________________
૬૭.
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ ક્ષેર્સ શ્રેણી-૩
(૬. સૂત્ર-આધારિત પ્રશ્નો ૧. નાણંમિ દંસણંમિ, સૂત્રનું બીજું નામ શું છે?
નારંમિ દંસણૂમિ સૂત્રનું બીજું નામ “અતિચાર ચિંતવના છે. ૨. આચાર કેટલા છે ? ક્યા ક્યા?
આચાર પાંચ છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને
વીર્યાચાર,
વાંદણા સૂત્રનું બીજું નામ શું છે?
વાંદણા સૂત્રને દ્વાદશાવર્ત વંદન સૂત્ર પણ કહે છે. ૪. યોનિ એટલે શું? તે કેટલી છે.?
યોનિ અટલે જીવોને ઉપજવાનું સ્થાન. તે ૮૪ લાખ છે. ૫. પાપના કેટલા સ્થાનો કહ્યા છે.
પાપના અઢાર સ્થાનો કહેલા છે. ૬. સવ્યસ્તવિ સૂત્ર શા માટે બોલાય છે?
સવ્વસ્ટવિ સૂત્ર દ્વારા મન-વચન કે કાયા વડે થયેલ ખોટી પ્રવૃત્તિ ની
ટુંકમાં માફી માંગવામાં આવે છે. ૭. દિવસ કે રાત્રિ સંબંધિ લાગેલા અતિચાર માટે શું કરવું જોઈએ?
દિવસ કે રાત્રિ સંબંધિ લાગેલા અતિચારની આલોચના, પ્રતિક્રમણ અને
કાયોત્સર્ગ દ્વારા સંક્ષેપમાં માફી માંગવી જોઈએ. ૮. શ્રાવકના વ્રતો કટેલા છે? તેના મુખ્ય ત્રણ ભાગો ક્યા છે?
શ્રાવકના વ્રતો બાર છે. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત. ૯. પાંચ અણુવ્રતોના નામ જણાવો.
૧. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત, ૨-સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રત, ૩- સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત, ૪ સ્થૂલ મૈથુન વિરમણ વ્રત
પ- સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત (પરિગ્રહ પરિમાણ વ્રત) ૧૦. ત્રણ ગુણવ્રતોના નામ જણાવો.
૧. દિગ પરિણામ વ્રત, ૨. ભોગોપભોગ વિરમણ વ્રત
૩. અનર્થદંડ વિરમણ વ્રત. ૧૧. ચાર શિક્ષાવ્રતોના નામ જણાવો.
૧. સામાયિક ૨. દેશાવગાસિક ૩. પૌષધોપવાસ ૪. અતિથિ સંવિભાગ ૧૨. વંદિત્ત સૂત્ર નું બીજું નામ શું છે?
વંદિત્ત સૂત્રને શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર કહે છે.