________________
૭૨
જેને એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩ નવ અંગે પૂજા કરવાના દુહા જલભરી સંપુટ પટામાં, યુગલિક નર પૂજંત ; આત્મ શીતલ કરવા ભણી, પૂજો અરિહા અંગ. ૧
(પ્રભુના જમણા-ડાબા અંગૂઠે તિલક કરવું.) જાનુ બળે કાઉસ્સગ રહૃાા, વિચર્યા દેશ વિદેશ; ખડાં ખડાં કેવળ લહ્યું, પૂજો જાનુ નરેશ. ૨.
(પ્રભુના જમણા-ડાબા ઢીંચણે તિલક કરવું.) લોકાંતિક વચને કરી, વરસ્યા વરસી-દાન; કાર કાંડે પ્રભુ પૂજતાં, પૂજો ભવિ બહુ માન. ૩
(પ્રભુના જમણા-ડાબા કાંડે તિલક કરવું.) માન ગયું હોય અંશથી, દેખી વીર્ય અનંત; ભૂજાબળે ભવજળ તર્યા, પૂજો ખંધ મહંત. ૪
(પ્રભુના જમણા-ડાબા ખભે તિલક કરવું) સિદ્ધશિલા ગુણ ઉજળી, લોકાંતે ભગવંત; વસિયા તિણે કારણ ભવી, શિરશિખા પૂજંત. ૫
(પ્રભુના મસ્તક-શિખાએ તિલક કરવું.) તીર્થંકર પદ પુન્યથી, ત્રિભુવન જન સેવંત; ત્રિભુવનતિલક સમા પ્રભુ, ભાલતિલક જયવંત. ૬
(પ્રભુના કપાળમાં તિલક કરવું.) સોળ પહોર પ્રભુ દેશના, કંઠે વિવર વલ ; મધુર ધ્વનિ સુરનર સુણે, તિણે ગળે તિલક અમૂલ. ૭
(પ્રભુના કંઠે તિલક કરવું) હૃદય કમળ ઉપશમ મળે, બાળ્યા રાગ ને રોષ; હિમ દવે વનખંડને, હૃદય તિલક સંતોષ. ૮
(પ્રભુની છાતીએ તિલક કરવું) રત્નત્રયી ગુણ ઉજળી, સકલ સુ ગુણ વિશરામ; નાભિ કમળની પૂજના, કરતાં અવચિલ ધામ. ૯
(પ્રભુની નાભિએ તિલક કરવું.)