________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫
ભરહેસર : આ સજ્ઝાયમાં, ઉત્તમ પુરુષો અને સતી સ્ત્રીઓના નામો ગણાવ્યા છે. સવારે યાદ કરવાથી આપણને માંગલિક રૂપ થાય છે.
૫૦. મન્નહ જિણાણું (શ્રાવક કૃત્યની) સજ્ઝાય
મન્નહ જિણાણું આણું, મિચ્છું પરિહરહ ધરહ સમ્મત્ત છવ્વિહ આવસ્સયમ્મિ ઉજ્જુત્તો હોઈ પઈદિવસં ॥૧॥ પવ્વસુ પોસહવયં દાણં સીલં તવો અ ભાવો અ, સઝાય નમુક્કારો, પરોવયારો અ જયણા એ ॥૨॥ જિણપૂઆ જિણથુણાં, ગુરુથુઅ સાહમ્પિઆણુ વચ્છલ્લ વવહારસ ય સુદ્ધી, રહજત્તા તિત્થજના ય ॥૩॥ ઉવસમ વિવેગ સંવર, ભાસાસમિઈ છજીવકરુણા ય ધમ્મિઅ-જણ-સંસગ્ગો,કરણ-દમો ચરણ-પરિણામો ॥૪॥ સંઘોવર બહુમાણો, પુત્થયલિહણું પભાવણા તિત્યે સદ્ગુાણ કચ્ચમેઅં, નિચ્ચ સુગુરુવએસેણું ॥૫॥ મન્નહ જિણાણું- આ સજ્ઝાયમાં શ્રાવકને કરવા યોગ્ય ૩૬ કૃત્યોનું વર્ણન છે. ૫૧. સકલતીર્થ (તીર્થ વંદના)
૧૦૧
સકલ તીર્થ વંદું કર જોડ, જિનવર નામે મંગલ કોડ; પહેલે સ્વર્ગે લાખ બત્રીશ, જિનવરચૈત્ય નમું નિશદિશ ॥૧॥ બીજે લાખ અઠ્ઠાવીસ કહ્યાં, ત્રીજે બાર લાખ સહ્યાં; ચોથે સ્વર્ગે અડ લખ ધાર, પાંચમે વંદું લાખ જ ચાર ॥૨॥ છટ્ટે સ્વર્ગે સહસ પચાસ, સાતમે ચાલીસ સહસ પ્રસાદ; આઠમે સ્વર્ગે છ હજાર, નવ-દશમે વંદું શત ચાર ।। અગ્યાર બારમે ત્રણસે સાર, નવ-ત્રૈવેયકે ત્રણસેં અઢાર; પાંચ અનુત્તર સર્વે મળી, લાખ ચોરાશી અધિકાં વળી ॥૪॥ સહસ સત્તાણું ત્રેવીશ સાર, જિનવર-ભવનતણો અધિકાર; લાંબાં સો જોજન વિસ્તાર, પચાસ ઊંચા બહોતેર ધાર IIII એકસો એંશી બિંબ પ્રમાણ, સભા સહિત એક ચૈત્યે જાણ; સો કોડ બાવન કોડ સંભાલ, લાખ ચોરાણું સહસ ચૌંઆલ ॥૬॥