________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨
૭.
જયવીયરાય સૂત્રની ચોથી ગાથામાં શાની પ્રાર્થના કરેલી છે ? જયવીય૨ાય સૂત્ર ની ચોથી ગાથામાં ૧-દુઃખનો ક્ષય, ૨-કર્મનો ક્ષય, ૩–સમાધિમરણ અને ૪-બોધિલાભ માટે પ્રાર્થના કરાયેલી છે. અરિહંત ચેઈયાણં સુત્રનું બીજું નામ શું છે. ? અરિહંત ચેઈયાણં સૂત્રનું બીજું નામ “ચૈત્યસ્તવ’’ છે. કલ્લાણકંદની પહેલી ગાથામાં કોની સ્તુતિ કરેલી છે ? કલ્લાણકંદની પહેલી ગાથામાં શ્રી આદિનાથ-શાંતિનાથ-નેમિનાથપાર્શ્વનાથ અને મહાવીર સ્વામીની સ્તુતિ કરેલી છે. ૧૦. ‘સંસારદાવા’ સૂત્રના રચિયતા કોણ છે ?
૮.
૯.
‘સંસારદાવા’ સૂત્ર શ્રી હરિભદ્ર સૂરિએ બનાવેલ છે. ૧૧. પુખ્ખરવરદી સૂત્રનું બીજું નામ શું છે ?
પુખ઼રવરદી સૂત્રનું બીજું નામ શ્રુતસ્તવ છે. ૧૨. ‘પુખ઼રવરદી’ સૂત્રને શ્રુતસ્તવ શા માટે કહે છે ?
૪૩
‘પુર્ખરવરદી’ સૂત્ર ની બીજી, ત્રીજી, ચોથી ગાથામાં શ્રુત અથવા જ્ઞાનની સ્તુતિ થતી હોવાથી તેને શ્રુતસ્તવ કહે છે. ૧૩. સિદ્ધાણં બુદ્ધાણં સૂત્રનું બીજું નામ શું છે ?
સિદ્ધાણં બુદ્ધાણં સૂત્રનું બીજું નામ ‘સિદ્ધસ્તવ’ છે. ૧૪. વેયાવચ્ચગરાણં સૂત્રથી કોનું સ્મરણ થાય છે ?
વેયાવચ્ચગરાણં સૂત્ર વડે સમકિતી દેવોને સંભારવામાં આવે છે. ૧૫. ચૌદશ અને સંવત્સરીના પૂર્વના દિવસે તથા મંગલિક પ્રતિક્રમણ માં કઈ થોય બોલાય છે ?
ચૌદશ અને સંવત્સરીના પૂર્વના દિવસે તથા મંગલિક પ્રતિક્રમણમાં કલ્લાણકંદની થોય બોલાય છે.
૭. સામાન્ય (તત્ત્વજ્ઞાન) પ્રશ્નો
૧. જૈનધર્મી તરીકે તમારું અરિહંત પરમાત્મા સંબંધિ નિત્ય કર્તવ્ય શું છે ? રોજ સવારે જિનાલયમાં ભગવંતના દર્શન કર્યા પછી જ કંઈપણ ખાવું કે પીવું, પૂજાના અવસરે ભગવંતની પૂજા કરવી.