________________
૧૧૪
જૈને એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫ કરી ચૂક્યા હતા. નાગશ્રીએ પેલુ તુંબડીનું બધું જ શાક ધર્મરુચિ મુનિને વહોરાવી દીધું. મુનિ પણ ગૌચરી પ્રાપ્ત થઈ જાણી ઉપાશ્રયે પધાર્યા.
ઉપાશ્રયે ગૌચરી આલોચના વિધિ કરી, ગુરુ મહારાજને પાત્ર દેખાડયું. ગુરુ મહારાજ ગંધથી જ સમજી ગયા કે આ ઝેરી શાક છે. તેમણે ધર્મરુચિ અણગારને જણાવ્યું કે વત્સ તું આ શાક ખાઈશ તો મૃત્યુ પામીશ. માટે આ બધું જ શાક નિર્દોષ ભૂમિમાં જયણા પૂર્વક પરઠવી દે.
ધર્મરુચિ અણગાર શુદ્ધ ભૂમિની શોધમાં નીકળ્યા. નિર્દોષ ભૂમિ જોઈ શાક પરઠવવા જતા હતા, ત્યાં શાક માંથી એક તેલનું બિંદુ જમીન પર પડી ગયું. તેલની ગંધથી ખેંચાઈને અનેક કીડીઓ ત્યાં આવી. તત્કાલ કીડીઓનું મરણ થઈ ગયું. મુનિને થયું કે આ શાકના એક બિંદુથી જ જો અનેક કીડી મૃત્યુ પામી, તો પરઠવતા કેટલાં બધાં જીવ-જંતુનું મરણ થશે?
આ તો હતા ધર્મચિ. તેમની રુચિ ધર્મમાંજ હોય, તેના હૃદયમાં જીવ દયાનો - છકાય જીવોની કરુણાનો ભાવ ભર્યો હતો. આ ભાવોએ તેને પ્રેરણા કરી કે મારે તો પાપના આચરણથી મુક્ત થવાનું છે મારે “અનવદ્ય સામાયિકની પાલન કરવાની છે. મારે તો જીવ માત્ર પરત્વે કરુણા ભાવથી તેમની અનુકંપા રાખવાની છે. જો હું પોતે જ આ શાક વાપરી જઈશ તો ફક્ત મારું જ મૃત્યુ થશે. અનેક જીવો બચી જશે.
વિધિપૂર્વક પ્રાર્થના કરી. ઈરિયાવહી કરી. ત્યાં જ બેસીને ધર્મરુચિ અણગાર બધું જ શાક વાપરી ગયા. સમાધિ પૂર્વક સમ્યફ આરાધના કરી. જીવદયાના પાલનહાર મુનિ સમાધિ મૃત્યુ પામીને સર્વાર્થસિદ્ધ દેવતા થયા અને ત્યાંથી મનુષ્યત્વ પામી સીધા મોક્ષે પધારશે. બધા જીવોને પોતાના જેવા જ સમજી, અહિંસા ધર્મની સુંદર પરિપાલના કરી જીવોની કરુણા સભર હૃદયવાળા મુનિ અનવદ્ય સામાયિકની આરાધના કરતા મોક્ષ માર્ગ ની વાટે ચાલ્યા ગયા. પોતાના જીવનના ભોગે પણ અનેક જીવોને અભયદાન આપ્યું.
જો મુનિશ્રી પોતાના જીવનના ભોગે પણ જીવદયા પાલન કરી શક્યા તો શું આપણે આપણા રોજના કાર્યોમાં જયણાનું – જીવદયાનું પાલન ન કરી શકીએ ? ચાલો આપણે પણ સંકલ્પ કરીએ કે હવે રોજના જીવનમાં આપણે પણ જયણાનું પાલન કરીશું,બીજા જીવોને દુઃખ ન પહોંચે તે રીતે જીવીશું.
કથા-૨ કુરગડુ સમભાવ અથવા પ્રશમપણું જીવને કઈ રીતે મોક્ષ અપાવે છે તેનું એક ઉત્તમ દષ્ટાંત છે કુરગડુ મુનિ. વાસ્તવમાં કુરગડુ એવું કોઈ નામ નથી. તે