________________
૮૪
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪ .
ચિંતામણી જેણે ગાંઠે બાંધ્યું, તેહને કામ કિશ્યાનું. મારો ૪ અધ્યાતમ રવિ ઊગ્યો મુજ ઘટ, મોહિતમિર હર્યું જુગતે; વિમલવિજય વાચકનો સેવક, ‘રામ’ કહે શુભ ભગતે. મારો પ શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
અંતરજામી સુણ અલવેસર, મહિમા ત્રિજગ તુમારો, સાંભળીને આવ્યો હું તીરે, જન્મ મરણ દુઃખ વારો, સેવક અરજ કરે છે રાજ ! અમને શિવ-સુખ આપો. સહુ કોનાં મનવાંછિત પૂરો, ચિંતા સહુની ચૂરો ; એહવું બિરુદ છે રાજ! તમારું, કેમ રાખો છો દૂરે ? સેવક ૨ સેવકને વલવલતો દેખી, મનમાં મહેર ન ધરશો ; કરુણા સાગર કેમ કહેવાશો ! જો ઉપગાર ન કરશો. સેવક ૩ લટપટનું હવે કામ નહીં છે, પ્રત્યક્ષ દરિશન દીજે ; ધુમાડે ધીજું નહિ સાહિબ, પેટ પડયા પતીજે. શ્રી શંખેશ્વર મંડણ સાહેબ, વિનતડી અવધારો; કહે ‘જિનહર્ષ’ મયા કરી મુજને, ભવસાગરથી તારો. સેવક ૫ -: થોયના જોડા : -
સેવક ૪
શ્રી શાન્તિનાથજિન થોય
વંદો જિન શાંતિ, જાસ સોવત્ર કાંતિ, ટાળે ભવભ્રાંતિ, મોહમિથ્યાત્વ શાંતિ ; દ્રવ્યભાવ અરિ પાંતિ, તાસ કરતા નિકાંતિ, ધરતા મન ખાંતિ, શોક સંતાપ વાંતિ. ૧ દોય જિનવર નીલા, દોય ધોળા સુશીલા, દોય રક્ત રંગીલા, કાઢતા કર્મ કીલા, ન કરે કોઈ હીલા, દોય શ્યામ સલીલા, સોળ સ્વામીજી પીલા, આપજો મોક્ષલીલા. ૨ જિનવરની વાણી, મોહવલ્લી કૃપાણી, સૂત્રે દેવાણી, સાધુને યોગ્ય જાણી અરથે ગૂંથાણી, દેવ મનુષ્ય પ્રાણી, પ્રણમો હિત આણી, મોક્ષની એ નિશાણી. ૩
૧.