________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩
9૧
૯. વિશેષ - અભ્યાસ અષ્ટપ્રકારી પૂજાના દુહા
(૧) જળપૂજાનો દુહો જલપૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ; જલ પૂજા ફલ મુજ હજો, માગો એમ પ્રભુ પાસ. ૧ જ્ઞાન-કલશ ભરી આતમા, સમતારસ ભરપૂર, શ્રી જિનને નવડાવતાં, કર્મ થાયે ચકચૂર. ૨
(૨) ચંદનપૂજાનો દુહો શીતળ ગુણ જેહમાં રહ્યો, શીતળ પ્રભુ મુખ રંગ, આત્મ શીતળ કરવા ભણી, પૂજો અરિહા અંગ. ૧
(૩) પૂષ્પપૂજાનો દુહો સુરભિ અખંડ કુસુમ ગ્રહી, પૂજો ગતસંતાપ; સુમજંતુ ભવ્ય જ પરે, કરીયે સમકિત છાપ.
(૪) ધૂપ-પૂજાનો દુહો ધ્યાનઘટા પ્રગટાવીએ, વામ નયન જિન ધૂપ; મિચ્છત્ત દુર્ગધ દૂરે ટળે, પ્રગટે આત્મસ્વરૂપ.
(૫) દીપક-પૂજાનો દુહો દ્રવ્ય દીપ સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફોક; ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત લોકાલોક.
(૬) અક્ષત-પૂજાનો દુહો શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવર્ત વિશાલ; પૂરી પ્રભુ સન્મુખ રહો,ટાળી સકળ જંજાલ.
(૭) નૈવેદ્ય-પૂજાનો દુહો અણાહારી પદ મેં કર્યા, વિગ્રહ ગઈ ય અનંત; દૂર કરી તે દીજીયે, અણાહારી શિવ સંત.
(૮) ફળ-પૂજાનો દુહો ઇન્દ્રાદિક પૂજા ભણી, ફળ લાવે ધરી રાગ; પૂરુષોત્તમ પૂજા કરી, માગે શિવ ફળ ત્યાગ.