________________
૮૩.
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪
તે દેવના પણ દેવ વહાલા, જિન વસજો હૃદયમાં. ૫. આ વિશ્વના સૌ પ્રાણી પર, શુદ્ધ પ્રેમ નિસ્પૃહ રાખતાં,
નહિ રાગ કે નહિ દ્વેષ જેને, અસંગ ભાવે વર્તતા; વિશુદ્ધ ઇન્દ્રિય શૂન્ય જેવા, જ્ઞાનમય છે રૂપમાં, તે દેવના પણ દેવ વહાલા, જિન વસજો હૃદયમાં
-: ચૈત્યવંદન:
૧. પર્યુષણ પર્વનું ચૈત્યવંદન પ્રણમું શ્રી દેવાધિ દેવ, જિનવર મહાવીર; સુરવર સેવે શાંત દાંત, પ્રભુ સાહસ ધીર ; -૧ પર્વ પર્યુષણ પુણ્યથી, પામી ભવી પ્રાણી ; જૈન ધર્મ આરાધીએ, સમકિત હિત જાણી ; -૨ કલ્પસૂત્ર ને સુણી ને કીજે જન્મ પરિત્ર, નય કહે હૃદયે ધરો પ્રવચન વાણી વિનીત ; -૩
૨. સિદ્ધચક્ર/નવપદનું ચૈત્યવંદન જો ધરિ સિરિ અરિહંત મૂળ, દઢ પીઠ પઈક્રિઓ સિદ્ધ સૂરિ ઉવજઝાય સાહુ, ચિહું સાવ ગરિઢિઓ ૧ દિસણ નાણ ચરિત્ત તવેહ પડિસાહા સુંદરૂ તત્તફખર સર વગૂ લદ્ધિ, પયદલ ગુરુ દુબરૂ ૨ દિસિપાલ જમુખ અખિણિ પમુહ સુર કુસુમહિઅલંકિયો સો સિદ્ધચક્ક ગુરુ કપ્પતરૂ, અખ્ત મનવંછિય ફલ દિયો ૩
-: સ્તવન :
શ્રી શાંતિનાથનું સ્તવન મારો મુજરો લ્યોને રાજ, સાહિબ શાન્તિ ! સલૂણા, અચિરાજીના નંદન તોરે, દર્શન હેતે આવ્યો, સમકિત રીઝ કરીને સ્વામી ! ભક્તિ ભેટશું લાવ્યો. મારો ૧ દુઃખભંજન છે બિરુદ તમારું, અમને આશ તુમારી ; તુમ નીરાગી થઈને છૂટો, શી ગતિ હોશે અમારી ? મારો ૨ કહેશે લોક ન તાણી કહેવું, એવડું સ્વામી આગે ; પણ બાળક જો બોલી ન જાણે, તો કિમ વહાલો લાગે ? મારો ૩ મારે તો તું સમરથ સાહિબ, તો કિમ ઓછું માનું ;