________________
૪૫
૧૨.
જેને એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨ ૧૦. પ્રતિક્રમણ એટલે શું?
પ્રતિક્રમણ એટલે પાપથી પાછા હઠવું, તે પરમાત્માની બતાવેલી અને રોજરોજ કરવાની એવી ધર્મારાધના રૂપ ક્રિયા છે. જેના વડે દિવસ કે રાત્રિ સંબંધિ પાપો નાશ પામે છે. નવપદમાં દેવાદિ ત્રણ તત્ત્વોનો સમાવેશ કઈ રીતે થાય છે? અરિહંત અને સિદ્ધ એ બે દેવતત્ત્વ છે. આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ ગુરુ તત્ત્વ છે, દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ એ ચાર ધર્મ તત્ત્વ છે. ત્રેસઠ શલાકા પુરુષો ક્યા ક્યા છે? ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ બળદેવ અને ૯ પ્રતિવાસુદેવ
એ ૬૩ ઉત્તમપુરુષો કહેવાય છે. ૧૩. નવતત્ત્વોના નામ જણાવો? કેટલાંક સાત તત્ત્વો કેમ કહે છે?
જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્ત્વો છે. પુન્ય અને પાપ એ બંને કર્મોના આશ્રવરૂપ જ
હોવાથી તેને આશ્રવ તત્ત્વ જ ગણતાં તત્ત્વો સાત થાય છે. ૧૪. જ્ઞાનના મુખ્ય ભેદ કેટલાં અને ક્યા ક્યાં છે?
જ્ઞાનના મુખ્ય ભેદો પાંચ છે. મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવ અને
કેવળજ્ઞાન. ૧૫. નિસાહિ એટલે શું? તે કેટલી છે? ક્યાં ક્યાં બોલાય છે?
નિસીહિ એટલે સાવદ્ય ક્રિયાનો ત્યાગ. તે ત્રણ છે. પહેલી નિસાહિ દેરાસરજીમાં પ્રવેશતા, બીજી નિસીહિ મૂળ ગભારમાં પ્રવેશતા અને ત્રીજી નિસાહિ ચૈત્યવંદન પૂર્વે બોલાય છે.