________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪
કેટલાંયે વૈદ્યો આવ્યા, કેટલી બધી દવા આપીને ઉપચારો કર્યા પણ કોઈ તેનો રોગ મટાડી ન શક્યા. તે યુવાન અનાથ-અશરણની જેમ તરફડતો રહ્યો. તેનો રોગ ન મટ્યો. માતા-પિતાનું વાત્સલ્ય કે સહોદર ભાઈ-બહેનોનો પરિશ્રમ પણ તે યુવાનના દુઃખને ઘટાડી ન શક્યા, આવું હતું તેનું અનાથ-અશરણપણું.
પતિવ્રતા, પ્રેમમાં રક્ત, આંસુભરી આંખોથી ઉભેલી, સેવા કરતા નહીં થાકતી પત્નીએ કેટલાંય વિલેપનો કર્યા, તો પણ પતિની વેદના દૂર ન થઈ, અસહ્ય વેદનાની વચ્ચે તે યુવાન અશરણ-અનાથ બની ગયો. ઊંધી પણ શકતો ન હતો. અચાનક તે યુવાનને શ્રી જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલા ધર્મનો પ્રકાશ મળી ગયો, મનને શાતા-શાંતિ મળી, તે ભરનિદ્રામાં પોઢી ગયો. યુવાને દીક્ષા લેવાનો વિચાર કર્યો. ભગવંતનું શરણું સ્વીકાર્ય ભગવંતના શરણે જવાથી, ભગવંતે કહેલા ધર્મનું શરણ ગ્રહણ કરવાથી તેનો રોગ શાંત થઈ ગયો, વેદના જતી રહી, તે યુવાનની અનાથતા જતી રહી અને બની ગયા અનાથી મુનિ.
શ્રેણિક મહારાજા એ જયારે આ યુવાન, સુંદર દેખાવ વાળા અને નિરોગી મુનિને જોઈને પૂછયું કે હે મુનિ! તમે શા માટે સાધુ બન્યા છો? આ બધું છોડી દઈ, તમે ભોગ વિલાસનો સ્વીકાર કરો.રાજા શ્રેણિકે અનાથી મુનિને ધનની
સ્ત્રીની-ભોગની-એવી ઘણી ઘણી વસ્તુ સ્વીકારવા વિનંતી કરી. અનાથી મુનિએ રાજાને પોતાની વેદનાની અને અનાથતાની વાતો સમજાવી. રાજ! ધન
સ્ત્રી-પરીવાર-માતા-પિતા-ભાઈ-બહેન કોઈ આ જગતમાં શરણ રૂપ નથી, તું પણ અનાથ જ છે. જો કોઈ નાથ હોય તો એક માત્ર અરિહંત છે. અરિહંતનું શરણું ગ્રહણ કર,ભગવંત એક જ તારો નાથ થશે.
રાજા શ્રેણિક અનાથી મુનિની વાતો સાંભળી સમકિત પામ્યો. અનાથી મુનિ પણ અરિહંત અને અરિહંત પરમાત્માએ પ્રરૂપેલ ધર્મને માર્ગે જઈ, તેમને જ શરણભૂત માની સાધુપણામાં વિચરતા વિચરતા મોક્ષે ગયા. જગતમાં કોઈને નાથ ન બનાવવા પડે તેવા સિદ્ધપદને પામી કાયમ માટે અનાથતાથી દૂર થયા.
આપણે પણ જો અનાથ ન બનવું હોય, અશરણ ન બનવું હોય તો અનાથી મુનિની માફક અરિહંત પરમાત્માને શરણે જવું જોઈએ.
કથા- ૨ : ગજસુકુમાલ વસુદેવ નામે રાજા હતો. તેને દેવકી નામની એક રાણી હતી. વાસુદેવ કૃષ્ણ તેના પુત્ર હતા. તે કૃષ્ણના નાના ભાઈનું નામ ગજસુકુમાલ હતું. ગજસુકુમાલ