તેમજ
સોળ વિદ્યાદેવી, ચોવીશ તીર્થકરના યક્ષ-યક્ષિણી આદિનું વર્ણન છે. ૧૧. સ્નાતસ્યા સ્તુતિની રચના કોણે કરી છે?
સ્નાતસ્યા સ્તુતિની રચના શ્રી બાલચંદ્ર મુનિએ કરી છે.