________________
૨૧
૧૦.
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૧ ૭. ગુરુ મહારાજને પામવા માટે ક્યુ સુત્ર બોલાય છે?
ગુરુ મહારાજને અભુકિઓ “સૂત્ર પાઠ બોલી ખમાવાય છે. ઇરિયાવહિયં સૂત્ર શા માટે બોલવામાં આવે છે? ઇરિયાવહિયં સૂત્ર જતા-આવતા થયેલ જીવ-વિરાધનાની ક્ષમાપના માટે બોલાય છે. આગાર એટલે શું? તે ક્યા સૂત્રમાં આવે છે? કાઉસ્સગ્ન નો ભંગ ન થાય તેવી છૂટ ને આગાર કહે છે. જેમકે શ્વાસ લેવો મુકવો વગેરે તે “અન્નત્થ” અર્થાત્ કાયોત્સર્ગ આગાર સૂત્રમાં આવે છે. લોગસ્સ સૂત્ર નું બીજું નામ શું છે?
લોગસ્સ સૂત્રનું બીજું નામ “ચતુર્વિશતિ સ્તવ” છે. ૧૧. લોગસ્સ સૂત્રમાં કોની સ્તુતિ કરવામાં આવે છે?
લોગસ્સ સૂત્રમાં ચોવીશ જિનની નામ પૂર્વક સ્તુતિ કરાય છે. ૧૨. સુવિધિનાથ ભગવાન નું બીજું નામ શું છે?
સુવિધિનાથ ભગવાન નું બીજું નામ “પુષ્પદંત” છે. ૧૩. કરેમિભંતે સૂત્રનું બીજું નામ શું છે?
કરેમિભંતે સૂત્રનું બીજુ નામ “સામાયિક પ્રતિજ્ઞા” સૂત્ર છે. ૧૪. શ્રાવકો જે સામાયિક કરે તેનો કાળ કેટલો ગણવો?
શ્રાવકના સામાયિક નો કાળ બે ઘડી એટલે કે અડતાલીશ મિનિટનો થાય.
(જો પૌષધ કરે તો પૌષધની પ્રતિજ્ઞા જેટલોકાળ જાણવો) ૧૫. સામાયિક કરતી વખતે કેટલા દોષો નો ત્યાગ કરવો જોઈએ?
દશ મનના, દશવચનના બાર કાયાના એ બત્રીશ દોષોના ત્યાગપૂર્વક સામાયિક કરવું જોઈએ.
[૭. સામાન્ય (તત્વજ્ઞાન) પ્રશ્નો) તમે કોણ છો?
અમે જૈન ધર્મને પાળતા એવા જૈન છીએ. ૨. તમે શા માટે પાઠશાળા આવો છો?
જૈનધર્મના સૂત્રો અને વિધિનું જ્ઞાન મેળવવા પાઠશાળે આવીએ છીએ. ૩. દહેરાસરજીમાં ભગવાન નજરે પડતા શું બોલવું જોઈએ?
ભગવાન નજરે પડતા બે હાથ જોડીને “નમો જિણાણ” બોલવું જોઈએ.