________________
૮૫
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪
વાઘેશ્વરી દેવી, હર્ષ હિયડે ધરેવી, જિનવર પય સેવી, સાર શ્રદ્ધા વરવી ; જે નિત્ય સમરેવી, દુ:ખ તેહના હરેવી, પદ્મવિજય કહેવી, ભવ્ય સંતાપ ખેવી. ૪
પયુષણ પર્વની થાય મણિરચિત સિંહાસન, બેઠા જગદાધાર; પર્યુષણ કેરો, મહિમા અગમ અપાર : નિજ મુખથી દાખી, સાખી સુરનર વૃદ, એ પર્વ પર્વમાં જેમ તારામાં ચંદ ૧ નાગકેતુની પેરે કલ્પ સાધના કીજે વ્રત નિયમ આખડી, ગુરુ મુખ અધિકી લીજે દોય ભેદે પૂજા, દાન પાંચ પ્રકાર, કર પરિક્રમણાં ધર, શીયળ અખંડિત ધાર ૨ જે ત્રિાકરણ શુદ્ધ આરાધે નવવાર, ભવ સાત આઠ અવશેષ તાસ સંસાર સહુ સુત્ર શિરોમણિ, કલ્પ સૂત્ર સુખકાર તે શ્રવણે સુણીને સફળ કરો અવતાર ૩ સહું ચૈત્ય જુહારી, ખમત ખામણાં કીજે; કરી સાહમ્મી વત્સલ, કગતિ દ્વાર પટ દીજે અઢાઈ મહોત્સવ, ચિદાનંદ ચિત્ત લાવી એમ કરતા સંઘને, શાસન દેવ સહાયી ૪
-: સઝાય:
ક્રોધની સઝાય કડવાં ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે; રીસ તણ રસ જાણીએ, હળાહળ તોલે . કડવાં ) ૧ ક્રોધે ક્રોડ પૂરવ તણું, સંયમ ફળ જાય; ક્રોધ સહિત તપ જે કરે, તે તો લેખે ન થાય. કડવાં, ૨ સાધુ ધણો તપીયો હતો, ધરતો મન વૈરાગ; શિષ્યના ક્રોધ થકી થયો. ચંડકોશિયો નાગ. કડવાં ૩