________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૧ ૪. ગુરુ મહારાજ ને જોતા શું બોલવું જોઈએ?
ગુરુ મહારાજ સામે બે હાથ જોડી “મયૂએણ વંદામિ” બોલવું જોઈએ. સામાન્યથી તત્ત્વો કેટલા છે? ક્યા ક્યા? સામાન્યથી તત્ત્વો ત્રણ છે, દેવ, ગુરુ, ધર્મ, તમારા દેવ કોણ છે?
દેવાધિદેવ વીતરાગ પરમાત્મા એવા બધાંજ અરિહંત અમારા દેવ છે. ૭. તમારા ગુરુ કોણ છે?
પાંચ મહાવ્રત ધારી એવા બધાંજ જૈન સાધુ-સાધ્વીજી અમારા ગુરુ છે. તમારો ધર્મ ક્યો છે?
જિનેશ્વર ભગવંતોએ કહેલો ધર્મ એ અમારો ધર્મ છે. ૯. તમે જૈન ધર્મ કેમ પાળો છો?
જૈનધર્મ અમને દુર્ગતિ અટકાવી, સારી ગતિમાં લઈ જશે અને પરંપરાએ મોક્ષ આપશે માટે અને જૈન ધર્મ પાળીએ છીએ. હાલમાં ક્યા તીર્થકર ભાગવંતનું શાસન ચાલે છે?
હાલમાં ચોવીસમાં તીર્થકર ભગવંત શ્રી મહાવીર સ્વામીનું શાસન ચાલે છે. ૧૧. ભગવંતના શાસનમાં સંઘ કોને કહે છે?
સાધુ જેમાં મુખ્ય છે તેવા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા ના સમૂહને
ભગવંત ના શાસનમાં સંઘ કહે છે. ૧૨. શ્રી સંઘ માટે ભગવંતે ક્યા બે મુખ્ય ધર્મ કહ્યા છે?
ભગવંતે સાધુ-સાધ્વીજી માટે અણગાર (સાધુ) ધર્મ અને શ્રાવક
શ્રાવિકા માટે આગાર (ગૃહસ્થ) ધર્મ કહેલ છે. ૧૩. ગૃહસ્થોએ કપાળ પર ચાંદલો શા માટે કરવો જોઈએ?
“અમે ભગવંતની આજ્ઞા માથે ચઢાવીએ છીએ” એવી પ્રતિજ્ઞા દર્શાવવા
ગૃહસ્થોએ ચાંદલો કરવો જોઈએ. ૧૪. આખા વર્ષમાં આપણું મુખ્ય પર્વ કર્યું? તેમાં સૌથી મહત્વનો દિવસ કયો?
પર્યુષણ પર્વ આપણું મુખ્ય પર્વ છે. તેમાં ભાદરવા સુદ-ચોથના દિવસે
આવતો સંવત્સરી દિન એ સૌથી મહત્ત્વનો દિવસ છે. ૧૫. સવારે ઉઠતા કે રાત્રે સૂતા તમારે શું કરવું જોઈએ?
ઉઠતા કે સૂતી વેળાએ અમારે સાત નવકાર ગણવા જોઈએ.