________________
૬૬
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૩ ૫. જૈન ભૂગોળ
જંબુદ્રીપનો પરીચય (અતિ સંક્ષેપમાં)
ચૌદ રાજલોક ના બરાબર મધ્યમાં તીર્કાલોક આવેલો છે. એ તીર્કાલોકના અસંખ્ય દ્વીપ-સમુદ્રોની બરાબર મધ્યમાં જંબુદ્વીપ નામનો એક દ્વીપ આવેલો છે. આ દ્વીપ થાળી જેવો ગોળાકાર છે. તેનો વ્યાસ એક લાખ યોજનનો છે તેનું ક્ષેત્રફળ ૭૯૦ ૫૬ ૭૫ ૦૦૦ થી કંઈક વધુ છે.
આ જંબુદ્રીપ ની મધ્યમાં દશ હજાર યોજન પહોળો અને એક લાખ યોજન ઊંચો મેરૂ પર્વત આવેલો છે. મેરુ પર્વત સિવાય બીજા છ વિશાળ પર્વતો અને સાત મોટા ક્ષેત્રો આવેલા છે. આ છ વિશાળ પર્વતોને વર્ષધર પર્વત કહે છે. સાત મોટા ક્ષેત્રોને વર્ષક્ષેત્રો કહે છે.
છ વર્ષઘર પર્વતોમાં ત્રણ પર્વતો મેરુથી ઐરવત ક્ષેત્ર તરફ અને ત્રણ પર્વતો ભરતક્ષેત્ર તરફ આવેલા છે. તે પર્વતો ના નામ ૧-નિષધ પર્વત, ૨-નીલવંત પર્વત, ૩-મહાહિમવંત પર્વત, ૪- લઘુહિમવંત પર્વત, ૫- રુક્મિ પર્વત અને ૬-શીખરી પર્વત છે.
સાત વર્ષક્ષેત્રો માં સૌથી મોટું મહાવિદેહ ક્ષેત્ર મેરુ પર્વતની બંને તરફ અડધું -અડધું વહેંચાયેલ છે. તે સિવાયના છ વર્ષક્ષેત્રોના નામ આ પ્રમાણે છે. ૧હરિવર્ષક્ષેત્ર, ૨-હિમવંતક્ષેત્ર, ૩-રમ્યક્ ક્ષેત્ર, ૪-હિરણ્યવંત ક્ષેત્ર, ૫-ઐરવત ક્ષેત્ર ૬- ભરત ક્ષેત્ર.
ઐરવત ક્ષેત્ર મેરુ પર્વતની ઉત્તર બાજુ ને છેડે છે. અને ભરતક્ષેત્ર મેરુ પર્વતની દક્ષિણ બાજુના છેડે છે.
ભરત, ઐરવત અને મહાવિદેહ એ ત્રણે ક્ષેત્રોને કર્મભૂમિ કહે છે. તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ, પ્રતિવાસુદેવ એ બધાં કર્મભૂમિમાં ઉત્પન્ન થાય છે. મનુષ્યો મોક્ષે પણ આ ક્ષેત્રમાંથી જાય છે. હરિવર્ષ, હિમવંત, રમ્યક્ અને શિખરી એ ચારે ક્ષેત્રો તેમજ મહા વિદેહ માં મધ્યમાં આવેલા ઉત્તર કુરુ અને દેવકુરુ આ બધા ક્ષેત્રો ને યુગલિક ક્ષેત્રો કહે છે. આ છ એ ક્ષેત્રો અકર્મભૂમિ કહેવાય છે. આ ક્ષેત્રોમાં તીર્થંકર, ચક્રવર્તી વગેરે ઉત્તમ પુરુષો જન્મ લેતા નથી. તેમજ આ ક્ષેત્રોમાં જન્મેલ મનુષ્યો મોક્ષે પણ જતા નથી.
આ છે આપણી સાચી ભૂગોળ, આ આપણે જ્યાં વસીએ છીએ તે જંબુદ્વીપ નામના દ્વીપ નો સાચો પરીચય.