SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨ માનુષોત્ત૨ પર્વત ઓળંગીને જન્મતા કે મરતા નથી. તેથી અઢીદ્વીપ ને મનુષ્યલોક પણ કહેવામાં આવે છે. ૪૨ આ અઢી દ્વીપ નો વિસ્તાર પીસ્તાળીશ લાખ યોજનનો છે. તે આ રીતે જંબૂઢીપ ૧- લાખ યોજન, લવણ સમુદ્ર બંને તરફ ૨-૨ લાખ યોજન, ધાતકી ખંડ બંને તરફ ૪-૪ લાખ યોજન, કાલોધિ સમુદ્ર બંને તરફ ૮-૮ લાખ યોજન. પુષ્કરાવર્ત દ્વીપનો અર્ધભાગ બંને તરફ ૮-૮ લાખ યોજન ૮ + ૮ + ૪+ ૨ + ૧ + ૨ +૪+ ૮ + ૮ = ૪૫ લાખ યોજન. આ છે આપણી મનુષ્ય લોકની સાચી ભૂગોળ. ૬. સૂત્ર આધારીત પ્રશ્નો ૧. ૨. ૩. ૪. ૫. ૬. શાશ્વતા જિન ચૈત્યો કેટલા છે ? શાશ્વતી જિન પ્રતિમા કેટલી છે ? શાશ્વતા જિન ચૈત્યો ૮, ૫૭, ૦૦, ૨૮૨ છે શાશ્વતી જિન પ્રતિમા ૧૫, ૪૨, ૫૮, ૩૬, ૦૮૦ છે. જંકિંચિ સૂત્ર થી કોને વંદના થાય છે. ? જંકિંચિ સૂત્ર વડે સ્વર્ગ, મનુષ્ય અને પાતાળ લોકમાં રહેલ સર્વે જિન પ્રતિમાઓને વંદના થાય છે. નમુન્થુણં સૂત્રનું બીજું નામ શું છે ? તે નામ કેમ પડ્યું? નમુન્થુણં સૂત્રનું બીજું નામ શકસ્તવ છે. શક્રઈન્દ્ર એ પરમાત્માની તેમના ગુણો સહિત સ્તવના કરી હોવાથી તે શક્રસ્તવ કહેવાય છે. જાવંતિ ચેઈઆઈ સૂત્રથી કોને વંદન થાય છે. ? જાવંતિ ચેઈઆઈ સૂત્રથી ઉર્ધ્વ, અધો અને તીર્છાલોક ના સર્વે ચૈત્યોને વંદના થાય છે. ‘જાવંત કે વિ સાહુ’ સૂત્રથી કોને વંદન થાય છે ? જાવંત કે વિ સાહૂ સૂત્રથી ભરત, ઐરવત, મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા સર્વ સાધુ મહારાજોને વંદન થાય છે. ઉવસગ્ગહરં સૂત્રમાં કોની સ્તવના છે ? તે કોણે કરી છે ? ઉવસગ્ગહરં સૂત્રમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તવના છે. તેની રચના ભદ્રબાહુ સ્વામીએ કરેલી છે.
SR No.008042
Book TitlePandita Virvijayji Jain Educational Certificate Course
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherPanditvaryashri Virvijayji Upashray Ahmedabad
Publication Year2002
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Education
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy