________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫
સાતસે ઉપર સાઠ વિશાલ, સવિ બિંબ પ્રણમું ત્રણ કાલ; સાત કોડ ને બહોતેર લાખ, ભવનપતિમાં દેવલ ભાખ IIણા એકસો એંશી બિંબ પ્રમાણ, એક એક ચૈત્યે સંખ્યા જાણ; તેરસે કોડ નેવ્યાશી કોડ, સાઠ લાખ વંદું કર જોડ II૮।। બત્રીસે ને ઓગણસાઠ, તિર્આ લોકમાં ચૈત્યનો પાઠ; ત્રણ લાખ એકાણું હજાર, ત્રણસેં વીશ તે બિંબ જુહાર IIII વ્યંતર જ્યોતિષીમાં વળી જેહ, શાશ્વતા જિન વંદું તેહ; ઋષભ ચંદ્રાનન વારિપેણ, વર્ધમાન નામે ગુણસેન ॥૧૦॥ સમેતશિખર વંદું જિન વીશ, અષ્ટાપદ વંદું ચોવીશ; વિમલાચલ ને ગઢ ગિરનાર, આબુ ઉપર જિનવર જુહાર ॥૧૧॥ શંખેશ્વર કેસરિયો સાર, તારંગે શ્રી અજિત જુહાર; અંતરિક્ષ વરકાણો પાસ, જીરાવલો ને થંભણ-પાસ ।।૧૨।। ગામ નગર પુર પાટણ જેહ, જિનવર ચૈત્ય નમું ગુણગેહ; વિહરમાન વંદું જિન વીશ, સિદ્ધ અનંત નમું નિશદિશ ।।૧૩।। અઢી દ્વીપમાં જે અણગાર, અઢાર સહસ શીલાંગના ધાર; પંચમહાવ્રત સમિતિ સાર, પાળે પળાવે પંચાચાર ।।૧૪। બાહ્ય અત્યંતર તપ ઉજમાળ, તે મુનિ વંદું ગુણમણીમાળ; નિત નિત ઉઠી કીર્તિ કરું, ‘જીવ' કહે ભવસાયર તરું ।।૧૫।
સકલતીર્થ - આ સૂત્ર જીવવિજયજી મહારાજે રચેલ છે. તેમાં ત્રણલોકમાં રહેલાં શાશ્વતાં અશાશ્વતાં ચૈત્યો અને તેમાં રહેલી જિનપ્રતિમાઓની સંખ્યા બતાવી નમસ્કાર કરવામાં આવ્યો છે.
૧૦૨
૫૨. (કરેમિભંત) પોસહનું પચ્ચક્ખાણ
કરેમિ ભંતે ! પોસહં, આહાર પોસહં, દેસઓ સવ્વઓ, સરીરસક્કારપોસહં સવ્વઓ, ખંભચેર પોસહં સવ્વઓ, અવ્વાવાર પોસહં સવ્વઓ, ચઉવિહં પોસહં ઠામિ, જાવ દિવસ (અહોરાં) પજુવાસામિ, દુવિહં, તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણં, ન કરેમિ, ન કારવેમિ, તસ્સ ભંતે ! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરામિ.
કરેમિ ભંતે પોસહં : પૌષધ દિવસનો, રાતનો, અને દિવસ રાતનો એમ ત્રણ પ્રકારે થાય છે. તેનું સ્વરૂપ બતાવવા સાથે આ સૂત્રથી પૌષધનું પચ્ચકૃખાણ લેવાય છે.