________________
૬૮
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩ ૧૩. વંદિતુ સૂત્ર શા માટે બોલવામાં આવે છે.
શ્રાવક ને સમ્યક્ત્વ તથા બાર વ્રતોમાં જે કોઈ દોષ લાગ્યો હોય તેની
વિસ્તારથી જાહેરમાં માફી માંગવા માટે બોલાય છે. ૧૪. શ્રાવકના ૧૨૪ અતિચાર કઈ રીતે થાય છે? ટૂંકમાં જણાવો.
સમ્યકત્વના પ-અતિચાર, બારે વ્રતના પાંચ પાંચ અતિચાર એટલે ૬૦, બીજા ગુણવ્રત ભોગપભોગ વિરમણ વ્રતના વધારાના ૧૫ અતિચાર શિક્ષાવ્રતોના દરેકના પાંચ પાંચ એટલે ૨૦ અતિચાર, જ્ઞાનાચારના ૮, દર્શનાચારના-૮ ચારિત્રાચારના-૮, તપાચારના-૧૨ અને વર્યાચારના-૩, સંલેષણાના-૫, અતિચાર (૫ + ૬૦ + ૧૫ +
૨૦ + ૮ + ૮ + ૮ + ૧૨ + ૩ + ૫ = ૧૨૪ કુલ) ૧૫.
ચીક્કસાય સૂત્ર શું છે? ક્યારે બોલાય છે? ચીક્કસાય સૂત્ર પાર્શ્વનાથ પ્રભુનું ચૈત્યવંદન છે. તે સાંજના પ્રતિક્રમણ માં સામાયિક પારતી વખતે તેમજ પૌષધમાં સંથારા પોરિસી ભણાવતી વખતે બોલાય છે.
(૭. સામાન્ય (તત્વજ્ઞાન) પ્રશ્નો) પ્રતિક્રમણ કેટલા છે? તેના નામ જણાવો. પ્રતિક્રમણ પાંચ છે. દેવસિ, રાઈ, પફિખ, ચૌમાસી અને સંવત્સરી. અષ્ટપ્રકારી પૂજાના નામ આપો. જળપૂજા, ચંદનપૂજા, પુષ્પપૂજા, ધૂપપૂજા, દીપપૂજા, અક્ષતપૂજા,
નૈવેદ્યપૂજા, ફળપૂજા. ૩. કર્મ એટલે શું? તેમાં મુખ્ય ભેદોના નામ આપો.
મિથ્યાત્વ, કષાય, અવિરતિ આદિ હેતુઓથી થતી મન-વચન-કાયાની પ્રવૃત્તિ તે કર્મ. આ કર્મ શુભ કે અશુભ બંને હોઈ શકે. તેના મુખ્ય આઠ ભેદ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ,
નામ, ગોત્ર અને અંતરાયકર્મ. ૪. ચાર મહાવિગઈઓ કઈ છે? તેને વાપરવાની મનાઈ કેમ છે?
મધ, માખણ, માંસ, દારુ(મદિરા) એ ચાર મહાવિગઈઓ છે. આ ચારે માં તેના જ વર્ણ આદિ વાળા અસંખ્ય જીવો ઉત્પન થયા કરે છે. તે વાપરવા થી અસંખ્ય જીવોની હિંસા થાય છે. દ્વિદળ એટલે શું? તેની સાથે કઈ વસ્તુ ખાવાનો નિષેધ છે? જેની બે ફાડ થઈ શકે તે દ્વિદળ, જેમકે વાલ, વટાણા, ચણા, મગ, અડદ, આદિ કઠોળ. તેની સાથે ગરમ કર્યા વગરના દુધ, દહીં, છાશ ન ખવાય કેમકે તે બે પદાર્થ ભેગા થતાં અસંખ્યાતા બેઈન્દ્રિયજીવો ઉત્પન્ન થાય છે.
૫.