________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૧
કથા-પચંદનબાળા એક નગરમાં દધિવાહન રાજા હતો તેને ધારિણી નામે પત્ની અને વસુમતી નામે પુત્રી હતી, રાજા યુદ્ધમાં હાર્યો, બધાં ને નગર છોડી નાસી જવું પડ્યું. સુંદર રાજકન્યા વસુમતીને પણ કોઈ સાર્થવાહલઈ ગયો. એક ધનાવહ નામના સજ્જન શેઠ તે રાજકન્યાને પોતાની પુત્રી સમાન સમજી લઈ આવ્યા. તેનું નામ ચંદના પાડ્યું. પિતા તુલ્ય પ્રેમથી તેણીનું પાલનપોષણ કરવા લાગ્યા. શેઠના પત્ની મૂલા શેઠાણીને ઈર્ષા થઈ, કદાચ ધનાવહ શેઠ આ સુંદર કન્યાને પત્ની બનાવશે તો?
એક વખત ચંદના પિતભક્તિથી શેઠના પગ ધોઈ રહી હતી. તે વખતે તેના વાળની લટ છુટી પડી ગઈ, શેઠે પણ પિતાની લાગણીથી તેના વાળની લટ ઊંચી લઈ બાંધી દીધી. આ દશ્ય જોઈ શેઠાણીની શંકા દઢ બની. ઈર્ષ્યાથી ધમધમતી મૂલા શેઠાણીએ ચંદનના વાળ કપાવી માથે મુંડન કરાવી દીધું. હાથમાં હથકડી અને પગમાં લોઢાની સાંકળ બાંધી દીધી.દૂરના ઓરડામાં પુરી દઈ બારણું બંધ કરી દીધું.
સતત ત્રણ દિવસ ચંદનાનો પત્તો ન લાગતા ધનાવહ શેઠ ગુસ્સાથી આકુળ વ્યાકુળ થઈ ગયા. વૃદ્ધ દાસી પાસેથી સાચી વાત જાણી શેઠ તુરંત દોડ્યા, ચંદના જયાં હતી ત્યાં પહોંચી બારણા ઉધાડી નાંખ્યા, ત્રણ દિવસની ભુખી ચંદના માટે કંઈ ન મળતા સુપડાના ખૂણામાં પડેલા બાફેલા અડદના દાણાં હતા તે ખાવા માટે આપ્યા.
ચંદના વિચારે છે કે આ જીવન પણ કેવું નાટક છે. ક્યાં હુ એક વખતની રાજકુમારી અને ક્યાં મારી આજની સ્થિતિ ? તેની આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા. આ સમયે શ્રી વીરપ્રભુને આવતા જોઈને એક પગ ઉંબરા બહાર રાખી વહોરાવવા તૈયાર થઈ. શ્રી વીરપ્રભુને પણ પોતે ધારણ કરેલ અભિગ્રહ પુરો થયો જાણી ભિક્ષા ગ્રહણ કરી. ત્યાં જ તે સ્થળે પંચદિવ્યો પ્રગટ થયા. હાથકડી અને લોઢાની બેડીઓ તુટી ગઈ, માથે સુંદર વાળ આવી ગયા. કેટલાંક વર્ષ બાદ જયારે શ્રી વીરપ્રભુને કેવળજ્ઞાન થયું, ત્યારે ચંદનબાળાએ તેમની પાસે દીક્ષા લીધી, તે વીર પરમાત્માના પ્રથમ સાધ્વી બન્યા.
એક વખત તેના જ શિષ્યા મૃગાવતી સાધ્વીજી ને ખમાવતા - ક્ષમા યાચના કરતા કરતા ચંદનબાળાને કેવળજ્ઞાન થયું.
બાળકો આપણે પણ સમજવું જોઈએ કે માફી માંગવી અને માફી આપવી એ મોટો ધર્મ છે, આપણાથી કોઈ ભૂલ થઈ જાય તો બીજાની માફી માંગવી જોઈએ અને કોઈએ ભૂલ કરી હોય તો ઉદાર હૃદયે માફી આપવી જોઈએ.જેમ ચંદનબાળા સાધ્વીએ પોતાના જ શિષ્યા એવા મૃગાવતી સાધ્વી કેવળજ્ઞાની બન્યા છે તેવું જાણ્યું