________________
४४
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨ ૨. જૈન ધર્મી તરીકે તમારું ગુરુ ભગવંત સંબંધિ નિત્ય કર્તવ્ય શું છે?
રોજ ગુરુ ભગવંતને વંદન કરવા જવું, ગૌચરી-પાણી માટે ઘેર પધારવા
વિનંતી કરવી, કંઈપણ ખપ કે કામકાજ વિશે પૂછવું. ૩. આપણું શાશ્વત પર્વ કયું છે? તે ક્યારે આવે છે?
નવપદ આરાધના કરવા રૂપ આયંબિલની ઓળી એ શાશ્વત પર્વ છે. તે
આસો અને ચૈત્રસુદ માં ૭ થી ૧૫ એ નવ-નવ દિવસોમાં આવે છે. ૪. દહેરાસરજીમાં પરમાત્માને કેટલી પ્રદક્ષિણા અપાય? તેનો હેતુ શો છે?
પરમાત્માને ત્રણ પ્રદક્ષિણા અપાય છે. તેનો હેતુ દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિનો તથા સંસારનું ભ્રમણ અટકાવવાનો છે. માળામાં ૧૦૮ મણકા અને ઉપર મેરુ શા માટે હોય છે? પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણો છે તેનું સ્મરણ રહે તે માટે ૧૦૮ મણકા હોય છે. જીવને સર્વોચ્ચ એવા સિદ્ધિ પદે પહોંચવાનું સ્મરણ રહે તે
માટે ઉપર મેરુ હોય છે. ૬. પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણો કઈ રીતે થાય છે?
અરિહંતના ૧૨ ગુણ, સિદ્ધના ૮ ગુણ, આચાર્યના ૩૬ ગુણ, ઉપાધ્યાયના ૨૫ ગુણ, સાધુના ૨૭ ગુણ એ રીતે ૧૦૮ ગુણ થાય છે. પરમાત્માની પૂજા કેટલા અંગે થાય છે? તે અંગો કયા ક્યા છે? પરમાત્માને ચંદન પૂજા નવ અંગે જ કરવાની હોય છે. ૧-જમણા ડાબા પગનો અંગૂઠો, ૨, જમણો ડાબો ઠીંચણ, ૩-જમણા ડાબા કાંડા, ૪-જમણો ડાબો ખભો,૫-શિખા,૬-કપાળ, ૭-કંઠ, ૮-હૃદય, ૯-નાભિ. કષાય એટલે શું? તેના ભેદોના નામ જણાવો. જેનાથી સંસાર એટલેકે ભવભ્રમણ વધે તેને કષાય કહે છે. તેના ચાર ભેદ છે. ક્રોધ-માન-માયા અને લોભ. સામાયિક એટલે શું? સામાયિક એટલે સમતાનો લાભ, બે ઘડી કે અડતાલીસ મિનિટનું ચારિત્ર નવા કર્મનો બંધ અટકે તેવી પચ્ચકખાણ પૂર્વકની આરાધના ,તે શ્રાવકના બારવ્રતમાનું નવમું વ્રત છે.