________________
૧ ૨૧
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-પ ૧૨. સ્નાતસ્યા સ્તુતિ ક્યારે બોલાય છે?
મુખ્યત્વે સ્નાતસ્યા સ્તુતિ ને પાક્ષિક, ચૌમાસી ને સંવત્સરી પ્રતિક્રમણમાં
થયના જોડા રૂપે બોલવામાં આવે છે. ૧૩. બૃહત-શાંતિ (મોટી શાંતિ) સ્તોત્રની રચના કોણે કરી છે?
બૃહત્ શાંતિ સ્તોત્ર ની રચના શિવાદેવીએ કરેલી છે. ૧૪. બૃહત્ શાંતિ મુખ્યત્વે ક્યારે બોલાય છે?
બૃહત્ શાંતિ મુખ્યત્વે (૧) પાક્ષિક, ચૌમાસી, સંવત્સરી પ્રતિક્રમણમાં લઘુશાંતિ ને સ્થાને બોલાય છે. (૨) સ્નાત્ર આદિમાં શાંતિ કળશ ભરતી વખતે બોલાય છે. (૩) નવસ્મરણમાં બોલાય છે. તદુપરાંત ધજા ચઢાવવી
આદિ મંગલિક પ્રસંગોએ પણ બોલવાનો રીવાજ છે. ૧૫. ઈંદ્રો તીર્થકર ભગવાનનો જન્મોત્સવ ક્યાં ઉજવે છે?
ઇંદ્રો તીર્થકર ભગવાનનો જન્મોત્સવ મેરુ પર્વત ઉપર પાંડુકવન માં અભિષેકશીલા ઉપર ઉજવે છે.
૭િ. સામાન્ય (તત્ત્વજ્ઞાન) પ્રશ્નો ૧. જીવ નરકગતિમાં ક્યા મુખ્ય ચાર કારણે ઉત્પન્ન થાય છે?
૧. મહાહિંસા, ૨.મહાપરિગ્રહ, ૩. માંસ ખાવાથી અને ૪. પંચેન્દ્રિય
જીવનો વધ કરવાથી જીવ નરકગતિમાં જાય છે. ૨. જીવ તિર્યંચગતિમાં ક્યા મુખ્ય ચાર કારણે ઉત્પન્ન થાય છે.?
૧. માયા કરવાથી ર-કપટ પૂર્વક જુઠું બોલવાથી, ૩-ખોટા તોલમાપ
કરવાથી અને ૪ ગુણીજનોની નિંદા કરવાથી જીવ તિર્યંચગતિમાં જાય છે. ૩. જીવ મનુષ્ય ગતિમાં ક્યા મુખ્ય ચાર કારણે ઉત્પન્ન થાય છે?
૧-ભદ્રિક પરિણામથી ૨-સ્વાભાવિક વિનયથી ૩-દયા-કરુણા ભાવ અને ૪ ગુણીજનો પ્રત્યે રાગ થી જીવ મનુષ્ય ગતિમાં જાય છે. જીવ દેવગતિમાં ક્યા મુખ્ય ચાર કારણોથી ઉત્પન્ન થાય છે. ૧. સરાગ ચારિત્રથી ૨. દેશ વિરતિ/ગૃહસ્થધર્મથી, ૩. અજ્ઞાન તપથી
અને ૪ અકામ નિર્જરાથી જીવ દેવગતિમાં ઉત્પન્ન થાય છે. ૫. શરીરના ભેદો કેટલા છે? તેના નામ જણાવો
શરીર ના પાંચ ભેદો છે. ૧. ઔદારીક, ર-વૈક્રિય, ૩-કાશ્મણ, ૪તૈજસ અને પ-આહારક શરીર. એવુ કયું કર્મ છે જે એક ભવમાં વધુમાં વધુ એક વખત જ બંધાય? આયુષ્ય કર્મ એવું કર્મ છે જે જીવ પોતાના જીવનમાં વધુમાં વધુ એક જ વખત બાંધે છે.