________________
૭.
૧૨૨
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫ આ અવસર્પિણીમાં થયેલા બાર ચક્રવર્તીના નામ જણાવો. ૧.ભરત, ૨. સગર, ૩. મઘવા, ૪.સનત્કુમાર, ૫.શાંતિનાથ, ૬. કંથુનાથ, ૭. અરનાથ, ૮. સુભૂમ, ૯. મહાપમ, ૧૦. હરિષણ, ૧૧.જય ૧૨. બ્રહ્મદત્ત. એ બાર ચક્રવર્તી આ સવસર્પિણીમાં થયા. આ અવસર્પિણીમાં થયેલા નવ બળદેવના નામ જણાવો. ૧.અચલ, ૨.વિજય, ૩.ભદ્ર, ૪.સુપ્રભ, ૫. સુદર્શન, ૬. આનંદ, ૭.નંદન, ૮.રામ, ૯.બલરામ એ નવ બળદેવ આ અવસર્પિણીમાં થયા. માગસર સુદ-૧૧ નું શું મહત્વ છે ? માગસર સુદ-૧૧ ને દિવસે ૯૦ જિનના ૧૫૦ કલ્યાણકો છે. આ પર્વ મૌન એકાદશી નામના પર્વથી જૈન શાસનમાં મહત્ત્વ ધરાવે છે. તે દિવસે
મૌન પૂર્વક પૌષધોપવાસ કરાય છે. ૧૦. પંચામૃત એટલે શું? તેનો મહત્ત્વનો ઉપયોગ શો?
દૂધ, દહીં, ઘી, સાકર અને પાણી એ પાંચ ભેગા કરીએ તેને પંચામૃત
કહે છે. તે પરમાત્માની જળપૂજા કરવામાં ઉપયોગમાં લેવાય છે. ૧૧. છ દ્રવ્યો ના નામ આપો ? તેમાં અસ્તિકાય કેટલાં છે?
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તકાય, પુદગલાસ્તિકાય જીવાસ્તિકાય અને કાળ એ છે દ્રવ્યો છે. તેમાં પહેલા પાંચને અસ્તિકાય રૂપે પણ ઓળખે છે. કર્મને આવતા રોકવાના હેતુ (સંવર) ના મુખ્ય ભેદોના નામ આપો. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, બાવીસ પરીષહ, દશ યતિધર્મ, બાર ભાવના અને પાંચ ચારિત્ર એમ સત્તાવન પ્રકારે કર્મને આવતા રોકી શકાય છે.
અર્થાત્ સંવર થાય છે. ૧૩. દિવાળી પર્વની ઉત્પત્તિ ક્યારથી થઈ?
ભગવાન્ મહાવીર નિર્વાણ પામ્યા ત્યારે નવ મલ્લકી અને નવ લેચ્છકી આદિ રાજાએ ભાવ ઉદ્યોતનો નાશ થયો જાણી, તેના પ્રતિક રૂપે દ્રવ્ય
ઉદ્યોત કરવા દીપ પ્રગટાવ્યો ત્યારથી દિવાળી પર્વ શરૂ થયું. ૧૪. શ્રી સિદ્ધગિરિ ઉપર ચૈત્યવંદન કરવાના મુખ્ય પાંચ સ્થાનો ક્યા છે?
૧-તળેટીએ, ૨- ગિરિરાજ ઉપર શ્રી શાંતિનાથ સન્મુખ, ૩.આદીશ્વર
દાદા સન્મુખ, ૪-પુંડરીકસ્વામી સન્મુખ, ૫- રાયણ પગલાં સન્મુખ. ૧૫. બાર દેવલોકના નામ જણાવો.
૧. સૌધર્મ, ૨-ઈશાન, ૩-સનત્કુમાર ૪-મહેન્દ્ર પ-બ્રહ્મલોક, ૬ -લાં તક, ૭-મહાશુક્ર, ૮-સહસ્ત્રાર, ૯-આનત, ૧૦-પ્રાણત, ૧૧-આરણ, અને ૧૨- અચુત.