________________
૧૧૩
જૈન એયુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫
પુંડરીક ગિરિ મહિમા, આગમમાં પ્રસિદ્ધ વિમલાચલ ભેટી, લહીએ અવિચળ રિદ્ધ પંચમી ગતિ પહોંચ્યા, મુનિવર ક્રોડા કોડ, ઈણ તીરથે આવી, કર્મ વિપાક વિછોડ ૩ શ્રી શત્રુંજય કેરી, અહોનિશ રક્ષા કારી; શ્રી આદિ જિનેશ્વર, આણ હૃદયમાં ધારી; શ્રી સંધ વિઘનહર કવડ જક્ષ ગણભૂર શ્રી રવિબુધ સાગર, સંઘના સંકટ ચૂર ૪
માનની સજઝાય રે જીવ! માન ન કીજીએ, માને વિનય ન આવે રે; વિનય વિના વિદ્યા નહિ, તો કિમ સમકિત પાવે રે ? ર૦૧ સમકિતવિણ ચારિત્ર નહીં, ચારિત્રવિણ નહીં મુક્તિ રે; મુક્તિનાં સુખ છે શાશ્વતાં, તે કેમ લહીએ જુક્તિ રે ? રેખ વિનય વડો સંસારમાં, ગુણમાંહે અધિકારી રે; માને ગુણ જાયે ગળી, પ્રાણી જો જો વિચારી રે. ૨૩ માન કર્યું જો રાવણે, તે તો રામે માય રે; દુર્યોધન ગરવે કરી, અંતે સવિ હાર્યો રે. ૨૦૪ સૂકાં લાકડાં સારિખો, દુઃખદાયી એ ખોટો રે; ઉદયરત્ન કહે માનને, દેજો દેશવટો રે. ૨૨
(૪. કથા - વિભાગ)
કથા- ૧ : ધર્મરુચિ અણગાર ચંપા નામે નગરી હતી. ત્યાં સોમદેવ નામે બ્રાહ્મણ રહે. તેની પત્ની નું નામ નાગશ્રી હતું. તેઓ ધન ધાન્ય થી સંપન્ન હતા. એક વખત ત્રણે ભાઈઓ સપરીવાર જમવાના હતા ત્યારે નાગશ્રીએ સુંદર સ્વાદિષ્ટ રસોઈ કરી, તેમાં અજાણતા જ કડવી તુંબડીનું શાક બની ગયુ. મસાલાથી ભરપુર એવા સ્વાદિષ્ટ શાક ને ચાખતાં કડવું લાગ્યું એટલે તુરંત જ થૂકી દીધું.
આ સમયમાં વિહાર કરતા ધર્મઘોષ સૂારેજી મહારાજ પધાર્યા. તેમના એક શિષ્ય ધર્મરુચિ અણગાર હતા. તેઓને માસક્ષમણનું પારણું હતું. વહોરવા નીકળ્યા. નાગશ્રી બ્રાહ્મણીના ઘેર ધર્મલાભ આપ્યો. નાગશ્રીને ત્યાં બધાં ભોજન
૮)