________________
૧e
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૧ કે તુરંત જ પોતે કરેલા અપરાધની માફી માંગી તો એ ક્ષમાપના કરવાથી કેવલજ્ઞાની બની મોક્ષે ગયા, તેમ આપણે પણ આપણી ભૂલોની રોજેરોજ માફી માંગવી જોઈએ. રોજરોજ કરાતું પ્રતિક્રમણ પણ પોતાની ભૂલો કબુલ કરવા અને માફી માંગવા માટેની ક્રિયા છે. ક્ષમાએ મોટો ધર્મ છે કાયમી સુખ થવાની ચાવી છે.
પિ. જૈન ભૂગોળ ચૌદરાજલોકનો પરીચયઃ (અતિ સંક્ષેપમાં) બ્રહ્માંડ અથવા તો સમગ્ર વિશ્વનો આપણે પરીચય કરવો છે. સમગ્ર વિશ્વમાં અનંત ખાલી જગ્યા છે. તેને અવકાશ અથવા આકાશ કહે છે. આ આકાશ એક અનંત દ્રવ્ય છે. તેનો ક્યાંય છેડો નથી કે તેના ટુકડા પણ થઈ શકતા નથી. માત્ર તેના વિભાગોની સમજણ આપી શકાય.
સમગ્ર વિશ્વના- આકાશના બે મુખ્ય વિભાગ ગણવામાં આવે છે. (૧) લોકાકાશ (૨) અલોકાકાશ. સૃષ્ટિની તમામ દશ્ય વસ્તુઓ પરમાણુઓ અને અદશ્ય એવી જીવસૃષ્ટિ એટલેકે આત્માઓ, સમય, ગતિ સહાયકદ્રવ્ય, સ્થિતિ સહાયક દ્રવ્ય જેમાં રહેલા છે તેને લોકાકાશ કહે છે. આ લોકાકાશ અતિ વિશાળ હોવા છતાં તેની મર્યાદા છે – સીમા છે. આપણા વિશ્વની બધી જ પ્રવૃત્તિઓ અને જીવોનું આવાગમન આ લોકાકાશમાં જ થાય છે. લોકાકાશની બહારના અનંત આકાશ પ્રદેશને અલોકાકાશ કહે છે.
જેને વૈજ્ઞાનિકો યુનિવર્સ કહે છે તે આ લોકાકાશ. જે અનંત એવા અલોકાકાશમાં બિંદુ સમાન છે. આ લોકાકાશ તે આપણા ચૌદ રાજલોક. લોકના ચૌદ ભાગ કલ્પીને ચૌદ રાજલોક શબ્દ વપરાયો છે. તેનો આકાર બે પગ પહોળા કરી કેડ ઉપર બે હાથ મૂકી ઉભેલા મનુષ્ય જેવો છે.
ચૌદ રાજલોકના મુખ્ય ત્રણ ભાગ છે. અધોલોક, મધ્યલોક (તિર્થાલોક) અને ઉર્ધ્વલોક. મધ્યલોક એક રજૂ પ્રમાણ પહોળો છે. અધોલોકમાં સૌથી નીચેનો ભાગ સાત રજજુ પ્રમાણ પહોળો છે. ઉર્ધ્વલોકનો સૌથી ઉપરનો ભાગ એક રજૂ પ્રમાણ અને ઉર્ધ્વલોકનો મધ્યભાગ પાંચ રજૂ પ્રમાણ પહોળો છે.
અધોલોકમાં મુખ્યત્વે સાત નરકો આવેલી છે. સૌથી નીચે સાતમીનરક છે. તેના ઉપર-ઉપર અનુક્રમે છઠ્ઠી-પાંચમી-ચોથી-ત્રીજી-બીજી અને પહેલી નરક છે. પહેલી નરક ને રત્નપ્રભા કહે છે, બીજી નરક શર્કરા પ્રભા છે, ત્રીજી વાલુકાપ્રભા ચોથી પંકપ્રભા, પાંચમી ધૂમપ્રભા, છઠ્ઠી ત:પ્રભા અને સાતમી નરક ને તમસ્તમ: પ્રભા કહે છે. આ નરકો અપોલોકના એક થી સાત રાજલોકમાં આવેલી છે.