________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫
૧૧૫. મુનિનું નામતો હતું નાગદત્ત. કુંભરાજાના પુત્ર હતા. પણ દીક્ષા લીધા બાદ રોજ સવારે એક ઘડો ભરીને ચોખા(ભાત) લાવીને વાપરતા હતા, તેથી તેઓ કુરગડુ મુનિ તરીકે ઓળખાયા.
આ કુરગુડ મુનિનો જીવ મૂળ તો એક તપસ્વી સાધુ હતા. વિશાલા નગરીમાં એક વખત માસક્ષમણને પારણે નીકળેલા છે. સાથે એક બાળ મુનિ છે. અંડિલ ભૂમિ જતા માર્ગમાં પ્રમાદથી એક દેડકી મરી ગઈ, પ્રતિક્રમણ વેળાએ તપસ્વી મુનિરાજે આલોચના ન કરી. બાળમુનિ યાદ અપાવે છે કે તમે દેડકી મરી ગયાની આલોચના કેમ નથી કરતા? ગુસ્સે થયેલા તપસ્વી મુનિ મારવા દોડ્યા, થાંભલા સાથે અથડાઈ મૃત્યુ પામી જયોતિષ્ક દેવ થયા.
જ્યોતિષ્ક થી ચ્યવીને તે દષ્ટિવિષ સર્પપણે ઉત્પન્ન થયા. ત્યાં બીજા પણ દૃષ્ટિવિષ સર્પો હતા. તે બધા જ વ્રત વિરાધના થી ત્યાં ઉત્પન્ન થયેલા. બધાં જ જાતિસ્મરણ જ્ઞાનવાળા હતા. પૂર્વભવે કરેલ આરાધના યાદ કરીને સર્પના ભવમાં પણ આહાર શુદ્ધિ જાળવતા હતા. પેલા તપસ્વી મુનિને પણ સર્પના ભવમાં જાતિ સ્મરણ જ્ઞાન થયું.પૂર્વ ભવમાં પાળેલ સાધુપણું યાદ આવ્યું. કોઈ જીવનો નાશ ન થાય તે રીતે એ સર્પ જીવન જીવવા લાગ્યો.
કોઈ વખત કુંભ રાજાનો પુત્ર સર્પદંશથી મૃત્યુ પામતા રાજા બધાં જ સર્પોને મરાવી નાંખતો હતો. તેમાં પેલા તપસ્વીમુનિનો જીવ કે જે સર્પ તરીકે ઉત્પન્ન થયેલ. તેને પણ ગારુડીએ પકડેલો. સર્પ વિચારે છે કે જો હું મોટું બહાર કાઢીશ તો મારી દૃષ્ટિમાં રહેલ ઝેરથી ઘણાં બધાં નું મૃત્યુ થશે. તેણે સમતાભાવ રાખી મોટું દરમાં જ રહેવા દીધું. ગારુડી સર્પને પૂંછડીથી ટુકડા કરતો ગયો, મૃત્યુ પર્યત પણ તે સર્વે સમતાભાવ ન છોડ્યો તેની ઉત્તમ જીવ-દયા અને સમભાવથી તે કુંભરાજાનો પુત્ર થયો.
નાગદત્ત નામનો આ રાજકુમાર યુવાન થયો, મુનિ મહારાજને જોતાની સાથે જ તેના પૂર્વભવના સાધુપણાના સંસ્કાર જાગી ગયા. તેણે દીક્ષા લીધી. તિર્યંચમાંથી આવેલો જીવ હતો. ભૂખ ખૂબ જ લાગે. પોરિસિ પચ્ચકખાણ પણ ન કરી શકે. સવારમાં ભિક્ષા લેવા નીકળે. એક ઘડો ભાત લાવે. વાપરે પછી જ તેની ભુખ શાંત થાય. પણ ગુરુ મહારાજે કહેલું કે જો તે સમભાવ ધારણ કરી ક્ષમાશીલ બનશે તો તપ કર્યા જેટલું ફળ પામશે.
એક વખત માસક્ષમણના ચાર તપસ્વી મુનિ સાથે બેઠા છે. છતાં શાસનદેવીએ કુરગડુ મુનિને વંદન કર્યું. બોલ્યા કે ભાવ તપસ્વીને મારી વંદના. તપસ્વી મુનિએ ક્રોધથી બળખો ફેંક્યો. બળખો ભાતમાં ચોંટી ગયો તે વખતે સમભાવના સાધક