________________
૧૫૪
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ એક નવકાર અથવા એકસો ને એકસઠ નવકારનો કાઉસ્સગ્ન કરવો અને તપને સ્થાને “અઠ્ઠમભત્તેણં, ત્રણ ઉપવાસ, છ આયંબિલ, નવ નીવિ, બાર એકાસણાં, ચોવીશ બેઆસણાં, અને છ હજાર સઝાય” એ રીતે કહેવું, અને પમ્પી શબ્દને સ્થાને સંવત્સરી શબ્દ કહેવો. -: સમગ્ર પૌષધ વિધિ ૧ થી ૧૩ મુદ્દામાં નીચે મુજબ છે. -
૧. પૌષધ લેવાની વિધિ પ્રથમ ઇરિયાવહી કરી પછી (ખમાસમણ દઈ) ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! પોસહ મુહપત્તિ પડિલેહું? ઇચ્છે, કહી (ઉભડક બેસી મુહપત્તિ પડિલેહી, ફરી) ખમા. ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! પોસહ સંદિસાહું ? ઇચ્છે, ખમાબ ઇચ્છા પોસહ ઠાઉં? ઇચ્છે, કહી (ઉભા રહી) બે હાથ જોડી, એક નવકાર બોલી “ઈચ્છકારી ભગવન્! પસાય કરી પોસહ દંડક ઉચ્ચરાવોજી” કહેવું. ત્યારે ગુરુભ અથવા વડીલ પૌષધનું પચ્ચખાણ ઉચ્ચરાવે, ગુરુભ નો યોગ ન હોય તો પોતે પૌષધ લેવાનું સૂત્ર બોલવું.
૨. સવારના પડિલેહણની વિધિ પ્રથમ ઇરિયાવહી. વિધિ કરવી પછી ખમા ઇચ્છા પડિલેહણ કરું? ઇચ્છ, કહી મુહપત્તિનું પડિલેહણ કરી પછી ચરવળો, કટાસણું, કંદોરો અને ધોતીયું, એમ પાંચ (વસ્ત્રો) પડિલેહી, ખમા ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ઇરિયાવહિયં પડિક્કમામિ ? ઇચ્છે કહી ઇરિયાવહિયા સંપૂર્ણ કરવા
ખમા ઇચ્છુકાંરી ભગવન્! પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી ! ઇચ્છ, કહી વડીલનું ઉત્તરાયણ (ખેસ) પડિલેહી, ખમા ઇચ્છા ઉપધિ મુહપત્તિ પડિલેહું? ઇચ્છે, કહી મુહપત્તિ પડિહેલી ખમા ઇચ્છા ઉપધિ સંદિસાહું? ઇચ્છે, ખમા ઇચ્છા ઉપધિ પડિલેહું? ઇચ્છ. કહી બધાં જ વસ્ત્રો નું પડિલેહણ કરવું. પછી કાજો લેનારે દંડાસણ લઈ તેનું પડિલેહણ કરી ઇરિયાવહિયા કરવી.
પછી કાજો લેવો. એ કાજાની અંદર જીવજંતુ જોઈને ત્યાંજ ઉભા રહી ઇરિયાવહિયા સંપૂર્ણ કરવા.
પછી જયણાપૂર્વક કાજો યોગ્ય જગ્યાએ “અણુજાણહ જસ્સગ્રહો” એમ બોલી ને પરઠવવો. પરઠવીને પછી “વોસિરે, વોસિરે, વોસિરે” કહેવું પછી. ગમણાગમણે આલોવવા.