________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩
૬૯
૬. કાર્તિક પૂર્ણિમાનું ખાસ શું મહત્ત્વ છે?
ચોમાસામાં શત્રુંજય તીર્થની યાત્રા બંધ હોય છે. કાર્તિક પૂર્ણિમાથી તે ચાલુ થાય છે. તેથી શત્રુંજય તીર્થયાત્રા અથવા તેના પ્રતિક રૂપ પટ્ટના દર્શને જવાય છે. સાધુ-સાધ્વીજી નો ચાર્તુમાસ વિહાર ખુલ્લો થાય છે. મુહપત્તિ એટલે શું? તેનું માપ શું છે? ઘર્મક્રિયા આદિમાં બોલતી વખતે મુખપાસે રાખવાના એક વસ્ત્ર વિશેષને મુહપત્તિ કહે છે. જે સામાયિક – પ્રતિક્રમણ આદિમાં ફરજિયાત સાથે રાખવાનું એક ધર્મ ઉપકરણ છે. તેનું માપ સોળ આંગળનું હોય છે. ચરવળો એટલે શું? તેનું માપ શું છે? જતા – આવતા – બેસતા - ઉઠતા – જીવરક્ષા માટેનું એક ઉપકરણ, જે સામાયિક પ્રતિક્રમણ આદિમાં સાથે જ રાખવાનું હોય છે તેનું માપ બત્રીશ આગળ હોય છે, જેમાં ચોવીસ આંગળની લાકાડની દાંડી અને આઠ આંગળની ઉનની દસીઓ હોય છે. સમ્યક્ત્વ એટલે શું? સુદેવ, સુગુરુ, સુધર્મ પ્રત્યે પુરેપુરી-શ્રદ્ધા, તેઓ જ શાશ્વત સુખને દેનાર
છે એવી બુદ્ધિએ તેમને માનવા અને સ્વીકારવા તે. ૧૦. આપણા ધર્મશાસ્ત્રોને શું કહે છે? હાલ તેની સંખ્યા કેટલી છે?
આપણા ધર્મશાસ્ત્રોને આગમ કહે છે. તેને સૂત્ર રુપે ગણધરો રચે છે
અને અર્થથી ભગવંતો વિવરણ કરે છે. તેની સંખ્યા હાલ ૪૫ છે. ૧૧. તિથિઓના મુખ્ય પ્રકાર કેટલા અને ક્યા ક્યા છે?
એકમથી પૂનમ (અમાસ) સુધીની પંદર તિથિના મુખ્ય ત્રણ પ્રકાર છે.
દર્શનતિથિ, જ્ઞાનતિથિ, અને ચારિત્રતિથિ. ૧૨. ચારિત્ર તિથિ કઈ કઈ છે?
બે આઠમ, બે ચૌદશ, પૂનમ અને અમાસ એ છ ચારિત્ર તિથિ છે. ૧૩. ગતિ કેટલી છે? કઈ કઈ ?
સામાન્ય થી ગતિ ચાર છે. દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ, અને
નકરગતિ, તે સિવાય પાંચમી સિદ્ધિગતિ અર્થાત મોક્ષ છે. ૧૪. સાથીયો શા માટે કરવામાં આવે છે?
ચાર ગતિના નિવારણની ભાવના ભાવના સાથીયો કરાય છે. ૧૫. નવકારશી પચ્ચકખાણથી શો લાભ થાય?
નારકીમાં રહેલો આત્મા સો વર્ષ સુધી ભયંકર દુ:ખો સહન કરીને જેટલા કર્મો ખપાવે તેટલા કર્મ એક નવકારશી પચ્ચકખાણ કરવાથી ખપે.