________________
૨૦
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૧ | વ્યંતર અને ભવનપતિ દેવોને રહેવાની ભૂમિ પણ અધોલોક ના સાતમાં રાજલોકમાં રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ભાગમાં જ છે.
ઉર્ધ્વલોક આઠમાંથી ચૌદમાં રાજલોક સુધીનો છે. તેમાં બાર દેવલોક, નવરૈવેયક અને અનુત્તર વિમાન આવેલા છે. તેમાં દેવો રહે છે. તદુપરાંત ચૌદમાં રાજલોકમાં સૌથી ઉપર મોક્ષ સ્થાન છે. જેને સિદ્ધશીલા કહે છે.
એ બાર દેવલોકના નામ (૧) સૌધર્મ (૨) ઇશાન (૩) સનતકુમાર (૪) મહેન્દ્ર (૫) બ્રહ્મલોક (૬) લાંતક (૭) મહાશુક્ર (૮) સહસ્ત્રાર (૯) આનત (૧૦) પ્રાણત, (૧૧) આરણ અને (૧૨) અય્યત છે. આ બારદેવલોકની ઉપર તેરમાં રજુમાં અને લોકપુરુષ ના ગળા પાસે “સુદર્શન” વગેરે નવ રૈવેયક છે. તેની ઉપર “વિજય” આદિ પાંચ અનુત્તર છે.
ઉર્ધ્વલોકના નીચેના ૯૦૦ યોજન અને અધોલોકના ઉપરના ૯૦૦ યોજન એટલે કે ચૌદ રાજલોકના બરાબર મધ્યના ૧૮૦૦ યોજનમાં મધ્યલોક આવેલો છે. જે પહોળાઈમાં એક રાજલોક પ્રમાણ છે અને થાળી જેવો ગોળાકાર છે. તેમાં અસંખ્યાત દ્વીપો અને સમુદ્રો આવેલા છે. તેમજ સૂર્ય-ચંદ્ર આદિ જ્યોતિષ્ક દેવોના વિમાનો પણ છે.
બાળકો આ છે આપણી સાચી ભૂગોળ, તેમાં મધ્યલોકમાં આવેલા અસંખ્યાત દ્વિીપ-સમુદ્રમાં મનુષ્યલોક ક્યાં આવેલો છે તે આપણે બીજા ધોરણમાં જોઈશું.
(૬. સૂત્ર આધારીત પ્રશ્નો નવકારમંત્રનું બીજું નામ શું છે? નવકાર મંત્રનું બીજું નામ “પંચમંગલ સૂત્ર” કે “નમસ્કાર સૂત્ર” છે. નવકાર મંત્રમાં દેવ તત્ત્વ અને ગુરુ તત્ત્વ ક્યા ક્યા છે? નવકાર મંત્રમાં અરિહંત અને સિદ્ધ એ બે દેવ તત્ત્વ છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ અને ત્રણ ગુરુ તત્ત્વ છે. પંચિંદિય સૂત્ર નું બીજું નામ શું છે? પંચિંદિય સૂત્ર નું બીજુ નામ “ગુરુ સ્થાપના સૂત્ર” છે. પંચિંદિય સૂત્રમાં ગુરુ મહારાજના કેટલા ગુણો જણાવેલા છે? પંચિંદિય સૂત્રમાં ગુરુ મહારાજના છત્રીશ ગુણોનું વર્ણન છે. ખમાસમણ સૂત્રનું બીજું નામ શું છે ?
ખમાસમણ સૂત્ર ને “થોભનંદન અથવા પ્રણિપાત સૂત્ર કહે છે. ૬. “સુહરાઈ” અને “સુહદેવસિ” ક્યારે બોલાય?
મધ્યાહ્ન પહેલા “સુહરાઈ” અને મધ્યાહ્ન પછી “સુહદેવસિ” બોલાય.