________________
૧૫૩
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬
હોય તો શ્રાવકે વંદિતુ કહેવું. પછી સુઅદેવયાની થોય કહેવી. ૧૩. પછી નીચે બેસી (વીરાસને) જમણો ઢીંચણ ઊભો રાખી, એક નવકાર
ગણી, કરેમિ ભંતે ઇચ્છામિ પડિક્કમિઉં કહી વંદિતુ કહેવું. પછી, ૧૪. કરેમિ ભંતે ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ્ન જો મે પખિઓ તસ્સ ઉત્તરી
અન્નત્થ કહી બાર લોગસ્સ ચંદે નિમ્મલયરા સુધી ગણવા અથવા
અડતાળીશ નવકારનો કાઉસ્સગ્ન કરવો. ૧૫. પારીને પ્રગટ લોગસ્સ કહી, મુહપતિ પડિહેલીને, વાંદણાં બે દેવાં, પછી
ઇચ્છા સંદિ ભગ અભુકિઓમિ સમાપ્તખામણેણં અભિતર પદ્ધિ ખામેઉં ? ઇચ્છે ખામેમિ પમ્બિએ, પનરસ રાઈ દિવસાણું, જે કિંચિ
અપત્તિઅં કહેવું. ૧૬. પછી ખમાસમણ દઈને ઈચ્છા કારેણ સંદિસહ ભગવન્! પખિ ખામણાં
ખામું? ઇચ્છે, કહી ખામણાં ચાર ખામવાં. ૧૭. પછી દેવસી પ્રતિક્રમણમાં વંદિતુ કહ્યા પછી બે વાંદણાં દઈએ ત્યાંથી તે
સામાયિક પારીએ ત્યાં સુધી સર્વ વિધિ દેવની પ્રતિક્રમણ મુજબ જાણવો, પણ સુખદેવયાની થોયને સ્થાને જ્ઞાનાદિગ્ની થોય કહેવી. ક્ષેત્રદેવતાના કાઉસ્સગ્નમાં યસ્યાં ક્ષેત્રમ્ની થોય કહેવી. સ્તવન અજિતશાંતિનું કહેવું. સઝાયને સ્થાને નવકાર, ઉવસગ્ગહર તથા સંસારદાવાની ચાર થયો કહેવી અને લઘુશાંતિને સ્થાને મોટી શાન્તિ કહેવી, પછી છેલ્લે સંતિક કહેવું. પછી અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડં દેવું.
શ્રી ચઉમાસી પ્રતિક્રમણ વિધિ ચઉમાસી પ્રતિક્રમણ પખિની વિધિ પ્રમાણે કરવું, પણ એટલું વિશેષ કે બાર લોગસ્સનો કાઉસ્સગ્નને સ્થાને વીશ લોગસ્સ અથવા એંશી નવકારનો કાઉસ્સગ્ન કરવો અને પખિ શબ્દને સ્થાને ચઉમાસી શબ્દ કહેવો તથા તપને સ્થાને “છઠેણં, બે ઉપવાસ, ચાર આયંબિલ, છ નીવિ, આઠ એકાસણાં, સોળ બેઆસણાં, ચાર હજાર સઝાય” એ રીતે કહેવું.
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ શ્રી સંવત્સરી પ્રતિકમણની વિધિમાં પણ પખીની વિધિ પ્રમાણે કરવું, પણ એટલુ વિશેષ કે બાર લોગસ્સના કાઉસ્સગ્ગને સ્થાને ચાળીશ લોગસ્સ અને