________________
૮૬
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪ આગ ઉઠે જે ધર થકી, તે પહેલું ધર બાળે ;
G
જળનો જોગ જો નિવ મળે, તો પાસેનું પરજાળે. કડવાં ૦ ૪ ક્રોધતણી ગતિ એહવી, કહે કેવળનાણી;
D
હાણ કરે જે હેતની, જાળવજો એમ જાણી. કડવાં · પ ઉદયરત્ન કહે ક્રોધને, કાઢજો ગળો સાહી; કાયા કરજો નિર્મળી, ઉપશમ રસ નાહી. કડવાં માયાની સજ્ઝાય
οξ
સમકિતનુ મૂળ જાણીએ જી. સત્ય વચન સાક્ષાત્ ; સાચામાં સમકિત વસેજી, માયામાં મિથ્યાત્વ રે
પ્રાણી ! મ કરીશ માયા લગાર.૧ મુખ મીઠો જૂઠો મનેજી, ફૂડકપટનો રે કોટ; જીભે તો ‘જીજી' કરેજી, ચિત્તમાં તાકે ચોટ રે-પ્રાણી ! મ૨ આપ ગરજે આઘો પડેજી, પણ ન ધરે વિશ્વાસ ;
મનશું રાખે આંતરો૨જી, એ માયાનો પાસ રે-પ્રાણી ! મળ્યુ જેહશું બાંધે પ્રીતડીજી, તેહશું રહે પ્રતિકૂળ ;
મેલ ન છંડે મન તણોજી, એ માયાનું મૂળ રે-પ્રાણી ! મ૪ તપ કીધો માયા કરીજી, મિત્રશું રાખ્યો રે ભેદ ;
મલ્લિજિનેશ્વર જાણજોજી, તો પામ્યા સ્ત્રીવેદ રે-પ્રાણી ! મપ ઉદયરત્ન કહે સાંભળોજી, મેલો માયાની બુદ્ઘ ; મુક્તિપુ૨ી જાવા તણોજી, એ મારગ છે શુદ્ધ રે-પ્રાણી ! મળ્યું ૪. કથા - વિભાગ
કથા- ૧ : અનાથી મુનિ
કૌશાંબી નગરી હતી. તેમાં અતિ ધનાઢ્ય અને ઋદ્ધિ સંપન્ન એવો યુવાન રહેતો હતો. અચાનક એક વખત તે યુવાનની આંખો વેદનાથી ધેરાવા લાગી. ધીમે ધીમે તેના આખા શરીરમાં અગન દાહ ઉઠી. કાળી બળતરા થવા લાગી. શસ્ત્રથી પણ તીક્ષ્ણ રોગથી તે યુવાન તરફડવા લાગ્યો. આંખ અને શરીરની અસહ્ય વેદનાથી તેનું મસ્તક ફાટવા લાગ્યું. જોનારને પણ બીક લાગે તેવી દારુણ પીડા તેને થતી હતી.