________________
૪૧
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨
“બાળકો જો સુંદરીએ રાજાભારતની મુખ્ય સ્ત્રી તરીકે જીવન વિતાવ્યું હોત તો તે છઠ્ઠી-નારકીમાં જાત પરંતુ તેને સાધ્વી તરીકે જીવન વિતાવ્યું તો તે મોક્ષે ગઈ. બાળકો તમે શું પસંદ કરશો. “નરક કે મોક્ષ” ?
જો મોક્ષે જવું હોય તો સુંદરીને યાદ કરો. કેવો અદ્ભુત ચારિત્ર રાગ હતો તેને ? દીક્ષા લેવા માટે કેટલી તાલાવેલી હતી ? તમે દીક્ષા લેવા માટે એક દિવસ પણ ભુખ્યા રહી શકશો ? કે પછી મોજ-મજા કરીને નરકની સજા ભોગવશો? જો તમારે કાયમી સુખી થવું હોય તો યાદ રાખો “દીક્ષા એ મોક્ષની સીડી છે.” કાયમી સુખ મોક્ષમાં જ મળવાનું છે.
(૫. જૈન ભૂગોળ ) અઢીદ્વીપનો પરીચયઃ (અતિ સંક્ષેપમાં) આપણે શ્રેણી-૧ માં ચૌદ રાજલોક નો સામાન્ય પરીચય જોયો. આ ચૌદ રાજલોકનો ૧૮૦૦યોજનનો મધ્યભાગ તે મધ્યલોક અથવા તોછલોક કહેવાય છે. આ તીર્થાલોકમાં અસંખ્યાત દ્વીપ અને સમુદ્રો આવેલા છે. આ બધાં જ દ્વીપ અને સમુદ્રો વર્તુળાકારે રહેલા છે. તેમાં મધ્યમાં આવેલા અઢી દ્વીપ નો આપણે પરીચય કરવાનો છે.
બધાં જ દ્વીપ સમુદ્રોની મધ્યમાં જબૂદ્વીપ આવેલો છે. તે એક લાખ યોજન લાંબો પહોળો અને વર્તુળાકાર સ્વરૂપે રહેલો થાળી જેવો ગોળ છે. તેને ફરતો લવણસમુદ્ર છે. જે આખા જેબૂદ્વીપને ઘેરીને રહેલો છે. તે જંબૂઢીપ થી ચારે બાજુ બબ્બે લાખ યોજન છે. લવણસમુદ્રને ચારે તરફ ઘેરીને ધાતકીખંડ રહેલો છે. જે બંને તરફ ચાર-ચાર લાખ યોજનનો છે.
ધાતકીખંડ ને ચારે તરફ ઘેરીને કાલોદધિ સમુદ્ર રહેલો છે જે આઠ-આઠ લાખ યોજન લાંબો પહોળો છે. તેને ચારે તરફથી ઘેરીને પુષ્પરાવર્તદ્વીપ રહેલો છે. જે દ્વીપની બરાબર મધ્યમાં વર્તુળાકારે રહેલો એવો માનુષોત્તર પર્વત છે. કાલોદધિ સમુદ્રથી માનુ છો ત્તર પર્વત સુધી રહેલા પુષ્પરાવર્તદ્વીપને અર્ધપુષ્કરાવર્તદ્વીપ કહે છે. કેમ કે તે પુષ્કરાવર્તદ્વીપનો અડધો ભાગ થાય છે. તેની લંબાઈ-પહોળાઈ આઠ-આઠ લાખ યોજન છે.
જંબૂદ્વીપ થી માનુષોત્તર પર્વત સુધીના ક્ષેત્રમાં જ મનુષ્યો વસે છે. તેથી તેને મનુષ્ય ક્ષેત્ર કહે છે. આ મનુષ્ય ક્ષેત્રમાં જંબૂદ્વીપ, ધાતકીખંડદ્વીપ અને પુષ્પરાવર્ત દ્વીપનો અડધો દ્વીપ સમાવિષ્ટ થતો હોવાથી તેને અઢીદ્વીપ કહેવામાં આવે છે. આ રીતે અઢીદ્વીપ અને તેની મધ્યમાં બે સમુદ્ર એટલું જ મનુષ્ય ક્ષેત્ર છે. મનુષ્યો