________________
૭૩
જેને એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩
-: શ્રી આરતી - જય જય આરતી આદિ નિણંદા, નાભિરાયા મરુદેવીકો નંદા. જય૦ પહેલી આરતી પૂજા કીજે, નરભવ પામીને લહાવો લીજે. જય દૂસરી આરતી દીન દયાળા, ધૂળેવા મંડપમાં જગ અજવાળા. જય તીસરી આરતી ત્રિભુવન દેવા, સુર નર ઇદ્ર કરે તોરી સેવા. જય૦ ચોથી આરતી ચઉગતિ ચૂરે, મનવાંછિત ફળ શિવસુખ પૂરે. જય પંચમી આરતી પુન્ય ઉપાયા, મૂળચંદે ઋષભ ગુણ ગાયા. જય૦
-: શ્રી મંગળ દીવો:દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો, આરતી ઉતારણ બહુ ચિરંજીવો, સોહામણું ઘેર પર્વ દિવાળી, અમર ખેલે અમરા બાળી, દીપાળ ભણે એણે કુળ અજવાળી, ભાવે ભગતે વિઘન નિવારી, દીપાળ ભણે એણે એ કલિકાળે, આરતી ઉતારી રાજા કુમારપાળે, અમ ઘેર મંગલિક, તુમ ધેર મંગલિક, મંગલિક ચતુર્વિધ સંઘને હોજો, દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો, આરતી ઉતારણ બહુ ચિરંજીવો.
' શ્રેણી-૩ કોર્સ સમાપ્ત